ફાર્મા - ડોક્ટોરોની સાંઠગાંઠ ઓછી કિંમતવાળી ચિકિત્સાથી વંચિત ગરીબો: Medkart
અમદાવાદ, ભારત, July 21, 2016 /PRNewswire/ --
દવા ઉત્પાદનકર્તા અને ડોક્ટરો વચ્ચેની ગરીબ સુધી પોસાય તેવી સામાન્ય દવાઓ પહોંચતા અટકાવવા માટેની અપવિત્ર સાંઠગાંઠ Medical Council of India (MCI)ના માર્ગદર્શકોનું નિર્લજ્જ ઉલ્લંઘન છે અને જે બંધારણની વિરુદ્ધ છે, કે જે દરેક નાગરિકના તેમનું ગુણવત્તાવાળી, સુરક્ષિત અને સસ્તી ચિકિત્સાઓ સુધી પહોંચવાના હકને સુનિશ્ચિત કરે છે.
MCIના સૂચનાપત્ર પ્રમાણે, ભારતમાં બધા રજીસ્ટ્રર થયેલ તબીબી વ્યવસાયિકોએ તેમના પ્રિસ્ક્રિપ્શનમાં દવાઓના સામાન્ય અથવા રસાયણોના નામ લખવા જોઇએ અને નહિ કે બ્રાન્ડના નામો. પરંતુ આપણી આસપાસના કેટલાં ડોક્ટરો આમ પવિત્રતાથી કરે છે?
"તબીબી વ્યવસાયિકો, કે જેમણે દરદીઓના હિતો સાચવવા જોઇએ, તેઓ દુર્ભાગ્યપણે ફાર્માસ્યુટિકલ કંપનીઓની તિજોરીઓ ભરવામાં મદદરૂપ થાય છે, જેઓ તેમનું ક્લિનિક ભરી દે છે અને ડોક્ટરો પાસે ભોળા દરદીઓ માટે, સસ્તી સામાન્ય દવાના વિકલ્પનો તેમને ઈનકાર કરી તેમની મોંઘી દવાઓ પ્રિસ્ક્રાઈબ (વિહિત) કરાવે છે. આ ગરીબો કે જેઓ કેમિસ્ટ પાસેથી બ્રાન્ડેડ દવાઓ ખરીદી શકતાં નથી, તેમને માટે 'કોઈ દવા' છોડતું નથી, કે જેઓ ભાગ્યે જે ઓછી માંગ અને બિન-નફાકારક વચગાળાને કારણે જનેરિક દવાઓ રાખે છે," એવું Ankur Agarwal, Medkart Pharmacy ના સીઈઓ એ કહ્યુ, કે જેઓ જરૂરિયાતમંદને ભૌતિક તેમજ ઓનલાઈન આઉટલેટ દ્વારા જીવનરક્ષક જેનેરિક દવા આપે છે.
"બ્રાન્ડેડ દવાઓના બેહદ ભાવ અને સસ્તાં સામાન્ય વિકલ્પોની બિન-ઉપલબ્ધતા ગરીબ દરદીઓને દવા વગર જવા માટે મજબૂર કરે છે, આમ તેમનું જીવન જોખમાય છે. નીતિભ્રષ્ટ ચક્ર દર વખતે તેઓ બિમાર પડે ત્યારે તેમને પીડા અપવાનું ચાલુ રાખે છે, કારણકે ભારતમાં દરેક હોસ્પિટલાઈઝેશનમાં સારા એવા 26 ટકા લોકો ગરીબી રેખાની નીચે હોય છે." એમ Ankur જણાવે છે.
આમછતાં ભારતના બજારોમાં અન્યથા જનેરિક દવાઓના અંધકારમાં એક આશાની કિરણ છે. લોકો હજીપણ સરકારી આરોગ્યકેન્દ્ર અને હોસ્પિટલમાં જઈ સસ્તી દવાઓ અને સારવાર મેળવી શકે છે. પરંતુ આવા સ્થળોએ ખરાબ દેખભાળ અને આરોગ્ય સેવાની ગુણવત્તા જોઈ, લોકો પાસે તેમની માંદગીની સારવાર માટે ખાનગી ક્લિનિક, હોસ્પિટલ અથવા તબીબી વ્યવસયિકો પર આધાર રાખવા સિવાય કોઇ વિકલ્પ નથી. પરંતુ ડોક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં બ્રાન્ડેડ દવાઓ બે અતિ અપ્રિય પસંદગીઓ વચ્ચે ફસાયેલ વ્યક્તિની પહોંચની સીમાની બહાર હોય છે.
