મુંબઈ, November 26, 2015 /PRNewswire/ --
- CPhI & P-MEC India: (ડિસેમ્બર 1-3) UBM દ્વારા દક્ષિણ એશિયાનો સૌથી મોટો ઉદ્યોગ એક્સ્પો; 97 ભાગ લેનાર દેશો, 1100 કરતાં વધુ પ્રદર્શનકારો અને 32000 પ્રતિનિધિઓ
- Pre-Connect Congress: (નવેમ્બર 30) સંમેલનમાં નવીનીકરણો, પડકારો અને ભાવિ માર્ગોને પ્રકાશિત કરવામાં આવશે
- India Pharma Awards: (નવેમ્બર 30) ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં નવીનીકરણ અને ઉત્કૃષ્ટતાને માન્યતા આપવા માટે
- Industry Report Launch: (નવેમ્બર 30) ઇંડિયા ફાર્મા એક્સ્પૉર્ટર્સ - સંગ્રાહકોની આવૃત્તિ અને વિશ્વ P-MEC - સંગ્રાહકની આવૃત્તિ
ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ મુંબઈ ખાતે દેશના સૌથી મોટા ફાર્મા પ્રસંગ, CPhI અને P-MEC 2015 માટે સંપૂર્ણ સજ્જ છે. પ્રસંગના અગ્રદૂત તરીકે, ફાર્મા ઉદ્યોગને સમર્પિત સપ્તાહ દરમિયાન, UBM Pre-Connect Congress (આંતરરાષ્ટ્રીય સ્તરે 7મી આવૃત્તિ)ની ભારતીય આવૃત્તિ, ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સની મેજબાની કરશે અને ઉદ્યોગને સમર્પિત પ્રકાશન અહેવાલોની રજૂઆત કરશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20141117/10111012 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
CPhI અને P-MEC 2015, ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટ વાર્ષિક 13% ના દરે વૃદ્ધિ કરી રહ્યું છે, જે વિશ્વ બજારના વૃદ્ધિ દર કરતાં બમણો છે. 97 સહભાગી દેશો અને 1100 કરતાં વધુ પ્રદર્શનકારો અને 32000 પ્રતિનિધિઓ સાથે, આ ત્રિ-દિવસીય એક્સ્પો આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમાંથી અન્વેષણ કરવાની અને લાભ પ્રાપ્ત કરવાની ખૂબ તકો પૂરી પાડશે. CphI ઇંડિયા એ CphI વર્લ્ડવાઇડની ભગિની બ્રાન્ડ છે.
Pre-Connect Congress એ ઉદ્યોગના આગેવાનો વચ્ચે પૅનલ ચર્ચાઓની એક શ્રૃંખલા બની રહેશે, જેઓ ફાર્મા ક્ષેત્રે M&A, નિયમનકારી મુદ્દાઓ અને એકરૂપતા વધારવા, ભારતને એક ઉત્પાદન કેન્દ્રમાંથી નવીનીકરણ અને ઔષધ શોધના ગંતવ્ય સ્થળ તરીકે તબદીલ કરવા, નફાકારકતાને અસર કરતી કિંમતો નક્કી કરવાની કાર્યનીતિ, તકનીકી વિકાસો અને ભારતીય ફાર્મા માર્કેટ માટે ઝડપથી વૃદ્ધિ પામી રહેલી જૈવસમાનતાઓ સંબંધિત વિષયો પર પોતાના વ્યક્ત્વ્યો આપશે.
India Pharma Awards 2015 એ નવિનીકરણને માન્યતા/ ઓળખ આપનાર અને એવાં ભૂદૃશ્ય પર ભારતીય ફાર્મા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની ઉજવણી કરનાર મંચ છે જેમાં ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમતોના ફાર્મા ઉકેલો માટે ઉદ્યોગ ઉત્તરોતર ભારત તરફ મીટ માંડીને બેઠો છે. શીર્ષ પ્રાયોજક તરીકે TAKE Solutionsના સંયોજનમાં UBM ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સ 10 જુદી જુદી શ્રેણીઓમાં નવીનીકરણની દિશામાં સંગઠનાત્મક ક્ષમતાઓનું પ્રદર્શન કરશે અને તેમાં ઉદ્યોગના માંધાતાઓ સહિત દેશ અને એશિયા તેમજ યુરોપના નીતિ-નિર્માણકર્તાઓ પોતાની ઉપસ્થિતિ નોંધાવશે.
