મુંબઈ, November 25, 2016 /PRNewswire/ --
વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગ માટે UBM Indiaનો ભારતનો સૌથી મોટો ટ્રેડ શો
UBM Indiaએ નવી મુંબઈમાં વાશીમાં સિડકો પ્રદર્શન કેન્દ્ર (CIDCO Exhibition Centre) ખાતે 10મી અને 11મી નવેમ્બરના રોજ બે દિવસીય સેફ્ટી શો Occupational Safety & Health (OSH) Indiaની પાંચમી એડિશન સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. આ શોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રદર્શકો, કન્સલ્ટન્ટ, વ્યાવસાયિક નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ એક મંચ પર એકત્રિત થયા હતા, જેમણે કાર્યસ્થળે સલામતી અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આવશ્યક પડકારોમાંથી કેટલાંકનું સમાધાન કરવા આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓની ચર્ચા કરી હતી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161102/435226 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
OSH India 2016નો ઉદ્ઘઘાટન સમારંભ મુખ્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો, જેમાં Navi Mumbai Municipal Corporation (NMMC)ના આદરણીય મેયર Shri Sudhakar Sambhaji Sonawane; મહારાષ્ટ્ર સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડિરેક્ટોરેટ Shri Jayendra Motghare; ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના ટેક્સટાઇલ કમિશનર ઓફિસના ડિરેક્ટર (ટેકનિકલ) Shri Ajay Pandit; ભારત સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ના વેસ્ટર્ન રિજનના રિજનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Smt. K. Hemalatha; ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના ખડકી પૂણેના રિજનલ કન્ટ્રોલરેટ ઓફ સેફ્ટી (વેસ્ટર્ન રિજન)ના ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના ડિરેક્ટર Sanjay Pathak અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras સામેલ હતા.
OSH India 2016એ સમગ્ર દુનિયાના હેલ્થ અને સેફ્ટી સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને તેમની નવીનતાઓ અને જાણકારી ભારતીય બજારને પ્રદાન કરવાની તક આપી હતી, જેથી આ બે દિવસીય કોન્ફરન્સમાં વૈશ્વિક પદ્ધતિ પર ચર્ચા થઈ હતી. કોન્ફરન્સના પ્રથમ દિવસે ચર્ચાના વિષયમાં સામેલ હતાઃ 'ઓએસએચ ચેલેન્જીસ ઇન ઇન્ડિયા એન્ડ વે અહેડ', 'ગ્લોબલાઇઝેશન એન્ડ ચેન્જિંગ વર્લ્ડ ઓફ વર્ક', 'એન ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ટૂ વર્કર હેલ્થ', 'હાવ ગૂડ લીડરશિપ કેન ડ્રાઇવ ઇમ્પ્રૂવમેન્ટ્સ ઇન પ્રોસેસ સેફ્ટી' પર એક કેસ સ્ટડી અને 'વિઝન ઝીરોઃ ફ્રોમ વિઝન ટૂ રિયાલિટી' અને 'બિહેવિયર બેઝ સેફ્ટી મેનેજમેન્ટ' પર પ્રેઝન્ટેશન સામેલ હતા. બીજા દિવસે 'વિમેન એન્ડ ઓએસએચ' અને 'ધ રોલ ઓફ ઇન્ડસ્ટ્રિઅલ હાઇજીન ઇન ઓએસએચ' પર પેનલ ચર્ચા થઈ હતી. તેમાં 'રિસ્ક મેનેજમેન્ટ એન્ડ રિસ્ક ગવર્નન્સ', 'ફાયર એન્ડ ઇલેક્ટ્રિક્લ હેઝાર્ડ પ્રિવેન્શન', 'મેકિંગ બિગ ડિફરન્સ ટૂ સ્મોલ બિઝનેસીસ' અને 'હેલ્થ એન્ડ સેફ્ટી રિસ્ક ઇન કન્સ્ટ્રક્શન' પર પ્રેઝન્ટેશન પણ સામેલ હતું.
એક્ષ્પોમાં ઇન્નોવેશન ઝોન સામેલ હતો, જે પ્રદર્શકો માટે તેમના ઉત્પાદન રજૂ કરવા પ્લેટફોર્મ બન્યો હતો, જે વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગ માટે લાભદાયક રહેશે. તેમાં ચાલુ વર્ષે નવું ફિચર - બે દિવસનો 'લાઇવ સેમિનાર' ઉમેરવામાં આવ્યો હતો, જે સલામતીની જાગૃતિ લાવતું ફોરમ છે, જ્યાં સેફ્ટી પ્રોડક્ટના ઉત્પાકોના સલામતી નિષ્ણાતોએ ચર્ચા કરી હતી તથા અત્યાધુનિક ટેકનોલોજી, ટ્રેન્ડ અને કાર્યસ્થળે સલામતી સાથે સંબંધિત ટ્રેન્ડ રજૂ કર્યા હતા.
