INDEX 2016ની 28મી આવૃત્તિ ખાતે ઉદ્યોગના સર્વશ્રેષ્ઠએ તેમની હાજરી ચિન્હિત કરી છે
મુંબઈ, October 14, 2016 /PRNewswire/ --
UBM Index Trade Fairs દ્વારા ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય ઈન્ટિરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઈન કાર્યક્રમ
UBM Index Trade Fairs એ તેના અગત્યના કાર્યક્રમ, INDEX ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય ઈન્ટિરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઈન કાર્યક્રમની 28મી આવૃત્તિની આજે શરૂઆત કરી છે. ચાર દિવસીય મેળો (13-16 ઓક્ટોબર) આ વર્ષે નવા અને વધુ મોટા સ્થળ, ધ બોમ્બે કન્વેક્શન એન્ડ એક્સિબિશન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. આ શો આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત આર્કિટેક, ઇન્ટિરીયર ડિઝાઇનર, બિલ્ડર્સ, પ્રોજેક્ટ મેનેજર, હોટેલર, આતિથ્યના વડા, કોર્પોરેટ અને ગવર્મેન્ટ વિભાગો, અલ્ટ્રા HNIs અને ફેશનના અનુયાયીઓને એક સામન્ય પ્લેટફોર્મ હેઠળ, તેમની પ્રચલિત ઉત્પાદો અને પ્રસ્તાવો રજૂ કરવા સાથે લાવે છે.
(ફોટો: http://photos.prnewswire.com/prnh/20161013/428335 )
(ફોટો: http://photos.prnewswire.com/prnh/20161013/428336 )
(ફોટો: http://photos.prnewswire.com/prnh/20161013/428337 )
(લોગો: http://photos.prnewswire.com/prnh/20161005/415390LOGO )
(લોગો: http://photos.prnewswire.com/prnh/20161005/415391LOGO )
INDEX 2016નું ભવ્ય ઉદ્દઘાટન અગત્યના મહાનુભવો, Padma Bhushan Ar. Hafeez Contractor, મુખ્ય આર્કિટેક, Architect Hafeez Contractor; Ar. Prem Nath, પ્રિન્સિપલ અને આર્કિટેક, Prem Nath & Associates; Mr Prahlad Kakar, જાહેરાત ફિલ્મ ડિરેક્ટર, Prahlad Kakar Film Production; Mr. Erdal Sabri ERGEN, કોન્સલ જનરલ, તુર્કી કોન્સ્યુલેટ જનરલ; Ms. Sylvia Khan, એડિટર, IFJ; Mr. Nitin Nagrale, સ્થાપક અને પ્રમુખ HPMF અને ડિરેક્ટર Radisson Blu Plaza મુંબઈ; Mr. Jime Essinck, સીઈઓ, UBM Asia અને Mr. Liyakat Ali Khan, મેનેજીંગ ડિરેક્ટર, UBM Index Trade Fairsની હાજરીમાં ભવ્ય ઉદ્યોગ મેળાવડા વચ્ચે થઈ હતી.
INDEXની વધુ આગળ અગ્રેસર ઉદ્યોગ કાર્યક્રમ તરીકે સ્થિતિની પૃષ્ટિ કરતા, એક્સ્પોમાં 400થી વધુ Godrej Interio, Kurlon, Century Ply, Spacewood, Hettich, Monarch, Ebco, Labacha, Bose hardware, Trezure Furniture, Empire Furniture, Futuristic, Oswal Hardware અને Kkolar સહિત અન્યોએ સહભાગિતા કરી હતી.
INDEXના દિવસ 1માં 'Social Housing: Inhuman Reality and Human Solutions' પર IFJ સાથેના અસોસિયેશન સાથે સામગ્રીથી સમૃદ્ધ સત્રો સાથેના સેમિનારોનો સમાવેશ થયો હતો, જેમાં વક્તાઓની ગ્લેક્સી અને પેનલના સભ્યો દર્શાવે છે: Padma Bhushan Ar. Hafeez Contractor, Ar. Kirtee Shah, Chairman, Habitat, Principal KSAPS; Shri Aman Nath, Chairman, Neemrana Hotels; Ar. Nitin Killawala, Team 7 Architects and Ar. Carlos Gomez, CGA Architects, Singapore અન્યો સાથે.
Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "વૈભવી બજારે છેલ્લા કેટલાંક વર્ષોમાં 25%થી વધુ CAGRની વૃદ્ધિ જોઇ છે અને હાલના $18.5 બિલિયનની વૃદ્ધિથી વધીને 2020 સુધીમાં $50 બિલિયન સુધી વધવાની સંભાવના છે. ઉભરતી મધ્યમ વર્ગીય, યુવાનોમાં બ્રાન્ડ પ્રત્યેની જાગરૂકતા અને ટાયર-II અને ટાયર-III શહેરોમાં ઉચ્ચ વર્ગની ખરીદવાની સત્તા ભારતના વૈભવી બજારમાં વૃદ્ધિ વધારી રહી છે. INDEX મારફતે UBM Index Trade Fairs વૈભવી બજારની માંગ પૂરી કરવા અને ઉભી કરવા તરફ કામ કરવા સુવિધા પૂરી પાડી રહ્યુ છે, ખાસ કરીને ઇન્ટીરીયર્સના પેટા વિભાગોમાં. INDEXએ ખરીદદારો અને વિશ્વભરના આંતરરાષ્ટ્રીય સોર્સિંગ પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચ્યુ છે અને અમે આશા ભારતીય ઉદ્યોગ આ એક્સ્પો ખાતે વધેલ આંતરરાષ્ટ્રીય હાજરીથી લાભ મેળવે એવી આશા રાખીએ છીએ."
