અમદાવાદ, ભારત, અને ન્યૂ જર્સી, યુએસએ, February 7, 2017 /PRNewswire/ --
ગ્લોરીયસ ઈન્ડિયા એક્સપો દ્વારા યુએસએમાં સૌથી વિશાળ ભારતીય પ્રદર્શનીનું આયોજન હાથ ધરાયેલ છે, જેને યુએસ સ્થિત અનેકવિધ ઈન્ડિયન કમ્યુનિટી એસોસીએશન્સ તરફથી આવકાર મળ્યો છે. જેમાં નોર્થ અમેરિકન તેલુગુ એસોસીએસન (નાટા), રાજસ્થાન એસોસીએશન ઑફ નોર્થ અમેરિકા (RANA), મહારાષ્ટ્ર મંડલ ઑફ ન્યુયોર્ક (MMNY) અને કલ્ચરલ એસોસીએશન ઑફ બેંગાલ (CAB)નો સમાવેશ થાય છે. આ યાદીની અન્ય સંસ્થાઓમાં ગુજરાતી એસોસીએશન ઑફ ન્યુયોર્ક, કર્ણાટકા કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન -બ્રિંદાવન (KCOB) અને ઓરિસ્સા સોસાયટી ફૉર અમેરિકા (OSA) પણ સામેલ છે.
(Logo: http://mma.prnewswire.com/media/464897/Glorious_India_Expo_Logo.jpg )
આયોજક કંપની પ્રવેગ કોમ્યુનિકેશન્સના પ્રતિનિધીના જણાવ્યા મુજબ 'આ ખૂબ મહત્વની બાબત છે કારણ કે આવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી મળેલ સહકાર કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિનું સૂચન કરે છે. આ સંસ્થાઓમાં નામાંકિત લોકો જોડાયેલા છે, તેમાંના કેટલાક મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજો નિભાવે છે જ્યારે કેટલાક લોકો મોટા વ્યાપારી એકમોના માલિક છે. આવી ઉત્કૃષ્ટ ભાગીદારીના પરિણામે અમારા અંદાજ મુજબ આ કાર્યક્રમમાં 25,000થી વધુ NRIs ઉમટી પડશે. સાથેસાથે યુ.એસ.માં અમારી જોરશોરથી ચાલી રહેલા પ્રચાર અને પ્રસાર પણ અસરકારક સાબિત થશે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ કાર્યક્રમમાં આવશે.'
તમામ સામુદાયિક સંસ્થાઓને ગ્લોરીયસ ઈન્ડિયા કલ્ચરલ કાર્યક્રમમાં 5000થી વધુ NRIs તેમજ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી પધારેલ લોકો, યુએસ અને ભારતના નામાંકિત વેપારીઓ, અમલદારો અને રાજકીય આગોવાનો સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવાની તક મળશે.
http://www.gloriousindiaexpo.com ની મુલાકાત લઈ કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી મેળવી શકાય છે.
Praveg Communications Limited વિશે
Praveg Communications Limited ભારત અને વિદેશમાં 600થી વધુ ઈવેન્ટ્સ કરવાના રેકોર્ડ સાથેની એક અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. 16થી વધુ વર્ષોમાં, Praveg દ્વારા સંયુક્ત પ્રયાસો અને કાર્યમાં ઉચ્ચ પ્રમાણોની ગુણવત્તા અને વિશિષ્ટ કાર્યક્ષમતા દ્વારા ઈવેન્ટના સંચાલનના નવા પ્રમાણો બનાવ્યા છે. વધુ માહિતી માટે કૃપયા http://www.praveg.com ની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Abhilash Udayarajan
[email protected]
+91-9712922124
Praveg Communications Limited
Share this article