મુંબઈ, January 14, 2016 /PRNewswire/ --
વ્હિસ્લિંગ વૂડ્સ પછી સંપૂર્ણપણે કેશલેસ બનનારું આઝમ બીજું કેમ્પ્સ બન્યું
ભારતની અગ્રણી મોબાઇલ પેમેન્ટ સોલ્યુશન્સ કંપનીઓ પૈકીની એક અને MOM Wallet બ્રાન્ડની માલિકી ધરાવતી My Mobile Payments Ltd (MMPL)એ પૂણે સ્થિત Azam Campus તરીકે જાણીતી Maharashtra Cosmopolitan Education Society (M.C.E. Society)ની વિવિધ સંસ્થાઓના 27,000 વિદ્યાર્થીઓની અભૂતૂપર્વ રીતે નોંધણી કરી હતી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160113/10138028 )
આ નોંધણી કોઈ પણ જગ્યાએ કોઈ પણ મોબાઇલ વોલેટ દ્વારા ગ્રાહકોનું સૌથી મોટું લાઇવ ઓન-બોર્ડિંગ છે. આ એક્ટિવેશન સપ્ટેમ્બર, 2015માં MOM Wallet દ્વારા મુંબઈમાં Whistling Woods International (WWI) ખાતે સફળ પાયલોટ પ્રોગ્રામની દિશામાં વધુ એક કદમ છે, જ્યાં WWIના વાર્ષિક 'સેલીબ્રેટ સિનેમા' ફેસ્ટિવલ દરમિયાન 700 વિદ્યાર્થીઓની ભરતી થઈ હતી અને વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ફેકલ્ટી માટે કેમ્પ્સ પર કાફટેરિયા ખાતે કેશલેસ વ્યવહારોની સુવિધા કરવામાં આવી હતી. MCE Societyના Azam Campus સંપૂર્ણ કેશલેસ બનનારી બીજી સંસ્થા છે.
My Mobile Payments Ltdના મેનેજિંગ ડિરેક્ટર શશાંક જોશીના જણાવ્યા મુજબ, "Azam Campus ખાતે અમારું એક્ટિવેશન કદાચ દેશમાં કોઈ પણ એમ-વોલેટ બ્રાન્ડ દ્વારા ગ્રાહકોને એકમાત્ર સૌથી મોટું ઓન-બોર્ડિંગ છે. આ અમને અમારા દાયકાના અંત સુધીમાં સંપૂર્ણપણે કેશલેસ બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ આગળ લઈ જશે."
આ પ્રસંગે બોલતા M.C.E. Societyના પ્રમુખ P.A. ઇનામદારે કહ્યું હતું કે, "અમારી 1948માં સ્થાપના થઈ ત્યારથી અમારું કેમ્પ્સ હંમેશા 'વોકિંગ ધ ટોક'માં માને છે અને એટલે જ્યારે અમે કેમ્પસને ડિજિટલ બનાવવાનો નિર્ણય લીધો ત્યારે કેશલેસ સેવા સુલભ કરાવવી આગામી તાર્કિક કદમ હતું. આ પહેલ સુનિશ્ચિત કરશે કે આ જવાબદારી સંપૂર્ણપણે કેન્ટીનની છે અને સાથે સાથે યુઝર્સને અનુકૂળતા પ્રદાન કરશે. અમે MOM Wallet સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે આ એપ ઉપયોગ કરવામાં સરળ છે, અમને તેમની ઉત્કૃષ્ટ સેવાની ક્ષમતામાં વિશ્વાસ છે."
હવે આ બંને કેમ્પ્સના વિદ્યાર્થીઓ કેન્ટીન, પાર્કિંગ, ફોટોકોપિંગ, રેસ્ટોરાંમાં અને કેમ્પ્સની આસપાસ તેમના MOM walletનો ઉપયોગ કરીને નાનાં નાણાકીય વ્યવહારો કરી શકે છે. ટૂંક સમયમાં તેઓ તેમની ફીની ચુકવણી કરવા સક્ષમ બનશે અને તેમના MOM walletsનો ઉપયોગ કરીને પુસ્તકાલયની સેવાનો લાભ મેળવી શકશે, તેમજ મોબાઇલ ટોપ-અપ્સ, યુટિલિટી બિલ, મૂવી ટિકિટનું બુકિંગ, DTH રિચાર્જ વગેરે જેવી અન્ય કેટલીક સેવાઓ પણ મેળવી શકશે.
