Renewable Energy India Expoની ઉદ્યોગ પ્રશંસક UBM Indiaની 10મી આવૃત્તિ
નવી દિલ્હી, September 26, 2016 /PRNewswire/ --
એશિયાનું તે ક્ષેત્રમાં સૌથી મોટુ બિઝનેસ મંડળ; ભારતમાં રિન્યુએબલ ઊર્જા પર ભાર પૂર્વક ધ્યાન કેન્દ્રિત કરે છે
REI 2016 પર એક નજર:
- 600થી વધુ પ્રદર્શકો, 26,000થી વધુ વેપાર મુલાકાતીઓ, 40 દેશોમાંથી સહભાગિતા, કેટલાય દેશોમાંથી મંડપ સિવાય 1,270 પરિષદ પ્રતિનિધિઓ
- ઉલ્લાસપૂર્ણ આંતરરાષ્ટ્રીય ભાગીદારી, વૈશ્વિક હિત, આંતરરાષ્ટ્રીય રોકાણ અને ટેકનોલોજી સફલતા REIની 10મી વર્ષગાંઠને ચિન્હિત કરે છે
- કેન્દ્ર અને રાજ્ય સરકારો અને મહત્ત્વની કેન્દ્રસ્થ એજન્સીઓનો નવીન આધાર
- 'Renewables…Surging Ahead' પરની 3-દિવસીય ઉદ્યોગ પરિષદ બહુવિધ પરિષદ સત્રો, વર્કશોપ અને ઓન-બોર્ડ 160 બોલનારા સાથે નવીનીકરણીય ઊર્જા સ્પેક્ટ્રમનો સમગ્ર સાર કબજે કરે છે
- Ministry of New and Renewable Energy દ્વારા 'ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ' પરનું વિશિષ્ટ સત્રએ, નીતિના મહત્વના પાસાંઓને અને વિશ્વના ઊર્જા નકશા પર ભારતીય નેતૃત્વના વધતાં મહત્વને પ્રબલિત કર્યા
- સીઈઓ ગુપ્તસભાના સ્વરૂપમાં અગત્યના ઉદ્યોગ સંવાદોથી, ઉદ્યોગ, નીતિ અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષય પરની અગત્યની ચર્ચાઓને આગળ લઈ ગયા
- Renewable Energy India (REI)ની બીજી આવૃત્તિ, REI એક્સ્પોની શરૂઆત માટે, નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ વિકાસ અને પ્રભાવના વિવિધ પાસાઓમાં શ્રેષ્ઠતાને માન્યતા આપી અને સન્માન કર્યુ
UBM India, ભારતના અગ્રણિ પ્રદશન આયોજકે સફળતાપૂર્વક તેનો મુખ્ય કાર્યક્રમ, Renewable Energy India (REI) એક્સ્પોની મહાન 10મી આવૃત્તિ કે જે 7મી થી 9મી સ્પટેમ્બર, 2016 ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઈડા ખાતે રાખવામાં આવ્યો હતો, તેનું સમાપન કર્યુ. આ કાર્યક્રમને Ministry of New and Renewable Energy (MNRE), Government of India; Indian Renewable Energy Development Agency Ltd (IREDA); Solar Energy Corporation of India Limited (SECI); National Institute of Wind Energy (NIWE) દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને Indo-German Energy Forum (IGEF) અને Bloomberg New Energy Finance (BNEF) દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગ આપવામાં આવ્યો હતો.
(લોગો: http://photos.prnewswire.com/prnh/20160419/10144283 )
(લોગો: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ એક્સ્પોને UFI, પ્રદર્શન ઉદ્યોગના વૈશ્વિક અસોશિયેશન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હતો, અને તેમાં અગત્યના મહાનુભવો Shri. Upendra Tripathi, અધ્યક્ષ, MNRE, Government of India; Mr. Justin Wu, APACના વડા, Bloomberg New Energy Finance, Hong Kong; આદરણીય Mr. James Gordon Carr, Minister of Natural Resources, Government of Canada; Mr. Hans-Josef Fell, Energy Watch Group (EWG)ના પ્રમુખ અને જર્મન સંસદ ભૂતપૂર્વ સભ્ય; Mr. Munehiko Tsuchiya, કારોબારી સંચાલક, NEDO, Japan; અને H.E Ambassador Tomasz Łukaszuk, ભારતમાં પોલેન્ડ એમ્બેસીની અન્યોની સાથે હાજરી જોવામાં આવી હતી.
આ શો શક્તિ અને ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો પર ચર્ચા કરવા માટે અને સૌથી વધુ સામનો કરવા પડતાં કેટલાક પડકારોના ઉકેલો લાવવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, બિઝનેસ નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને એક સામાન્ય પ્લેટફોર્મ હેઠળ સાથે લાવ્યો હતો.
