અમદાવાદ, ભારત અને એડિસન, ન્યુજર્સી, February 21, 2017 /PRNewswire/ --
ગ્લોરિયસ ઈન્ડિયા એક્સપોનું 27-28 મે, 2017ના રોજ ન્યુજર્સી, યુએસએ ખાતે આયોજન હાથ ધરાયું છે જેને સમગ્ર દેશમાં ફેલાયેલા વિભિન્ન વ્યાપારી એકમો અને સામુદાયિક સંગઠનોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કાર્યક્રમને વેગવંતો કરવા સંભવતઃ ભારતના દરેક પ્રમુખ શહેરોમાં રૉડ શૉનું આયોજન હાથ ધરાયું છે. જેને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્લોરીયસ ઈન્ડિયા રૉડ શૉ અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ અને ચંડીગઢ જેવા શહેરોમાં યોજાઈ ચૂક્યા છે.
(Photo: http://mma.prnewswire.com/media/469714/Praveg_Communications_Glorious_India_Expo_Road_Show.jpg )
તાજેતરમાં ચંડીગઢના હાર્દ સમા રાજપુરામાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે રોડ શો યોજવામાં આવેલ હતો. જેમાં સંસ્થાના સભ્યોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રવેગ કોમ્યુનિકેશનના ડાયરેક્ટર શ્રી દીપ્તેજ પટેલે જણાવ્યું કે "અત્યાર સુધીમાં 10થી વધુ સભ્યો તેમના સ્ટૉલનું બુકીંગ કરી ચૂક્યા છે અને અમને આશા છે કે હજુ વધુ લોકો બુકીંગ કરાવશે." સંગરૂર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન ખાતે યાજાયેલ રૉડ શૉ દરમિયાન પણ આવો જ ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. આ દરમિયાન ડિસેમ્બરમાં ચંડીગઢ ખાતે યોજાયેલ રૉડ શૉ બાદ હરિયાણા ચેમ્બર ઑફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીએ પણ જણાવેલ કે ગ્લોરીયસ ઈન્ડિયા એક્સપોમાં તેમના સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ચેન્નાઈમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ જ્વેલર્સે પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમની ઉત્સુકતા દર્શાવી છે. જાન્યુઆરી માસના પ્રારંભમાં અમદાવાદ ખાતે યોજાયેલ રૉડ શૉને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે જ્યારે કેટલાક જ્વેલર્સે તેમની સહભાગીતા સુનિશ્ચિત કરી દીધેલ છે.
દીપ્તેજ પટેલે વધુમાં જણાવ્યું છે કે "કાર્યક્રમને પ્રમોટ કરવા માટે રૉડ શૉ ખૂબ જ અસરકારક રહ્યો છે. જેના કારણે અમને આશાસ્પદ એક્ઝિબિટર્સની અપેક્ષાઓ સમજવાની તક મળી છે. સાથે સાથે તેઓની કોઈપણ શંકાના સમાધાન માટે આયોજકો સાથે સીધી વાતચીત કરવાનું રોડ શો દ્વારા સરળ બન્યું છે." આ B2B અને B2C મેગા ટ્રેડ એક્સ્પોમાં વિશાળ સંખ્યામાં મુલાકાતીઓની ઉપસ્થિતી રહે તે માટે આયોજકો આવનાર બે મહિનામાં વધુને વધુ રૉડ શૉનું આયોજન કરી રહ્યાં છે.
તાજેતરમાં જ ભારતના પ્રધાનમંત્રીશ્રીએ ગ્લોરીયસ ઈન્ડિયા એક્સ્પોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
Praveg Communications Limited વિશે
Praveg Communications Limited ભારત અને વિદેશમાં 600થી વધુ ઈવેન્ટ્સ કરવાના રેકોર્ડ સાથેની એક અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. 16થી વધુ વર્ષોમાં, Praveg દ્વારા સંયુક્ત પ્રયાસો અને કાર્યમાં ઉચ્ચ પ્રમાણોની ગુણવત્તા અને વિશિષ્ટ કાર્યક્ષમતા દ્વારા ઈવેન્ટના સંચાલનના નવા પ્રમાણો બનાવ્યા છે. વધુ માહિતી માટે કૃપયા http://www.praveg.comની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Neeraj Kumar
[email protected]
+91-9712925755
Praveg Communications Limited
Share this article