પુણેમાં પોતાના પ્રથમ થીમ આધારિત ઇન્ટિગ્રેટેડ લાઇફસ્ટાઇલ ડિસ્ટ્રિક્ટના લોન્ચ સાથે પશ્ચિમ ક્ષેત્રમાં પરત ફરી રહેલી પુરવન્કરા
બેંગલોર, March 23, 2016 /PRNewswire/ --
પુરવન્કરા પ્રોજેક્ટ્સે આજે પુણેના મુંધવામાં 30 એકરના પ્રસ્તાવિત પ્રોજેક્ટ સાથે પશ્ચિમ ક્ષેત્ર (વેસ્ટર્ન રિજ્યોન)માં પરત ફરવાની જાહેરાત કરી હતી. 20 એકરમાં પ્રસરાયેલો વિકાસનો પ્રથમ તબક્કો Purva Silversands, પુણેમાં પહેલા ક્યારેય જોવા ન મળી હોય એવી ડિઝાઇન થીમ સાથે અનોખા ઇન્ટિગ્રેટેડ લાઇફસ્ટાઇલ ડિસ્ટ્રિક્ટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. પૂર્વા સિલ્વરસેન્ડ્સ શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથેનો પ્રતિષ્ઠિત આવાસ વિકાસ પ્રોજેક્ટ છે, જે પુણેમાં મકાનના ખરીદદારોને રિસોર્ટ પ્રકારની જીવનશૈલી પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ પોતાના ઘર આંગણે દરિયા કિનારાનો અનુભવ લાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે 'રજાઓ માણતા હોય એવું જીવન' જીવવાના અનુભવનું વચન આપે છે. કાફે, રેસ્ટોરેન્ટ્સ અને બુટિક શોપિંગ સહિત વેવ પુલ, સ્નોરકેલિંગ પુલ, કોઇ પોન્ડ, હેમોક્સ, તાડનાં વૃક્ષો સાથેનાં માનવસર્જિત સરોવરની આસપાસ ઉચ્ચ કક્ષાનાં લક્ઝુરિયસ હોમ પુર્વા સિલ્વરસેન્ડ્સને જીવનશૈલીનું અનોખું સ્થળ બનાવે છે અને તે આ પ્રદેશમાં સૌથી વધુ આકર્ષક રોકાણની તકો પૈકીની એક છે.
મુંબઈમાં 40 વર્ષની સફર કરનાર Mr. Ravi Puravankara, Chairman, Puravankara Projects Ltd.એ જણાવ્યું હતું કે "અમે પશ્ચિમ ક્ષેત્રમાં પરત ફરી રહ્યા છીએ તે અમારા માટે ઘરે પાછા આવવા સમાન છે. અમે જીવંત જીવનશૈલી ઓફર કરતા અમારા અનોખા થીમ આધારિત પ્રોજેક્ટ્સ સાથે પશ્ચિમ શહેરોમાં ફરક પાડવાની આકાંક્ષા ધરાવીએ છીએ. અમારો પ્રથમ પ્રોજેક્ટ પૂર્વા સિલ્વરસેન્ડ્સનું આયોજન વિશ્વમાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલા 50 શહેરોમાં સ્થાન પામેલા પુણે શહેરમાં કરવામાં આવ્યું છે. સમૃદ્ધ રોજગારીનું બજાર, ભાડામાં ઊંચી વૃદ્ધિ અને આંતરમાળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા માટેના સરકારના આગ્રહને લીધે પુણે ખૂબ આશાસ્પદ બજાર બન્યું છે અને અહીં ઉચ્ચ ગુણવત્તાનાં મકાનોની ઘણી આવશ્યકતા છે."
પુર્વા સિલ્વરસેન્ડ્સ વેપાર જિલ્લા ખરડીની બીજી બાજુએ આવેલી મુલા-મુથા નદીના વિહાર સ્થળ પર આવેલો છે. ખરડી અને મુંધવાને જોડતો નવો પ્રસ્તાવિત પુલ ટ્રાફિકને દૂર કરવામાં અને મુંધવામાં પુર્વા સિલ્વરસેન્ડ્સ સુધી પહોંચવાના સમયને ઘટાડવામાં મદદ કરશે. પુણે મેટ્રો ફેઝ 1ના 15 કિમીના ઊંચા કરેલા કોરિડોર-2 મુંધવાને પુણે શહેરના મુખ્ય ભાગો સાથે સરળતાથી જોડે છે.
આ અનોખી પ્રોપર્ટી સુંદર કુદરતી દૃશ્યની વચ્ચે નદીનાં વિહાર સ્થળને નિહાળી શકો એ રીતે કાફે, રેસ્ટોરેન્ટ્સ અને બુટિક શોપિંગ સાથે જુદા જુદા લાઇફસ્ટાઇલ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સ - 1, 2, 3, 4 BHK એપાર્ટમેન્ટ્સ, પેન્ટહાઉસ, ગાર્ડન એપાર્ટમેન્ટ્સની વિવિધતા ઓફર કરે છે.
