દિલ્હી, December 11, 2015 /PRNewswire/ --
ઉભરતાં ભારત માટે સ્માર્ટ સિક્યુરિટિની હિમાયત કરતો દક્ષિણ એશિયાનો સૌથી મોટો સુરક્ષા અને ફાયર સેફ્ટી પ્રસંગ
UBM Indiaએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આજે 9મા International Fire & Security Exhibition and Conference (IFSEC) India Expo 2015 (10મી-12મી ડિસેમ્બર)નો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગનું ઉદ્ઘાટન મુખ્ય અતિથી Sh. Manish Sisodia, માનનીય નાયબ મુખ્યમંત્રી, દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોમાં અતિથી વિશેષ તરીકે Sh. Maninderjeet Singh Bitta, ચેરમેન, ઑલ ઇંડિયા એન્ટિ-ટેરરિસ્ટ ફ્રન્ટ અને Sh. Muktesh Chander, સ્પેશ્યલ CP(ટ્રાફિક) દિલ્હી પોલીસ[*] હતાં.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151210/10136479 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20141104/10110098 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
સ્માર્ટ ટેક્નોલૉજીના યુગમાં, સ્માર્ટ શહેરોની ગતિ સાથે સુમેળ સાધવા માટે, સ્માર્ટ સિક્યુરિટિની જરૂરિયાત અત્યંત મહત્વની છે. વિશ્લેષકોનો અભિપ્રાય છે કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો, ગુનાના દરોમાં વૃદ્ધિ, ડેટાની ચોરીઓ, રિમોટ દેખરેખ, જાહેર આંતરમાળખાઓમાં વધારો, વધતા જતાં IT ખર્ચ, સરકારી પહેલો અને સુરક્ષા માટેના વધતા જતાં ખર્ચ બધું જ ભારતમાં સર્વેલેન્સ સિસ્ટમ્સની બજારને આગળ વધારી રહ્યું છે. આ ભૂપરિવેશની સામે, સિક્યુરિટી અને ફાયર સેફ્ટી પ્રસંગોના વિશ્વમાં અગ્રણી પૉર્ટફોલિયોના ભાગરૂપે, IFSEC India તેનાં પ્રદર્શનકારો અને મુલાકાતીઓને અદ્યતન ટેક્નોલૉજી અને ઉદ્યોગના વલણને સમજવાની અને CCTV અને વીડિયો સર્વેલેન્સ, બાયોમેટ્રિક્સ અને RFID, ઇંટિગ્રેટેડ સિસ્ટમ્સ, એક્સેસ કન્ટ્રોલ, સાઇબર સિક્યુરિટિ, ઇંટિગ્રેટેડ સિસ્ટમ્સ, ભૌતિક સિક્યુરિટિ, પેરિમીટર પ્રૉટેક્શન, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ઇંટ્ર્યુડર એલાર્મ્સ અને ફાયર એલાર્મ્સ ઑન ડિસ્પ્લે જેવાં ઉત્પાદનોના પ્રદર્શન દ્વારા તેમનાં કારોબાર અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલોની શોધ કરવાની તક પૂરી પાડે છે.
શુભારંભ પ્રસંગે બોલતાં Yogesh Mudras, Managing Director, UBM Indiaએ, જણાવ્યું હતું કે,"ભારતના આજના ભૂપરિવેશમાં, ઔદ્યોગિક, વાણિજ્યિક અને રહેણાંક સંસ્થાનોમાં સિક્યુરિટિ અને સર્વેલન્સના ત્વરિત સંવર્ધનની જરૂર છે. IFSEC India 2015, IFSEC Globalની એક પ્રશાખા જે 40 વર્ષનો વારસો ધરાવે છે, તેનાં માટે આ જરૂરિયાતને તેમજ તેનાં પ્રતિભાવમાં આ સંસ્થાનોમાં સિક્યુરિટિને સશક્ત કરવા માટે નવી ટેક્નોલૉજી પર આધારિત પ્રસ્તુત કરવામાં જરૂરી ઉકેલોને આગળ લઈ આવવાનો UBM India નો ઉદ્દેશ્ય છે. તેનાં પાછલાં સંસ્કરણોની સફળતાથી પ્રેરિત, અમને ખાતરી છે કે IFSEC Indiaનું 2015નું આ સંસ્કરણ જે આજે નિ:શંકપણે વૈશ્વિક સિક્યુરિટિ અને ફાયર ઇન્ડસ્ટ્રી પર વિશિષ્ટ સત્તા બની ચુક્યું છે, તે ઉદ્યોગની અપેક્ષાઓને વટાવી જશે."