Mr L.A. Khan, મેનેજિંગ ડિરેક્ટર, UBM Index Fairs એ આગળ જણાવ્યુ કે, "INDEX ઇન્ટીરીયર અને ડિઝાઇન ઉદ્યોગ માટે ભારતમાં એક માત્ર b2b પ્લેટફોર્મ છે, જે આર્કિટેક, ડિઝાઇનર્સ, બિલ્ડર્સ અને સ્પલાયરોને આદરણીય અને ગતિશીલ પ્લેટફોર્મ પર સાથે લાવે છે. અમે અમારા મહેમાનો અને સહભાગીઓને આ વર્ષે ખરેખર અનન્ય INDEX વાતચીત માટે આદરણીય-પ્રેરણાદાયી જગ્યાઓ સાથે અને શક્તિશાળી સંસ્થાઓ જેમકે MCHI-CREDAI, BAI, HPMF અને અમુક અન્ય સંસ્થાઓ કે જેઓ અત્યાધુનિક ઉત્પાદ ડિઝાઇન સાથે સને સંખ્યાબંધ નવા લોન્ચ પ્રસ્તાવિત કરવાની ખૂશી છે."
દિવસ 2 (14મી ઓક્ટોબર) ઉદ્યોગ અને ડિઝાઈન કાર્યક્રમ બંને 'IFJ-NID Living Crafts!', કિચન ઉદ્યોગની બેઠક અને IFJ Kitchen Catalogનું લોન્ચ જોશે. દિવસ 4 (16મી ઑક્ટોબર) 'Indo-Chinese Furniture Meet', સમગ્ર ભારતમાં ફર્નિચર ઉત્પાદકો ઉદ્યોગ મંડળ કે જેમાં ચાઈનામાં મેળા અંગે પેનલ ચર્ચાઓ અને ચાઈનીઝ ભાગીદારો સાથે વેપાર સંચાલન અંગેની ચર્ચાઓ થશે.
સંખ્યાબંધ ઉમદા કલાત્મક જગ્યાઓ અને વર્કશોપ શોના મુલ્યમાં વધારો કર્યો છે અને મેળાના સમાપન સુધી મુલાકાતીઓને આકર્ષવાનું ચાલુ રાખશે. અગ્રણી ડિઝાઈન પબ્લિકેશન 'Index Furniture Journal' (IFJ), INDEXના અસોસિયેશન સાથે રાખવામાં આવેલ 'Art Enclave' દર્શવે છે જે હસ્તાક્ષરિત કરેલ ચિત્રો અને પ્રખ્યાત કલાકારોના સ્થાપત્યો દર્શાવે છે જયારે 'Play the network' ઉદ્યોગ સમુદાયને જોડાઈ અને નેટવર્ક બનાવવા માટે આરામદાયક અને અનૌપચારિક મંચ પુરૂ પાડે છે. ડિઝાઇન પહેલ 'INDEX Design Boulevard' સંપૂર્ણપણે બિન-વાણિજ્યિક પ્રસ્તુતિમાં અગ્રણી આર્કિટેકો દ્વારા સારગ્રાહી ખ્યાલ જગ્યાઓને દર્શાવે છે અને 'Kudos gallery'માં જગ્યા સ્થાપત્ય વીરતામાં શ્રેષ્ઠ, નવું અથવા વલણ બદલનાર શું છે, અને અન્યોની સાથે Ar. Ria Talati, Ar. Arjun Malik, Ar. Rahul Kadri, Ar. Ravi Sarangan, Ar. Puran Kumar, Ar. Reza Kabul, KNS architects, DSP architects જેવા ડિઝાઇનરો દ્વારા આ ઉદ્યોગના અત્યાધુનિક વલણોનું પ્રદર્શન કરે છે.
મેળામાં હાઇલાઈટ્સમાંથી એક Art Enclave ખાતે Vrindavan Solanki દ્વારા એકલાનું એક્સિબિશન હતું. પ્રખ્યાત કલાકાર, Solanki ને Bombay Art society અને Gujarat Lalit Kala Akademi દ્વારા સ્વીકારવામાં આવી અને એવોર્ડ આપવામાં આવેલ છે. એક્સિબિશન Aura આર્ટ બુથ ખાતે Aura Art eConnect Pvt. Ltd. દ્વારા સંચાલિત કરવામાં આવશે. અન્ય હાઇલાઇટ્સમાં, Ar. Sanjay Puri દ્વારા વિશાળ 2000 ચોરસ ફૂટ ડિઝાઇન સ્થાપન કે જેને Urban Chaos કહેવાય છે તેનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ઇન્ટરેક્ટિવ ડિઝાઇન જગ્યા તરીકે થાય છે. મેળામાં પ્રખ્યાત National Institute of Design દ્વારા આકર્ષિત ઈન્ડિયા ડિઝાઇન પેવેલિયન અને Ar. Prem Nath દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ અદ્દભૂત ડિઝાઇન એટ્રીયમ પણ આવેલું છે.
