મુંબઈ, ડિસેમ્બર, December 20, 2017 /PRNewswire/ --
આ વૈશ્વિક એવૉર્ડ નાગરિકોના રોજિંદા જીવનના અનુભવો અને તેનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ સારી શાસન વ્યવસ્થા પર સ્માર્ટ સિટી સેવાઓની રૂપાંતરણાત્મક અસરને માન્યતા આપે છે
Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH), સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સમાં વૈશ્વિક ટેક્નોલૉજી લીડરે, ગાંધીનગર, ગુજરાત ખાતે ભારતના First Live Smart Services City ની સફળતાપૂર્વક વ્યૂહ રચીને Wireless Broadband Alliance (WBA) Industry Award 2017 જીત્યો છે. આ શહેરને Wi-Fi capital city of India તરીકે સ્થાપિત કરીને, Sterlite Tech એ તેની નવીનીકૃત નાગરિક-કેન્દ્રીત સેવાઓ સાથે Gandhinagar Smart City પ્રોજેક્ટ ની સંરચના, વિકાસ અને વ્યવસ્થાપનમાં આગેવાની લીધી છે. આ એવૉર્ડ ન્યુયૉર્ક ખાતે હાલમાં આયોજિત Wireless Global Congress દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. The WBA Industry Awards ઉદ્યોગના અગ્રેસર ખેલાડીઓ પાસેથી સફળતાપૂર્ણ અભ્યાસો અને વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપતાં વૈશ્વિક વાયરલેસ ઉદ્યોગમાં સર્વોત્કૃષ્ટતાને બિરદાવે છે.
(Logo: http://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
ડિસેમ્બર 2016 માં જીવંત થયા પછી, Gandhinagar Smart City Services પરિયોજના તેનાં નાગરિકોના રોજિંદા જીવનમાં રૂપાંતરણાત્મક ફેરફારો લઈ આવી છે. આ સમગ્ર શહેરમાં Wi-Fi, IP સર્વેલેન્સ સાથે જાહેર સુરક્ષા, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ દ્વારા વીજ ખર્ચમાં ઘટાડો, પર્યાવરણના સેન્સરો દ્વારા હવામાન અને હવાના પ્રદૂષણ પર ડિજિટલ સાઇનેજ અપડેટિંગ, ગતિ અને ફેસ ડિટેક્શન સિસ્ટમ, ઑટોમૅટિક નમ્બર પ્લેટ ઓળખ પ્રણાલી, પબ્લિક ઍનાઉન્સમેન્ટ સિસ્ટમ અને અન્ય ઘણાં બધા સાથે આ હાંસલ કરવામાં આવ્યું છે.
આ સ્માર્ટર ટેક્નોલૉજીસને દેશના સૌથી વધુ અદ્યતન કમાંડ અને કંટ્રોલ સેન્ટર્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જે મ્યુનિસિપલ કૉર્પોરેશનને તેનાં નાગરિકોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવા અને વધુ સારી શાસન વ્યવસ્થા માટે પારદર્શકતાને પ્રોત્સાહિત કરવા માટે સક્ષમ બનાવે છે.
પરિયોજનાને આવકારતાં, WBA ના CEO, Shrikant Shenwai એ જણાવ્યું હતું, " 'Best Connected City Deployment' એવૉર્ડ જીતવા બદલ Sterlite Tech ને મહાકાય અભિનંદન. આ પ્રશસ્તિ Wi-Fi ઉદ્યોગની અંદર સર્વોત્કૃષ્ટતા અને શ્રેષ્ઠ અભ્યાસોને ચલાવવા માટેની Sterlite Tech ની ધગશ, સમર્પણ અને પ્રતિબદ્ધતાનું ઘોષણાપત્ર છે. તેમની ટીમને તેમનાં કાર્ય માટે આત્યંતિક ગર્વ થવો જોઇએ."
ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશ્નર, Shri Dinesh Chandra Modi એ જણાવ્યું હતું કે, "ગાંધીનગર એ ભારતમાં બહુ થોડાં આયોજિત શહેરોમાંથી એક છે. સમગ્ર શહેરમાં Wi-Fi ઇંટરનેટ સુલભતા દ્વારા બે લાખ કરતાં વધુ નાગરિકો જોડવા એ વિકાસ અને શહેરની શાસન-વ્યવસ્થામાં નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહન પુરું પાડવાની ચાવી છે. આ બધાં જ સ્માર્ટ ઘટકોને સંકલિત કમાંડ સેન્ટર દ્વારા કેન્દ્રીકૃત રીતે સંચાલિત કરવામાં આવે છે. આ નવીનીકરણો સામાન્ય નાગરિકના જીવનને ડિજિટલ રીતે સ્માર્ટ બનાવી રહ્યાં છે."
