અમદાવાદ, ભારત, May 23, 2017 /PRNewswire/ --
Astral Pipesની નવી ફિલ્મ ગ્રામીણ પુરુષોની મનોવૃત્તિમાં ફરજિયાતપણે ફેરફાર લાવવાની હિમાયત કરતો કઠોર સંદેશો આપે છે
ખુલ્લામાં શૌચ કરવું એ એવો મુદ્દો છે જેના વિશે તાજેતરના ભૂતકાળમાં ઘણી ચર્ચા કરવામાં આવી છે, પરંતુ શું ખરેખર આ આદતમાં કોઇ બદલાવ આવ્યો છે ખરો? જ્યારે હજુ સુધી સફળતા મળી નથી ત્યારે અમુક બ્રાન્ડ્સે લોકોને ખુલ્લામાં શૌચ કરવાનું બંધ કરવાની જરૂરિયાત અંગેનાં કારણો જણાવવા અને જાગૃત્તિ ફેલાવવાની જવાબદારી લીધી છે. ભારત સરકારે તમામ ભારતીયોને Swachh Bharat Mission હેઠળ કરેલી હાંકલ બાદ આ પહેલને બળ પ્રાપ્ત થયું છે. આના માટેના પ્રચારક તરીકેની પોતાની ભૂમિકાને સ્વીકારીને Astral Pipes તેની તાજેતરની ફિલ્મ મારફતે આ વિષય અંગેનો સામાજિક સંદેશો રજૂ કર્યો છે.
(Photo: http://mma.prnewswire.com/media/514013/Astral_Pipes_CSR_Film_Image.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/514012/Astral_Pipes_CSR_Film2_Image.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/514011/Astral_Pipes_Logo.jpg )
ખુલ્લામાં શૌચ કરવો એ ગ્રામીણ ભારતની વારસાગત સ્વચ્છતાની એક સમસ્યા છે, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને હંમેશાં અવગણવામાં અને તેની સાથે બાંધછોડ કરવામાં આવે છે. ગ્રામીણ મહિલાઓ માટે ખુલ્લામાં શૌચ કરવાની બાબત જુલમ છે - આ એવી સમસ્યા છે જેને ઘણી પેઢીઓથી પુરુષ સભ્યો દ્વારા અવગણવામાં આવી છે - પરિણામ સ્વરૂપે શૌચ કરવા બહાર જતી મહિલાઓની છેડતી, ટોણાથી અપમાનિત અને બળાત્કાર પણ કરવામાં આવે છે. આ દુર્દશા પર પ્રકાશ પાડવા માટે Lowe Lintasએ Astral Pipes માટે અનોખો વિચાર રજૂ કર્યો છે, જેમાં Swachh Bharat Mission હેઠળ શૌચાલયનું બાંધકામ કરવા માટે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોવા છતાં પણ પુરુષ સભ્યો દ્વારા દર્શાવવામાં આવતી બેદરકારી બદલ હવે સ્ત્રીઓએ બદલો લેવાનો સમય છે.
આ સામાજિક મુદ્દા સાથે સંકળાવવાની જરૂરિયાત અંગેના પોતાના વિચારની આપ-લે કરતા Astralના સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, Kairav Engineerએ જણાવ્યું હતું કે "Astral Pipes CPVC પાઇપ્સની કેટેગરીમાં નેતૃત્ત્વ ધરાવે છે. પાણીનું સંચાલન કરતી કાર્યક્ષમ પ્રોડક્ટ્સ બનાવવા માટે નવીનીકરણ પર કેન્દ્રીત કરેલા એક ધારા ધ્યાન લીધે અમે આ નેતૃત્ત્વ ધરાવીએ છીએ. પરંતુ એક બાજુએ અમે આપણા દેશમાં સ્વચ્છતા સંચાલનની ગુણવત્તામાં સુધારો કરતી પ્રોડક્ટ્સનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે બીજી બાજુએ હજુ પણ એવી હજારો સ્ત્રીઓ છે જેમને પાયારૂપ સ્વચ્છતાની સગવડ પણ આપવામાં આવતી નથી, જેથી તેમને ખુલ્લામાં શૌચ કરવા જવાની ફરજ પડે છે. આ ઝુંબેશ મારફતે અમે જે વર્ગ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યો છે માત્ર તેમને જ ખુલ્લામાં શૌચ કરવાનાં દુષણ સામે જાગૃત્ત કરવાની આશા નથી રાખી રહ્યા, પરંતુ આની સાથે અમે જનસમુદાયમાં જાગૃત્તિ ફેલાવીને અને એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે પોતાની ભૂમિકા ભજવીને સરકારની Swacch Bharat પહેલને પણ સમર્થન આપી રહ્યા છીએ."
