નવી દિલ્હી, December 2, 2016 /PRNewswire/ --
- UBM India દ્વારા દક્ષિણ એશિયાની સૌથી મોટી સીક્યોરિટી ઇવેન્ટની 10મી એડિશન
- 300 કંપનીઓ, 20થી વધારે દેશો વિકાસશીલ ભારત માટે સ્માર્ટ સીક્યોરિટી પ્રદર્શિત કરશે
વિશ્વની અગ્રણી સીક્યોરિટી અને ફાયર સેફ્ટી ઇવેન્ટ્સના ભાગરૂપે UBM India દ્વારા આયોજિત ધ ઇન્ટરેશનલ ફાયર એન્ડ સીક્યોરિટી એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ (IFSEC) ઇન્ડિયા (the International Fire & Security Exhibition and Conference (IFSEC) India) પોતાની 10મી એડિશન સાથે પરત ફર્યો છે, જે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 8થી 10 ડિસેમ્બર, 2016 વચ્ચે યોજાશે. APSA અને ESAI દ્વારા સમર્થિત એક્ષ્પો ઔદ્યોગિક સુરક્ષાની કુશળતા અને માર્ગદર્શન પર પ્રદેશમાં ટોચનું સ્થાન અને અધિકૃત મંચ ગણાય છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161201/444606 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161201/444607LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
અત્યારે, દુનિયાભરના શહેરો અભૂતપૂર્વ રીતે ઝડપથી પરિવર્તન અનુભવી રહ્યાં છે. તેમની ગીચતા વધી રહી છે અને અપરાધિક પ્રવૃત્તિઓમાં ઉછાળો આવ્યો છે, જે જાહેર સંપત્તિના નાશ તરફ દોરી રહી છે. તેમાં આતંકવાદ મુખ્ય સમસ્યા બની ગયો છે, જે સમુદાયો અને પડોશીઓ સુરક્ષા સંબંધિત નવી સમસ્યાઓ ધરાવે છે. સંપત્તિની સાથે ઘણી વખત પ્રચંડ પડકારોનો સામનો કરવો પડ્યો હતો ત્યારે શહેરો તેમના સમુદાયોને આધુનિક અપેક્ષાઓને પૂર્ણ કરવા જીવનધોરણ જાળવવા પરિવર્તનનું સંચાલન અને નિયંત્રણ કરશે તેવી અપેક્ષા છે.
સ્માર્ટ ટેકનોલોજીના યુગમાં અને સ્માર્ટ સિટીની ગતિ સાથે તાલ મેળવવા સ્માર્ટ સીક્યોરિટીની તાતી જરૂર છે. અત્યાધુનિક સુરક્ષા, જાહેર સર્વેલન્સમાં વધારો, આઇટી માળખામાં વૃદ્ધિ, આઇટી ખર્ચમાં વધારો અને અપરાધિક પ્રવૃત્તિઓમાં વધારો થવાથી ભારતમાં આઇપી વીડિયો સર્વેલન્સ સિસ્ટમ માટેના બજારમાં તેજી આવી છે. અગાઉના એનાલોગ સીસીટીવી ટેકનોલોજીમાંથી ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) આધારિત (ડિજિટલ)માં રિમોટ સર્વેલન્સ, બેકગ્રાઉન્ડ સ્ક્રીનિંગ, વીડિયો એનાલીટિક્સ, ડિજિટલ વીડિયો અને સેન્સર આધારિત ડિટેક્શન માટેના વિકલ્પ સાથે સાતત્યપૂર્ણ રીતે, ખુલ્લો સ્ત્રોત અને સંપૂર્ણ સંકલિત વ્યવસ્થાઓમાં ટેકનોલોજીકલ સ્થળાંતર થયું છે. તેમાં નવાઈ પામવા જેવું નથી કે ઝડપથી વૃદ્ધિ પામતા અંતિમ વપરાશકર્તાઓ સિટી સર્વેલન્સ હોવાનો અંદાજ છે.
રિટેલ અને એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં વધતી જાગૃતિને પગલે સીક્યોરિટી સોલ્યુસન્સ સ્ટેટ્સ સિમ્બોલ થઈ ગયા છે. આ સ્થિતિસંજોગોમાં IFSEC India ઉદ્યોગની પ્રગતિ અને વિઝન માટે ઉદીપક તરીકે કામ કરશે, કારણ કે અમે નિવારણ અભિગમથી લઇને નિરીક્ષણ અને પ્રતિસાદ વ્યૂહરચનામાંથી ભારતની સુરક્ષા ક્ષેત્રમાં કાયાપલટ કરવા નવીન અને હાજર પ્રવાહો સાથે ઉદ્યોગની કંપનીઓ માટે પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ. પોતાની 10મી એડિશનમાં, IFSEC સર્વેલન્સ ઉપરાંત બાયોમેટ્રિક્સ, ટ્રાન્સપોર્ટ, એક્સેસ કન્ટ્રોલ સાથે સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરે છે, જે અંતિમ વપરાશકર્તા અને પ્રદાતાને જાણકારી આપે છે.