વૈશ્વિક સન્માનથી ગદ્ગદીત થયેલાં Sterlite Tech ના CEO, Dr Anand Agarwal એ જણાવ્યું હતું કે, "WBA દ્વારા આ વૈશ્વિક સન્માન સ્માર્ટ સિટીઝમાં વેબ-સ્કેલ નેટવર્ક્સની ડિઝાઇનિંગ, નિર્માણ અને સંચાલનમાં અમારી તજજ્ઞતાની સ્વીકૃતિ છે. આની સાથે ગાંધીનગર સ્માર્ટ સિટી પરિયોજનાએ સ્માર્ટ સિટી વિકાસ માટે ફ્યુચર-પ્રુફ સ્માર્ટર ડિજિટલ ઇંફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક બૅન્ચમાર્ક સુયોજિત કર્યો છે."
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક ટેક્નોલૉજી આગેવાન છે, જેઓ સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેર પૂરાં પાડીને ડિજિટલ વેબ-સ્કેલ પ્રસ્તાવો સહિત ગ્રાહકો સાથે સંકળાયેલી છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં ઉચ્ચ કાર્યક્ષમ વૈશ્વિક ઉત્પાદન સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડિલીવરી સેન્ટર્સ ધરાવે છે. 162 પેટન્ટ્સના મજબૂત પોર્ટફૉલિયો સાથે, Sterlite Tech નવી પેઢીના નેટવર્ક ઍપ્લિકેશંસ માટે ભારતના એકમાત્ર બ્રોડબેન્ડ રિસર્ચ માટે સોલ્યુશન ઓફ એક્સેલન્સ અને સ્માર્ટ ફોર સેન્ટર ફોર સ્માર્ટ નું ઘર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓમાં સશસ્ત્ર બળો માટે intrusion-proof smarter data network for the Armed Forces, rural broadband for BharatNet, Smart Cities' development, અને establishing high-speed Fibre-to-the-Home (FTTH) networksનો સમાવેશ થાય છે.
વધુ મુલાકાત માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો
Wireless Broadband Alliance વિશે:
2003 માં સ્થાપિત, Wireless Broadband Alliance (WBA) નો ધ્યેય અપ્રતિમ વપરાશકર્તા અનુભવ પૂરો પાડવા માટે બાધારહિત, સુરક્ષિત અને આંતરસંચાલનક્ષમ અનલાઇસન્સ્ડ વાયરલેસ બ્રૉડબૅન્ડ સેવાઓ દ્વારા કન્વર્જ્ડ વાયરલેસ બ્રૉડબૅન્ડ ઈકોસિસ્ટમના વિકાસમાં ચૅમ્પિયન બનવાનો છે. NGH અને Wi-Fi ના અમારા વારસા પર નિર્માણ પામીને, WBA IoT, Big Data, Converged Services, Smart Cities, 5G, સહિત સમગ્ર જાહેર Wi-Fi ઈકોસિસ્ટમમાં બિનલાઇસન્સધારી અને લાઇસંસધારી કેંદ્રાભિસારી અને સહપ્રવર્તમાન નેક્સ્ટ જનરેશન Wi-Fi જરૂરિયાતને અપનાવવા ઝુંબેશ અને સમર્થનને જારી રાખશે. આજે, સભ્યપદમાં BT, Comcast અને Time Warner Cable જેવાં પ્રમુખ ફિક્સ્ડ ઑપરેટર્સ; ટોચના 10 મોબાઇલ ઑપરેટર જૂથોના સાત ટોચના (આવક દ્વારા) અને અગણી ટેક્નોલૉજી કંપનીઓ જેવી કે Cisco, Microsoft, Huawei Technologies, Google અને Intel સામેલ છે. WBA સભ્ય ઑપરેટર્સ સંયુક્ત રીતે 2 બિલિયન કરતાં વધુ સબસ્ક્રાઇબર્સને સેવા પૂરી પાડે છે અને વૈશ્વિક રીતે 30 મિલિયન કરતાં વધુ હોટસ્પૉટ્સ સંચાલિત કરે છે.
વધુ વિગતો માટે, http://www.wballiance.com ની મુલાકાત લો
સંપર્કો:
માર્કેટિંગ અને કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ
L K Pathak
Phone: +91-99-25-012059
Email: [email protected]
ઇન્વેસ્ટર રિલેશન્સ
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email: [email protected]
મીડિયા સંપર્ક:
Sumedha Mahorey
[email protected]
+91-9820192152
Manager Corporate Communications
Sterlite Technologies Ltd
Share this article