આમછતાં, એક એવી દલીલ છે કે ડૉક્ટરો જેનરિક નામો પ્રિસ્ક્રાઈબ કરે છતાં પણ, ફાર્માસિસ્ટ હોય છે જે એજ સમાન રસાયણિક સુત્ર સાથેની જનેરિક બ્રાન્ડની શ્રેણીઓમાંથી દવા પસંદ કરતાં હોય છે. આવા દવાના સ્ટોર ઉત્પાદકો કે જેઓ તેમની આવૃત્તિ લોકપ્રિય કરાવવા ઇચ્છતાં હોય તેમનાથી સરળતાથી પ્રભાવિત થઈ જતાં હોય છે. શું આ દરદીઓને ઉતરતી કક્ષાની દવાઓ મેળવવાના ગંભીર આરોગ્ય જોખમમાં નહી મૂકશે?
જોકે દવા આપનારની ફાર્મા કંપનીઓ દ્વારા પ્રભાવિત થવાની શક્યતા પર સંમત થતાં, Ankur દલીલ કરે છે કે જેનરિક દવાઓ પર લોકોમાં સુધારેલ જાગૃતિ અને ડોક્ટરોનો સ્ટોરના પ્રતિનિતિ યોગ્ય સંયોજન વાળી સાચી દવા આપે છે તે સુનિશ્ચિત કરવા માટેનો હસ્તક્ષેપ આવી શક્યતાઓને બિનઅસરકારક બનાવી શકે છે કારણ કે મોટા ભાગના આજુબાજુના દવાના સ્ટોર નજીકના ક્લિનિક અથવા હોસ્પિટલ સાથે સંકળાયેલ હોય છે.
સરકારે તબીબી વ્યવસાયિકો અને દવા બનાવનારાઓ વચ્ચેની સાંઠગાંઠ તોડવા, દવા વેચનારને જનેરિકના પૂરવઠાનું નિયમન કરવા અને ભારતભરમાં ઓછા ભાવની અને ગુણવત્તા દવાઓ બધાને પૂરી પાડવા વધુ જન ઔષધિ સ્ટોર ખોલવા માટે હાલના કાયદાઓમાં યોગ્ય સુધારાઓ કરવા જોઇએ, એમ Ankur કહે છે, કે જેઓ લોકો અને તબીબી ફ્રેટર્નિટીમાં જેનરિક દવાઓ પર જાગૃતિ ફેલાવવા એક અવિરત ઝુંબેશની આગેવાની કરી રહ્યા છે.
ASSOCHAM અભ્યાસ મૂજબ, 2020 સુધીમાં સ્થાનિક જેનરિક દવા બજાર હાલના 13 બિલિયન યુએસ ડોલરથી વધીને 28 બિલિયન યુએસ ડોલર સુધીનું થશે, ઘણી ભારતીય જેનરિક દવાઓ માટે USFDA માન્યતાઓને કારણે અને 2019મા સુધીમાં 21 પેટન્ટ દવાઓનો અંત થશે, જેનો સ્થાનિક ડ્રગ ઉત્પાદકો ફાયદો ઉઠાવી શકે તવી શક્યતાઓને કારણે વાર્ષિક 16 ટકા વૃદ્ધિ રજીસ્ટર થાય છે.
Medkart Pharmacy વિશે:
Medkart Pharmacy એક અગ્રણી જનેરિક દવાઓનો સ્ટોર છે, કે જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો અનુસરતી શ્રેષ્ઠ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી ઓછી કિંમત અને ગુણવત્તાવાળી જનેરિક દવાઓ દરદીઓને મેળવવા માટે માર્ગદર્શન આપે છે. છેલ્લાં 18 મહિનામાં, માત્ર Medkart એ 35000થી વધુ દરદીઓને મદદ કરી જનેરિક દવાઓ બદલી 8 કરોડ જેટલાં રૂપિયા બચાવ્યા છે. Medkart શરૂ કરવાનો હેતુ માત્ર જનેરિક દવાઓનો ખ્યાલ અને ઉપલબ્ધતા ફેલાવાનો જ નહિ પણ ડોક્ટરો કે જેઓ દરદીઓને પ્રિસ્ક્રાઈબ્ડ બ્રાન્ડેડ દવાઓની ખરીદી કરવાનું દબાણ કરે છે તેમની સામે ઝૂંબેશ ચલાવવાનો પણ છે. Medkart, કે જેની પાસે દવાઓની સંપૂર્ણ યાદી છે, તેઓ સંપૂર્ણ વિગતો સાથે સૌથી અધિકૃત સામાન્ય દવા શોધવા માટે ઓનલાઈન સહાય પણ પૂરી પાડે છે.
મીડિયા સંપર્ક:
Ankur Agarwal
[email protected]
+91-9925023341
Medkart Pharmacy
Share this article