REI તેની 10મી વર્ષગાંઠ પર 600થી વધુ પ્રદશકો અને દેશો જેવાંકે જાપાન, સ્વિટ્ઝર્લૅન્ડ, યુએસએ, કોરિયા, તાઇવાન, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, કેનેડા, મલેશિયા, નેધરલેન્ડ, ઇઝરાયેલ, જર્મની, સ્પેઇન, સિંગાપુર, બેલ્જિયમ જેવાં દેશોની સહભાગિતાનો સાક્ષી રહ્યો હતો.
Yogesh Mudras, Managing Director, UBM India Pvt. Ltd, એ કહ્યુ, "REI Expo 2016, સાથે UBM Indiaએ ઉદ્યોગ, સરકાર અને રોકાણકારો વચ્ચેના બોન્ડને પ્રબલિત કર્યો છે. REI ટેકનોલોજી અને રોકાણકારો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતમાં લાવવવામાં ઉદ્યોગ ઉત્પ્રેરક તરીકે સેવા બજાવી નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પરિમાણ વૃદ્ધિમાં ભારત સરકારના પ્રયત્નને પ્રવીણતા સાથે સહાય કરે છે. મને વિશ્વાસ છે કે આ સંભવિત પ્રોજેક્ટના ઇચ્છિત પરિણામને સક્રિય કરશે અને 'Make in India' અભિયાન હેઠળ ઉત્પાદન એકમોને સેટ કરશે. શોમાં મુલાકાતીઓની પ્રભાવશાળી હાજરી જોવા મળી અને તે સ્પષ્ટપણે નવીનકરનીય ઊર્જા વિભાગમાં એશિયાનો સૌથી મોટો ઉદ્યોગ કાર્યક્રમ છે. તેનુ સમાપન આંતરરાષ્ટ્રીય સહભાગિયો અને કેન્દ્રીય અને રાજ્ય સરકાર બંને તરફથી યોગ્ય સમાપન કરવામાં આવ્યુ હતું."
"એકસ્પોની વિશિષ્ટ 10મી આવૃત્તિમાં ઘણાં બધા દેશોની સહભાગિતા, શ્રેષ્ઠ ટેકનોલોજી, ખર્ચ અસરકારક ઉકેલ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દેશમાં પ્રતિનિધિમંડળનો સહભાગ, ટોચની વૈશ્વિક બ્રાન્ડ દ્વારા તેમના ઉત્પાદનનું પ્રદર્શન અને ઉકેલ પ્રસ્તાવ અને સામગ્રી સમૃદ્ધ કોન્ફરન્સ જોવામાં આવી," એમણે આગળ ઉમેર્યુ.
REI Expoએ કંપનીઓને માટે નવી ઉત્પાદનો અને ટેકનોલોજીને પ્રસ્તાવિત કરવા માટે શોકેસ અને લોન્ચ પેડ તરીકે સેવા બજાવી હતી. જેમાં સમાવિષ્ટ છે:
- Webdyn, એક ફેન્ચ કંપનીએ, ભારતમાં બે મુખ્ય નવીન ઉત્પાદનો ભારતમાં ડેટાના સ્માર્ટ એકત્રિકરણ માટે લોન્ચ કરી: WebdynSun & WebdynModbus. આ કંપ્ની મલ્ટી પ્રોટોકોલ્સ કન્સેન્ટ્રેટર્સ અને સેન્સર, કે જે ટેલિસર્વિસ અને મોનિટરમાં એપ્લિકેશનોને આવરે છે, તેના સપ્લાયમાં યુરોપિયન લીડર છે.
- Vikram Solar Pvt. Ltd.એ સોલર ટ્રેકર ડિવાઇસ કે જે દિવસ દરમિયાન સુર્યની દિશાને અનુસરીને ઊર્જાનું ઉત્પાદન વધારી શકે તેનું પ્રદર્શન કર્યુ.