અગ્રણી ઉદ્યોગકારોને ભારતીય અર્થતંત્રમાં તેમનાં નોંધપાત્ર યોગદાન બદલ અભિનંદન પાઠવશે. પ્રકાશનમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વૈશ્વિક અને ભારતીય વલણોને આવરી લેતાં ઉત્પાદન, માંગ-આપૂર્તિ, નિકાસ વલણો, રોકાણ, ઉદ્યોગના મુખ્ય વૃદ્ધિ ચાલકો, ઉદ્યોગ અને ભાવિ દૃષ્ટિબિંદુ માટે સરકારની પહેલોને સમાવિષ્ટ કરવામાં આવશે. The World Of P-MEC ઉદ્યોગના વિહંગાવલોકન સહિત P-MEC ના વૈશ્વિક વલણો, ભારતમાં P-MECનું પરિદૃશ્ય, પ્રમુખ વૃદ્ધિ ચાલકો, રોકાણો અને વલણો તેમજ ભાવિ દૃષ્ટિબિંદુ પૂરાં પાડશે.
ભારતમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી ફાર્મા સભાના સપ્તાહ પર પોતાના સંભાષણમાં બોલતાં Mr. Yogesh Mudras, Managing Director, UBM India એ જણાવ્યું હતું કે, "ભારતમાં ફાર્મા ક્ષેત્ર માટે આ એક ઉત્સાહવર્ધક સમય છે. ઉદ્યોગ પોતાને વિકાસ પથ પર સુયોજિત કરી રહ્યો છે અને ક્ષેત્રના ઉદ્યોગકારોને વિપુલ તકો પૂરી પાડવામાં આવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. CPhI અને P-MEC 2015 એવી દરેક કંપનીને ઉદ્યોગ મંચ પૂરો પાડવા માટે સ્થાનબદ્ધ કરવામાં આવ્યું છે જે ભારતમાં ફાર્માસ્યુટિક્લ્સ સાથે વ્યવહાર કરે છે. અમને સહભાગીઓ તરફથી સતતપણે એક જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને આ વર્ષે Pre-Connect Congressની સાથે India Pharma Exporters - Collector's Edition અને The World of P-MEC - ની સંગ્રાહક આવૃત્તિના પરિચય સાથે અમે ઇચ્છિએ છીએ કે ઉદ્યોગના અનુભવીઓ અને હસ્તીઓ તરફથી વૈચારિક આદાન-પ્રદાનનો ઉમેરો થશે."
UBM India વિશે
UBM India ભારતના અગ્રગણ્ય પ્રદર્શન આયોજક છે જેઓ ઉદ્યોગને એવો મંચ પૂરો પાડે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુ તરફ દોરી જનારા સમ્મેલનો અને સેમિનારના પૉર્ટફોલિયો મારફત વિશ્વભરમાંથી વેચાણકર્તાઓ અને ખરીદદારોને ભેગાં કરે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટાં-સ્તરના પ્રદર્શનો અને 40 સમ્મેલનોની મેજબાની કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર, અને ચેન્નઈ ખાતે પોતાની કચેરીઓ ધરાવે છે. UBM Asia એ UBM plc દ્વારા માલિકી ધરાવતી કંપની છે, જે લંડન સ્ટૉક એક્સચેન્જ ખાતે નોંધણીપ્રાપ્ત છે. UBM Asia એ એશિયામાં અગ્રગણ્ય પ્રદર્શન આયોજનકાર છે અને ચીન, ભારત તેમજ મલેશિયાની મુખ્ય ભૂમિ પર સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Priya Badshah
[email protected]
+91-22-61727000
UBM India
Share this article