આ પ્રસંગને Asian Professional Security Association (APSA), ASIS International, British Security Industry Association (BSIA) અને Electronic Security Association of India (ESAI).
સિક્યુરિટી અને ફાયરના 2015ના સંસ્કરણમાં જુદાં જુદાં 20 દેશોની 300 કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. પ્રીમિઅર પ્લસ પાર્ટનર્સમાં Aditya, Autocop, Dahua, Enter, Hi-Focus, Hikvision, Lookman, Secureye, Securico, Tech Smart, Uniview and Zebronicsનો સમાવેશ થાય છે. પ્રીમિઅર પાર્ટનર્સમાં Acsys, Advik, Avtron, Com-Sur, Godrej Security Solutions, Honeywell, Infinova, Keeper, Messung, Milestone, MR Impex, Nitgen, Ozone, Panasonic, Starex Global અને Wavesight નો સમાવેશ થાય છે.
IFSEC 2015 એક-દિવસીય સમ્મેલનની સાથે "SAFE CITIES"ની થીમ પર આધારિત પૅનલ ચર્ચાની મેજબાની કરી રહ્યું છે. આ સત્રો ઔદ્યોગિક વિષયો સહિત આપત્તિઓ દરમિયાન વધુ સારી રીતે સજ્જ શહેરો માટે સુરક્ષિત ટેક્નોલૉજીસ: ખરા સમય પર તત્કાલીન પ્રતિભાવ, IoT સાથે સુરક્ષા ઉદ્યોગની અંતર્નિહિત સંભવિતતાઓને ખોલવી: એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ, જાહેર પરિવહનમાં સુરક્ષાને સુનિશ્ચિત કરવાના સ્માર્ટ રસ્તાઓ અને સાઇબરક્રાઇમની અસાધારણ ઘટનાઓને સમજવી જેવાં વિષયોને આવરી લેવામાં આવ્યાં છે.
ઉદ્યોગે IFSEC 2015ને એક ઉદ્યોગ મંચ તરીકેની માન્યતા આપી છે અને UBM India દ્વારા વાર્ષિક એક્ષ્પોના ઉદ્દેશ્યનો પુનરોચ્ચાર કર્યો છે. (પરિશિષ્ટ)
Mr. Ashish P Dhakan MD & CEO, PRAMA HIKVISION: "ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વીડિયો સર્વેલન્સ ઉદ્યોગ માટે આ એક ખૂબ જ સરસ વર્ષ રહ્યું. CCTV અને વીડિયો સર્વેલન્સના મહત્વ વિશે વધતી જતી સભાનતા એ અમારા કારોબારની વૃદ્ધિના મુખ્ય પરિબળો છે. ભારત સરકારની નવી પહેલ 'સ્માર્ટ સિટી મિશન' જે 100 સ્માર્ટ શહેરો બાંધવાનું આયોજન ધરાવે છે તે આ પહેલ દ્વારા અમને ભારતને સુરક્ષિત બનાવવામાં મદદ કરશે."
Aditya Khemka - CEO, Aditya Infotech: "2015 સિક્યુરિટિ અને સર્વેલન્સ ઉદ્યોગ માટે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ જ અકલ્પનીય વર્ષ બની રહ્યું. તેમાં ગ્રાહકોની વર્તણૂકમાં કેટલાંક નોંધપાત્ર બદલાવો જોવા મળ્યાં, સૌથી મહત્વની બાબત રીમોટ દેખરેખ અને વીડિઓ એનાલિટિક્સની જરૂરિયાતમાં વધારાને લીધે તેનાં અનુરૂપ સમકક્ષોની સામે IP કેમેરાઓની માંગમાં અપ્રતિમ વધારો હતી. ઉદ્યોગે સ્ટેંડઅલોન ઉત્પાદનો કરતાં એન્ડ-ટુ-એન્ડ ઉકેલોની માંગ કરતાં ગ્રાહકોની સંખ્યામાં થયેલા વધારાનું પણ નિરીક્ષણ કર્યું છે, જેનાથી ઉત્પાદકોને હાર્ડવેર-આધારિત કરતાં સૉફ્ટવેર-આધારિત સુરક્ષા ઉકેલો પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પ્રેરી રહ્યાં છીએ. વર્ષોથી અમારૂં અવલોકન છે કે IFSEC India સિક્યુરિટિ ક્ષેત્રની જરૂરિયાતને પ્રકાશમાન કરવામાં તેમજ સંબોધવામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે.
