અમદાવાદ, ભારત, July 3, 2017 /PRNewswire/ --
ભારતમાં વૃદ્ધોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે, જે છેલ્લાં 8 વર્ષમાં લગભગ બેગણી થઈ ગઈ છે. જે લોકોએ આખી જિંદગી દેશના આર્થિક વિકાસમાં સક્રિય ફાળો આપ્યો તેઓ હવે અચાનક જ પોતાની જાતને હાંશિયામાં ધકેલાઈ ગયેલી જોઈ રહ્યાં છે. નિવૃત્તિની પોતાની અલગ જ સમસ્યાઓ હોય છે, જેવી કે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, એકલતા, વ્યક્તિગત સુરક્ષાના મુદ્દાઓ અને પરાધીનતા. આમ, ખૂબ જ સક્રિય અને ક્રિયાશીલ રહેતાં લોકો માટે નિવૃત્તિ પછીનું જીવન એક નિર્ણાયક તબક્કો બની જાય છે, જેનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવો જરૂરી છે.
(Photo: http://mma.prnewswire.com/media/529767/Prarambh_brochure_Infographic.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161124/442713LOGO )
આ એક મુખ્ય મુદ્દો હતો જેણે Gujaratના બે સ્વપ્નદ્રષ્ટા Mr. Sachin Chaturvedi અને Mr. Rajesh Jindalને સંગઠિત થઈને કામ કરવા તરફ અને Prarambh Retirement Townshipની અવધારણાના સર્જન દ્વારા આ દ્વિધાનો ઉકેલ લાવવા તરફ દોરી ગયો હતો. જે લોકો પોતાની યુવાવસ્થાથી જ આકરી મહેનત કરતાં આવ્યાં છે તેમને નિવૃત્તિ પછી એક સમર્પિત અને ગૌરવશાળી જીવનશૈલી પ્રદાન કરવાની આ એક પહેલ છે.
વરિષ્ઠ નાગરિકો નિવૃત્ત થઈ ગયા હોવા છતાં વર્ષોના અનુભવને કારણે તેઓ ચઢિયાતી બુદ્ધિથી સંપન્ન હોય છે, જે તેમને પોતાના માટે એક વૈભવી જીવનશૈલીની માગણી કરવા માટે પૂરતા લાયક બનાવે છે. મોટાભાગના આવા વૃદ્ધ યુગલોના બાળકો મેટ્રોમાં અથવા તો વિદેશમાં સ્થિત હોય છે અને તેઓ તેમની પરિસ્થિતિઓનો સામનો કરી શકતાં નથી.
આવા લોકો માટે સલામત અને સુખી સ્થાન રજૂ કરી Prarambh Township 50થી વધુની વયના સમાન-વિચારસરણી ધરાવતા લોકોને ફક્ત ઉત્કૃષ્ટ જીવન જ પૂરું નથી પાડતી પરંતુ નિવૃત્તિ પછી જીવનશૈલીમાં થતાં ફેરફારોનો સામનો કરવા બાળકો પોતાના માતા-પિતાને મદદરૂપ થઈ શકે તે માટે તે તેમને ટેકો પણ પૂરો પાડે છે. તેનાથી તેઓ પોતાના માતા-પિતાને ઘરે એકલા ત્યજી દેવાના આકરા અપરાધભાવમાંથી પણ ઘણે અંશે મુક્ત થઈ જાય છે.
Prarambh Retirement Township એ આજના રીયલ એસ્ટેટ માર્કેટનું ઉમદા તત્વજ્ઞાન છે, તેનું નામ જ નિવૃત્ત જીવન માટેની એક શુભ શરૂઆતનું પ્રતીક છે. તે એકસમાન વિચારસરણી ધરાવતાં લોકો વચ્ચે સાહચર્યની ભાવના વિકસાવે છે, જેથી તેઓ એકબીજા સાથે તેમના જીવનના કેટલાક ખટ્ટમીઠ્ઠા અનુભવોની આપ-લે કરી શકે છે. તેઓ એકબીજાના તહેવારો, ઉજવણીઓમાં ભાગ લઈ શકે છે, શોખની આપ-લે કરી શકે છે અથવા તો ફક્ત મિત્રતા પણ વિકસાવી શકે છે. આરામદાયક પરિવેશમાં રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપનારી જીવનશૈલી પૂરી પાડનાર પહેલનું આ યુગ્મ નિવૃત્તોના જીવનમાં ઉત્સાહને ફરી પાછો લઈ આવવાનું લક્ષ્ય ધરાવે છે.
