મુંબઇ, November 29, 2017 /PRNewswire/ --
UBM India એ આજે નવી મુંબઇ, વાશી ખાતે CIDCO એક્ઝિબિશન સેન્ટર પર Occupational Safety & Health (OSH) India ના (23મી-24મી નવેમ્બર, 2017) સુરક્ષા શોના 6ઠ્ઠા એડિશનનો શુભારંભ કર્યો છે. શો આંતરરાષ્ટ્રીય રીતે પ્રખ્યાત એક્ઝિબિટર્સ, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસના નિષ્ણાત અને મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલીઓ અંગે ચર્ચા કરવા અને કાર્યસ્થળે સુરક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કેટલાક સૌથી વધુ પડકારોનું નિરાકરણ લાવવા અંગેની ચર્ચા કરવા એક કોમન પ્લેટફોર્મ હેઠળ ભેગા લાવે છે.
(Photo: http://mma.prnewswire.com/media/609855/OSH_India_2017.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/607703/UBM_India_OSH_India_2017_Mumbai_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
OSH India, 2017 નું ઉદ્ઘાટન સમારોહ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં થયો હતો, જેમાં Shri. Sudhakar Prabhu Rathod, ડિરેક્ટર, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામકની કચેરી, મજદૂર વિભાગ, મહારાષ્ટ્ર સરકાર; Mr. Santosh Warrik, CFO & સલાહકાર, MIDC, મહારાષ્ટ્ર સરકાર; Mr. Arvind Mandke, ચીફ ફાયર ઓફિસર, CIDCO, મહારાષ્ટ્ર સરકાર; Mr. Pankaj Jain; ગ્રુપ ડિરેક્ટર, UBM India Pvt Ltd અને Mr. Yogesh Mudras; મેનેજિંગ ડિરેક્ટર, UBM India ઉપરાંત નામાંકિત ઉદ્યોગની વ્યક્તિઓ હાજર રહ્યા હતાં.
સમગ્ર ઉદ્યોગમાંથી અગ્રણી એક્ઝિબિટર્સની સહભાગીતા OSH India ને એક ઉદ્યોગના પ્રસંગ તરીકેની જરૂરિયાત અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની પુષ્ટિ કરે છે. આમાં, 'પ્રીમિયમ પાર્ટનર' - Dickies, 'Platinum Partner'- Euro Security, 'Gold Partner'- Udyogi, 'Silver Partner'- Venus, 'Safe Escape Partner'- Prolite Autoglo Limited, 'Gas Detection Partner'- Drager, 'Registration Partner'- Jayco, 'Lanyard Partner'- Allen Cooper, 'Badge Partner'- UVIRAJ, 'Delegate Kit Partner'- PIG, New Pig, 'Occupational Safety and Health Partner'- Eurock, 'Visitor Bag Partner'- Heapro અને અન્યો જેમ કે Motorola Solutions India Pvt. Ltd., Superhouse Ltd., ID Overseas Private Ltd., Jayco Safety Products Pvt. Ltd., Saurya HSE Pvt. Ltd., Continental Manufacturing Co., Draeger Safety India Pvt. Ltd., Uviraj Global (P) Ltd., Teijin India Pvt. Ltd., Bata India, Unicare Emergency Equipment Pvt. Ltd., Acme Safetywears Ltd., NEBOSH Ltd., SATRA Technology Centre Ltd. અને Rahman Industries Ltd. બીજા ઘણા બધાનો સમાવેશ થાય છે. આ વર્ષે, શોમાં 140 કરતાં વધારે બ્રાન્ડની હાજરી હતી અને તેમાં USA, જર્મની, UK, UAE, જાપાન, શ્રી લંકા, મલેશિયા અને ઇટાલી જેવા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય સહભાગીઓએ સહભાગીતા કરી છે.
