મુંબઈ, October 16, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા એક પ્રીમિઅર ઇંડસ્ટ્રી ઈવેન્ટ
ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક નાગરિક અણુ ઉર્જા ક્ષેત્ર માટે 9મી અને 10મી નવેમ્બરમ 2017 ના રોજ નેહરૂ સેન્ટર, વરલી, મુંબઈ ખાતે તેનાં પ્રમુખ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કૉન્ફરન્સ, India Nuclear Energy (INE) Expo ના 9મા સંસ્કરણનું આયોજન કરશે. આ એકમાત્ર ઍક્સ્પો છે જે વિશેષ રૂપથી દેશમાં નાગરિક અણુ ઉર્જા ઉદ્યોગને સમર્થન અને પ્રોત્સાહન માટે સમર્પિત છે. INE 2017 નું સહ-આયોજન DAE (અણુ ઉર્જા વિભાગ) દ્વારા અને તેનું સમર્થન NPCIL (Nuclear Power Corporation of India Ltd.) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/583000/India_Nuclear_Energy_2017_Logo.jpg )
INE 2017 ના ઉદ્ઘાટન સમારંભમાં ઉદ્યોગના શ્રેષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે. ભારત ખાતે ફ્રાંસના રાજદૂત, H.E. Alexandre Ziegler; મુંબઈમાં રશિયાના કૉન્સ્યુલ જનરલ, Mr. Andrei Zhiltsov; AIFEN ના પ્રમુખ Mr. Gérard Kottmann; હોમી ભાભા ચૅર, એટોમિક એનર્જી કમિશન, Dr. R B Grover, Member; GIINના પ્રમુખ, ફ્રેંચ ન્યુક્લિઅર સપ્લાયર્સ એસોશિએશન (Groupe Intersyndical de l'Industrie Nucléaire), Mr. Philippe Anglaret; ન્યુક્લિઅર કાઉન્સેલર, ભારતમાં ફ્રેંચ દૂતાવાસ, Dr Philippe Montarnal; ઉપ-પ્રમુખ, Rosatom Overseas, Mr. Nikita Mazein; ઉત્કૃષ્ટ વિજ્ઞાનિક અને ડેપ્યુટી ચીફ ઍક્ઝિક્યુટિવ (ફ્યુઅલ્સ), ન્યુક્લિઅર ફ્યુઅલ કૉમ્પ્લેક્સ, Dr. Dinesh Srivastava; ઉપ-પ્રમુખ, વડા, બિઝનેસ ક્લસ્ટર (પ્રોસેસ પ્લાંટ્સ અને ન્યુક્લિઅર) Larsen & Toubro Ltd., Mr. Anil Parab; MD અને CEOના સલાહકાર (ન્યુક્લિઅર બિઝનેસ), Walchandnagar Industries Ltd., Mr. S.K. Ghosh; મેનેજિંગ ડિરેક્ટર, Nuvia-India Pvt. Ltd., Ms. Minu Singh, અને ચીફ ઑપરેટિંગ ઑફિસર, ઇંડસ્ટ્રિઅલ પ્રોડક્ટ્સ ડિવિઝન, Godrej & Boyce Mfg. Co. Ltd. Mr. Kaustubh Shukla આ પ્રીમિઅર ઇંડસ્ટ્રી ઈવેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા કરવામાં આવે છે.
