મુંબઈ, February 3, 2017 /PRNewswire/ --
સ્થાનિક વિકાસને પ્રોત્સાહિત કરવાની અમારી વિચારધારાથી પ્રભાવિત થઈને TechnipFMC એ ભારતમાં ગામડાઓના સંકલિત વિકાસ માટે સુવા ગામ ખાતે વાગ્રા બ્લોકની પસંદગી કરી છે. વાગ્રા બ્લોક ગુજરાતમાં દહેજના GIDC વિસ્તાર ખાતેના TechnipFMC મોડ્યુલર મેન્યુફેક્ચરિંગ યાર્ડની ખૂબ નજીક આવેલો છે.
(Logo: http://mma.prnewswire.com/media/464564/TechnipFMC.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/464566/Seed__CSR_Implementation_Agency.jpg )
વધુ સારા ભવિષ્ય માટે 4 મૂળભૂત ક્ષેત્રોને સુધારવા ટકાઉ પહેલ હાથ ધરવા માટે Technip India એ CSR અમલીકરણ કરતી અગ્રણી એજન્સી SEED સાથે જોડાણ કર્યું છે.
- શિક્ષણ આંતરમાળખાકીય સુવિધા સુધારવા અને વિદ્યાર્થીઓમાં ઇલર્નિંગને પ્રોત્સાહિત કરવા.
- આર્થિક સાક્ષરતા પ્રોત્સાહિત કરવા અને માઇક્રો-એન્ટરપ્રાઇઝિંગને પ્રોત્સાહન આપવા.
- ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને બાળકો માટે આરોગ્ય સંભાળ, સ્વચ્છતા અને સફાઇ અંગે જાગૃત્તિ વધારવા.
- હોનારત સંચાલન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) અંગે જાગૃત્તિ ફેલાવવા.
આ અંગે TechnipFMC ની પેટાકંપની Technip Indiaના મેનેજિંગ ડિરેક્ટર Bhaskar Patel જણાવ્યું હતું કે "મને વિશ્વાસ છે કે CSR પ્રોજેક્ટના અમારા ભાગીદાર SEED સાથે અમે વર્ષ દરમિયાન જુદી જુદી પહેલો મારફતે ગામડાઓને સામેલ કરવા અને તાલિમ આપવા સક્ષમ બનીશું, જે લાંબા ગાળે તેમના ગુજરાનની સ્થિતિમાં સકારાત્મક ફેરફાર લાવશે. આ રીતે અમે ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ."
SEEDના ડિરેક્ટર Anirban Roy જણાવ્યું હતું કે "લક્ષ્યાંકિત સમુદાયોના ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરીને અમે TechnipFMC સાથે કાર્ય કરીને આનંદ અનુભવીએ છીએ. SEED ગ્રામીણ વિકાસને લગતા CSR પ્રોજેક્ટ્સનાં અમલીકરણમાં શ્રેષ્ઠ અનુભવ રજૂ કરે છે. 'નર્ચરિંગ સીડ' કાર્યક્રમ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સંભાળ, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક આંતરમાળખાકીય વિકાસ અને હોનારત સંચાલનનાં ક્ષેત્રે વૈવિધ્ય રીતે હસ્તક્ષેપ કરીને સામાજિક આર્થિક વિકાસ પર લક્ષ્યાંક ધરાવે છે. અમે ચોક્કસપણે માનીએ છીએ કે ભારતમાં TechnipFMC ઈન્ડિયા દ્વારા હાથ ધરેલી આ પહેલ સમાજના દરેક વર્ગોને સશક્ત કરીને અને ટકાઉ વૃદ્ધિ માટે તીવ્ર તકો પૂરી પાડીને તેમને વિકાસ પૂરો પાડવા તરફનો સમગ્ર અભિગમ છે."
TechnipFMC અંગે
TechnipFMC સબસી, ઓનશોર/ઓફશોર અને સરફેસ પ્રોજેક્ટ્સમાં વૈશ્વિક સ્તરની અગ્રણી કંપની છે. અમારી ખાનગી માલિકીની (પ્રોપ્રાયટરી) ટેકનોલોજી અને ઉત્પાદન વ્યવસ્થા, સંકલિત નિપુણતા અને સમગ્રલક્ષી ઉકેલોની સાથે અમે અમારા ગ્રાહકોના પ્રોજેક્ટની આર્થિક બાબતોને રૂપાંતરિત કરી રહ્યા છીએ. અમે કોન્સેપ્ટથી લઈને પ્રોજેક્ટની સોંપણી અને અન્ય બાબતો માટે પ્રોજેક્ટના જીવનચક્રમાં શ્રેષ્ઠ ક્ષમતા પૂરી પાડવા માટે અનોખુ સ્થાન ધરાવીએ છીએ. નવીન ટેકનોલોજી અને સુધરેલી કાર્યક્ષમતાઓ મારફતે અમારી સેવા અમારા ગ્રાહકો માટે તેમના ઓઇલ અને ગેસના સંસાધનોના વિકાસમાં નવી સંભાવનાઓ રજૂ કરે છે.
અમારા પ્રત્યેક 44,000 કર્મચારીઓ ગ્રાહકોને આપેલી સ્થિર વચનબદ્ધત્તા અને ઉદ્દેશપૂર્ણ નવીનીકરણ, ઉદ્યોગની પડકારજન્ય પરંપરા અને શ્રેષ્ઠ પરિણામો કેવી રીતે હાંસલ થાય છે તે માટેના પુનઃવિચારની સંસ્કૃત્તિથી પ્રેરાયેલા છે.
અમારા વિશે અને અમે વિશ્વના ઊર્જા ઉદ્યોગના દેખાવને કેવી રીતે વિસ્તૃત્ત કરી રહ્યા છે તે અંગે વધુ જાણવા માટે http://www.technipfmc.com/ ની મુલાકાત લો અને અમને Twitter @TechnipFMC પર ફોલો કરો.
સંપર્કોઃ
ભારતમાં મિડિયા રિલેશન્સ
Swayantani Ghosh
Communication, CSR and SD Head
Technip India
[email protected]
+91-9820631678
Share this article