Sterlite Techએ સોલિડ કામગીરી દ્વારા સમર્થિત સ્ટ્રોંગ આઉટલુક સાથે FY'18ની શરૂઆત કરી
પૂણે, ભારત, April 27, 2017 /PRNewswire/ --
- સૌથી વધુ રૂ. 166 કરોડનું ચતુર્થાંશ EBITDA અને રૂ. 3,018 કરોડ માટે ઓર્ડર બુક કરવામાં આવ્યો છે.
- વાર્ષિક આવક વૃદ્ધિ 14% અને PAT વૃદ્ધિ 31%
- વાર્ષિક નિકાસ વૃદ્ધિ 75%
- ઓપ્ટિકલ ફાઇબરની ક્ષમતાને 50 મિલિયન fkmમાં વિસ્તરણ કરવાનો નિર્ણય
Sterlite Tech [BSE: 532374, NSE: STRTECH], સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સમાં શરૂઆત થી લઈને અંત સુધીના ગ્લોબલ ટેક્નોલોજીના અગ્રણી છે, આજે ચોથા ક્વાર્ટર માટે મજબૂત ઓપરેટિંગ કામગીરી પોસ્ટ કરી છે અને વર્ષનો માર્ચ 31, 2017ના રોજ અંત થયો હતો. કંપનીએ સર્વોચ્ચ ક્વાર્ટર EBITDA રૂ. 166 કરોડ 19% વધુ છેલ્લા વર્ષના આજ કવાર્ટરના રૂ. 139 કરોડની સામે પોસ્ટ કર્યો છે.
Sterlite Tech ચાર અગત્યના ગ્રાહક વિભાગો - વૈશ્વિક સેવા પ્રદાતાઓ, સ્માર્ટ સીટી, ગ્રામીણ બ્રોડબેન્ડ અને સંરક્ષણ માટે સ્માર્ટર નેટવર્કના ડિઝાઇનિંગ, નિર્માણ અને સંચાલન માટે તેની સંકલિત ઉત્પાદનો (ઓપ્ટિકલ ફાઇબર, ઓપ્ટિકલ ફાયબર કેબલ અને ડેટા કેબલ), સેવાઓ (સિસ્ટમ અને નેટવર્ક સંકલન) અને સોફ્ટવેર (OSS/BSS) પ્રસ્તાવિત કરવા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરે છે. Sterlite Tech વર્ષ દરમિયાન આ તમામ ગ્રાહક સેગ્મેન્ટમાં મુખ્ય વિકાસ અને વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીએ તેના ઓર્ડર બુક કરવાને સૌથી વધુ રૂ. 3,018 કરોડ પર બંધ કર્યુ છે. બુક કરવામાં આવેલ ઓર્ડર સરખીરીતે ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેર પ્રસ્તાવના અને મજબૂત આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કરવા પર સંતુલિત કરવામાં આવેલ છે.
ઓપ્ટિકલ ફાઇબર ડેટા ટ્રાફિકમાં ઘાતાંકીય વૃદ્ધિ માટે સૌથી ઝડપી માધ્યમ રહ્યુ છે અને Sterlite Techએ આ વિભાગમાં તેની અગ્રીમતા, સૌથી વધુ ઓપ્ટિકલ ફાઈબરના કવાર્ટરલી અને વાર્ષિક વેચાણ સાથે જાળઈ રાખી છે. Sterlite Techએ ઓપ્ટિકલ ફાઈબરની ક્ષમતા 50 મિલિયન એફકેએમ સુધીનું વિસ્તરણ , તબક્કામાં ચલાવવા માટે આગામી તબક્કાની જાહેરાત કરી છે. 50 મિલિયન fkmની સંપૂર્ણ સંકલિત ઓપ્ટિકલ ફાયબરની સુવિધા સાથે, Sterlite Tech વૈશ્વિક ઉચ્ચ સંકલિત ફાઈબર પ્રદાતાઓ પૈકી એક છે. આ સ્કેલ આગળ 146 નો પેટન્ટ પોર્ટફોલિયો વધવાની સાથે અને ઔરંગાબાદ, ભારતમાં નવી પેઢીના શ્રેષ્ઠતા કેન્દ્ર સાથે વધુ પૂરક બન્યો છે.
Q4FY'17 અને FY17 માટે નાણાંકીય હાઇલાઇટસ (એકીકૃત - બધા આંકડાઓ ભારતીય AS અને Rs કરોડમાં છે)
Sterlite Techએ વધુ એક નાણંકીય વૃદ્ધિનું મજબૂત વર્ષ FY'16ની સરખામણીમાં 31%થી નફો વધારીને પોસ્ટ કર્યુ છે. અગત્યની નાણાંકીય હાઇલાઇટ્સ છે:
- ત્રિમાસિક આવક રૂ 707 કરોડ, 15% વધુ, રૂ 614 કરોડ YoY ની સામે
- સૌથી વધુ રૂ 166 કરોડ EBITDA, 19% વધુ, રૂ 139 કરોડ YoYની સામે
- ટેક્સ પછી નફો રૂ. 64 કરોડ, 16% વધુ, રૂ. 55 કરોડ YoY ની સામે
- Q4FY'17માં બિઝનેસનો ROCE 26% પર
- બોર્ડે શેર દીઠ રૂ. 0.75ની અંતિમ ડિવિન્ડની ભલામણ કરી છે (વચગાળાના જાહેર કરાયેલ ડિવિડન્ડ રૂ. 0.50 પ્રતિ શેર ઉપરાંત અને ઓક્ટોબર 2016માં ચૂકવવામાં આવેલ હતું) પરિણામે રૂ. 1.25 પ્રતિ શેર FY 2016-17 માટે થયુ છે.