આ ઍક્સ્પોમાં 65 કરતાં વધુ પ્રદર્શનકારો, ગત વર્ષની ભવ્યતા સાથે ઉમેરવામાં તદ્દન નવા જ ક્ષેત્ર - નૉન પાવર ઍપ્લિકેશન ઑફ ન્યુક્લિઅર એનર્જી સાથે સહભાગિતાનું સાક્ષી બનશે. INE 2017 Business France, ROSATOM, South Korea, Electricite De France (EDF), Nuvia India, Kirloskar Brothers Ltd, L&T Special Steel and Heavy Forgings, Cadmatic Software Solutions Pvt Ltd, Bureau Veritas (India) Pvt Ltd, Kirloskar Chillers Private Limited., Aifen, Andra, Assystem, AXON Cable, CEA, EGIS, ERMES, Fuji Electricals, Georgin માંથી વરિષ્ઠ અધિકારીઓની સાથે નાગરિક અણુ ઉદ્યોગ ક્ષેત્રના અન્ય ઘણાં માંધાતાઓને એકસાથે લાવશે. પ્રદર્શનકારો NPCIL & Bhabha Atomic Research Centre (BARC) સહિત પ્રાપ્તિ, પરિયોજના, R&D, બિઝનેસ અને તકનીકી ચર્ચાઓ માટે ઑપરેશન્સ અને જાળવણી માટેની ટીમો પાસેથી છેવાડાના ઉપયોગકર્તાઓને પ્રત્યક્ષ સુલભતા, તેમજ વૈશ્વિક નાગરિક અણુ ઉદ્યોગના હિસ્સેદારો, સહિત ભારત સરકારના અધિકારીઓ, World Nuclear Association (WNA), Department of Atomic Energy, Nuclear Power Corporation of India (NPCI), Indian Nuclear Society (INS) અને અન્ય ઘણાં બધાના વરિષ્ઠ અધિકારીઓ સહિત સાથે B2B બેઠકોની અપેક્ષા રાખી શકે છે.
INE 2017 ઉદ્યોગના અદ્યતન પ્રસ્તાવો અને તકનીકીઓ સહિત નવીનીકરણો, સિસ્ટમ ઑપ્ટિમાઇઝેશન્સ, જાળવણી તેમજ કંડિશન મોનિટરિંગ ઈક્વિપમેન્ટ તેમજ ઉદ્યોગના આપૂર્તિકારો પાસેથી ખાદ્યાન્ન, પ્રોસેસ્ડ ફૂડના ઉત્પાદન અને કૉસ્મેટિક્સ સંબંધિત નૉન-પાવર અનુપ્રયોગોના પ્રદર્શન માટે સજ્જ છે. નોંધપાત્ર રીતે, આ બે દિવસીય પ્રસંગ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને અણુ ક્ષેત્રની વિશાળ સંભાવનાઓ તપાસવા માટે ફ્રાંસ, રશિયા અને દક્ષિણ કોરિયાની સાથે-સાથે ભારતમાં નાગરિક ઉર્જા બિરાદરીમાંથી અગ્રણી કોર્પોરેટ્સ પાસેથી સર્વગ્રાહી કન્ટ્રી પૅવિલિઅન્સ સાથે પરસ્પર ક્રિયા અને નેટર્વક માટેના અવસરો પૂરાં પાડશે. પૂરક લક્ષણો જેવાં કે NPCIL દ્વારા ઈ-પૉર્ટલ રજિસ્ટ્રેશન અને Ministry of Micro, Small & Medium Enterprises (MSME) દ્વારા વેંડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હાજરી આપનારાઓ માટે સઘન મૂલ્ય્નો ઉમેરો કરશે.
આ પ્રસંગે બન્ને દિવસ વિષય-વસ્તુથી સમૃદ્ધ પરિસંવાદોના આયોજન દ્વારા પણ અંકિત કરવામાં આવશે. દિવસ 1 ના રોજ 'Nuclear Renaissance In India - Power Generation' જે 'Current Challenges Vs. Lessons learnt' અને 'The Present Industry Capacity & Policies for Expansion / Development' પર પ્રકાશ ફેંકવાના પ્રયાસ સ્વરૂપ 'Indian Nuclear Power Programme - Present status and looking ahead for the next decade', ગોળમેજી ચર્ચાની સાથે યોજવામાં આવશે. તદુપરાંત, 'Manufacturing & Supply Chain'; 'Liability / Insurance Pool'; 'Fuel Cycle and Components'; અને 'Involvement of institutional agencies in the development of the nuclear energy program: R&D, training, capacity building' જેવા વિષયો પર પૅનલ ચર્ચાઓની સાથે આ ચર્ચાઓને પૂરક બનતાં મુખ્ય મુદ્દાઓ પરના સંખ્યાબંધ તકનીકી પ્રસ્તુતિકરણો શ્રોતાઓને જકડી રાખશે.
