કોટા, ભારત, December 22, 2017 /PRNewswire/ --
રેઝોનેન્સના ઓગણત્રીસ વિદ્યાર્થીઓ ઇંટરનેશનલ મેથેમેટિક્સ ઑલમ્પિયાડના ત્રીજા તબક્કા માટે પસંદગી પામ્યાં છે. 20 વિદ્યાર્થીઓ નિયમિત વર્ગખંડ વિદ્યાર્થીઓ તરીકે રેઝોનેન્સમાં અને 9 વિદ્યાર્થીઓ દૂરસ્થ શિક્ષા કાર્યક્રમ (ડીએલપીડી) દ્વારા કોચિંગ લઈ રહ્યાં છે.
(Photo: http://mma.prnewswire.com/media/621166/RMO_Poster.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20170131/463110LOGO )
ભારતમાં મેથેમેટિકલ ઑલમ્પિયાડ પ્રોગ્રામ, જેનું આયોજન હોમી ભાભા સેંટર ફોર સાયંસ ઍજ્યુકેશન (એચબીસીએસઈ) દ્વારા ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ (ડીએઈ)ના રાષ્ટ્રીય ઉચ્ચતર ગણિત બૉર્ડ (એનબીએચએમ) વતી કરવામા આવે છે, જેમાં સફળ રહેનાર વિદ્યાર્થી ઇંટરનેશનલ મેથમેટિકલ ઑલમ્પિયાડ (આઇએમઓ) માં ભાગ લે છે. વિવિધ ક્ષેત્રોમાંથી મળતી માહિતી મુજબ, ઓગણસાઈઠમાં ઇંટરનેશનલ મેથમેટિકલ ઑલમ્પિયાડમાં રેઝોનેન્સના કોટા સ્ટડી સેન્ટરમાંથી 9 વિદ્યાર્થીઓ, સુરતથી 3 વિદ્યાર્થીઓ, ભુવનેશ્વર અને પટના દરેકમાંથી 2 વિદ્યાર્થીઓ અને અમદાવાદ, જોધપુર, રાયપુર અને રાંચી સ્ટડી સેન્ટર દરેકમાંથી 1 વિદ્યાર્થી RMO માં પસંદગી પામેલ વિદ્યાર્થીઓનો ભાગ છે. 18 વિદ્યાર્થીઓ વર્ગ -9 ના, 7 વિદ્યાર્થીઓ વર્ગ -10ના, 3 વિદ્યાર્થીઓ વર્ગ -9 અને 1 વિદ્યાર્થી વર્ગ-8નો છે. કોટાથી પસંદગી પામેલ 9 વિદ્યાર્થીઓમાંથી, 2 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, બુંદીના છે.
રેઝોનેન્સ ના સ્થાપક અને વ્યવસ્થાપક નિર્દેશક, શ્રી આર. કે . વર્મા એ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય મેથમેટિકલ ઑલમ્પિયાડનો ત્રીજો તબક્કો 21 જાન્યુઆરી 2018 ના રોજ ભારતમાં વિવિધ કેન્દ્રો પર શરૂ થશે. અંદાજે 855 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઉપસ્થિત રહેશે. આ તબક્કામાં મેળવેલા ગુણાંકો કૅમ્પ માટે 30-35 વિદ્યાર્થીઓની પસંદગી તરફ દોરી જશે. આ કૅમ્પ એ 6 વિદ્યાર્થીઓની પસંદગી માટેનો આધાર બનશે જેઓ આંતરરાષ્ટ્રીય મેથમેટિક્સ ઑલમ્પિયાડ (આઇએમઓ)માં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
રેઝોનેન્સ વિશે
રેઝોનેન્સ એજ્યુવેન્ચર્સ લિમિટેડની સ્થાપના 11મી ઍપ્રિલ, 2001 ના રોજ કોટા ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થાનું નામ રેઝોનેન્સ તેમને શિક્ષકોના સ્તરને અનુરૂપ લઈ આવવા માટે શિક્ષણને વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાખવામાં આવ્યું હતું જેથી પ્રતિધ્વનિ વાસ્તવિકતા બને. તેનાં પ્રારંભથી જ, આ સંસ્થા પરીણામોની માત્રા અને ગુણવત્તાના સંદર્ભમાં તમામ અપેક્ષાઓથી આગળ રહી છે. વર્ગખંડ કોચિંગમાં વિદ્યાર્થીઓના નામાંકનની સંખ્યામાં વૃદ્ધિ તેમજ IIT-JEE માં પસંદગી દેશભરમાં IIT-JEE કોચિંગમાં વર્ગખંડના અભ્યાસક્રમો આપતી અન્ય કોઇપણ સંસ્થાની સરખામણીમાં બેજોડ છે. આ સંસ્થા તેનાં પોતાનાં સ્ટડી સેન્ટર્સ ધરાવે છે જે કોટા, આગ્રા, અમદાવાદ, અલાહાબાદ, ઔરંગાબાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદ્રપુર, દિલ્લી, ગ્વાલિયર, ઇન્દૌર, જબલપુર, જયપૂર, જોધપુર, કોલકાતા, લખનઉ, મુમ્બઈ, નાગપુર, નાંદેડ, નાશિક, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, સુરત, ઉદયપુર, અને વડોદરા ખાતે IIT-JEE માટેના વર્ગખંડ કાર્યક્રમો ધરાવે છે. આ સંસ્થા પસંદગીના સ્ટડી સેન્ટર્સ ખાતે AIPMT/AIIMS, CA/CS વિગેરે માટેના વર્ગખંડ અભ્યાસક્રમો પણ ચલાવે છે અને શિક્ષણ માટે પોતાના વતનને છોડી ન શકતાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને જોતાં તેનાં ડીએલપી વિભાગ દ્વારા દૂરસ્થ શિક્ષણ કાર્યક્રમો પણ પૂરાં પાડે છે.
રેઝોનેન્સ તેનાં PCCP વિભાગ દ્વારા વર્ગ V થી X ના વિદ્યાર્થીઓને પણ કોચિંગ પૂરું પાડે છે અને વિદ્યાર્થીઓને NTSE, ઑલમ્પિયાડ્સ, વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે છે.
વિદ્યાર્થીઓ JEE Main, JEE Advanced, NEET અને AIIMS માટે વિવિધ વર્ગખંડોમાં 90% સુધી સ્કૉલરશિપ્સ સાથે Resonanceમાં પ્રવેશ મેળવવા માટે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ સ્કૉલરશિપ સહ પ્રવેશ પરીક્ષા ResoFAST આપી શકે છે. કૃપા કરી https://www.resonance.ac.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
શિવરાજ સિંહ
[email protected]
+91-9314150513
જનરલ મેનેજર (વ્યવસાય વિકાસ અને પ્રચાલનો)
રેઝોનેન્સ એજ્યુવેંચર્સ લિમિટેડ
Share this article