OSH India, 2017 ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India, એ કહ્યું, "ભારતના લગભગ 1.2બિલીયન લોકોમાંથી અડધા લોકો 26 વર્ષથી ઓછી ઉંમરના છે, અને 2020 સુધીમાં, તે સરેરાશ 29 વર્ષની ઉંમર સાથે સૌથી યુવાન લોકોનો દેશ બનશે તેવી આગાહી છે. તાજેતરના અહેવાલો જણાવે છે કે, 2030 સુધીમાં ૨૫ કરોડ લોકો ભારતીય કાર્યદળમાં જોડાશે.. વસતિનો એક મોટો ભાગ કામ કરવાના ઉંમરના જૂથમાં સંકળાવાના હોવાથી, સંસ્થાઓએ આ કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યની સાથે સાથે ભાવનાત્મક સુખાકારી તરફ ધ્યાન આપવું જરૂરી બનશે અને શ્રેષ્ઠ કૌશલ્ય જાળવવા તથા સારી ઉત્પાદકતા સુનિશ્ચિત કરવા તેને અગ્રતા પર લેવી જરૂરી બનશે. ખાસ કરીને ઉત્પાદન કરતી કંપનીઓ અને સંબંધિત ક્ષેત્રો જેમ કે ઓટોમોબાઇલ, ઓઇલ અને ગેસ, કન્સ્ટ્ર્કશન વગેરે જેવી કંપનીઓ, વ્યાવસાયિક જોખમોથી વાકેફ હોય છે અને કામ કરવાનું સુરક્ષિત વાતાવરણ બનાવવા તરફ કામ કરી રહી છે. તેમના ભાગ માટે સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ભાર મૂકતાં વિનિયમો દ્વારા અને વૈશ્વિક મૂડીરોકાણો વધારીને તેની સાથે સંયોજનમાં, કામ કરવાના સ્થળની આજુબાજુ સુરક્ષાના સંસાધનો પૂરાં પાડે છે. વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા છતાં, હજુ પણ વિવિધ સ્તરો પર અપૂરતું શિક્ષણ અને જાહેર જાગરુકતાનો હજી અભાવ છે, મેનેજમેન્ટ અને કાર્યદળ હંમેશા સ્થળની સુરક્ષાને ટોચની અગ્રતા ગણતું નથી. જો કે, ઘણી સંસ્થાઓ જાગરુકતાં ફેલાવવા, તાલીમ સત્રોનું પ્રબંધન કરવા પહેલ શરૂ કરી છે, પરંતુ સંકેન્દ્રિત અને એકીકૃત વ્યૂહરચના સ્પષ્ટપણે મુકાઇ નથી. UBM India નું OSH India આ આવશ્યક અવકાશને પૂરવા માટે તૈયાર છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "વધુમાં, આ વર્ષે અમે કોન્ફરન્સ સેમિનાર ખાતે સુરક્ષા અને સ્વાસ્થ્યમાં એક લિંગ વિષયક સંવેદનશીલ અભિગમને એક વિષય તરીકે લાવવામાં આનંદ વ્યક્ત કરીએ છીએ. સ્ત્રી કાર્યકરોની સુરક્ષા અને સ્વાસ્થ્યને વધારવા માટે એક વ્યાપક ઉપાયને લાવી રહ્યા છે કેમ કે કાર્યસ્થળે સ્ત્રીઓની સંખ્યા સતત વધતી રહી છે, ઉત્પાદકતાને વધારવાની રહે છે અને ના તુટે તેવા અવરોધને તોડી રહ્યા છીએ."
OSH India સુરક્ષા ઉદ્યોગ માટે દેશનું નિર્ણાયક વાર્ષિક એક્ઝિબિશન છે જે ખાસ કરીને કાર્યસ્થળની અંદર સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે તથા કાર્યસ્થળે શ્રેષ્ઠ પ્રણાલીઓ સમાવિષ્ટ કરવા વિશ્વની વિવિધ બ્રાન્ડને આકર્ષે છે અને તે માટેના માર્ગો પૂરાં પાડવા સુવિધા પૂરી પાડે છે. એક્સ્પો DISH (Directorate of Industrial Safety and Health) - મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ; ગુજરાત સેફ્ટી કાઉન્સિલ; ઇન્ડિયન ટેકનિકલ ટેક્ષ્ટાઇલ એસોસિએશન; તલોજા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન; થાણે મેનુફેક્ચરર એસોસિએશન અને ઇન્ડિયન સોસાયટી ઓફ એર્ગોનોમિક્સ દ્વારા સમર્થિત છે.
