અમદાવાદ, ભારત અને એડિસન, ન્યૂજર્સી, March 6, 2017 /PRNewswire/ --
ન્યુજર્સીમાં 27-28 મે, 2017ના રોજ આયોજીત થનાર મેગા ઈન્ડિયન ટ્રેડ એક્ઝીબીશન - ગ્લોરિયસ ઈન્ડિયા એક્સપો યુએસએમાં ભારતના મહિમા પ્રદર્શિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, ત્યારે ઓર્ગેનાઈઝર પ્રવેગ કોમ્યુનિકેશન લીમીટેડે 'ગ્લોરિયસ ઈન્ડિયા એવોર્ડ'ની જાહેરાત કરીને આ કાર્યક્રમમાં એક વધુ આકર્ષણ ઉમેર્યું છે.
(Photo: http://mma.prnewswire.com/media/472204/Glorious_India_Awards_NRI_Achievers_Photo.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/454588/PRNE___Glorious_India_Expo.jpg )
NRIsના વિભિન્ન ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અનુકરણીય યોગદાનને ઓળખ આપવા માટે ગ્લોરિયસ ઈન્ડિયા એક્સપો એક્ઝીબીશનના પ્રથમ દિવસે 27 મે, 2017ના રોજ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. મનોરંજક કાર્યક્રમોની સાથે સાથે ગ્લોરિયસ ઈન્ડિયા એવાર્ડ વિવિધ શ્રેણીઓમાંથી આશરે 50 પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરશે. ભારતના પ્રમુખ નામાંકીત વ્યક્તિઓ, રાજકીય નેતાઓ, અધિકારીઓ તથા અમેરિકાથી વિખ્યાત હસ્તીઓના નિમંત્રણની સાથે સાથે આશરે 10,000 આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ આયોજીત થઈ રહ્યો છે.
પુરસ્કાર વિતરણ કાર્યક્રમ દરમિયાન 'રીચ એન્ડ ફેમસ એન.આર.આઈઝ ઑફ અમેરિકા'ની વિશેષ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તક તમામ વિશ્વવિખ્યાત પ્રતિભાઓને વિતરણ કરવામાં આવશે, જેમાં રાજ્યના પ્રમુખ, સંસદ સભ્ય (ભારત) તથા ફોર્ચ્યુન 500 કંપનીના સી-સ્તરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રવેગ કોમ્યુનિકેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'ભારતીય દરેક ક્ષેત્રમાં તેમના નામાંકીત યોગદાન માટે ઓળખાય છે. ગ્લોરિયસ એવોર્ડની જાહેરાત કરવા થકી અમે અમેરિકા સ્થિત એવા NRIsનું સન્માન કરીશું કે જેમણે તેમની અસાધારણ ઉપલબ્ધિઓ થકી કિર્તી અને નામના કમાઈ છે અને ભારતનું ગૌરવ વધાર્યું છે.'
ગ્લોરિયસ ઈન્ડિયા મેગા ટ્રેડ એક્સપોમાં 10,000થી વધુ ભારતીય ઉત્પાદકો પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ગારમેન્ટ, જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, રીયલ એસ્ટેટ તથા ટૂરીઝમનો સમાવેશ થાય છે. સાથે સાથે ઈન્ડિયન એક્ઝીબીટર્સ અને અમેરીકન ટ્રેડ વચ્ચે B2B સત્રનું પણ આયોજન કરવામાં આવશે. આ બે દિવસીય આયોજનમાં 25,000થી વધુ મુલાકાતીઓ આવશે તેવું અનુમાન છે. ગ્લોરિયસ ઈન્ડિયા એક્સપોની અનેક વિશેષતાઓ વચ્ચે એક સુપરવિમેન પેવેલીયન પણ બનાવવામાં આવશે જેમાં 100 મહિલા ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે.
http://www.gloriousindiaexpo.comની મુલાકાત લઇને કાર્યક્રમ અંગે વધારે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી શકાય છે.
Praveg Communications Limited વિશે
Praveg Communications Limited ભારત અને વિદેશમાં 600થી વધુ ઈવેન્ટ્સ કરવાના રેકોર્ડ સાથેની એક અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. 16થી વધુ વર્ષોમાં, Praveg દ્વારા સંયુક્ત પ્રયાસો અને કાર્યમાં ઉચ્ચ પ્રમાણોની ગુણવત્તા અને વિશિષ્ટ કાર્યક્ષમતા દ્વારા ઈવેન્ટના સંચાલનના નવા પ્રમાણો બનાવ્યા છે. વધુ માહિતી માટે કૃપયા http://www.praveg.comનીની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Neeraj Kumar
[email protected]
+91-9712925755
Praveg Communications Limited
Share this article