કોલકાત્તા, ભારત, April 11, 2017 /PRNewswire/ --
~ આ પહેલને પશ્ચિમ બંગાળ સરકાર, West Bengal, the Calcutta Gem & Jewellery Welfare Association (CG&JWA), Bangiya Swarna Shilpi Samity (BSSS) અને Swarna Shilpa Bachao Committeeનું સમર્થન પ્રાપ્ત છે ~
2015માં સફળ આયોજન બાદ, Kolkata Gem & Jewellery Fairનું 8-10 એપ્રિલ 2017 દરમિયાન મિલન મેલા ગ્રાઉન્ડ ખાતે ફરીવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. મેળાના આ ત્રીજા સત્રનું ઉદ્ઘાટન Mr. Ahmed Hassan Imran, સંસદ સભ્ય, ભારત સરકાર, Mr. Sabyasachi Dutta, મેયર, સૉલ્ટ લેક સિટી, Mr. Ashoke Bengani, પ્રમુખ CG&JWA, Mr. Bijendra Bothra, સહ-સંયોજક CG&JWA, Mr. Vivek Jain, સંયોજક CG&JWA, Mr. Pramod Duggar, સચિવ, CG&JWA, Mr. Nitin Khandelwal, ચેરમેન GJF, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડાઇરેક્ટર, UBM India અને Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડાઇરેક્ટર, UBM India, એ ઉદ્યોગ જગતના મહાનુભાવોની હાજરીમાં કર્યુ હતું.
(Photo: http://mma.prnewswire.com/media/488087/Kolkata_Gems_and_Jewellery_Fair.jpg )
ક્ષેત્રમાં સૌથી મોટો ફાઇન જ્વેલરી કાર્યક્રમ હોવાને કારણે, આ ત્રણ દિવસીય મેળો, બંગાળી અને આંતરરાષ્ટ્રીય ફાઇન જ્વેલરી નિર્માતાઓ, હોલસેલર્સ અને સોનું, ચાંદી, જેમ સ્ટોન્સ, હીરા, મશીનરી અને વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિઓથી ઝળહળી ઉઠશે અને અહીં ઉત્કૃષ્ટ સ્તરની જ્વેલરી અને ડિઝાઇન્સની પ્રેક્ષણિય વેરાઇટી જોવા મળશે.
UBM Indiaની યજમાનીમાં, Calcutta Gem & Jewellery Welfare Association (CG&JWA), Bangiya Swarna Shilpi Samity (BSSS) અને Swarna Shilpa Bachao Committee સાથે ભાગીદારીમાં આયોજીત કરવામાં આવી રહેલા આ ભવ્ય મેળાનું આયોજન ઋતુગત તહેવારો અને ઉનાળુ લગ્ન ઋતુના પ્રારંભના સમયે થઇ રહ્યું છે. આ બંગાળી નવ વર્ષ, પોઇલા બૈશાખ, અને પવિત્ર અક્ષય તૃતિયાના ઠીક પહેલા એકદમ યોગ્ય સમયે આયોજીત થઇ રહ્યો છે. મેળામાં 150 કરતા પણ વધારે પ્રદર્શકો ભાગ લઇ રહ્યા છે અને અહીં અમેરિકા, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશના આંતરરાષ્ટ્રિય પ્રદર્શકોની પણ હાજરી છે. તે ખરીદદારો અને સપ્લાયરોને એકબીજા સાથે જોડાવા, નેટવર્ક બનાવવા, વિચારોના આદાન-પ્રદાન અને સામે આવી રહેલા નવા ટ્રેન્ડ્સને શોધવા અને બિઝનેસની તકોનું સર્જન કરવા માટે સક્રિય મંચ પુરો પાડે છે.
આવા કદ અને આકારનો રાજ્યનો એકમાત્ર એક્સપો હોવા ઉપરાંત, તે UBM Indiaના જ્વેલરી ક્ષેત્રે પેસારાના ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પ્રદાન કર્તા છે જેણે દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ અને ગુજરાતમાં સફળતાપૂર્વક શો આયોજીત કર્યા છે, અને દેશભરમાં પ્રદર્શનો અને રોડ-શો મારફત 2 લાખ કરતા વધારે જ્વેલર્સ સુધી પહોંચ બનાવી છે, ખાસ કરીને પૂર્વ ભારતના વિભિન્ન ભાગોમાં. આ ત્રણ દિવસીય એક્સ્પો ઝીણવટપૂર્ણ ઘડતર સાથે ડિઝાઇન કરેલા અને હસ્ત નિર્મિત ઝવેરાત જેવાકે હીરા, મોતી, જેમસ્ટોન્સ (નંગ), સોનાના સેટ્સ અને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓ તથા નવોઢાઓ માટેના પરંપરાગત ધરેણા જેવાકે ચાંદબાલી, ચૂર, રત્નચૂર, મનતાશા, સપ્તલહરી, હંસુલી, નવરત્ન સેટ્સ, કુંદન, પોલકી અને મીનાકારી સેટ્સ રજૂ કરે છે.
