ન્યૂ દિલ્હી, August 25, 2017 /PRNewswire/ --
' I am 25' ઝુંબેશ દર મહિનાની 25ની તારીખના રોજ આકર્ષક ઘટનાઓ સાથે SATTEની સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવી રહ્યું છે
SATTE, દક્ષિણ એશિયાનું સૌથી મોટું ટ્રાવેલ અને ટુરિઝમ એક્ઝિબિશન, 2018માં તેની સિલ્વર જ્યુબિલી વર્ષને ઉજવવાનું ચાલુ રાખે છે. જુલાઇ 25ના રોજ પ્રારંભ કરેલ 'I am 25' નામની ઝુંબેશ અનુસાર, UBM Indiaનું SATTE એ ટ્રાવેલ ટ્રેડના વેપારી મંડળ માટે વધુ તક પૂરી પાડવા, SATTE એક્સ્પો સુધી લઇ જતાં દર મહિનાની 25ની તારીખના રોજ રોમાંચક ઘટનાઓનો પ્રારંભ કરે છે. 25મી ઓગષ્ટની તૈયારીમાં, 'થોટ લીડરશીપ સમિટ' યોજાય છે જેમાં વિવિધ વ્યાપક ઉદ્યોગોના વિષયો પર 25 ઉદ્યોગના અગ્રણીઓના પ્રવચનનો સમાવેશ થાય છે.
(Logo: http://mma.prnewswire.com/media/548508/SATTE_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/548509/Super_25_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
34 વર્ષથી અગ્રણી B2B ટ્રાવેલ ટ્રેડ પબ્લિકેશન, Travel Trends Today દ્વારા પ્રસંગનું આયોજન કરાયું છે. બે કલાકની કોન્ફરન્સ 25 મી ઓગષ્ટના રોજ સવારે 10:30 થી રાત્રિના 12:30 સુધી લે મેરિડિયન, ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. સૌ પ્રથમ વખત માટે, કોન્ફરન્સનું સમગ્ર ભારતના ટ્રાવેલ ટ્રેડના વેપારી મંડળને પોડકાસ્ટથી લાઇવ કરવામાં આવશે અને ઓનલાઇન સહભાગિતા સાથે એક આંતરક્રિયાત્મક બનશે. નોંધણી ન કરાયેલ વપરાશકર્તાઓ Facebook જેવા સોશ્યલ મીડિયા નેટવર્ક્સ દ્વારા પોડકાસ્ટમાં જોડાઇ શકશે અને ટ્રાવેલ ટ્રેડના વેપારી મંડળ માટે પોડકાસ્ટને આર્કાઇવ કરવામાં આવશે.
સમિટનું સંબોધન Mr. Ashwani Lohani, સીએમડી, Air India; Mr. Vinod Duggal, ભૂતપૂર્વ રાજ્યપાલ, મણિપુર અને મિઝોરમ; Mr. Vinod Zutshi, ભૂતપૂર્વ પ્રવાસન સચિવ, ભારત સરકાર અને Mr. Subhash Goyal, સભ્ય, National Tourism Advisory Council, પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર અન બીજા ઘણા બધા દ્વારા કરવામાં આવશે. વધુમાં, એવિએશન, હોટેલ, આઉટબાઉન્ડ, ટ્રાવેલ ટેકનોલોજી અને ટ્રેડ એસોસિએશન જેવા વિવિધ ક્ષેત્રોમાંથી ટોચના અગ્રણીઓ ઉદ્યોગની પ્રસ્તુત સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરશે. ચર્ચા માટેના વિષયોમાં 'ભારત પ્રવાસન - પડકારો અને તકો', 'એરલાઇન્સ, ક્રૂઝ અને કાર રેન્ટલ્સ', ભારતની બહાર જવામાં બદલાતી પ્રક્રિયા, 'ટ્રાવેલ ટેકનોલોજી' અને 'ટ્રાવેલ એસોસિએશન્સની ભૂમિકા અને સુસંગતતા'માં ઉભરતા વલણોનો સમાવેશ થાય છે.
આ પહેલ અંગે બોલતાં, Mr. Yogesh Mudras, એમ.ડી., UBM India, જણાવે છે કે "પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે અને સતત બદલાતો રહે છે તેની સાથે સાથે, ઉદ્યોગ માટે સૌથી અદ્યતન બાબતો અને શ્રેષ્ઠ પ્રણાલીઓ સાથે માહિતગાર રહેવું મહત્વપૂર્ણ છે. 25 પ્રખ્યાત ઉદ્યોગના નિષ્ણાતો સાથે વિષયો સાથેની ચર્ચાની કોન્ફરન્સ, સરકારની નીતિઓ, ઉદ્યોગમાં પડકારો, ટેકનોલોજી અને નવીનીકરણ, પ્રવાસમાં વિદેશ જવામાં બદલાતી પ્રક્રિયા અને એસોસિએશન્સની ભૂમિકા સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અંગે રસપ્રદ ચર્ચાઓ થશે. 'I am 25' ના પ્રારંભ સાથે, અમે આપણાં એસોસિએશનને વધુ મજબુત બનાવવાની આશા રાખીને આવા સત્રો જેવા ઉદ્યોગના સત્રો સાથે તેની સિલ્વર જ્યુબિલી વર્ષમાં SATTE ને વધુ આગળ લઇ જવા માંગીએ છીએ."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: ubmindia.in.
UBM plc વિશે:
UBM plc એ વિશ્વમાં ઇન્ટરનેટના ક્ષેત્રમાં સૌથી મોટી B2B ઇવેન્ટ્સનું પ્રબંધન કરનાર કંપની છે. વધુ ઝડપે વિકસી રહેલ ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે જોડાવાના મૂલ્ય તરીકે, માનવનું સ્તર ક્યારેય આટલું મહત્વપૂર્ણ બન્યું નથી. UBM ખાતે, ઉદ્યોગના ક્ષેત્રો માટે અમારી ઉંડી જાણકારી અને ઝૂનુન અમે, લોકો જ્યાં સફળ થઇ શકે છે ત્યાં મૂલ્યવાન અનુભવો બનાવવા અમે આપણને મંજૂરી આપવા સેવા આપીએ છીએ. અમારા પ્રસંગો ખાતે, લોકો સંબંધો બાંધે છે, ડીલ્સ કરે છે અને તેમના વ્યવસાયને વધારે છે. અમારા 3,750+ લોકો, 20 કરતાં વધુ દેશો પર ધાર રાખીને, ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ 50 કરતાં વધુ ક્ષેત્રોમાં સેવા આપીએ છીએ. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્ય, ઝૂનુન ધરાવતાં લોકો અને બજારમાં અગ્રણી પ્રસંગો વ્યવસાયના લોકોને પોતાની મહત્વાકાંક્ષાને હાંસિલ કરવા રોમાંચક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાવ; UBM કોર્પોરેટ સમાચારો માટે, અમને Twitter @UBM, UBM Plc LinkedIn પર અનુસરો
કોઇપણ મીડિયા પૂછપરછો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Share this article