એક્સ્પોમાં એક નવીન ક્ષેત્રનો સમાવેશ થાય છે, જે વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ઉદ્યોગમાં મોટેપાયે લાભ થઇ શકે તેવી નવીન પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા અને બતાવવા માટે એક્ઝિબિટર્સ માટે એક પ્લેટફોર્મ છે. તેમાં International Powered Access Federation (IPAF) દ્વારા સંચાલિત પાવર્ડ એક્સેસ પર સમર્પિત દ્વિ-માર્ગી જાણકારી શેરિંગ કરવાના વર્ગખંડના સત્રનો પણ સમાવેશ થાય છે. આ સત્ર ભારતમાં પાવર્ડ એક્સેસના સુરક્ષિત અને અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.
IPAF ટેકનિકલ સલાહ અને માહિતી પૂરી પાડીને, કાનૂની અને ધોરણોના પ્રભાવ અને અર્થઘટન દર્શાવીને, તેની સુરક્ષા પહેલ અને તાલીમ કાર્યક્રમો દ્વારા -- સૌથી વ્યાપક સંદર્ભમાં સમગ્ર વિશ્વમાં પાવર્ડ એક્સેસ સાધન-સામગ્રીના સુરક્ષિત અને અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. તે ઉત્પાદકો, રેન્ટલ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોનો સમાવેશ કરતા તેના સભ્યો દ્વારા માલિકીની નફો નહીં કરતી સંસ્થા છે.
આ વર્ષે બે દિવસનો OSH કોન્ફરન્સ, એક્ઝિબિશન કાર્યસ્થળે સુરક્ષા અને સ્વાસ્થ્યમાં સૌથી વધુ જવાબદાર પડકારોના ઉકેલને શોધવામાં મદદ કરશે તે દરમિયાન પ્રતિનિધિઓ સાથે સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓને શેર કરે છે. કોન્ફરન્સ ખાતે મહત્વપૂર્ણ સત્રો અને પેનલની ચર્ચાઓમાં સમગ્ર દેશમાંથી અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી ઉદ્યોગના નિષ્ણાંતોએ હાજરી આપી હતી. કોન્ફરન્સ ખાતે ચર્ચાના વિષયોમાં નીચેનાનો સમાવેશ થયો હતો: 'ભારતમાં સ્વાસ્થ્ય અને સુરક્ષાની વ્યાપક માલિકીને પ્રોત્સાહિત કરવું', 'વધુ પ્રમાણમાં ઝેરી રસાયણો સાથે કામ કરવામાં વર્તમાન ઉદ્યોગની પ્રણાલીઓનું આધારચિહ્ન', 'અકસ્માત નિવારણ: જોખમ અને સંચાલનનું પૃથ્થકરણ', આગ સુરક્ષાનું પ્રબંધન અને ઓડિટ', 'સ્વાસ્થ્ય અને સુરક્ષા મેટ્રિક્સનું ફરી નિર્ધારણ: વ્યાવસાયિક રોગનો સામનો કરવો', 'કન્સ્ટ્રક્શન સુરક્ષા: ડિઝાઇન અને મેનેજમેન્ટ', 'સુરક્ષિત કાર્યસ્થળ બનાવવા માટે ભાવનાત્મક કૌશલ્ય', 'કાર્યસ્થળે સુરક્ષા અને સ્વાસ્થ્યમાં લિંગ વિષયક સંવેદનશીલ અભિગમ,' 'HSE માં માન્યતા માટે ભૂમિકા અને જરૂરિયાત' અને 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ/ક્રાઇસિસ મેનેજમેન્ટ'. કોન્ફરન્સમાં લિંગ વિષયક સંવેદનશીલ અભિગમ અપનાવવા માટે સંસ્થાઓ પર પ્રભાવ પાડવાનો પણ હેતુ ધરાવે છે અને નિયોક્તા લિંગ વિષયક ભેદભાવોને હલ કરવામાં જોખમ પ્રબંધન અને રક્ષણાત્મક પગલાં લાગુ કરે તેની ખાતરી કરવાનો પણ હેતુ ધરાવે છે.
