નવી દિલ્હી, January 3, 2017 /PRNewswire/ --
- સમગ્ર ભારતમાં તમામ કન્ઝ્યુમર PC ઉત્પાદનો માટે શરૂ કરે છે '0 પ્રોસેસિંગ ફી અને 0 વ્યાજદર'
- 'લંબાવેલું વોરંટી પેક' - મનને શાંતિ આપે તેવો ત્રણ વર્ષનો લંબાવેલો વોરંટી સમયગાળો
- ઓફર http://www.asuscarnival.com પર 20 ડિસેમ્બર 2016થી 27 જાન્યુઆરી 2017 સુધી માન્ય છે
ક્રિસમસ અને નવા વર્ષ 2017ની ઉજવણી કરવા માટે, ASUS દ્વારા આજે નોટબુક્સ, ડેસ્કટોપ અને AIO PC (ઓલ ઈન વન) સહિત તમામ કન્ઝ્યુમર PC ઉત્પાદનો પર બે નવી ઉત્સાહજનક ઓફર્સ શરૂ કરવામાં આવી છે જે ગ્રાહકોને તહેવારોની ઉજવણીમાં વધારો કરશે. સમગ્ર ભારતમાં આ ઓફર 20 ડિસેમ્બર 2016થી 27 જાન્યુઆરી 2017 સુધી માન્ય રહેશે.
(Photo: http://mma.prnewswire.com/media/452473/PRNE_ASUS_Winter_Carnival.jpg )
આ યોજનના ભાગરૂપે, કંપની દ્વારા પોતાના તમામ કન્ઝ્યુમર PC ઉત્પાદનોની Bajaj Finance સાથે EMI દ્વારા ખરીદી પર '0% વ્યાજ અને 0% પ્રોસેસિંગ ફી'ની ઓફર શરૂ કરવામાં આવી છે. ASUS દ્વારા 'લંબાવેલું વોરંટી પેક' પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગ્રાહકો માત્ર રૂપિયા 490(i3 ગ્રાફિક્સ, OS અને તેથી વધુના કન્ઝ્યુમર PC ઉત્પાદનો) અને રૂપિયા 990 (I3 ગ્રાફિક્સ, DOS અને નીચેના કન્ઝ્યુમર PC ઉત્પાદનો) જેટલી નજીવી રકમ ભરીને 3 વર્ષનો વોરંટી સમયગાળો મેળવી માનસિક શાંતિનો અનુભવ કરી શકે છે.
ASUS Indiaના સિસ્ટમ બિઝનેસ ગ્રૂપના રિજનલ હેડ - દક્ષિણ એશિયા અને કન્ટ્રી મેનેજર Peter Chang જણાવ્યું હતું કે, "આખા વર્ષ સુધી અમને અદભુત સાથ-સહકાર આપવા બદલ અમે અમારા તમામ ગ્રાહકોનો અભાર વ્યક્ત કરીએ છીએ અને તેમના પ્રત્યે અમારી કદર દર્શાવવા માટે આ એકદમ યોગ્ય સમય છે. વગર વ્યાજે ફાઈનાન્સ આધારિત ખરીદી અને લંબાવેલા વોરંટી સમયગાળા સાથે અમને ખરેખર એવું માનીએ છીએ કે, આ ઓફર અમારા ગ્રાહકોની રજાના દિવસો અને નવા વર્ષ નિમિત્તેની ખરીદીમાં આનંદ ઉમેરશે. ASUS વતી, હું દરેક ગ્રાહકને મેરી ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માંગુ છુ."
'વિન્ટર કાર્નિવલ ઓફર'નો લાભ લેવા માટે, ગ્રાહકોએ ખરીદી વખતે મેળવેલા ઈનવોઈસ પર દર્શાવેલી ખરીદ તારીખના 7 દિવસમાં http://www.asuscarnival.com પર નોંધણી કરાવવી જરૂરી છે. વોરંટી સમયગાળો લંબાવવાનું સર્ટિફિકેટ સફળતાપૂર્વક ચુકવણી થયા બાદ ગ્રાહકના રજિસ્ટર્ડ ઈમેઈલ ID પર 3 અઠવાડિયા પછી મોકલવામાં આવશે.
ASUS વિશે
ASUS સમગ્ર દુનિયામાં ટોચના ત્રણ કન્ઝ્યુમર નોટબુક વેન્ડરમાંથી એક છે અને વિશ્વના સૌથી વધુ વેચાતા, સૌથી વધુ એવોર્ડ વિજેતા મધરબોર્ડ્સના ઉત્પાદક છે. નવા ડિજીટલ યુગમાં અગ્રણી એન્ટરપ્રાઈઝ તરીકે ગણાતા, ASUS એવા ઉત્પાદનો ડિઝાઈન અને નિર્માણ કરે છે, જે વર્તમાન સમયમાં ડિજીટલ હોમ અને ઓફિસની જરૂરિયાતોને અનુલક્ષીને તદ્દન યોગ્ય છે. તેમના ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં, મધરબોર્ડ્સ, ગ્રાફિક કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઈવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ ઈન વન PC, નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટીમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબલેટ્સ, સ્માર્ટફોન્સ અને વીઅરેબલ્સનો સમાવેશ થાય છે. સતત નવીન શોધ કરવાના હેતુ અને શ્રેષ્ઠ ગુણવત્તા આપવાની કટીબદ્ધતા સાથે, ASUS વર્ષ 2015માં 4,368 એવોર્ડ્સ મેળવ્યા છે અને પોતાના Eee PC™ સાથે PC ઉદ્યોગમાં એક ક્રાંતિકારી ઉત્પાદક તરીકે ખ્યાતિ મેળવી છે. ASUS સમગ્ર દુનિયામાં 17,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને 5,500 એન્જિનિયર્સની વિશ્વ કક્ષાની રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમ ધરાવે છે. વર્ષ 2015માં કંપનીની આવક અંદાજે 14 બિલિયન અમેરિકી ડોલર રહી હતી.
મીડિયા સંપર્ક:
Aditya S. Karlekar
ASUS India
[email protected]
+91-9930933882
Share this article