- Rays Power Infra. Ltd.એ તેમની રૂફ્ટોપ રેસિડેન્શિયલ બિઝનેસ લાઇનને લોન્ચ કરી
- Canadian Solar Energy Pvt. Ltd. 5 બુશબાર મોડ્યુલ્સ, મોનો PERC મોડ્યુલ્સ, ડ્યુઅલ ગ્લાસ મોડ્યુલ્સ અને 1500 V મોડ્યુલ્સને પ્રદર્શિત કર્યા
- SMA Solar India Pvt. Ltd. એ ઝવેરસોલાર - રૂફટોપ સોલ્યુશનનું પ્રદર્શન કર્યુ
- DuPontની પ્રકાશિત ઉત્પાદો, DuPont™ Solamet® ફોટોવોલ્ટિક મેટેલાઇઝેશન સહિતની કે જે વિશિષ્ટરીતે સૌર કોષોની અસરકારકતા વધારે છે અને સોલર પેનલના આઉટપુટ પેનલ પાવરને વધારે છે. બીજી પ્રકાશિત કરવામાં આવનાર ઉત્પાદ DuPont™ Tedlar® પોલિવિનાઇલ ફ્લોરાઇડ ફિલ્મ હતી - એકમાત્ર બેકશીટ સામગ્રી કે જે સોલર પેનલને આંત્યિક વાતાવરણની સ્થિતિમાં પર 30 વર્ષોથી વધુ સુધી રક્ષણ કરવા સાબિત થયેલ છે.
- Mundra Solar PV Ltd. એ આધુનિક ટેકનોલોજી જેમકે ઉચ્ચ કાર્યક્ષમ, મલ્ટીક્રિસ્ટલાઈન સિલીકોન સોલર સેલ, મોનો PERC ટેકનોલોજી, ઉચ્ચ-અંતના ઇન્વર્ટર સાથે મોડ્યુલ લેવલ ટેકનોલોજી, એસી સોલાર મોડ્યુલ્સ અને બાયફેસિયલ ટેકનોલોજીનું કાર્યક્રમમાં પ્રદર્શન કર્યુ
- RelyOn Solar એ MiaSolé સાથે તેની આગામી પેઢીના લવચીક, અલ્ટ્રા લાઇટ સૂર્ય ટેકનોલોજીના વેચાણ અને માર્કેટિંગ માટે સહભાગિતાની ડીલની જાહેરાત કરી છે અને તેઓ MiaSoléનું ભારત અને દક્ષિણ એશિયાના બજારોમાં પ્રતિનિધિત્વ કરશે
- SEMIKRON એ તેની હાઈ વોલ્ટેજ (3300 V) અને હાઇ કરન્ટ (1000 A & 1400 A) પહેલી વખત ભારતમાં તેના પહેલેથી મજબૂત અને વિશાળ પોર્ટફોલિયોને આગળ વધુ મજબૂત કરવા માટે લોન્ચ કરી
- Hitachi Hi-Rel એ 250 kWથી 1.25 MWની વચ્ચે ઉપલબ્ધ શ્રેણી સાથેના ગ્રીડ-કનેક્ટેડ સોલાર ઇન્વર્ટર પ્રસ્તાવિત કર્યા, એમની પાસે 1.2 GW ભારતમાં ઇન્સ્ટોલ કરેલ બેઈઝ છે.
- Waaree Energies Ltd, સોલર ફોટોવોલ્ટિક ઉત્પાદકે નવી 1500V સિસ્ટમ વોલ્ટેજ ક્રિસ્ટલાઇન સોલર મોડ્યુલનું લોન્ચ કર્યુ. મોડ્યુલ ઘણા બધા સહજ લાભોના પેક સાથે આવે છે કે જે 1000 Vના મોડ્યુલ્સમાં ગેરહાજર હતાં. અમુક મહત્વના માં સિસ્ટમ ખર્ચ સંતુલન ઘટાડવા કારણ કે ઉંચી વોલ્ટેજ સિસ્ટમો એકજ સ્ટ્રિંગમાં મોટી સંખ્યામાં મોડ્યુલો જોડાવવાની મંજૂરી આપે છે, કંબાઇનર બોક્સની સંખ્યા ઘટાડવી, વાયરોની લંબાઈ ઘટાડવી, ટ્રેન્ચિંગન, લેબર અને ડીસી બ્રેકર્સ, કે જેઓ બધા સિસ્ટમમાં કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે, તેનો સમાવેશ થાય છે.
- Renesola એ તેમનું PRC ટેકનોલોજી આધારિત ઉચ્ચ-આવૃત્તિ મોડ્યુલ, અને ડબલ ગ્લાસ આધારિત મોડ્યુલને લોન્ચ કર્યા કે જેઓ 2017થી માર્કેટમાં ઉપલબ્ધ થશે એવું અપેક્ષિત છે
- SOLARGISE પહેલી વખત જાહેરમાં તેમની આધુનિક ટેકનોલોજીને નવા મોડ્યુલો સાથે રજૂ અને પ્રસ્તુત કરી હતી. નવા મોડ્યુલનું ઉત્પાદન કે જેમાં ઓછા કાચ અને વધુ પ્લેટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું અપેક્ષિત છે.
- ABBએ નવા સ્ટ્રીંગ ઈનવર્ટર, સેમ્પલ ઈનવર્ટર અને આઉટડોર સ્વીચ ગેટની રજૂઆત કરી
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article