કોચી, ભારત, November 23, 2016 /PRNewswire/ --
ભારતની અગ્રણી નાણાકીય સંસ્થા UAE Exchange India એ કેશલેસ ઇકોનોમી માટે ડિજિટલ ક્રાંતિને આગળ ધપાવવામાં મદદ કરી છે. હવે રૂ. 500 અને રૂ. 1,000ની ચલણી નોટોનું ડિમોનેટાઇઝેશન થયા પછી આર્થિક વ્યવહારોના પડકારોનું સમાધાન કરવાના પ્રયાસોના પરિણામે કેશલેસ ઇકોનોમીની વિભાવનાને બળ મળ્યું છે. કંપની મોબાઇલ વોલેટ્સ અને ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિઓ મારફતે સારી ડિજિટલ ઇન્ડિયા (Digital India)ની વિભાવના વહેંચવા દર્શકોનું ધ્યાન ઝડપથી ખેંચી રહી છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161121/441475 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161121/441477LOGO )
UAE Exchange India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. V. George Antonyએ તેમના વિચારો વહેંચતા જણાવ્યું હતું કે, "કેશલેસ ઇકોનોમીની વિભાવનાની ચર્ચા છેલ્લાં થોડાં વર્ષોથી થઈ રહી હતી, પણ હવે તે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી રહી છે. ડિજિટલમાં સંપૂર્ણ પરિવર્તન કરવામાં સમય લાગશે, પણ દેશ હાલના તબક્કામાંથી પસાર થયા પછી ટૂંક સમયમાં ડિજિટલ રાષ્ટ્ર બની જશે. અમે અમારા તમામ ગ્રાહકોને ચાલુ નાણાકીય કટોકટીમાં નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા અમારા ડિજિટલ વોલેટની સુવિધા વિસ્તૃત કરીએ છીએ."
રાષ્ટ્રવ્યાપી નાણાકીય કટોકટીને પગલે કંપનીને સાતત્યપૂર્ણ પહોંચ વધારવા માટેના કાર્યક્રમો મારફતે ડિજિટલ મનીના ફાયદાનો પ્રસાર કરવા યોગ્ય પગલાં લીધા છે અને દેશને ડિજિટલ વ્યવહારો માટે સજ્જ કરવા અન્ય જાગૃતિ કાર્યક્રમો હાથ ધર્યા છે. ડિજિટલ ઇન્ડિયા (Digital India)ને મજબૂત ટેકો આપવા, કંપનીએ તેની 372 શાખાઓમાં POS મશીન ઊભા કર્યા છે અને આધુનિક ખાસિયતો સાથે XPay Cash Wallet સુધાર્યા છે. હાલ ઊભી થયેલી કટોકટીને પહોંચી વળવા કંપનીએ વર્ષ 2010 ની શરૂઆતમાં જ મોબાઇલ વોલેટ પ્રારંભ કરવાની પહેલ કરી હતી.
વર્તમાન નાણાકીય કટોકટીએ સ્થાનિક વિક્રેતાને પણ મોબાઇલ વોલેટ પેમેન્ટનો સ્વીકાર કરવાની ફરજ પાડી છે. જો દરેક ખૂણેથી તમામ નાગરિકો ડિજિટલ વ્યવહારને સ્વીકારે, તો ભારત ટૂંક સમયમાં કેશલેસ ઇકોનોમી બની જશે.
UAE Exchange વિશે
UAE Exchange India તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને અનુકૂળ સેવાઓ માટે નાણાકીય સેવામાં પથપ્રદર્શક કંપનીઓમાં સામેલ છે, જેણે ઉદ્યોગમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું છે. શ્રેષ્ઠ ગુણવત્તા સાથે લોકોને જોડવા અને પ્રગતિ કરવી એ કંપનીનું વિઝન છે, જે 1.25 મિલિયન લોકોને સેવા આપવા 372 શાખાઓ અને 3375 કર્મચારીઓનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. કંપની ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, એર ટિકિટિંગ અને ટૂર્સ, લોન, XPay Cash Wallet, વીમો અને શેર ટ્રેડિંગમાં વાજબી ખર્ચે સેવા પ્રદાન કરે છે.
મીડિયા સંપર્ક:
Sudhakar R.
Chief Marketing Officer
UAE Exchange India
[email protected]
+91-9847338825
Share this article