આ કાર્યક્રમને All India Hardware Association, Hospitality Purchasing Managers Forum (HPMF), Taiwan Furniture Manufacturers Association (TFMA), Furniture Association from Turkey (MARMOB), Istanbul Exporters Association (IEA), Association of Designers of India, Association of Architects Builders Interior Designers and Allied Business (ABID) અને MCHI-CREDAI નો સહયોગ છે.
ઉદ્યોગ INDEX 2016ને ઉદ્યોગ પ્લેટફોર્મ તરીકે માન્યતા આપે છે અને UBM India દ્વારા દક્ષિણ ભારતમાં વાર્ષિક એક્સ્પોના ઉદ્દેશ્યને ભારપૂર્વક જણાવે છે.
Sukhada Gawde-Sangle, જનરલ મેનેજર, Makwana Steel Artએ જણાવ્યુ, "હાલના વર્ષોમાં ઈન્ટિરીયર ડિઝાઇનિંગ જબરજસ્ત વધ્યુ છે. તાજેતરના વર્ષોમાં બાંધકામ ક્ષેત્રે તેજી છે અને વૈશ્વિક જીવન શૈલી સાથે સંસર્ગથી ગ્રાહક સભાનપણે સારી ડિઝાઇન આધુનિક ઇન્ટીરીયર્સને ધ્યાનમાં રાખે છે. આથી, આ ઉદ્યોગ દરવર્ષે વધુ અને વધુ વિકસતો જાય છે."
Mr. Mansukh Gami, પ્રોપ્રાઇટર, Storewell Industries એ કહ્યુ, "અમે છેલ્લાં 5 વર્ષોથી INDEX સાથે જોડાયેલા છે અને અમે વિકાસનો અનુભવ કરેલ છે. આ શો એ અમને વિશ્વભરના સંભવિત ગ્રાહકો સાથે એકીકરણ થવાની તક આપી છે અને આ વર્ષે, અમે અમારી નવી ઉત્પાદન, બાસ્કેટ રેન્જ, વોર્ડરોબ સ્લાઇડિંગ ડોર ફિટીંગ્સ અને ક્રમશઃ બોક્સના નવા મોડેલમાં Wonder's series (Folding)નું લોન્ચ કરવા જઈ રહ્યા છે. UBM Index Trade Fairs' INDEX અમને અમારી બ્રાન્ડનુ નિર્માણ કરવાની, નવી શક્યતાઓ પૂરી પાડવાની અને વધુ સ્પર્ધાત્મક બનવાની તક પૂરી પાડે છે."
Mr. Jatin Popat, ડિરેક્ટર, Vistoso Furniture Pvt. Ltd. એ કહ્યુ, "ઇન્ટીરીયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં અત્યાધુનિક નવીનીકરણ દર્શાવવાના હેતુ સાથે, અમારી કંપની INDEX 2016 ખાતે ડિઝાઇનર મોડ્યુલર ફર્નિચરનું લોન્ચ કરી રહી છે. અમે પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે અને અમે આગળ નેકવર્કની તકો, અમારી બ્રાન્ડ વિશેની જાગરૂકતા બનાવવા અને કાર્યક્રમ દરમિયાન ફ્રેન્ચાઇઝિની તકો શોધવાની આશા રાખીએ છીએ.
Mr. Bharat Vithalani, સીઈઓ, K.N. Corporationએ કહ્યુ, "INDEX 2016 એક ઘણું મોટુ પ્લેટફોર્મ છે જે અમારા માટે ઇન્ટીરીયર ડિઝાઇન ઉદ્યોગમાં નવી તકો ઉભી કરી રહ્યુ છે. આ વર્ષે અમે પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છીએ અને અમે નવી ઉત્પાદો જેમકે પોલિમર કમ્પોઝિટ મટિરિયલ્સ પેનલ (PCM PANELS) અને સ્ટેનલેસ સ્ટીલ 304 નક્શીદાર પતરા કે જે સામાન્ય રીતે છત અને દિવાલો માટે ઈન્ટીરીયર શણગારના હેતુસર વાપરવામાં આવે છે તેનું લોન્ચ કરી રહ્યા છીએ. આ ઉત્પાદનો પ્રથમ વખત ભારતમાં લોન્ચ થઈ રહી છે. અમે અમારા ગ્રાહક સમુદાયના વિસ્તરણની અને કાર્યક્રમ દરમિયાન અમારા બિઝનેસ માટે નવી તકો મેળવવાની આશા રાખીએ છીએ."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article