મુંબઈ, April 19, 2017 /PRNewswire/ --
AccorHotels માટે બેવડી સફળતા
AccorHotelsએ તાજેતરમાં 2017 Hotel Investment Conference South Asia (HICSA) એવોર્ડ મેળવ્યો છે. ibis Styles ભારતની પ્રથમ ibis Styles Goa Calanguteને ઇવેન્ટમાં 'બેસ્ટ બજેટ/ઇકોનોમી હોટેલ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો અને AccorHotelsની ગયા વર્ષે નિઝામનાં શહેર હૈદરાબાદમાં લોંચ થયેલી પ્રથમ મિડસ્કેલ હોટેલ Mercure Hyderabad KCPને 'બેસ્ટ મિડ-માર્કેટ હોટેલ'નો એવોર્ડ એનાયત થયો હતો.
(Photo: http://mma.prnewswire.com/media/491071/ibis_Styles_Goa_Calangute_HICSA_Award.jpg )
મુંબઈમાં આયોજિત HICSA તમામ હોસ્પિટાલિટી કંપનીઓ માટે સૌથી પ્રતિષ્ઠિત મંચમાંનો એક છે અને એવોર્ડ બે દિવસનાં કાર્યક્રમમાં ઉદ્યોગનાં પ્રતિષ્ઠિત સભ્યો વચ્ચે એનાયત થયો છે, જેને 'સર્વશ્રેષ્ઠ' ગણવામાં આવે છે. તેનો માપદંડ MakeMyTrip રેટિંગ્સ, ગેસ્ટ રૂમ (ઇન્ટિરિઅર્સ, ડિઝાઇન અને રૂમની અંદર સુવિધાઓ), F&B (મીટિંગ અને બેન્ક્વેટિંગ) અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર આધારિત હતાં. રજિસ્ટર્ડ પ્રતિનિધિઓએ તેમનાં મત આપ્યાં હતાં અને ઉદ્યોગનાં વિવિધ ચાવીરૂપ સભ્યોને સમાવતાં સ્વતંત્ર નિર્ણાયક મંડળ દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.
આ એવોર્ડ પર AccorHotelsનાં ભારત અને દક્ષિણ એશિયાનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર Jean-Michel Cassé કહ્યું હતું કે, "એક વખત ફરી AccorHotels HICSAમાં ચમકી છે અને અમને આ બંને એવોર્ડ જીતવાની ખુશી છે તથા ibis Styles Goa Calangute અને Mercure Hyderabad KCP ભારતમાં અમારી તાજેતરની હોટેલ્સ છે. એવોર્ડ મહેમાનોને આવકારવા ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવામાં હોટેલની ટીમની સખત મહેનત અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે."
પ્રતિષ્ઠિત 'બેસ્ટ બજેટ/ઇકોનોમી હોટેલ' એવોર્ડની પ્રાપ્તિ પર ખુશી વ્યક્ત કરતાં ibis Styles Goa Calanguteના જનરલ મેનેજર Nikheel Shirodkar કહ્યું હતું કે, "હોટેલે એવોર્ડ મેળવીને નવી સફળતા હાંસલ કરી છે અને અમને અહીં ઉતરનાર મહેમાનોને યાદગાર અનુભવ મળવાનું ચાલુ રહેશે તેવી આશા છે."
ibis Styles Goa Calangute વિશે:
ઉત્તર ગોવાનાં બે લોકપ્રિય સ્થળ Calangute અને Candolim વચ્ચે સ્થિત ibis Styles Goa Calangute ભારતની પ્રથમ ibis Styles હોટેલ છે. રંગીન અને તેજસ્વી ડિઝાઇન સાથે તે 197 ગેસ્ટ રૂમ ધરાવે છે, જેમાંથી પૂલનો નજારો જોઈ શકાય છે. હોટેલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્યુસિન ઓફર કરતી કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરાં સ્પાઇસ ઇટ અને આકર્ષક લોબી બાર, ધ હબનું ઘર છે.
વધુ માહિતી માટે, મુલાકાત લો: http://www.ibisstylesgoa.com/.
મીડિયા સંપર્ક:
Dennis Taraporewala
[email protected]
+91-9819810500
Managing Director
Criesse Communications
Share this article