આ ફિલ્મ ગ્રામીણ બેકગ્રાઉન્ડમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં અમુક પુરુષો માનવજાત જેટલી જ પુરાણી પદ્ધત્તિના ભાગરૂપે ખુલ્લા મેદાનોમાં હરોળ બનાવતા જોવા મળે છે. આ સામાન્ય દૈનિક ક્રિયા જેવો લાગતો ક્રમ ખરેખર પરેશાન કરતું વલણ છે, જેમાં તેઓ ઊગતા સૂરજની સાથે ખુલ્લા મેદાનોમાં શૌચ કરવા નીકળે છે. આ આદત લીધે ઘણી મહિલાઓએ અનિચ્છાએ આ પરંપરાને અનુસરવાની ફરજ પડે છે. આ આદતો ભયાનક છે, કારણ કે કોઇ જોઇ જશે અથવા તેમનો પીછો કરશે કે પસાર થતી કોઇ વ્યક્તિ જોઇ જશે એવા ભયની સાથે તેમણે સાવચેતીથી બહાર નકીળવાનું હોય છે અને તેમની પાસે આ સમસ્યાનો કોઇ વિકલ્પ પણ નથી, કારણ કે પુરુષો તેમની સામે રહેલા આ જોખમ પર કોઇ ધ્યાન પતા નથી. પરંતુ હવે આ મુદ્દો હળવાશથી લઈ શકાશે નહીં, કારણ કે મહિલાઓએ પુરુષોને પાઠ ભણાવવાનો યોગ્ય માર્ગ શોધી લીધો છે.
નૈતિક પલટણ તરીકે ભૂમિકા ભજવતી મહિલાઓને પુરુષો જ્યારે સવારની તેમની દૈનિક ક્રિયા કરવા માટે પોતાની સ્થિતિ લઈ રહ્યા હોય છે ત્યારે તેમને ઘેરી લેતી દર્શાવવામાં આવી છે. મહિલાઓ ખુલ્લામાં શૌચ કરવા માટે તેમની સામે રહેલા જોખમોની અવગણના કરવાની પુરુષોની આદતને ધિક્કારતી એક સૂરમાં અર્થસભર પ્રસ્તુતિ કરે છે. તેઓ તેમને બાહ્ય પરિબળો પર આધાર રાખ્યા વિના પોતાના ઘરમાં શૌચાલય બનાવવાનાં મહત્ત્વનું ભાન કરાવે છે. અંત ભાગમાં પુરુષો ઘરમાં શૌચાલય બનાવવાનાં મહત્ત્વને સમજે છે, જેથી મહિલાઓને પોતે સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે અને પાયારૂપ સ્વચ્છતા જળવાય છે.
