નવી દિલ્લી, July 13, 2016 /PRNewswire/ --
MoUD અને SBM દ્વારા સહાય કરાતી ભારતનું કચરો અને સેનિટેશન ઉદ્યોગ માટેનું સૌથી વધુ વ્યાપક પ્લેટફોર્મ
UBM India, ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક WasTe & SaniTech Indiaની પ્રથમ આવૃત્તિનું પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે 17મી -19મી ઓગષ્ટ, 2016 દરમિયાન યજમાની કરવા તૈયાર છે. WasTe & SaniTech India 2016 દ્વારા UBM India આયોજકો માટે અત્યંત પ્રભાવશાળી બિઝનેસ સમુદાય આગળ તેમના ઉત્પાદનો, ટેકનોલોજી અને નવીનતા પ્રદર્શન કરવા માટે ઉદ્યોગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ એક્સ્પો ભારતના કચરો અને રિસાયક્લિંગ બંધુત્વ મંડળનું સાક્ષી છે જે ઉદ્યોગ વલણો, પડકારો અને બજાર અંતઃદૃષ્ટિ ચર્ચા કરે છે અને કચરો અને સ્વચ્છતા ઉદ્યોગમાં તમામ વિભાગો માટે ગહન ઉકેલો પૂરા પાડે છે. તેનો હેતુ જબરદસ્ત વૃદ્ધિનો અનુભવ કરવા કચરો વ્યવસ્થાપન, રિસાયક્લિંગ અને સેનિટેશન ઉદ્યોગ માટે એક આદર્શ પર્યાવરણ બનાવવાનો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160712/10150357)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
WasTe & SaniTech India 2016 The Ministry of Urban Development (MoUD), Swachh Bharat Mission (SBM) અને Central Pollution Control Board (CPCB) દ્વારા અધિકૃત છે. એક્સ્પોના સહાયક એસોસિએશનો છે, MRAI- Metal Recycling Association of India, IPCA - Indian Pollution Control Association, IBA - Indian Bio Gas Association and AIPIA- All India Plastics Industries Association. એક્સ્પોને એનજીઓ પાર્ટનર - Sulabh International અને Toxic Link; સેનિટેશન પાર્ટનર - WaterAid અને નોલેજ પાર્ટનર - The Energy and Resource Institute (TERI) દ્વારા પણ સહાયતા મળેલ છે.
ઉત્પાદકો અને ટેકનોલોજી પૂરી પાડતી કંપનીઓને સાથે લાવતાં, WasTe & SaniTech India 2016ના રાજ્યો જેમકે આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર, મહાનગરપાલિકાઓ જેમકે, Swachh Andhra Corporation, Municipal Corporation Delhi- East (MCD) અમે કંપનીઓ જેમકે MRT Systems, Dhara Groups, Bharti Hygiene, Frontier Polymer, Rashtriya Furnace સહિત અન્ય મહાનુભવો સહિતના અગત્યના ભાગ લેતા પ્રદર્શકો છે.
એક્સ્પોની હાઈલાઈટમાં બે-દિવસીય પાવર પેક ઉદ્યોગ કેન્દ્રિત પરિષદો અને સેમિનારોનો સમાવેશ થાય છે કે જે સામનો કરવામાં આવી રહેલ પડકારો અને ઉદ્યોગો દ્વારા માંગણી કરવામાં આવી રહેલ ઉકેલોને પ્રકાશિત કરે છે. દિવસ 1માં Solid Waste Recovery and Recycling પર બે સેમિનારોનો સમાવેશ થશે. જયારે, દિવસ 2માં 'Urban Sanitation' પર પરિષદ અને 'Urban Sanitation Technologies and Swacch Bharat Mission', 'Connnect between health, hygiene, abolition of manual scavenging and sanitation technologies' અને 'Swacch Bharat Mission and Corporate Social Responsibility' પર ત્રણ સેમિનારોનો સમાવેશ થશે.
WasTe & SaniTech India ની પ્રથમ આવૃત્તિની જાહેરાત પર બોલતાં, Yogesh Mudras, Managing Director, UBM India એ કહ્યુ, "ભારત, વિશ્વમાં સૌથી વધુ વસ્તી વસ્તી ધરાવતા દેશોમાંથી એક તેમજ સૌથી વધુ વિકાસ પામતો દેશ હોવાથી, દરવર્ષે વિશાળકાય માત્રામાં કચરાનો સ્ત્રોત છે, જેમાં મ્યુનિસિપલ ઘન કચરો, જોખમી કચરો, બાયોમેડિકલ કચરો અથવા ઈ કચરો હોઈ શકે છે. ભારતમાં સેનિટેશન અને કચરાની સેવાઓની પહોંચ અપૂરતી રહી છે, માત્ર 40% ભારતીયોને સુધારેલ સેનિટેશન સુવિધાઓ અને નકામા પાણીની સારવારોની પહોંચ છે. કહેવાની જરૂર નથી, ખરાબ સેનિટેશનથી નોંધપાત્ર આરોગ્ય ખર્ચ થાય છે અને શહેરોનું ખરાબ મળપાણી ભારતમાં જળાશય પ્રદૂષણના મોટા સ્ત્રોતોમાંથી એક છે. આ સાથે આવા ખરાબ સેનિટેશન દાનવોને દૂર કરવાની જરૂર રહે છે અને કચરો અને સેનિટેશનના મહત્વ અંગે જાગૃતિ લાવી આરોગ્યના મુદ્દાઓ સંબોધવાની જરૂરિયાત છે. આ દ્રશ્યની સામે, Waste and Sanitech India લોન્ચ કરવાની UBM Indiaની પહેલ અગાઉ વધુ જાગરૂકતાનું નિર્માણ કરવા તેમજ આ ઉદ્યોગોમાંથી કંપનીઓને તેમના ઉત્પાદો, તાજેતરની ટેકનોલોજી અને નવીનતા દર્શાવવા અને પર્યાવરણીય વિભાગમાં તેમની બ્રાન્ડ સ્થાપિત કરવા સૌથી વધુ વ્યાપક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આ પહેલનો હેતુ આપણા સન્માનીય વડાપ્રધાનની દૂરદર્શિતા અને કેન્દ્ર સરકારનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ Swacch Bharat Abhiyan (સ્વચ્છ ભારત અભિયાન) સાથે સંરેખિત થવાનો પણ છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article