Prarambh શું પ્રદાન કરે છે
50થી વધુની વયની પેઢીને સંપૂર્ણ આરામ, સુરક્ષા અને કાળજી પ્રદાન કરનાર વૈભવી રેસિડેન્સીની રચના કરવા પર વિશેષરૂપે કેન્દ્રિત એવી Prarambh Retirement Township શહેરથી સુવિધાજનક અંતરે સ્થિત છે. દરવાજામાં પ્રવેશતાની સાથે જ આપને પ્રોજેક્ટના દરેક પાસામાં ડોકાતાં દોષરહિત આયોજનની અને વિશુદ્ધ લેન્ડસ્કેપિંગની ઝાંખી થશે. હરિયાળી અને પ્રશાંત પરિસ્થિતિ વચ્ચે રહેવા માટે તૈયાર એવી 600 સંપૂર્ણપણે ફર્નિશ્ડ વિલાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સૌથી પ્રારંભિક સભ્યોમાંના એક એવા Dr. Gautam Bhagat જણાવે છે કે, '‘શહેરમાં બીજી 100 જેટલી પ્રોપર્ટીઓ હશે પરંતુ અમે Prarambh ખાતે જે મેળવ્યું છે એ નિવૃત્તિ પછીનું જીવન જીવવાનો સાચો અર્થ છે. અમને એ વાત સમજાઈ કે ફક્ત નાણાંકિય લાભ નહીં પરંતુ ઘરમાં એક ભાવનાત્મક અપીલ શોધતા હોય તેવા પણ ઘણાં લોકો છે.'’
Prarambh ખાતેનું જીવનઃ
Prarambh એ ફક્ત એક ટાઉનશીપનો પ્રોજેક્ટ નથી પરંતુ તેના રહેવાસીઓ માટે ગહન જીવનશૈલીની રચના કરવાનું એક નિઃસ્વાર્થ સ્વપ્ન છે. સભ્યોને સંલગ્ન કરવા અને તેમની વચ્ચે સોહાર્દને પ્રોત્સાહિત કરવા અહીં નિયમિતપણે વિવિધ ઇવેન્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોનું આયોજન કરવામાં આવે છે. દરેક સભ્યના એનિવર્સરી અને જન્મદિવસ જેવા પ્રસંગોને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, જેથી કરીને તેઓ ક્યારેય એકલતાની વેદના ના અનુભવે.
Dr. Savita Sharma જણાવે છે કે, '‘અમે ટાઉનશીપના આયોજન અને Prarambh Township ખાતે પૂરી પાડવામાં આવતી સુવિધાઓથી ખૂબ જ પ્રભાવિત થયાં છીએ.'’ તેમણે એમ પણ જણાવ્યું કે, '‘અમારામાં ઊર્જાનો પ્રવાહ સતત વહેતો રહે તે માટે અમને સંગીત, પેઇન્ટિંગ, માટીકળા વગેરે જેવી અમારી મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.'’ લાફિંગ ક્લબ, ડેડિકેટેડ સાઇકલિંગ અને જોગિંગ ટ્રેક, મંદિર, દેરાસર અને બેંકિંગની સુવિધા એ Prarambh ખાતે રહેલી સુવિધાઓની મુખ્ય હાઇલાઇટ્સ છે.
ચિંતામુક્ત જીવનશૈલીઃ
Prarambhના હાલમાં જ સભ્ય બનેલા Dr. P J Desai વિચારે છે કે, '‘મેં મારું અડધું જીવન એવા લોકોને મળવામાં વિતાવ્યું છે, જેઓ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટના નામે યુવા પેઢી પાસેથી પૈસા પડાવવાની જ ફિરાકમાં રહેતાં હોય છે. Prarambh Retirement Township એ પહેલો એવો પ્રોજેક્ટ છે જે નિવૃત્તિ પછીના જીવનની આરામદાયક્તા અને વૈભવને ઉજવવા માટેના મંચના નિર્માણ પર ભાર મૂકે છે.'’