આ ઝુંબેશના વિચાર અંગે સ્પષ્ટ સમજ આપતા Lowe Lintasના ઇડી, Sagar Kapoorએ જણાવ્યું હતું કે "અમે Astral બ્રાન્ડ સાથે સામાજિક ઝુંબેશની આ સફરને શરૂ કરવા માટે ખૂબ ઉત્સુક છીએ. ખુલ્લામાં શૌચ કરવાનો મુદ્દો ઘણી બ્રાન્ડ્સ અને સત્તાધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. અને આ ક્ષેત્રે કરવા જેવી ઘણી બધી બબાતો છે. વક્રતા એ છે કે મહિલાઓ દ્વારા વારંવાર કરાતી ટકોરને અવગણીને ગ્રામીણ પુરુષો આ મુદ્દાને હળવાશથી લે છે. જ્યારે બીજી બાજએ ખુલ્લામાં શૌચ કરવાને લીધે સ્ત્રીઓની પજવણી, બળાત્કાર અને હત્યા જેવા ઉગ્ર પરિણામો પણ આવે છે. તેથી સંદેશો આપતી અમારી આ ફિલ્મ માત્ર જાગૃત્તિ લાવવા માટે જ નહીં, પરંતુ અસરકારક બદલાવ લાવવા માટે પણ એક અલગ અંદાજ ધરાવે છે."
આ ફિલ્મ ઓનલાઇન મંચ પર લોન્ચ કરવામાં આવી છે અને તેનો ડિજિટલ પહેલ તરીકે પણ વ્યાપકપણે પ્રચાર કરવામાં આવશે.
આ ફિલ્મ જોવા માટે કૃપા કરીને https://youtu.be/QXCOUQ7ZBko ની મુલાકાત લો.
Astral અંગેઃ
Astral Poly Technik Limitedને દેશમાં ભારત માટે યોગ્ય પ્લમ્બિંગ અને ડ્રેઇનેજ સિસ્ટમ્સનું ઉત્પાદન કરવાના લક્ષ્યાં સાથે 1996માં સ્થાપવામાં આવી હતી. લાખો ઘરોની પ્લમ્બિંગની જરૂરિયાત પૂરી પાડવાની સાથે સાથે કંપની ભારતના વિકાસ પામી રહેલા રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ વધુ વેગ આપે છે. નવીનીકરણની તરફેણ કરતી કંપનીના સ્વરૂપમાં પ્લમ્બિંગ ઉદ્યોગમાં અમારું યોગદાન અતુલ્ય ગુણવત્તાની મહોર ધરાવે છે. Astral Poly Technik તમામ પ્રકારનાં આવશ્યક ફિટિંગ સહિત પ્લમ્બિંગ સિસ્ટમ્સ, ડ્રેઇનેજ સિસ્ટમ્સ, એગ્રિકલ્ચરલ, ઇન્ડસ્ટ્રિઅલ અને ઇલેક્ટ્રિકલ કન્ડ્યુઇટ પાઇપ્સનું ઉત્પાદન કરવાની ત્રણ ઉત્પાદન સુવિધાઓથી સુસજ્જ છે.
અમે શ્રેષ્ઠતાને નવી ઊંચાઇ સુધી લઈ જવાના ઇરાદા સાથે સેવા આપતા હોવાથી અમે ગ્રાહક તરફી કંપની તરીકે પણ જાણિતા છીએ. અમારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સેવા મારફતે અમે સંખ્યાબંધ પ્રકારે ભારત તરફી (પ્રો-ઈન્ડિયા) કંપનીનાં સિમાચિહ્નને પણ હાંસલ કર્યું છે.
Astralએ આવાસ, વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રત્યેક જરૂરિયાત માટે યોગ્ય ઉકેલ પૂરો પાડવા માટે ભારત, યુકે અને યુએસમાં એડ્હેસિવ કંપનીઓનું હસ્તાંતરણ કરીને એડ્હેસિવ ઉદ્યોગમાં નવું સિમાચિહ્ન સ્થાપ્યું છે. આ સુવિધાઓ આધુનિક વિશેષતાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે.
मीडिया संपर्क:
Jay SK
Asst. Manager, Branding
Astral Poly Technik Ltd.
[email protected]
+91-9099977871
Share this article