વિગત FY2017 FY2016 % વૃદ્ધિ Q4FY2017 Q4FY2016 % વૃદ્ધિ આવક 2,594 2,275 14% 707 614 15% EBITDA 542 475 14% 166 139 19% PAT 201 154 31% 64 55 16%
કામગિરીને વિસ્તાર પૂર્વક જણાવતા Dr Anand Agarwal, સીઇઓ, Sterlite Techએ જણાવ્યુ, "અમે નવી ટેકનોલોજી જેમકે ક્લાઉડ કમ્પ્યુટિંગ, IoT, M2M અને કૃત્રિમ બુદ્ધિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અનુભવી રહ્યાં છીએ, કે જે ખૂબ ઊંચી ડેટા સ્પીડ અને ખૂબ ઓછો પ્રતિભાવ સમયને આધારે નવા નેટવર્કની જરૂરિયાત ઊભી કરે છે. અમે માનીએ છીએ કે અમે વિશ્વભરમાં નવા ફાઇબર આધારિત નેટવર્ક્સનું નિર્માણ કરવાના વૃદ્ધિ ચક્રની શરૂઆત પર છીએ. અમારી આગામી પેઢીના શરૂઆતથી અંત સુધીની ઉત્પાદ, સેવા અને સોફ્ટવેરની પ્રસ્તાવના સાથે, આવા નવા ફાઇબર આધારિત નેટવર્ક્સને ડિઝાઇન, બિલ્ડિંગ અને મેનેજ કરવા માટે અમારી પાસે ઊંડી ગ્રાહક સગવડ છે. સક્ષમતા અને ક્ષમતાઓમાં વધારો કરવાની અમારી વ્યૂહરચના અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે હંમેશા તત્પર રહેશે."
પોતાના દ્રષ્ટિકોણ જણાવતાં, Pravin Agarwal, વાઇસ ચેરમેન, Sterlite Techએ જણાવ્યુ, "અમે સ્માર્ટ નેટવર્ક્સ બનાવવા માટે વિશિષ્ટ સ્થાન ધરાવીએ છે. અમે એક સંસ્થા બનાવી રહ્યા છીએ કે જે ધાર્યુ કામ અને પરિણામ-આધારિત સોંપણીઓ આપે, જે અમને ટેકનોલોજી સાથે અગ્રણી બનવા અને ઇકોસિસ્ટમ સાથે ભાગીદારી કરવા માટે બનવા સક્ષમ બનાવે છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ અંતિમ ડિવિડન્ડ અમારી ડિવિડન્ડની નીતિ, સઘન પ્રદર્શન અને મજબૂત દેખાવ અનુસાર છે."
FY'17 માટે બિઝનેસની હાઇલાઇટ્સ
- 100 થી વધુ દેશોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિવર્તન અને વિશ્વના કેટલાક મુશ્કેલ વિસ્તારો, આઇસલેન્ડ, એમેઝોનીયન વરસાદી જંગલો અને જમ્મુ અને કાશ્મીર સહિતમાં સ્માર્ટ બ્રોડબેન્ડ નેટવર્ક્સ બનાવવાની સક્ષમતા કરવાનો લક્ષ્યાંક પાર કર્યો.
- ત્રણ સ્માર્ટ શહેરો સાથે સ્માર્ટ સિટી વિકાસમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભરી આવ્યા.
- સ્માર્ટર FTTH સોલ્યુશનને ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટરમાંથી એકને પ્રથમ કોમર્શિયલ સેલ્સ.
- Europe's Construction Products Regulations (CPR) સાથે ઉત્પાદનો લાયક.
- Sterlite Tech Academyને સ્માર્ટ નેટવર્ક વ્યાવસાયિકોના સર્ટિફાઇડ ટેલેન્ટ પૂલ બનાવવા માટે લોંચ કર્યો. 200થી વધુ અગ્રણી ટેલિકોમના એપરેટરો સર્ટિફાઈડ.
- ઉદ્યોગ નેતાઓ Sandip Das અને BS Shantharaju સાથે કંપનીના વિકાસ માર્ગ નકશા પર વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડવા માટે એડવાઇઝરી બોર્ડની રચના કરવામાં આવી.
- Telecom Leadership Forum ખાતે Broadband Infrastructure Leader Award સાથે સન્માનિત.
