Jindal Law Schoolના સ્નાતકો ટોચની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લૉ ફાર્મ્સમાં જોડાશે
સોનીપત, ભારત, June 27, 2017 /PRNewswire/ --
Jindal lawના આશરે 100 જેટલા સ્નાતકો કૉર્પોરેટ, વકાલત અને શૈક્ષણિક કારકિર્દી અખત્યાર કરશે
O.P. Jindal Global Universityની Jindal Global Law School ખાતે વર્ષ 2017માં નેતૃત્વને લગતી ભૂમિકાઓ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક લૉ ફાર્મ્સ, થિંક ટેન્ક્સ અને કૉર્પોરેટ હાઉસિસ તરફથી અસાધારણ માગ નોંધવામાં આવી હતી. આ સ્કુલે વર્તમાન પ્લેસમેન્ટ સિઝનમાં ભાગ લઈ રહેલા રીક્રૂટર્સની સંખ્યામાં 33%નો વધારો નોંધ્યો હતો અને 81થી વધુ સંસ્થાઓએ તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારની ફાર્મ્સે 2017ના ક્લાસના વિદ્યાર્થીઓને 108 ઑફર્સ આપી હતી.
Economic Laws Practice, Shardul Amarchand Mangaldas, Khaitan & Co, Lex Favios, Trilegal, Lakshmikumaran & Sridharan, Nishith Desai Associates, Wadia Ghandy & Co., S&R Associates, Bharucha & Partners, Kanga & Co, Remfry & Sagar, Inttl Advocare, Advaita Legal, Pricewater House Cooper, HCL, Clutch Group, Thomson Reuters, JSPL, અને Wizcraft International જેવી કેટલીક સંસ્થાઓએ સ્નાતક બેચને વિવિધ ઑફર્સ આપી હતી.
સ્નાતક થનારા વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યાએ નીતિ સંશોધનમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું અને Lamp Fellowship, Gandhi Fellowship, Teach for India, The Legist Foundation, CUTS International તેમજ CSOમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ વર્ષની રીક્રૂટમેન્ટનું મુખ્ય આકર્ષણ LL.M. બેચના Mr. Wali Zardanની મુલાકાત હતી, જેઓની હાલમાં જ અફઘાનિસ્તાન સરકારની Ministry of Mines & Petroleumમાં લીગલ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. Mr. Wali Zardanએ જણાવ્યું હતું કે, "Jindal Global Law School ખાતે તેના ઉત્કૃષ્ટ ફેકલ્ટી મેમ્બરો દ્વારા પૂરી પાડવામાં આવતી શિખવાની તકોને પરિણામે આજે આ ફળદાયી પરિણામોનો સ્વાદ ચાખી શકાય છે. હું ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું અને મારી માતૃ સંસ્થા JGUનો ચોક્કસપણે આભારી છું."
ભારતની પ્રમુખ કૉર્પોરેટ લૉ ફાર્મ Cyril Amarchand Mangaldas (CAM)એ અભૂતપૂર્વ રીતે સ્નાતક બેચના 11 વિદ્યાર્થીઓને નોકરીની ઑફર આપી હતી. ભારતની ટોચની લૉ ફાર્મ્સ દ્વારા પ્રાધાન્ય આપવામાં આવતું હોવા ઉપરાંત JGLSના સ્નાતકોની આંતરરાષ્ટ્રીય લૉ ફાર્મ્સ દ્વારા પણ ભરતી કરવામાં આવી રહી છે. લંડન સ્થિત Herbert Smith Freehills દ્વારા આ વર્ષે સ્નાતકની પદવી મેળવનારા કોઈ એક વિદ્યાર્થીને ટ્રેનિંગ કોન્ટ્રાક્ટ ઑફર કરવામાં આવનારો હોવાની સાથે JGLSની વિદેશી લૉ ફાર્મ્સની યાદીમાં બીજી આંતરરાષ્ટ્રીય લૉ ફાર્મનો ઉમેરો એ આ બેચની સાખ છે. યુ.એસ.ની લૉ ફાર્મ White & Case ભૂતકાળમાં JGLSના સ્નાતકને નિયુક્ત કરનારી વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય લૉ ફાર્મ છે.
