hyderabadonline.in: 100 થી વધુ દેશો હૈદરાબાદ ખાતે 3 જા Indywood Film Carnivalનો ભાગ બનશે
હૈદરાબાદ, ભારત, November 30, 2017 /PRNewswire/ --
વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો, Ramoji Film City ડિસેમ્બર 1-4 સુધી Indywood Film Carnival 2017 ની ત્રીજી આવૃત્તિને હોસ્ટ કરશે. કાર્નિવલમાં 100 થી વધુ દેશોના હજારો ફિલ્મ નિર્માતાઓ અને હસ્તીઓ દ્વારા હાજરી આપવામાં આવશે.
KPMG ના માર્ગદર્શન હેઠળ 2,000 ભારતીય કંપનીઓ અને અબજોપતિઓના સંઘ દ્વારા રૂ. 70,000 કરોડના મૂડીરોકાણથી, Indywood Film Carnivalનો હેતુ, આવનારા 5 વર્ષોમાં Hollywoodથી પણ આગળ નીકળી જવા માટે, સમગ્ર ભારતીય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગને એક છત્ર હેઠળ એકલ માળખાગત ઉદ્યોગ તરીકે સંકલિત કરવાનો છે.
હૈદરાબાદના અગ્રણી ડિજિટલ માર્કેટિંગ ઉકેલો કંપની, www.HyderabadOnline.in ને આ ઈવેન્ટ માટે ડિજિટલ મીડિયા પાર્ટનર તરીકે જાહેર કરવામાં આવી છે, જેનો હેતુ હૈદરાબાદની છાપ વૈશ્વિક વેપાર અને મનોરંજન કેન્દ્ર તરીકે પાડવાનું છે. આ ઇવેન્ટને અન્ય કેટલાક લોકો ઉપરાંત, તેલંગણાની સરકાર, ધ મેક ઇન ઇન્ડિયાના ઇનિશિયેટીવનો પણ ટેકો છે.
ચાર દિવસની સતત મનોરંજન-સાથે -વેપારની મીટિંગમાં 15 સમાંતર ઇવેન્ટ્સ હશે, જેમાં ઇન્વેસ્ટર્સ મીટ, ફિલ્મ માર્કેટ, ફિલ્મ ફેસ્ટિવલ, રેડ કાર્પેટ શોઝ, એવોર્ડ નાઇટ્સ, થીમ પાર્ટીઝ, ટેલેન્ટ હંટ, એક્સપો એવોર્ડ્સ, પ્રાઇવેટ ફંક્શન્સ, પ્રોજેક્ટ લૉન્ચીઝ, વર્કશૉપ્સ, પ્રોડ્યુસર્સ મીટ, સેલિબ્રિટી સ્પોર્ટસ, ફિલ્મ ફેડરેશન મિટ્સ, કોન્ફરન્સિસ, પેનલ ડિસ્કશન્સ, વર્કશોપ્સ, વગેરેનો સમાવેશ થાય છે.
કાર્નિવલમાં સાત ક્રિકેટ ટીમોના ખેલાડીઓ સાથે T10 ક્રિકેટ લીગના બ્રાન્ડ એમ્બેસેડર Chris Gayle, Virender Sehwag, Shahid Afridi અને Kumar Sangakkara જેવા પ્રસિદ્ધ ક્રિકેટ સ્ટાર્સ પણ હાજરી આપશે.
Indywood Film Carnival 2017 ના મુખ્ય આકર્ષણમાંનું એક, ડિસેમ્બર 1 ના રોજ બિલિનયર્સ ક્લબનું ઉદ્ઘાટન હશે. આ કાર્યક્રમમાં 50 થી વધુ અબજોપતિઓ અને 100 દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેશે.
વૈશ્વિક સ્તરે વખાણાયેલા ફિલ્મ નિર્માતા Sohan Roy દ્વારા પ્રોજેક્ટ Indywoodની કલ્પના કરવામાં આવી છે, જે પ્રોડક્શન, સ્ક્રીનીંગ અને માર્કેટીંગ વ્યૂહરચનાઓ તેમજ ભારતીય સિનેમાના બિઝનેસ મોડેલમાં વ્યાપક અને ક્રાંતિકારી ફેરફારો કરવા માગે છે. આ પાંચ વર્ષના પ્રોજેક્ટની સફળ પરિપૂર્તિ ભારતને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના શિખર તરફ લઇ જશે તેવી અપેક્ષા છે.
વધુ માહિતી માટે કૃપા કરીને http://www.indywood.co.in/ ની મુલાકાત લો.
IndiaOnline.in નેટવર્ક વિશે:
www.HyderabadOnline.in 480+ વેબસાઈટસના IndiaOnline.in નેટવર્કનો એક ભાગ છે. IndiaOnline.in નેટવર્ક દેશના દરેક રાજ્ય / શહેર / નગરને આવરી લે છે અને તેમને એક સમર્પિત વેબસાઈટ સાથે મૅપ કરે છે. તે નાના અને મધ્યમ સાહસો (SME) સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમના સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ડિજિટલ માર્કેટીંગ સોલ્યુશન્સ સાથે ઑનલાઈન થવામાં મદદ કરે છે. કંપનીનું GETONLINE પ્લેટફોર્મ SMEs ને ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઇન દ્રશ્યતાના 3M પડકારો એટલે કે, મેકિંગ, મેનેજીંગ અને માર્કેટિંગને એકમાત્ર પ્લેટફોર્મ મારફતે ઉકેલવામાં મદદ કરે છે.
મીડિયા સંપર્ક:
Rudradeep Ghosh
E - [email protected]
M - +91-9643105045
Pan India Internet Private Limited (New Delhi)
Share this article