કોટા,ભારત, December 29, 2017 /PRNewswire/ --
સંપૂર્ણ વિજ્ઞાનલક્ષી અભ્યાસક્રમ અને વિજ્ઞાનમાં સંશોધન કારકિર્દી ઘડતર માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષવા વર્ષ 1999માં કેન્દ્ર સરકારની ફેલોશીપ કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના (KVPY) સ્ટેજ-1 માં રિસોનેન્સના 455 વિદ્યાર્થીની પસંદગી થતા સંસ્થાની પ્રતિષ્ઠામાં ઉમેરો થયો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20170131/463110LOGO )
(Photo: http://mma.prnewswire.com/media/623199/Resonance_KVPY_2017_Stage_1_Results.jpg )
યોગ્યતા ધરાવતા 455 વિદ્યાર્થી પૈકી 184 વિદ્યાર્થી રેગ્યુલર ક્લાસરૂમના વિદ્યાર્થી અને 271 ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામના વિદ્યાર્થી છે,તેમ રિસોનન્સના સ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર આરકે વર્મા સરે જણાવ્યું હતું. યોગ્યતા ધરાવતા કુલ વિદ્યાર્થી પૈકી 274 વિદ્યાર્થી SX કેટેગરી (ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી), 176 SA કેટેગરી (ધોરણ 11 સાયન્સ મેથ્સના વિદ્યાર્થી) અને 5 વિદ્યાર્થી SB કેટેગરી (વર્ગ 11 સાયન્સ બાયોલોજીના વિદ્યાર્થી) છે.184 રેગ્યુલર ક્લાસરૂમ વિદ્યાર્થી પૈકી 97 વિદ્યાર્થી કોટા સ્ટડી સેન્ટર, કે જે આ પ્રદેશ માટે ગૌરવપૂર્ણ સિદ્ધી છે; 32 વિદ્યાર્થી કામતકા સ્થિત સ્ટડી સેન્ટરથી; 15 ઉદયપુર સ્ટડી સેન્ટર;7 સુરત સ્ટડી સેન્ટર;મુંબઈ અને જોધપુર પ્રત્યેકથી 5-5; અમદાવાદ સ્ટડી સેન્ટરથી 4; જયપુર અને આગ્રા સ્ટડી સેન્ટર પ્રત્યેકથી 3-3; નાગપુર,નાસિક અને રાજકોટ સ્ટડી સેન્ટર પ્રત્યેકથી 2 અને ભોપાલ,ચંદ્રપુર,ભુવનેશ્વર, ગ્વાલીયર, ઈન્દોર, રાઈપુર અને વડોદરા સ્ટડી સેન્ટર પ્રત્યેકથી 1 વિદ્યાર્થી આવે છે,તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.વર્મા સરે એમ પણ જણાવ્યું હતું કે એક મહત્વના ઈન્ક્યુબેટર તરીકે હંમેશા સેવા પ્રદાન કરે છે અને IIT-JEE, NEET, Olympiads, KVPY અને અન્ય રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરિક્ષામાં યોગ્યતાના સ્વરૂપમાં આ વિદ્યાર્થી તેમની પ્રતિભાને દર્શાવે છે.
રિસોનેન્સના વિદ્યાર્થીની દેશમાં સૌથી પડકારજનક કેટલીક પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, આ પરિક્ષામાં ઉતિર્ણ થવા માટે ગહન કલ્પનાત્મક સમજણ શક્તિની આવશ્યકતા હોય છે. અહીં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી માટે KVPY પરિક્ષા એવો અર્થ થાય છે. આ પરિક્ષા માટે યોગ્યતા ધરાવવા ધોરણ 10 બોર્ડમાં જનરલ કેટેગરી માટે લઘુત્તમ 80% અને એસસી, એસટી તથા ઓબીસી માટે 70% ટકા આવશ્યક છે.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ સંશોધન માટે પ્રતિભાશાળી અને અભિરુચિ ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ કરવાનો છે; જે તેમને શૈક્ષણિક સંભાવનાની ઓળખ કરવામાં મદદરૂપ બને છે; વિજ્ઞાનમાં સંશોધનલક્ષી કારકિર્દી ઘડવા પ્રોત્સાહન આપે છે;અને દેશમાં સંશોધન અને વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં મદદરૂપ બને છે. તે KVPY સ્કોલરશિપ પ્રોગ્રામ માટે પસંદગી પામનાર વિદ્યાર્થી તરીકે આ પ્રોગ્રામ નોંધપાત્ર બની રહેશે કારણ કે તેઓ સાયન્સમાં પાયાગત વિજ્ઞાન અભ્યાસક્રમો અને સંશોધન ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે અનુસ્નાતક અભ્યાસક્રમ સુધી તેમની સ્કોલરશીપ મેળવશે. સામાન્ય વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓએ 60% અને એસસી, એસટી તથા શારીરિક રીતે ખોડખાપણ ધરાવતા વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડમાં 50% ગુણ પ્રાપ્ત કરવા ફરજિયાત છે.વિદ્યાર્થીઓ બી.એસસીના ત્રણ વર્ષમાં પ્રત્યેક મહિને રૂપિયા 5,000 સ્કોલરશિપ મેળવશે તેમ જ એમ.એસસીના બે વર્ષ દરમિયાન પ્રત્યેક મહિને રૂપિયા 7,000 સ્કોલરશીપ મેળવશે. આ સ્કોલરશિપ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના સ્નાતક અભ્યાસ દરમિયાન રૂપિયા 20,000 અને અનુસ્નાતક અભ્યાસ દરમિયાન રૂપિયા 28,000 ગ્રાન્ટ મેળવવાનો હક્ક ધરાવે છે.