OSH India 2017 એ દિવસ 1 ની સાંજે 'OSH India Safety Awards 2017'નું પણ સાક્ષી બનશે જે કાર્યસ્થળે સ્વાસ્થ્ય અને સુરક્ષા પહેલ સાથે જાહેર કે ખાનગી ક્ષેત્રમાં ભારતીય સંચાલિત વ્યવસાયો, સંસ્થાઓ, ભાગીદારો અને વ્યક્તિગતો માટે જાહેર છે. આ વર્ષે, OSH એવોર્ડ્સમાં સમગ્ર ઉદ્યોગના ચોક્કસ ક્ષેત્રમાંથી કુલ 120 નોમિનેશન આવ્યાં છે જેમાં કન્સ્ટ્રક્શન, ફાર્મા, કેમિકલ્સ, FMCG, BPO, બેન્કિંગ, રીફાઇનરીઝ, ઓઇલ એન્ડ ગેસ, ઓટોમોબાઇલ, લોજિસ્ટિક એન્ડ ટ્રાન્સપોર્ટ, પાવર, SME, ખેતી, સ્વાસ્થ્ય સંભાળ, ફૂડ, આયર્ન એન્ડ સ્ટીલ, IT, રબર ઉદ્યોગ અને ઘણા બધાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ્સ અરજકર્તાઓમાં પ્રતિસ્પર્ધા ઉભી કરવામાં, નવીનીકરણને પ્રોત્સાહન આપવામાં સહાયક બની રહ્યું છે અને ભારતમાં વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ઉદ્યોગની અંદર નેતૃત્વના વિચારો પ્રોત્સાહિત અને સ્થાપિત કરી શકસે. એવોર્ડ નાઇટ ઉદ્યોગના વિદ્વાનો અને અગ્રણીઓ ભેગા મળીને ઉજવણી કરશે, જે રોમાંચકતા અને મનોરંજનની રાત્રિ બની રહેશે.
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત કોન્ફરન્સ અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને પ્લેટફોર્મ પ્રદાન કરે છે. UBM દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 કોન્ફરન્સનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: http://www.ubmindia.in
UBM plc વિશે:
UBM plc એ વિશ્વમાં ઇન્ટરનેટના ક્ષેત્રમાં સૌથી મોટી B2B ઇવેન્ટ્સનું પ્રબંધન કરનાર કંપની છે. વધુ ઝડપે વિકસી રહેલ ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે જોડાવાના મૂલ્ય તરીકે, માનવનું સ્તર ક્યારેય આટલું મહત્વપૂર્ણ બન્યું નથી. UBM ખાતે, ઉદ્યોગના ક્ષેત્રો માટે અમારી ઉંડી જાણકારી અને ઝૂનુન અમે, લોકો જ્યાં સફળ થઇ શકે છે ત્યાં મૂલ્યવાન અનુભવો બનાવવા અમે આપણને મંજૂરી આપવા સેવા આપીએ છીએ. અમારા પ્રસંગો ખાતે, લોકો સંબંધો બાંધે છે, ડીલ્સ કરે છે અને તેમના વ્યવસાયને વધારે છે. અમારા 3,750+ લોકો, 20 કરતાં વધુ દેશો પર ધાર રાખીને, ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ 50 કરતાં વધુ ક્ષેત્રોમાં સેવા આપીએ છીએ. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્ય, ઝૂનુન ધરાવતાં લોકો અને બજારમાં અગ્રણી પ્રસંગો વ્યવસાયના લોકોને પોતાની મહત્વાકાંક્ષાને હાંસિલ કરવા રોમાંચક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાવ; UBM કોર્પોરેટ સમાચારો માટે, અમને Twitter @UBM, UBM Plc LinkedIn પર અનુસરો.
મીડિયા સંપર્ક :
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article