OSH India 2016 સફળતાપૂર્વક સંપન્ન થયા પર UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "આપણા દેશમાં વર્કફોર્સ વધી રહી છે, જેની સલામતી અને સ્વાસ્થ્ય માટે ઉદ્યોગની ચિંતા સાથે અમે સંમત છીએ. જીવનની ગુણવત્તા સુધારવા વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય વિકાસશીલ અર્થતંત્રોમાં અતિ મહત્ત્વપૂર્ણ છે. આ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવવું જરૂરી છે, જે સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને મોટી તક પ્રદાન કરે છે, જેમાં તેઓ તેમના ઉત્પાદનો અને સોલ્યુશન પ્રદર્શિત કરે છે. UBM Indiaએ OSH Indiaની પાંચમી એડિશનમાં તેના ઉદ્દેશો પાર પાડ્યાં હતાં અને ઉદ્યોગને આદર્શ મંચ પ્રદાન કર્યો હતો."
OSH India 2016માં 'OSH India Safety Awards'ની પાંચમી એડિશન જોવા મળી હતી, જે ભારતીય વ્યવસાયો, કંપનીઓ, જોડાણો અને વ્યક્તિઓ માટે ખુલ્લી હતી, જેમાં 'ઇન્નોવેશન' કે 'હીરો' એવોર્ડ્સની કેટેગરીમાં એવોર્ડ એનાયત થયા હતા. Euro Safety Footwear (India) Pvt. Ltd. એવોર્ડ્સ નાઇટની પ્રેઝન્ટિંગ પાર્ટનર છે, જે ઉદ્યોગના પ્રસિદ્ધ વ્યક્તિઓના મિલનની ઉજવણી છે. આ મનોરંજનની રાત છે. એવોર્ડ સમારંભના વિજેતાઓ હતાઃ
ઓએસએચ ઇન્ડિયા ઇન્નોવેશન એવોર્ડ 2016 (OSH INDIA INNOVATION AWARDS 2016) કંપનીનું નામ કેટેગરી વિજેતા John Deere India Private Limited ઓટોમોબાઇલ્સ ગોલ્ડ Samsung C&T India Pvt Ltd કન્સ્ટ્રક્શન ગોલ્ડ M/S Afcons Infrastructure Ltd. કન્સ્ટ્રક્શન સિલ્વર L&T Construction -Omkar 1973, Worli કન્સ્ટ્રક્શન બ્રોન્ઝ Godrej & Boyce Mfg. Co. Ltd. - Aerospace Division - Workman Orignator ઔદ્યોગિક ચીજવસ્તુઓ ગોલ્ડ Godrej & Boyce Mfg. Co. Ltd. - Security Solutions - Forklift Innovation ઔદ્યોગિક ચીજવસ્તુઓ સિલ્વર Godrej & Boyce Mfg. Co.Ltd. - Godrej Interio Division ઔદ્યોગિક ચીજવસ્તુઓ બ્રોન્ઝ ICICI Bank Ltd. - Master Switch સેવા ગોલ્ડ WNS Global Services (P) Ltd. સેવા સિલ્વર ICICI Bank Ltd. - Report a Safety Incident સેવા બ્રોન્ઝ Godrej & Boyce Mfg. Co. Ltd. - Electricals & Electronics - Shutter Gate Innovation Electronics - Shutter Gate Innovation એસએમઇ સિલ્વર Godrej & Boyce Mfg. Co. Ltd. - Electricals & Electronics - Shutter Gate Innovation Electronics - PPE Matrix એસએમઇ બ્રોન્ઝ Adani Ports and Special Economic Zone Ltd., Mundra - Crane Hook Shift Trolley Transport & Logistics Silver ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સિલ્વર Adani Ports and Special Economic Zone Ltd., Mundra - Slew Room Gate Modification ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ બ્રોન્ઝ ઓએસએચ બ્રેવરી એવોર્ડ્સ 2016 (OSH INDIA BRAVERY AWARDS 2016) સંસ્થા વ્યક્તિનું નામ કેટેગરી Adani Ports and Special Economic Zone Ltd. Radhe Chandra Mehta ગોલ્ડ Adani Ports and Special Economic Zone Ltd. Arvind Yadav સિલ્વર M/S Afcons Infrastructure Ltd. Amit Ninawe બ્રોન્ઝ ઓએસએચ ઇન્ડિયા સ્પેશ્યલ જ્યૂરી એવોર્ડ 2016 (OSH INDIA SPECIAL JURY AWARD 2016) ICICI Bank Ltd. - Itravel Safe App સેવા
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
મિડીયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article