Mr. Yogesh Mudras, મેનેજિંગ ડાઇરેક્ટર, UBM India એ કહ્યું, "Kolkata Jewellery & Gem Fairની ત્રીજી આવૃત્તી, નિર્માતાઓ, રિટેઇલર્સ અને સપ્લાયર્સને એકછત્ર હેઠળ લાવીને પૂર્વ ભારતના જ્વેલરી બજારમાં પોતાની અમીટ છાપ છોડવા જઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારના નિરંતર સમર્થન સાથે, આ ત્રીજી આવૃત્તિ, તેની પહેલાની આવૃત્તિઓના પ્રમાણમાં કદ અને આકારના સંદર્ભમાં નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામી છે. આ મેળાની તીવ્રતા પાછલા વર્ષે જ્વેલરી ઉદ્યોગને પડેલા ઝાટકાની અસરથી ઉગારીને સારી બિઝનેસ તકો તેમજ ઇસ્ટર્ન ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે નવ પ્રારંભનું વચન આપે છે."
તેમણે વધુંમાં ઉમેર્યુ હતું કે, "પૂર્વ ભારત જ્વેલરી અને તેના કુશળ અને નિષ્ણાત કારીગરોના સમૃદ્ધ વારસા માટે પણ પંકાયેલું છે. અમારા એક્સ્પો મારફત, અમે તેમના હિત, કલ્યાણ અને કલાને પ્રોત્સાહિત કરવા માટેના નક્કર અને મજબૂત પ્રયાસ કરી રહ્યા છીએ."
વૈશ્વિક સ્તરે જ્વેલરી (ઝવેરાત)ની ખરીદીના ટ્રેન્ડમાં પરિવર્તનને જોતા, હજારો લોકો હવે પરંપરાગત ઝવેરાતના રિમોડલ પ્રારૂપને પોતાના વોર્ડરોબમાં સામેલ કરી રહ્યા છે. તેઓ હવે ચિલાચાલુ ડિઝાઇન્સની જગ્યાએ પરવડે તેવી ડિઝાઇન્સ તરફ વળી રહ્યા છે. કોલકાત્તા જ્વેલરી એન્ડ જેમ ફેર આ વર્ષે અનુસરવાના પ્રવાહને હાઇલાઇટ કરીને શ્રોતાઓ અને મુલાકાતીઓ સાથે જોડાણ સ્થાપિત કરવા માટે તત્પર છે.
UBM India વિશેઃ
UBM India એ ભારતની અગ્રણી એક્ઝિબિશન આયોજક સંસ્થા છે જે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને, પ્રદર્શનના પોર્ટફોલિયો, કન્ટેન્ટ આધારિત કોન્ફરન્સિસ અને સેમિનાર્સ મારફત એકસાથે લાવીને ઉદ્યોગને મંચ પૂરો પાડે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટા સ્તરના પ્રદર્શન અને 40 કોન્ફરન્સનું આયોજન કરે છે અને આમ તે વિભિન્ન ઉદ્યોગના વેપારને સુલભ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈ ખાતે ઓફિસ આવેલી છે. UBM Asia, UBM plcની માલિકીની છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે. UBM Asia એ એશિયામાં સૌથી મોટી એક્ઝિબિશન આયોજક કંપની છે અને તે ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કોર્મશિયલ ઓર્ગેનાઇઝર કંપની છે. વધુ વિગત માટે કૃપા કરીને ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથીમોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સંસ્થા છે. આજે સતત ડિજિટલ થઇ રહેલા સમયમાં, અર્થપૂર્ણ અને માનવીય રીતે જોડાવાની બાબતનું મૂલ્ય ખુબજ મહત્વપૂર્ણ બની ગયુ છે. UBM ખાતે, અમારૂ ઊંડુ જ્ઞાન અને ઉદ્યોગ સેક્ટર પ્રત્યે અમારી લાગણી અને જુસ્સા સાથે અમે સેવા આપીએ છીએ જે અમને લોકો ક્યાં સફળ થઇ શકે તેનો મૂલ્યવાન અનુભવ સર્જવાની તક આપે છે. અમારી ઇવેન્ટ્સ ખાતે લોકો સંબંધો સ્થાપિત કરે છે, સોદા કરે છે અને પોતાનો બિઝનેસ વધારે છે. અમારા 3,750 કરતા પણ વધારે લોકો, જેઓ 20 કરતા પણ વધારે દેશોમાં કાર્યરત છે, તે ફેશની માડીને ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ જેવા 50થી વધુ વિભિન્ન પ્રકારના સેક્ટર્સમાં પોતાની સેવા આપી રહ્યા છે. આ વૈશ્વિક નેટવર્ક, કુશળ, કામ પ્રત્યે સમર્પિત લોકો અને માર્કેટને દોરતી ઇવેન્ટ્સ બિઝનેસ જગતના લોકોને તેમની મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટેની રોમાંચક તક પૂરી પાડે છે.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
91-22-61727000
UBM India
Share this article