રિસોન્સ KVPY Stage 2 માટે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવે છે
અગાઉના રિસોનન્સની KVPY માં સિદ્ધીઓને જોવા માટે અહીં ક્લિક કરો https://www.resonance.ac.in/reso/results/results-kvpy.aspx
રિસોનન્સ વિશે માહિતી
રિસોનન્સ એજ્યુવેન્ચર લિમિટેડની કોટામાં 11મી એપ્રિલ,2001 રોજ સ્થાપના થઈ હતી. આ સંસ્થાનું નામ રિસોનન્સ રાખવામાં આવ્યું હતું,જે શિક્ષકોની ફ્રીકવન્સિ બેન્ડમાં સતત અભ્યાસને ઉચ્ચત્તમ સ્તર તરફ લઈ જવા માટે કટીબદ્ધ હતી જેથી રિસોનન્સ એક રિયાલિટી બની શકે. તેની શરૂઆત થઈ ત્યારથી સંસ્થાએ પરિણામોના વોલ્યુમ તથા ગુણવત્તામાં સતત સુધારો કર્યો છે.ક્લાસરૂમ કોચિંગમાં તેમ જ IIT-JEE માં પસંદગીમાં વિદ્યાર્થીની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે,જે IIT-JEE કોચિંગ માટે ક્લાસરૂમ અભ્યાસક્રમોની દેશમાં અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવતી ઓફરની તુલનામાં અનેક ગણી વધારે છે. સંસ્થા તેના પોતાના સ્ટડી સેન્ટર ધરાવે છે,જે કોટા, આગ્રા, અમદાવાદ,અલ્લાહબાદ, ઓરંગાબાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદ્રપુર, દિલ્હી, ગ્વાલિયર, ઈન્દોર, જબલપુર, જયપુર, જોધપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નાંદેદ, નાશિક, પટના, રાઈપુર, રાજકોટ, રાંચી, સુરત, ઉદયપુર અને વડોદરા ખાતે IIT-JEE માટેના ક્લાસરૂમ પ્રોગ્રામોની ઓફર કરે છે. સંસ્થા AIPMT/AIIMS અને CA/CS વગેરે માટે વિવિધ ક્લાસરૂમ કોર્સની ઓફર પણ કરે છે,જે શિક્ષણ માટે પોતાના વતનને છોડી શકતા નથી તેવા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમના DLP ડિવિઝન મારફતે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામો અને ચોક્કસ સ્ટડી સેન્ટરો ખાતે કોચિંગ આપે છે.
રિસોનન્સ તેના PCCP ડિવિઝન મારફતે વર્ગ V થી X ના વિદ્યાર્થીઓને કોચિંગની ઓફર પણ કરે છે અને NTSE, Olympiads જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે.
JEE Advanced, JEE Main, NEET અને AIIMS માટે વિવિધ ક્લાસરૂમ પ્રોગ્રામોમાં 90% સુધીની સ્કોલરશીપ સાથે રેસોનન્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ તેમ જ એન્ટ્રેન્સ ટેસ્ટ (ResoFAST )7મી જાન્યુઆરી,2018ના રોજ યોજાઈ શકે છે.
વધુ માહિતી માટે કૃપા કરી : https://www.resonance.ac.in મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
શિવરાજ સિંહ
[email protected]
+91-9314150513
જનરલ મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશન્સ)
રિસોનન્સ એજ્યુવેન્ચર્સ લિમિટેડ
Share this article