દિવસ 2 ઘણાં સમયથી જેની રાહ જોવાતી હતી તેવા 'Non-Power Applications of Nuclear Energy' વિષય પરના આંતરદૃષ્ટિપૂર્ણ પરિસંવાદનું સાક્ષ્ય બનશે જેમાં ખાદ્યાન્ન, કૉસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સમાં ઇર્રેડિયેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ દિવસ Board of Radiation and Isotope Technology (BRIT) દ્વારા સ્વાગત અને પરિસંવાદના વિહંગાવલોકન સાથે શરૂ થશે, ત્યારબાદ 'Setting up of Irradiation Plant; Irradiation of Food products'; 'Experience sharing by plant operators'; અને 'Radiation Technology: Awareness and Acceptance' વિષય પરના સત્રો યોજવામાં આવશે.
આ INEની સાખ ઉદ્યોગના તારલાઓના નોંધપાત્ર મિલન-સ્થળ તરીકેની છે. આ વર્ષે પણ, આ ઍક્સ્પોમાં પ્રમુખ મહાનુભાવો જેવા કે, Dr. AK Anand, પ્રમુખ, The National Association for the Applications of Radioisotopes and Radiation in Industry (NAARRI); Shri G. Ganesh, ચીફ ઍક્ઝિક્યુટિવ, BRIT; Dr. Lalit Varshney, Head, RTDD of BARC; SK Malhotra, સેક્રેટરી, Atomic Energy Education Society, ભૂતપૂર્વ ઉત્કૃષ્ટ વિજ્ઞાની અને જનજાગૃતિ વિભાગના વડા, અણુ ઉર્જા વિભાગ; Dr. Fawzi, ISSA (Nuclear Director EDF Mumbai), EDF; Mr. Stephane Galopin, Projects Development Director, Bureau Veritas Nuclear Services-Europe; Mr. Philippe Correa, Director-INSTIN, National Institute for Nuclear Sciences & Techniques; Mr. Yves Fanjas, Director -I2EN, International Institute of Nuclear Energy; Mr. Kailash Agarwal, Associate Director, NRG, BARC અને જનરલ ઇંસ્યોરેન્સ કોર્પોરેશન ઑફ ઇંડિયા અને નૅશનલ ઇંસ્યોરેન્સ કોર્પોરેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહેશે.
INE ના 9મા સંસ્કરણની જાહેરાત પ્રસંગે બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, એ જણાવ્યું હતું, "ભારતમાં દસ 700 MWe એકમોના નિર્માણની મંજૂરી સાથે ઘરેલૂ ન્યુક્લિઅર પાવર પ્રોગ્રામને ફાસ્ટ-ટ્રેક પર લઈ જવાનો કેન્દ્ર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ નિર્ણય દેશના ન્યુક્લિઅર જનરેશન ક્ષમતાનું નોંધપાત્ર વધારો છે. આ પહેલ સંપૂર્ણપણે દેશમાં જ તૈયાર થયેલી છે, જે સ્વાવલંબન હાંસલ કરવા માટેનું એક પગલું છે. INE 2017 ઍક્સ્પો આ નવાં ઉદ્ભવો, ઉદ્ભવતી તકનીકીઓ અને નવીનીકરણોના સંબોધન માટેનો એક આદર્શ મંચ પૂરો પાડશે જે રાષ્ટ્રને પાવરના સરપ્લસ પારિસ્થિતિતંત્રમાં ફેરવવા માટે નિશાન સાધશે."
તેમણે ઉમેર્યું હતું કે, "INE 2017 માં નોંધપાત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની હાજરી અપેક્ષિત છે. અમે ઉગતા અને ઉદ્ભવતા નૉન-પાવર ઍપ્લિકેશન્સ જેવાં ઉપ-ક્ષેત્રો, ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ અને કૉસ્મેટિક્સના ઈર્રેડિયેશન પર આંતરદૃષ્ટિઓ પૂરી પાડવા અને તેનાં પર ધ્યાન કેંદ્રીત કરતા આનંદ અનુભવીએ છીએ. આ રસાયણિક અંશોને ઘટાડશે અને ખરાબ થઈ શકવા યોગ્ય વસ્તુઓની આવરદાને લંબાવશે, અને ભારતની વસ્તી જેવી ઉભરાતી જનસંખ્યા માટેના મહત્વના પરિણામો ધરાવે છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે.
વધુ વિગતો માટે, કૃપા કરી http://www.ubmindia.in.ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોનાઆયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચારો માટે, ટ્વિટર પર @UBM, UBM Plc LinkedIn ખાતે અમને અનુસરો
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article