વડોદરા, ભારત, October 9, 2017 /PRNewswire/ --
CoreCommerce India દેશમાં સ્થિત લઘુ અને મધ્યમ ઉદ્યમો પ્રત્યે લક્ષિત ઈ-કૉમર્સ સાધનોનો એક સંપૂટ પ્રસ્તુત કરી રહી છે. કંપનીનું ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ એક તમારી-જાતે-કરો સ્ટોર બિલ્ડર છે જે ઑનલાઇન બિઝનેસને સરળ, સુરક્ષિત અને કામ કરવા માટે આનંદદાયક બનાવવા અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટ હિંદી, સ્પૅનિશ અને પૉર્ચુગીસમાં વન-ક્લિક ભાષાંતરની લાક્ષણિકતા પણ ધરાવે છે. CoreCommerce India ના CEO, Viren Bhavsar, કહે છે, "સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા માટે તકનીકના ઉપયોગની સંભાવનાઓ અને લઘુ તેમજ મધ્યમ કારોબારોને તેમની ક્ષિતિજોને કલ્પના બહાર વિસ્તારવામાં મદદ વિશે હું ખુબ ઉત્સાહિત છું. અમે લઘુ અને મધ્યમ કદના કારોબારોને થોડી જ મિનિટોમાં સામાન્ય કારોબારી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરવા માંગીએ છીએ."
(Logo: http://mma.prnewswire.com/media/568973/CoreCommerce_India_Logo.jpg )
આજે, કારોબારની વૃદ્ધિ કરવાનો શ્રેષ્ઠ માર્ગ તેને ઑનલાઇન જવાનો છે પરંતુ, ઘણાં ભારતીય કારોબારો અસરકારક રીતે વૅબનો ઉપયોગ કરી રહ્યાં નથી. MSME Annual Report 2015-16 અહેવાલ આપે છે કે ભારત લગભગ 51 મિલિયન લઘુ અને મધ્યમ ઉદ્યમો ધરાવે છે. તે કંપનીઓમાંથી માત્ર 2% સક્રિય રીતે ઑનલાઇન વેચાણ અને માર્કેટ કરે છે જે આ SME ઉદ્યમોમાંથી 98% ને એ તકોના દ્વાર ખટખટાવવાથી દૂર રાખે છે જે તેમની સફળતાની સંભાવનાઓ ધરાવે છે. ડિજિટલ થવાથી તે કારોબારો માટે ખૂબ ફરક આવી શકે છે. એક વ્યાવસાયિક ઑનલાઇન ઉપસ્થિતિ કારોબારોને પ્રોડક્ટ્સના વધુ વેચાણ અને લીડ્સની રચનામાં મદદ કરે છે. તે કારોબારી માલિકોમાંથી ઘણાં કદાચ જે વેબ સ્ટોરના નિર્માણ અને જાળવણીનું વિચારે છે તે રોકાણને ન્યાયી ઠેરવવામાં ખૂબ જટિલ અને ખર્ચાળ છે. તેઓ વિચારે છે કે તેમને ડીઝાઇનર્સ, ડેવલપર્સ અને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડતા લોકોની જરૂર પડશે. CoreCommerce એ તે સિરદર્દને આ કારોબારી માલિકો પાસેથી દૂર કર્યું છે. તે સૉફ્ટવેરનો બિલ્ટ-ઇન સ્યૂટ ધરાવે છે જે આ કારોબારી માલિકોને ડીઝાઇન કરવા અને તેઓ જે રીતે ઇચ્છે છે તે રીતે તેમની વેબસાઇટને કામગીરી કરવા માટે સક્ષમ બનાવે છે.