24x7 હાઈ-ટેક સિક્યુરિટીથી સંપૂર્ણપણે સજ્જ અને તમામ વિલાઓમાં ઇન્સ્ટોલ થયેલા ઇમરજન્સી બટન જેવી વિશેષતાઓ સાથે ક્લબહાઉસ, કમ્યુનિટી સેન્ટર, સેન્ટ્રલાઇઝ્ડ કિચન, હોસ્પિટલ, શોપિંગ કૉમ્પલેક્સ, મલ્ટી-ક્વિજીન રેસ્ટોરેન્ટ અને અન્ય અસંખ્ય સુવિધાઓનો સમાવેશ કરવા આ ટાઉનશીપની ખૂબ જ વિચારપૂર્વક રચના કરવામાં આવી છે.
લપસી ન પડાય તેવું ફ્લોરિંગ, ટોઇલેટમાં પકડવા માટેના સળિયા અને બે બાજુ ખુલતાં બાથરૂમના દરવાજા એ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને સંતોષતી કેટલીક જીણવટભરેલી રચના છે. બસ, કેબ અને રિક્ષા જેવી પરિવહનની સેવાઓ કૉલ કરવા પર ઉપલબ્ધ થઈ જાય છે. બેંક, ATM અને ફોરેક્સ એક્સચેન્જ જેવી સુવિધાઓ પણ પરિસરની અંદર ઉપલબ્ધ છે. 100% ચિંતામુક્ત જીવનશૈલી સુનિશ્ચિત કરવા સફાઈ, લૉન્ડ્રી અને પેસ્ટ કન્ટ્રોલ જેવી અન્ય કેટલીક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
ટાઉનશીપ ખાતે રહેતાં પ્રત્યેક નિવૃત્ત યુગલને નિવૃત્તિનો આનંદમય અનુભવ મળવો જોઇએ તેવું Prarambhનું માનવું છે. વૈભવશાળી અને વિચારપૂર્વક વિકસાવવામાં આવેલી ટાઉનશીપ એ તો ફક્ત શરૂઆત છે - 'Kyunki Zindagi Abhi Baaki Hai Mere Dost!'
Prarambh વિશે
વરિષ્ઠ નાગરિકોને બારીકાઈપૂર્વક આયોજન કરવામાં આવેલા લાઇફસ્ટાઇલ ઘરો પૂરા પાડવા Prarambh એ નિવૃત્ત જીવન ગાળવા માટેની હાઉસિંગ ફેસિલિટી છે, જે નિવૃત્તિના વર્ષોની માવજત કરવા વૈભવી મોજશોખ, સુરક્ષા અને અમદાવાદની આસપાસના શાંત તેમજ પર્યાવરણને અનુકૂળ આવે તેવા પરિવેશમાં બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડે. 600 ગ્રાઉન્ડ ફ્લોર વિલા સાથે કાળજીપૂર્વક આયોજન કરવામાં આવેલ અને રચવામાં આવેલ આ લાઇફસ્ટાઇલ સ્પેસ નિવૃત્ત જીવનને અનુકૂળ આવે તેવી છે, આ પ્રોજેક્ટ કે જે Bavla, Ahmedabad ખાતે સ્થિત છે, તે Mr. Rajesh Jindal અને Mr. Sachin Chaturvediના દૂરંદેશીપણાંનું પરિણામ છે.
સાઇટનું સરનામું: Prarambh Life, પી/ઓ દરણ, દેધાલ ક્રોસરોડ પાસે, બાવળા, અમદાવાદ, ભારત 382220
ઑફિસઃ 307, ત્રીજો માળ, થર્ડ આઈ વન, વિજય સેલ્સની ઉપર, હેવમોર રેસ્ટોરેન્ટની સામે, સી. જી. રોડ, પંચવટી, અમદાવાદ - 380006, ગુજરાત, ભારત
સંપર્કઃ +91-83061-44111, +91-79400-56400 / 01
ઇ-મેઇલ: [email protected]
વેબસાઇટ: http://www.prarambhlife.com
મીડિયા સંપર્કઃ
Neha Sanghvi
Identix Design Pvt. Ltd.
[email protected]
+91-7966168781
Share this article