My Mobile Payments Ltd અને MOM Wallet વિશે
My Mobile Payments Limited (MMPL) ભારતની અગ્રણી મોબાઇલ પેમેન્ટ સોલ્યુશન કંપની છે, જે તેની MOM Wallet બ્રાન્ડ મારફતે કાર્યરત છે, જેની સેવાનો ઉદ્દેશ દરેકને ઝડપી, સરળ અને કાર્યદક્ષ મોબાઇલ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો છે. MOM Walletનો ઉપયોગ કરીને કન્ઝ્યુમર્સ ચીજવસ્તુઓ ખરીદવા, ટોપ-અપ્સ, યુટિલિટી બિલ્સની પેમેન્ટ, DTH રિચાર્જ અને ઘણી સેવાઓ માટે કોઈ પણ પ્રકારની ચુકવણી કરી શકે છે અને તે પણ એક બટન ક્લિક કરીને.
MOM Walletને અત્યારે પેમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા Reserve Bank of India (RBI)ની મંજૂરી મળી છે, જે રજિસ્ટર્ડ યુઝર્સને સારાં ઉત્પાદનો અને સેવા રજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી ખરીદવા સક્ષમ બનાવે છે. MOM Wallet ભારતનું સૌથી મોટું મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ છે, જે દેશમાં ગ્રાહકોના હાથમાં બીજી મોબાઇલ ક્રાંતિ તરીકે સ્થાન ધરાવે છે. અમે દરેક વ્યક્તિને અવરોધમુક્ત ચુકવણી કરવા સક્ષમ બનાવવાનો ઉદ્દેશ ધરાવતી ડોરસ્ટેપ સેવાઓ અને મોબાઇલ એપ સર્વિસીસ પ્રદાન કરીએ છીએ.
My Mobile Payments Ltdને કેટલાંક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો મળ્યાં છે. તેમાં વર્ષ 2015માં 'Top 100 Red Herring Global' અને સતત બે વર્ષ (2014 અને 2015)માં 'Red Herring Top 100 Asia' સામેલ છે તેમજ તેને વર્ષ 2014 અને 2015માં ઇમર્જિંગ પેમેન્ટ્સ 'Best Wallet of the Year' એવોર્ડ પણ મળ્યો હતો.
વધુ વિગત મેળવવા મુલાકાત લો: http://www.money-on-mobile.com/
M.C.E. Society અને Azam Campus વિશે:
M.C.E. Society પૂણેની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક છે અને શૈક્ષણિક ક્ષેત્રે પથપ્રદર્શિત કામગીરી ધરાવે છે. દીર્ઘદ્રષ્ટા શિક્ષણવિદ P.A. ઇનામદાર દ્વારા સંચાલિત M.C.E. Society પોતાની 28 સંસ્થાઓમાં 27,000થી વધારે વિદ્યાર્થીઓ
ધરાવે છે.
કેમ્પસમાં આધુનિક પુસ્તકાલય અને વાંચન કક્ષ, પ્રયોગશાળા અને વર્ગખંડો છે. તમામ સંસ્થાઓ ઝડપી અને શ્રેષ્ઠ કમ્યુનિકેશન માટે VOIP (Voice Over Internet Protocol) ટેલીફોની મારફતે જોડાયેલી છે. કેમ્પ્સનો આદર્શ હંમેશા પોતાના વિદ્યાર્થીઓનો ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનો છે.
M.C.E. Society અને Azam Campus દ્વારા થયેલી પ્રગતિની ભારત સરકારે પ્રશંસા કરી છે અને સન્માન આપ્યું છે. M.C.E. Societyને તાજેતરમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન, ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રચિત પ્રથમ "મૌલાના અબુલ કલામ આઝાદ લિટરસી એવોર્ડ" એનાયત ભારતમાં શ્રેષ્ઠ લઘુતમ શૈક્ષણિક કેમ્પ્સ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. M.C.E. Society અને Azam Campus મહારાષ્ટ્રમાં જ નહીં, પણ સંપૂર્ણ દેશમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ માટે અનુકરણીય રોલ મોડલ અને પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
વધુ પૂછપરછ માટે કૃપા કરીને સંપર્ક કરોઃ
Vipul Bondal
[email protected]
+91-9920384555
Veriitte Consulting
Share this article