સુરક્ષા અને ફાયર ક્ષેત્રમાંથી 20થી વધારે દેશોમાંથી 300થી વધારે કંપનીઓએ 2016 એડિશન માટે સહભાગી થવાની પુષ્ટિ આપી દીધી છે, જેમાંથી પ્રીમિયમ પ્લસ પાર્ટનર્સ છે, જેમાં Aditya Infotech, Advik, Dahua, ERD Technologies, ESSL, HI-Focus, Hikvision, HANWHA TECHWIN (અગાઉ SAMSUNG TECHWIN), Secureye, Fortune Marketing, Tech smart, Tenda, Hamsa, Uniview, ZKTeco. પ્રીમિયમ પાર્ટનર્સ ACSYS, Axestrack, Blue I, Face ID, Honeywell, Lilin, Mantra, Panasonic, Road point, Sparsh, Starex, Unicam systems, Unique Electrovision અને Zebronics સામેલ છે.
IFSEC India 2016ની જાહેરાત પર બોલતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "Associated Chambers of Commerce and Industry of India (Assocham), Indiaના ઉદ્યોગના રિપોર્ટ મુજબ, બ્રિટન, જર્મની અને ફ્રાંસ સાથે ભારત ગ્લોબલ Homeland Security (HLS) બજારમાં વર્ષ 2020 સુધીમાં સૌથી મોટા પ્લેયર્સમાંનો એક છે. ભારતમાં વીડિયો સર્વેલન્સ માટે માગ કોર્પોરેટ ગૃહોની સાથે RWA અને સીક્યોરિટી એજન્સીઓમાં પણ વધી રહી છે. એક્સેસ કન્ટ્રોલ, બાયોમેટ્રિક્સ, એલાર્મ સિસ્ટમ્સ, ટ્રાન્સપોર્ટ સીક્યોરિટી, હોમ ઓટોમેશન, પેરિમીટર સીક્યોરિટી અને મેટલ ડિટેક્ટર્સ જેવી અન્ય સીક્યોરિટી સિસ્ટમ્સ માટે માગ પણ વધી રહી છે. આ સીક્યોરિટી સોલ્યુશન્સ માટે વધતી માગ, સરળ ઇન્સ્ટોલેશન સાથે ઉત્પાદન અને ઇન્સ્ટોલેશનના ખર્ચમાં ઘટાડો અને પોર્ટેબિલિટીથી વાયરલેસ સીક્યોરિટી તરત જ સફળ પુરવાર થઈ છે. આ પૃષ્ઠભૂમિ સામે સીક્યોરિટી ઉદ્યોગમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો વાર્ષિક એક્સ્પોઝિશન IFSEC 2016 ભવિષ્ય સુરક્ષિત કરવા કેટલીક શ્રેષ્ઠ આઇપી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ટેકનોલોજી અને આર્કિટેક્ચર્સ પ્રદર્શિત કરશે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ચાલુ વર્ષે અમે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે અને અમારા એક્ષ્પોની 10મી વર્ષગાઠ સાથે નવી ગતિ મેળવી છે, જે સીક્યોરિટી અને ફાયર સમુદાયના પક્ષકારોને એકમંચ પર આવવા અને પડકારોનું સમાધાન કરવા આદર્શ પ્લેટફોર્મ પ્રદાન કરશે, જે આ વૃદ્ધિના અવરોધ પરિબળો છે."
ભારતમાં માતૃભૂમિની સુરક્ષા પર ધ્યાન વધી રહ્યું હોવાથી ચાલુ વર્ષે IFSEC Indiaએ બે દિવસીય કોન્ફરન્સ યોજી વૈશ્વિક સુરક્ષા બજારમાં પ્રસ્તુત અને ઉપયોગી ફાયદાની સક્રિય માહિતી પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે, જેની થીમ 'બાહ્ય અને આંતરિક જોખમોનો સામનો કરવા સુરક્ષા વ્યૂહરચનાઓ' અને 'અત્યાધુનિક સીક્યોરિટી ટેકનોલોજી સાથે સ્માર્ટ અને સલામત દુનિયાનું નિર્માણ' છે. એક્ષ્પોમાં 'કોન્ફરન્સ પાર્ટનર' Assocham અને 'નોલેજ પાર્ટનર્સ' PWC છે.
ચાલુ વર્ષે IFSEC India ભારતમાં સૌપ્રથમ IFSEC India એવોર્ડ્સ પ્રસ્તુત કરશે. ભારતમાં વીજ સુરક્ષા ઉદ્યોગનું વિસ્તરણ થઈ રહ્યું છે અને એવોર્ડ્સ BFSI, રિટેલ, ઉત્પાદન, ઊર્જા, હેલ્થકેર, સરકારી કંપનીઓ, આઇટી અને આઇટીઇએસ તથા માળખાગત સુવિધા જેવા વિવિધ વર્ટિકલ્સમાં વીજ સુરક્ષા પાછળ રહેલા નિષ્ણાતોને સન્માન કરશે. એવોર્ડ સીએસઓ અને સીક્યોરિટી અધિકારીઓની ઉત્કૃષ્ટતા અને નવીનતાને સન્માનિત કરશે, જે મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા પડદા પાછળના રહીને સતત કામ કરે છે. IFSEC India એવોર્ડ્સ માટે પ્રોસેસ એડવાઇઝર્સ Ernst and Young હશે.
IFSEC India 2016ની મુખ્ય તકો શહેરી નિરીક્ષણ, માળખાગત સુવિધાની મહત્ત્વપૂર્ણ સુરક્ષા, સરહદ, બંદર અને એરપોર્ટ સુરક્ષા, ટ્રાન્સપોર્ટ સુરક્ષા, આગ સામે સલામતી, સાયબર સુરક્ષા, હોમ ઓટોમેશન, સુરક્ષિત શહેરો વગેરે ક્ષેત્રોમાં રહેલી છે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.
વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: ubmindia.in
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article