આ એક આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો મંચ છે, અને તે અમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બન્ને ક્ષેત્રે સિક્યુરિટિ ઉકેલોમાં અમારા વિકાસ કાર્યોના પ્રદર્શન માટે સક્ષમ બનાવે છે. વધુમાં, IFSEC પ્રસંગોમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંભવિત ભાગીદારો સાથે જોડાવામાં સક્ષમ બનીને અમારા આપૂર્તિ માળખાને સશક્ત બનાવવામાં તેમજ વણખેડેલા બજારોમાં પહોંચવામાં અમને મદદરૂપ પણ બને છે. તદુપરાંત, ઉદ્યોગમાં નવાં ખેલાડીઓના રસ અને ઉત્સાહ પણ અમને પ્રેરણાદાયી રહે છે - તે અમને રોજ વધુ સારૂં કરવા માટેના પ્રયત્નો માટે પ્રેરિત રાખે છે."
Mr. Prasenjeet Bhattacharya - Business Head -Security & Mobility at Panasonic India Pvt Ltd: "વસતિ, ક્ષેત્ર અને આંતરમાળખાઓના સંરક્ષણ માટે ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ સિસ્ટમ્સને અપનાવવા માટેની વધતી જતી સજગતા અને સભાનતાએ શહેરોમાં માંગમાં વધારો કર્યો છે અને ઝડપથી વધી રહેલી છેવાડાના વપરાશકર્તા ઉદ્યોગને સિટી સર્વેલન્સ તરીકે ધારી લેવામાં આવ્યો છે. ભારત ડિજીટલ યુગમાં એક સુસ્થાપિત દેશ તરીકે, IP સિસ્ટમ્સે એનાલોગથી ડિજિટલમાં રૂપાંતરણ સાથે કર્ષણ પામી લીધું છે, અને ડિજિટલ IT નેટવર્ક્સની સિસ્ટમ્સ ઇંટિગ્રેશન અને ભૌતિક ઉપકરણો તેનાં નિયમ બની ચુક્યાં છે. IT સિક્યુરિટિ માર્કેટ વધુ પ્લેયર્સ સાથે તેમનાં સિક્યુરિટિ પોસ્ચર્સને સુધારી રહ્યાં છે તેમજ ખાનગી અને સરકારી ક્ષેત્રે વધુ ખરીદદારો હવે ડિજિટલ સિક્યુરિટિ સિસ્ટમ્સમાં વધુને વધુ રોકાણ કરી રહ્યાં છે. IFSEC India જેવાં પ્રદર્શનો ઉદ્યોગોને સામૂહિક વિચારો ઘડવા, નવીનીકરણો કરવા, અને વલણોને ઓળખવા માટેના મંચ પૂરા પાડતા હોવાથી, જેમ કે, ભારતના નમૂનારૂપ સિક્યુરિટિને સંરક્ષણાત્મક અભિગમથી દેખરેખ અને પ્રતિભાવાત્મક વ્યૂહરચના સુધી લઈ જવા જેવી બાબતો ઉદ્યોગની પ્રગતિ અને દૃષ્ટિકોણ માટે ઉત્પ્રેરક તરીકેની ભૂમિકા ભજવે છે."
Atulya Chandra, General Manager, Asia Pacific region, Honeywell International India Pvt Ltd:"છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતમાં ઉપયોગકર્તાઓની એકંદર ટેક્નોલૉજીકલ સમજ ઘણી વધી છે. વધતા જતાં વાણિજ્યિક, રહેણાંક અને ઔદ્યોગિક બાંધકામો, વિસ્તરણ પામતી શહેરી વસતિ અને GDPમાં થઈ રહેલી વૃદ્ધિ ભારતીય ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ ઉદ્યોગને નોંધપાત્ર રીતે સંચાલિત કરશે તેવી સંભાવના છે. ગુનાખોરી અને લૂંટની વધી રહેલી ઘટનાઓ અને લોકોમાં ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ ઉપકરણોના લાભ વિશેની વધતી જતી સભાનતાએ પ્રાથમિક રીતે ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ બજારને સંચાલિત કરી છે. આવનારા વર્ષોમાં તકનીકી નવીનીકરણો અને વધુ સારી ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો ભાતરમાં ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ ઉદ્યોગમા મુખ્ય વિકાસ ચાલકબળ બની રહેશે. આ વિકાસ ટાયર II અને ટાયર III ના શહેરોમાં છુટક તેમજ રહેણાંક ક્ષેત્ર્ના વિસ્તરણ સાથે વધુ ઉર્જા પામશે.