JGUના સંસ્થાપક કુલપતિ અને Jindal Global Law Schoolના ડીન Professor (Dr.) C. Raj Kumarએ જણાવ્યું હતું કે, "અમારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ ઑફર કરવા માટે કેટલીક લૉ ફાર્મ્સે અમારી યુનિવર્સિટી સાથે MoU સાઇન કર્યા હોવાથી અમને આશા છે કે, અન્ય કેટલીક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લૉ ફાર્મ્સ અમારી ભવિષ્યની સ્નાતક બેચિઝમાંથી કેટલાકની નિયુક્તિ કરશે. JGLS તેના સ્નાતકોને વ્યાવસાયિક તકોની વૈવિધ્યસભર શ્રેણી પૂરી પાડવા બદલ પોતાના પર ગર્વ અનુભવે છે. આ તકો કૉર્પોરેટ લૉ ફાર્મ્સ પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તેમાં કૉર્પોરેશન્સ અને બિઝનેસ એન્ટરપ્રાઇઝિસ ખાતે ઇન-હાઉસ કાઉન્સેલના પદ, કન્સલ્ટન્સી ફાર્મ્સ, ઇન્વેસ્ટમેન્ટ બેંક, થિંક ટેન્ક, સંશોધન કરનારી સંસ્થાઓ, બિન-સરકારી સંસ્થાઓ, આંતરસરકારી સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, લૉયરની ચેમ્બર ખાતે લિટિગેશન પ્રેક્ટિસિસ અને હાઈ કોર્ટના તેમજ ભારતની સુપ્રીમ કોર્ટના જજ સાથે જ્યુડિશિયલ ક્લર્કશીપનો સમાવેશ થાય છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય લૉ ફાર્મ્સ દ્વારા લૉના વિદ્યાર્થીઓની નિયુક્તિ કરવા માટે ઇન્ટર્નશીપ એ સૌથી મનપસંદ માર્ગ બની ગયો છે અને અમે આ નેટવર્કનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ."
જિંદાલના કેટલાક સ્નાતકોએ ઉચ્ચ અભ્યાસ કરવાનું પણ પસંદ કર્યું છે અને LL.M તેમજ અન્ય ડિગ્રી કાર્યક્રમોનો અભ્યાસ કરવા માટે એડમિશન મેળવી લીધું છે. અન્ય કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ વહીવટી સેવાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યાં છે.
JGLSની કેરિયર્સ ઑફિસના આસિસ્ટન્ટ ડીન Prof. Anuranjan Sethi એ જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીઓની કલ્પનાઓને આકાર આપવા અને અમારા વિદ્યાર્થીઓની સતત વિકાસશીલ કારકિર્દીની આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે વિવિધ વિભાગોમાં અમારા રીક્રૂટર્સની ગુણવત્તા અને સંખ્યા સુધારવા માટે સતત પ્રયત્નશીલ છીએ."
