નવી દિલ્હી, August 23, 2016 /PRNewswire/ --
પર્સનલ કેરની સામગ્રી, મશીન અને પેકેજીંગ ઉદ્યોગમાં સેવા બજાવનાર ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્યપારિક પ્રસંગ
UBM India, ભારતના અગ્રણી એકઝિબિશન આયોજકે, Personal Care India Expo (PCIE)ની 2જી આવૃત્તિની આજે શરૂઆત કરી રહ્યા છે, જે ભારતનો પર્સનલ કેર, કૉસ્મેટિક અને ગૃહ સંભાળ સામગ્રીઓ, મશીનો અને પેકેજીંગ ઉદ્યોગમાં સેવા આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્યપારિક પ્રસંગ પ્રગતિ મેદાન, નવી દિલ્લી ખાતે છે. આ વ્યાપક ત્રણ દિવસીય પ્રસંગ (ઑગસ્ટ 22 થી 24), વિશિષ્ટ વેપાર શૉનું ઉદ્દઘાટન Mr. Michael Duck, એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ, UBM Asia દ્વારા કરાયુ, જેને Fragrances & Flavours Association of India (FAFAI), The Indian Home & Personal Care Industry Association (IHPCIA), અને Essential Oil Association of India (EOAI)ના ટેકા સાથે ઉદ્યોગ દ્વારા સારી રીતે આવકારવામાં આવેલ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160728/10151497 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ત્રણ દિવસ સુધી ચાલનાર, PCIE પર્સનલ કેર ક્ષેત્રમાં સામગ્રીઓ, પેકેજીંગ અને મશિનરી માટે સૌથી વ્યાપક B2B એક્સ્પો છે અને તે ભારતના ગતિશીલ અને ઝડપથી વધી રહેલ બજારમાં બિઝનેસને વિકસાવવા અને વધારવા માટેનું એક આદર્શ પ્લેટફોર્મ છે. ક્ષેત્રીય પ્રદર્શનમાં મુખ્યત્વે કોસ્મેટિક સામગ્રીઓ, કાચો માલ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ અને મશીનરી, આયુર્વેદ અને ન્યુટ્રાસ્યુટીકલ સામગ્રીઓનો સમાવેશ થાય છે.
એક્સ્પોમાં CLAIMS, નૈદાનિક સંશોધન સંગઠનના સહયોગથી નિયમન, વૈશ્વિક બજારમાં વલણો, કોસ્મેસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ધારાધોરણ,સન કેર ઉત્પાદનોની તૈયારી, વગેરે પર પાવર પેક કોન્ફરન્સ થાય છે. દિવસ 1 પર 'ભારતમાં કોસ્મેટિક માટે નિયમનકારી માળખું: બદલાતુ દ્રશ્ય', 'કોસ્મેટિક્સ અને તાજેતરના વિકાસ પર ભારતીય ધોરણો', અને 'Advertising Standard Council of India (ASCI)ની ભૂમિકા અને પર્સનલ કેર ઉદ્યોગ નૈતિક જાહેરાત માટે કોડ' પર સત્રો જોવામાં આવ્યા હતાં. દિવસ 2 પર 'બ્યુટી અને પર્સનલ કેર : વિશ્વનો દ્રષ્ટિકોણ અને ભારતમાં પ્રાધાન્ય', 'વૈશ્વિક ગ્રાહકો પર અભ્યાસ: ઓનલાઇન રીસર્ચ', 'FMCG/OTC કંપનીઓ માટે ડિજીટલ PRની અગત્યતા', 'FMCG/OTC સ્પેસમાં ડિજીટલ માર્કેટીંગ' અને 'ગ્રાહકોની વધુ ઉંડી સંડોવણી પર્સનલ કેર બ્રાન્ડને લાભકર્તા છે' જેવાં વિષયો પર સેમિનારો કરવામાં આવશે. અન્ય પ્રકાશિત ઘટનાઓમાં 'Beauty Zone', એક્સ્પોમાં નવી સુવિધા કે જે પ્રસાધનો અને ટોયલેટરીઝ, પ્રાકૃતિક સ્વાસ્થ્ય, પેકેજિંગ અને ઓઈએમની અંતિમ ઉત્પાદનોને સમર્પિત ઝોન સાથેનો વિશિષ્ટ B2B વિભાગ હશે. એક્સ્પોમાં નવીન ઉત્પાદન શૉકેસ અને ખરીદદાર અને વેચાણકારોની મિટીંગ પણ થશે.
Personal Care India Expoની 2જી આવૃત્તિના ઉદ્દાઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ કે, "ભારતીય પર્સનલ કેર સામગ્રી ઉદ્યોગે છેલ્લાં થોડા વર્ષોમાં ઝડપી પ્રગતિ જેમ જેમ વધુ ને વધુ વિશિષ્ટ ઘટકોનો પર્સનલ કેર ઉત્પાદનોના સુત્રણમાં સમાવેશ કરવામાં આવ્યો તેમ વધુ જોઇ છે. વધતુ જતું શહેરીકરણ, નિકાલજોગ આવકમાં વધારો અને વ્યક્તિગત આરોગ્યની વધી રહેલ સભાનતા અને વધતી જતી સુંદરતાની સભાનતા પર્સનલ કેર ઉત્પાદોની અને ખાસ કરીને સક્રિય ઘટકો માટે ભવિષ્યની માંગ સૂચવે છે, વધુમાં, આ બજારોમાં સ્પર્ધા ઉંચી છે, કંપનીઓ ઉત્પાદની ગુણવત્તા, કિંમત અને ટેકનોલોજીને આધારે સ્પર્ધા કરી રહી છે. નવા ઉત્પાદનો વિકાસએ મોટા ખેલાડીઓ દ્વારા અપનાવવામાં આવેલ મનપસંદ વ્યુહરચના છે. નવી અને નવીન ઉત્પાદો સાથે, કંપનીઓ પર્સનલ કેર સામગ્રીઓનું બજાર વિશાળ બનાવી રહી છે અથવા નવું બજર ઉભી કરી રહી છે. બજારની આ તેજી વચ્ચે, Personal Care India Expoની UBM Indiaની બીજી આવૃત્તિ પર્સનલ કેર સામગ્રીઓ, મશિનરી અને પેકેજીંગ ઉદ્યોગના ભારતીય અને વૈશ્વિક ખરીદદારો અને વેચાણકારોને મળવા, નેટવર્કિંગ કરવા, ગ્રાહકોની જરૂરિયાત સમજવા અને તેમનો બિઝનેસ વધારવા માટે આદર્શ B2B પ્લેટફોર્મ પુરૂ પાડે છે."
એકસ્પો ખાતે અમુક મહત્વના પ્રદર્શકોમાં Suru Chemicals & Pharmceuticals Pvt. Ltd., Arjun Bees Wax Industries, N V Organics, Rakesh Sandal Industries, Markem-Imaje India Pvt. Ltd., Vivimed Labs Ltd., Shahnaz Ayurvedics, Kumar Organic Products Limited, National Plastics અને Acron Plast Pvt. Ltd.નો અન્યોની સાથે સમાવેશ થાય છે. આ શૉમાં ચીન અને તાઈવાન જેવા દેશોના પેવેલિયનો છે અને નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન, તાઈવાન અને પાકિસ્તાન જેવાં દેશોના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ પણ છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article