એવું માનવામાં આવે છે કે કિંમતો વિશે સજાગ ભારતીય ઉપભોક્તાઓને આકર્ષવા માટે ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ ઉપકરણોને પોષણક્ષમ કિંમતોની શ્રેણીમાં ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્ર, બન્નેના ચૅનલ પાર્ટનર્સ અને વરિષ્ઠ નિર્ણાયકો સાથે પ્રૉડક્ટ અને ઉકેલ પ્રદાતાઓને સાથે લાવીને, IFSEC trade Expo provides Honeywell Security & Fireને વિચારવંત નેતૃત્વ, ઉત્પાદન અને ઉકેલ પ્રદર્શનો દ્વારા અમારા ઉદ્દેશ્યોને અને વર્ષ દરમિયાન નેટવર્કિંગ પરિપૂર્ણ કરવા માટે એક સંપૂર્ણ મંચ ઉપલબ્ધ કરાવે છે.
વિપુલ માંગના કારણે ભારતીય સિક્યુરિટિ બજાર અભૂતપૂર્વ તેજીનો અનુભવ કરી રહ્યાં છે. છુટક તેમજ સંસ્થાન વૃત્તખંડમાં વધતી સજાગતા સિક્યુરિટિ ઉકેલોને એક સાંપ્રદાયિક સ્થિતિ પૂરી પાડે છે. ભારતીય બજારમાં એક દૃઢીકરણ પ્રક્રિયાનો નવો તબક્કો શરૂ થઈ ચુક્યો છે. ભારતીય બજારની અંદરનો દરેક વિસ્તાર સિક્યુરિટિ ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. પશ્ચિમ ભારતે ઘણાં બધા બેંકિંગ અને નાણાકીય સંસ્થાનોને જોયા છે જેઓ ચોક્ક્સ પ્રકારની સુરક્ષા જરૂરિયાતો ધરાવે છે. સાથે જ, ઘણી MNCs જેઓ કડક સુરક્ષા માનકોને અનુસરે છે તેઓ પોતાના પગ પશ્ચિમ ભારતમાં જમાવી રહ્યાં છે. બીજી તરફ ઉત્તરના બજારો આ વિસ્તારમાં આવી રહેલી ઘણી બધી સરકારી, સંરક્ષણ અને માળખાકીય પરિયોજનાઓ સાથે વધુ પડતી સરકાર લક્ષી રહ્યાં છે. વર્ષ 2016માં, આપણે જોઇશું કે ઘણા બધાં SEZs ની સ્થાપનાથી ટાયર 3 અને 4માં ખૂબ વિકાસ થનાર છે. આ નવા વિસ્તારોએ અદ્યતન ઇંટિગ્રેટેડ સિક્યુરિટિ સૉલ્યૂશન્સ ખાસ કરીને IT/ITES અને ઉત્પાદન ઉદ્યોગ માટે બહુ મોટી માંગ દર્શાવી છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક સિક્યુરિટી ઉપકરણ બજારનું ભાવિ ઇંટિગ્રેટિંગ મલ્ટિપલ સિસ્ટમ્સ સહિત વીડિયો, ઇટ્ર્યુઝન, વીડિયો એનાલિટિક્સ, એક્સેસ કંટ્રોલ, ફાયર વિ. દ્વારા રચિત ઇંટિગ્રેટેડ સિક્યુરિટિ ઉકેલો તરફ ઇંગિત કરે છે. આ પ્રકારની સિસ્ટ્મ્સ સંગઠનોને કાર્યાત્મક ઇન્ટેલિજન્સ અને નિર્ણયાત્મક સમર્થનમાં સહયોગ આપશે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ની છે, જે લન્ડન સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India Pvt. Ltd.
Share this article