JGLS 2017ના રીક્રૂટર્સ લૉ ફર્મ્સ(52) Advaita Legal 1 KMA Law Office 1 Lakshmikumaran & Argus Partners 1 Sridharan 2 Alternate Law Forum 1 Lex Favios 1 Bharucha & Partners 1 Lex Pro 1 Chandhiok & Associates 1 M&M Legal 1 Nishith Desai Cyril Amarchand Mangaldas 11 Associates 2 Pamasis Law Dave & Girish 1 Chambers 1 Rajdeep Behura & Desai Law Offices 1 Associates 1 Economic Laws Practice 3 Remfry and Sagar 1 Enviro Legal 1 S&R Associates 1 Satram Das B and Hammurabi & Solomon 1 Co. 1 Shardul Amarchand Inttl Advocare 1 Mangaldas 2 Kanga & Co. 1 SMA Legal 1 Khaitan & Co 2 Surge Laws 1 Kotwal Associates 1 Trilegal 2 Wadia Ghandy & Co. 2 Policy Research and Fellowship Programmes 5 Corporate Houses 15 CUTS International 1 Clutch Group 2 Gandhi Fellowship 1 HCL Technologies 4 Jindal Initiative on Research in IP and Competition LAMP Fellowship 1 (JIRICO) 1 Jindal Steel & Teach for India 2 Power Limited 2 The Legist 1 PwC 4 International Placements 2 Thomson Reuters 1 Wizcraft International Entertainment Pvt. Ltd. 1 Herbert Smith Freehills 1 WTO 1 Litigation 33 Chamber of Adv. Chamber of Adv. Anoop 1 Rustomkhan 1 Chamber of Adv. S Chamber of Adv. Anup Dahiya 1 Ramesh Babu 1 Chamber of Adv. Ashish Chamber of Adv. Shrivastava 1 Salil Kapoor 1 Chamber of Adv. Deepesh Chamber of Adv. Beniwal 1 Simon Benjamin 2 Chamber of Adv. Geeta Chamber of Adv. Luthra 1 Smriti Sinha 1 Chamber of Adv. J Chamber of Adv. Ramchandra Rao 1 Subhash Agrawal 1 Chamber of Adv. Jasbeer Chamber of Adv. Malik 1 Supriya Juneja 1 Chamber of Adv. Chamber of Adv. KL Mehta 1 Yashraj Singh Deora 1 Chamber of Adv. Ratnanko Chamber of Adv. Banerjee 1 Zohev Hossain 1 Chamber of other Chamber of Adv. Ritin Rai 1 Advocates 12 Judicial Clerkship with Justice Rohinton Nariman 1
O.P. Jindal Global University વિશે
JGU એ Haryana Private Universities (Second Amendment) Act, 2009 દ્વારા સ્થાપવામાં આવેલ નોન-પ્રોફિટ ગ્લોબલ યુનિવર્સિટી છે. Mr. O.P. Jindalની સ્મૃતિમાં સ્થાપક ચાન્સેલર Mr. Naveen Jindalની પરોપકારી પહેલ તરીકે JGUની સ્થાપના કરવામાં આવી છે. The University Grants Commissionને તેને O.P. Jindal Global University તરીકે માન્યતા પ્રદાન કરી છે. JGUનો દ્રષ્ટિકોણ વૈશ્વિક ફેકલ્ટી મારફતે વૈશ્વિક કોર્સિઝ, વૈશ્વિક કાર્યક્રમો, વૈશ્વિક પાઠ્યક્રમ, વૈશ્વિક સંશોધન, વૈશ્વિક સહયોગ અને વૈશ્વિક વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવાનો છે. દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 80 એકરમાં ફેલાયેલ અત્યાધુનિક આવાસીય પરિસરમાં JGU સ્થિત છે.
JGU એ એશિયામાં આવેલ એવી કેટલીક જૂજ યુનિવર્સિટીઓમાંની એક છે, જે ફેકલ્ટી-સ્ટુડન્ટનો 1:15નો ગુણોત્તર જાળવે છે અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક યોગ્યતા અને અનુભવ ધરાવતા ફેકલ્ટી મેમ્બર્સની વિશ્વના વિવિધ ભાગોમાંથી નિમણૂક કરે છે. JGUએ છ શાળાઓની સ્થાપના કરી છેઃ Jindal Global Law School, Jindal Global Business School, Jindal School of International Affairs, Jindal School of Government and Public Policy, Jindal School of Liberal Arts & Humanities અને Jindal School of Journalism and Communication.
વધુ માહિતી માટે http://www.jgu.edu.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Kakul Rizvi
Additional Director
Communications and Public Affairs
O.P. Jindal Global University
[email protected]
+91-8396907273
Share this article