પુર્વન્કરાએ આકર્ષક base price પર બુકિંગનો આરંભ કર્યો છે, જેને લીધે તે પુણેમાં સૌથી વધુ માગ ધરાવતા રિઅલ એસ્ટેટ રોકાણો પૈકીનો એક બન્યો છે.
Mr. Ashish Puravankara, Managing Director, Puravankara Projects Ltd એ જણાવ્યું હતું કે "અમારી બૌદ્ધિક ડિઝાઇન ઇન્ટિગ્રેટેડ લાઇફસ્ટાઇલ ડિસ્ટ્રિક્ટમાં સારી રીતે રચેલા મોકળાશ ધરાવતા એપાર્ટમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. પૂર્વીય પુણેમાં આવેલા મુંધવાને આ પ્રોજેક્ટ માટે વ્યુહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે તે વેપાર જિલ્લા ખરડી માટે પ્રમુખ આવાસ સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. મુંધવા આવાસ, વેપાર, નવરાશની પળો અને સહાયક સેવાઓનું વિવેકી મિશ્રણ છે. આ પ્રદેશમાં રિઅલ એસ્ટેટને ઉન્નત બનાવવા માટે આવનારી આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસને આવશ્યક વેગ આપવામાં આવ્યો છે."
Puravankara Projects Ltd અંગેઃ
પુરવન્કરા વૈવિધ્યસભર સુવિધા આપતા અને બેંગાલુરુ, મુંબઈ, કોચી, ચેન્નઇ, કોઇમ્બતુર, હૈદરાબાદ, પુણે અને મૈસુરમાં ભૌગોલિક હાજરી ધરાવવાની સાથે પ્રસ્થાપિત રિઅલ એસ્ટેટ ડેવલપર છે. પોતાની પેટાકંપનીઓની સાથે આ કંપની વિકાસ હેઠળના 21.29 મિલિયન ચોરસ ફૂટના પ્રોજેક્ટ અને આગામી કેટલાક વર્ષોમાં વધારાના 86.26 મિલિયન ચોરસ ફૂટના પ્રસ્તાવિત ડેવલપમેન્ટલ પ્રોજેક્ટસ ધરાવે છે. કંપની લક્ઝરી થીમ આધારિત પ્રોજેક્ટસ બનાવવામાં પહેલ કરનાર અને વિશ્વમાં ઉત્કૃષ્ટ છે. પુરવન્કરા જૂથે પોતાની કુશળ દૂરદૃષ્ટિની સાથે બાંધકામ વિજ્ઞાનમાં નવીન ટેકનોલોજી અને અદ્યતન વિકાસને ઘણા સમય પહેલા અપનાવ્યા છે, જેને લીધે ઝડપી અમલ અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ પૂરા પાડવામાં મદદ મળી છે. Puravankara Projects Limited Mr. Ravi Puravankara અને બોર્ડનાં માર્ગદર્શન હેઠળ વ્યાવસાયિક રીતે સંચાલિત છે અને કંપની National Stock exchange of India Limited (NSE) અને Bombay Stock Exchange (BSE) પર લિસ્ટ થયેલી છે.
વધુ માહિતી માટે મુલાકાત લોઃ http://www.puravankara.com/
પ્રોવિડન્ટ અંગેઃ
Provident Housing Ltd પુરવન્કરા જૂથની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. Mr. Ravi Puravankaraના મધ્યમ આવક ધરાવતા જૂથને પરવડી શકે એવા પ્રિમિયમ હાઉસિંગ પૂરા પાડવાનાં સ્વપ્નને પગલે કંપની 2008માં સ્થાપવામાં આવી હતી. પ્રોવિડેન્ટે ચેન્નઇ, બેંગાલુરુ, હૈદરાબાદ, મેંગલોર અને કોઇમ્બતુર શહેરોમાં 16.11 મિલિયન ચોરસ ફૂટના પ્રોજેક્ટ રજૂ કર્યા છે, જેમાંથી 6.75 મિલિયન ચોરસ ફૂટ પૂર્ણ થયા છે અને સોંપવામાં આવ્યા છે. પ્રોવિડેન્ટ 9.36 મિલિયન ચોરસ ફૂટના વિકાસપાત્ર ક્ષેત્ર સાથે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ ધરાવે છે. કંપનીએ બાંધકામ વિશ્વની આધુનિક પદ્ધત્તિઓ અપનાવી છે અને ટોચની સુખસુવિધાઓ પૂરી પાડે છે, જે ભારતનાં પરવડી શકે એવા હાઉસિંગ ક્ષેત્રમાં અનોખી છે.
વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરોઃ
Sowmya Shenoy
Senior General Manager - Corporate Communication
Puravankara Projects Limited
Email: [email protected]
Tel: +91-80-43438984
Share this article