- Gartner Magic Quadrant માટે Niche to Visionary માંથી તેના સોફ્ટવેર તકોમાંનુ માટે ઇન્ટીગ્રેટેડ રેવન્યુ અને કસ્ટમર મેનેજમેન્ટ માટે સુધારેલ સ્થિતિ.
- CRISIL થી CRISIL AA-/Positive દ્વારા અપગ્રેડ થયેલ કંપનીનો લાંબા ગાળાનો રેટિંગ અંદાજ.
- 2016માં બે ગોલ્ડ Frost & Sullivan India Manufacturing Excellence Awards જીત્યા.
- આર એન્ડ ડી અને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ વિકાસ માટે ચાઇના સુવિધાને માન્યતા આપી અને Nantong Municipal and Jiangsu Provincial Government, China દ્વારા સમ્માનિત કરવામાં આવી.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd [BSE: 532374, NSE: STRTECH], સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સમાં શરૂઆત થી લઈને અંત સુધીના ગ્લોબલ ટેક્નોલોજીના અગ્રણી છે. Sterlite Tech છ ખંડો અને 100થી વધુ દેશોમાં, ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેર - ઓપ્ટિકલ કોમ્યુનિકેશન ઉત્પાદન, નેટવર્ક અને સિસ્ટમ સંકલન સેવાઓ અને OSS/BSS સોફ્ટવેર સોલ્યુશનોમાં વિસ્તરિત ડિજીટલ નેટવર્ક બિઝનેસ પર ધ્યાન આપી કરે છે. કંપનીમાં ભારત, ચાઇના અને બ્રાઝિલ ખાતે અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ છે, અને તેનો હેતુ સ્માર્ટ નેટવર્ક્સ પહોંચાડી રોજિંદા જીવનને પરિવર્તિત કરવાનો છે. 146 પેટન્ટના મજબૂત પોર્ટફોલિયો સાથે Sterlite Tech બ્રોડબેન્ડ રિસર્ચ માટે ભારતનું એકમાત્ર કેન્દ્ર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રુફ સ્માર્ટ ડેટા નેટવર્ક, ભારતનેટ માટે ગ્રામીણ બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ અને ઉચ્ચ સ્પિડનું ફાઇબર ટુ ધ હોમ (FTTH) નેટવર્કને સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે, http://www.sterlitetech.comની મુલાકાત લો.
દૂરદ્રષ્ટિવાળો અને ચેતવણીના સ્વરૂપના નિવેદનો: Sterlite Technologies Limitedમાં પ્રસ્તુત અમુક શબ્દો અને નિવેદનો, અને તેની સંભાવના, Sterlite Technologiesની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, બિઝનેસ વ્યૂહરચના, Sterlite Technologiesનો ભાવિ વિકાસ અને ભારતની સામાન્ય આર્થિક સ્થિતિ અંગેના અન્ય વિધાનો જોવામાં આવનારા વિધાનો છે. આ વિધાનોમાં જાણીતા અને અજ્ઞાત જોખમો અનિશ્ચિતતા અને અન્ય પરિબળો, કે જે Sterlite Technologies Limited અથવા ઉદ્યોગના પરિણામોના વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા સિદ્ધિઓથી વ્યક્ત કરવામાં આવેલથી અલગ પડે, અથવા આવા આગામી નિવેદનો દ્વારા અલગ થાય. આવા આગામી નિવેદનો, Sterlite Technologiesના વર્તમાન, ભાવિ વ્યાપાર વ્યૂહરચનાઓ, અને પર્યાવરણ સંબંધિત અસંખ્ય ધારણાઓ પર આધારિત હોય છે કે જેમાં Sterlite Technologies Limited ભવિષ્યમાં ચાલશે. અગત્યના પરિબળો કે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા સિદ્ધિઓને આવા ભાવિ નિવેદનોથી ભિન્ન કરે તેમાં અન્યોની સાથે ભારતની સરકારી નીતિઓ અથવા નિયમોમાં ફેરફાર અને, ખાસ કરીને, Sterlite Technologiesના વહીવટીતંત્રને લગતા ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની શરતોમાં ફેરફારનો સમાવેશ થાય છે. વધારાના પરિબળો કે જે વાસ્તવિક પરિણામો, પ્રદર્શન અથવા સિદ્ધિઓને આવા આગામી નિવેદનોથી અલગ કરવાનુ કારણ બને, જેમાંથી ઘણા Sterlite Technologiesના નિયંત્રણમાં ન હોય તેમાં સમાવિષ્ટ છે, કે જે Sterlite Technologiesના વિવિધ National Stock Exchange, ભારત અને Bombay Stock Exchange, ભારત સાથે ચર્ચિત જોખમો પરિબળો હોય શકે છે. પરંતુ આ પુરતા મર્યાદિત નથી. આ ફાઈલિંગ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
મીડિયા સંપર્ક:
Sumedha Mahorey,
Manager - Corporate Communications, Sterlite Technologies Ltd
Phone: 022-3045-0404
E-mail: [email protected]
Vishal Aggarwal
Investor Relations, Sterlite Technologies Ltd
Phone: +91-20-30514000
E-mail: [email protected]
Share this article