CoreCommerce India વેબ ડીઝાઇન, માર્કેટિંગ, અને બિઝનેસ સપોર્ટ સાધનોનો પ્રસ્તાવ કરે છે. તે ગ્રાહકોને પ્રી-ડીઝાઇન્ડ ટેમ્પલેટ્સમાંથી ઑનલાઇન સ્ટોરના નિર્માણમાં મદદ કરે છે. PCI-સુસંગત સર્વર્સ પર સુરક્ષિત ક્લાઉડ હોસ્ટિંગ પણ એક ધોરણ છે, જેનો અર્થ વ્યક્તિની નાણાકીય અને બૌદ્ધિક મિલકત સુરક્ષિત રહે છે તેવો થાય છે. CoreCommerce India ના ગ્રાહકો વેબિનાર્સ, તેનાં એવૉર્ડ વિજેતા ગ્રાહક આધાર પાસેથી ટ્યુટોરિઅલ્સના સ્વરૂપમાં તકનીકી આધાર અને તાલીમના લાભોની પણ મજા માણે છે. આ સેવાઓ કારોબારી માલિકોને ઑનલાઇન સ્ટોરના નિર્માણ અને સંચાલનને સરળ બનાવે છે. CoreCommerce બિઝનેસ સપોર્ટ સર્વિસિસ પણ પૂરી પાડે છે જેમાં ત્રાહિત-પક્ષને શિપિંગ, હિસાબી કાર્ય, ચુકવણીની પ્રક્રિયાઓ અને માર્કેટિંગ સપોર્ટનો સમાવેશ થાય છે. બૅક-ઍન્ડમાં અહેવાલ-લેખનના એ બધા જ લક્ષણોનો સમાવેશ થાય છે જેની એક કારોબારના માલિકને પોતાના વેચાણ અને વેબ ટ્રાફિકનું સંચાલન કરવા માટે જરૂર પડે છે.
CoreCommerce પ્રધાનમંત્રી Narendra Modiના દૂરદર્શી અભિયાન - ડિજિટલ ઇંડિયા અને સ્ટાર્ટ-અપ ઇંડિયામાં વિશ્વાસ ધરાવે છે. ગ્રાહકો બેઝિક, ઍડવાંસ્ડ, પ્રીમિઅર અને ઍન્ટરપ્રાઇઝ પૅકેજીસમાંથી પસંદગી કરી શકે છે. બેઝિક પૅકેજ સંખ્યાબંધ સાધનો પૂરાં પાડે છે. અન્ય ત્રણેય પૅકેજીસમાંથી દરેક અતિરિક્ત લાભો સાથે આવે છે. તમામ પૅકેજીસની કિંમત વાજબીપણે રાખવામાં આવી છે, તે બહુવિધ ચુકવણી પ્રકારો ધરાવે છે અને મોબાઇલ-ફ્રેન્ડલી સાઇટ્સ પ્રોડ્યુસ કરે છે. અ પૅકેજીસ ડીઝાઇનર્સ, ડેવલપર્સ અને ટેક્નિકલ સપોર્ટ માટે લોકોને રાખવાની જરૂરિયાતને દૂર કરે છે. આ તથ્ય નાટયાત્મક રીતે ઑનલાઇન સ્ટોરની રચના અને તેને સંચાલિત કરવાના ખર્ચને ઘટાડે છે.
CoreCommerce India વિશે
CoreCommerce India, વડોદરા ખાતે સ્થિત એક ઈ-કૉમર્સ ફર્મ, એક સરળ અને ઝડપી ઈ-કૉમર્સ ઉકેલ છે જે કંપનીઓ અને વ્યક્તિઓને તેમનાં પોતાના ઑનલાઇન સ્ટોરની રચના કરવા અને તેને સંચાલિત કરવા સક્ષમ બનાવે છે. તે એવાં બહુવિધ લક્ષણો તેમજ સુરક્ષાના કાર્યો સાથે લોડેડ છે જે પ્રથમ વર્ગના છે. તે એવાં નાના કારોબારો અને વ્યક્તિઓ માટે અનુકૂળ છે જેઓ નવા સ્ટોરને સુયોજિત કરવા માંગે છે. http://www.corecommerce.in ની મુલાકાત કરીને અથવા [email protected] પર અમને ઈમેઇલ દ્વારા અમારો સંપર્ક કરીને CoreCommerce India વિશે વધુ જાણો.
મીડિયા સંપર્ક:
Mohnish M Mehta
[email protected]
+91-7383838983
Share this article