મુંબઈ, November 4, 2015 /PRNewswire/ --
- UBM India તરફથી ઑક્યુપેશનલ હેલ્થ અને સુરક્ષા ઉદ્યોગ માટે ભારતનો સૌથી મોટો ટ્રેડ શૉ
- 4થા સંસ્કરણ પ્રસંગે OSH India સુરક્ષા એવૉર્ડ્સ અને ઉદ્યોગ કૉન્ફરન્સ
UBM Indiaએ આજે મુંબઈ ખાતે Occupational Safety & Health (OSH) Indiaના ચોથા સંસ્કરણના પ્રારંભની જાહેરાત કરી હતી. બૉમ્બે કન્વેંશન એંડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 26મી અને 27મી નવેમ્બરના રોજ યોજનાર, આ એક્સ્પો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રદર્શકો, પરામર્શદાતાઓ, વ્યવસાય તજજ્ઞો અને મુખ્ય સરકારી અધિકારીઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રચલનોના આદાન-પ્રદાન માટે અને કાર્યસ્થળ પર સુરક્ષા અને આરોગ્ય સંબંધી પડકારો માટેના ઉકેલો શોધવા માટે ઉદ્યોગ મંચ પર એકસાથે લઈ આવવાનું લક્ષ્ય સેવે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
OSH India 2015, વિશ્વભરમાંથી આરોગ્ય અને સુરક્ષા આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓને ભારતના વણખેડાયેલા બજારમાં ઉદ્યોગ ભૂદૃશ્યો પર તેમની નાવિન્યતાઓ અને જ્ઞાનનું પ્રદર્શન તક આપવાની સાથે, કંપનીઓ માટેની અગ્રતા તરીકે વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય ઝુંબેશ માટે બે-દિવસીય કૉન્ફરંસનું આયોજન કરશે, અને તેની સાથે તેમનાં કાર્યબળના આરોગ્ય અને સુરક્ષામાં, અને તેનાં પરિણામ સ્વરૂપ, તેનાં પોતાના સંગઠન અને બહોળા સ્વરૂપમાં અર્થતંત્રમાં રોકાણની નોંધપાત્રતા અને કારોબારી લાભોનો પુનરોચ્ચાર કરશે.
Yogesh Mudras, Acting Managing Director, UBM India Pvt. Ltd, જણાવ્યું હતું કે, "ભારતીય સંગઠનોમાં વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષાના અનુપાલનો અંગેની નોંધપાત્રતામાં પાછલાં વર્ષોમાં પુષ્કળ વધારો જોવા મળ્યો છે. સરકારો દ્વારા આંતરમાળખાઓના વિકાસ અને કાર્યસ્થળ પર સુરક્ષા ઉપલબ્ધ કરવા પર સતત ભાર આપવાની સાથે આ ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણોમાં બમણો વધારો જોવા મળ્યો છે, વિશ્વભરના આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓ માટે તેમના ઉત્પાદનોના પ્રદર્શનની અને ઉકેલો આપવાની મહાન તકો રહેલી છે. OSH India મારફત અમે ઉદ્યોગને આ તકને વાસ્તવિકતામાં બદલવા માટે એક યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ."
OSH India સતતપણે તેનાં કદ અને ઉંડાઇમાં વૃદ્ધિ પામી રહ્યું છે, અને Acme Safetywears, Acme Fabrik Plastic, BATA, Drager, Euro Safety Footwear, Joseph Leslie & Co., Jayco Safety Products, Karam, Kimberly Clark Hygiene Products, Lifegear Safetech, Honeywell Safety Products, Rahman, Venus Safety & Health Products, Shree Lalita, E.I. Dupont, Arvind, Fall Arrest Systems & Technologies, Teijin India, Mallcom safety, New Pig India, Sure Safety અને IOSH અને NEBOSHને કાર્યશિબિર ભાગીદારો તરીકે સહિત ઉદ્યોગના અગ્રણીઓ અને પ્રમુખ પ્રદર્શનકારોને આકર્શે છે.
આ પ્રસંગે તેમનાં ઉદબોધનમાં Nikil Rao, Country Manager, Dräger Medical India Pvt. Ltd. જણાવ્યું હતું કે, "માનવ જીવનોને બચાવવામાં અને રક્ષણ પ્રત્યે સુરક્ષા એક આંતરિક તત્વ છે. ભારતની વિસ્તરતી જતી ઔદ્યોગિક ક્ષિતિજોએ કાર્યબળમાં છુટીછવાઈ વૃદ્ધિ જોઇ છે. આનાથી સુરક્ષાના ઉકેલો પર સભાનતા રચવાની જરૂરિયાતોમાં વધારો થયો છે. OSH India, જે લોકો માટે જરૂરી છે અને જેઓ તેમનાં સહ-કાર્યકરોની સુરક્ષા વિશે દરકાર કરે છે, તેવાં લોકોની સાથે મળીને, સુરક્ષામાં તકનીકી વલણોની ચર્ચા માટેનું મંચ ઉપલબ્ધ કરાવે છે. National Safety Council સાથેના સહયોગથી Drägerએ 'મિશન સુરક્ષા' સુરક્ષા અંગેની સભાનતા રચવા માટે ભારતના સુદૂર ક્ષેત્રોમાં ટ્રક પ્રવાસ દ્વારા રોડ શૉની પહેલ કરી છે."
એશિયામાં છેલ્લાં વર્ષમાં નોંધણીમાં 27%ના વધારા સાથે NEBOSH યોગ્યતાઓની માંગ નિરંતરપણે વધતી જતી હોવાથી, હવે કુલ સુડતાલીસ NEBOSH માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ પ્રદાતાઓ દેશમાં સ્થાપિત છે. આનાં પ્રતિસ્વરરૂપે, Stuart Naylor, NEBOSH International Managerએ જણાવ્યું હતું કે, "ભારતમાં નિરંતરપણે NEBOSH યોગ્યતાની વધતી જતી માંગ મુંબઈ ખાતેની આ વર્ષની OSH India કૉન્ફરંસમાં ફરી વખત હાજરી અને સહકાર આપવાના અમારાં નિર્ણયમાં એક મુખ્ય નિર્ણાયત્મક પરિબળ બની હતી."
આ વર્ષની કૉન્ફરંસનું શીર્ષક "જ્યાં રક્ષણ પરિવર્તન તરફ દોરી જાય છે" પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રચાલનોની વહેંચણીનું લક્ષ્ય ધરાવે છે; જ્યારે તેની સાથેનું પ્રદર્શન કાર્યસ્થળની સુરક્ષા અને આરોગ્ય પરના સૌથી વધુ દબાણ ઉત્પન્ન કરતાં પડકારો માટેના ઉકેલોની ઓળખ કરવામાં મદદરૂપ બનશે. સહ-આયોજીત કૉન્ફરંસમાં દેશભરમાંથી અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગઠનોના ઉદ્યોગ તજજ્ઞો દ્વારા હાજરીની સાથે "સુરક્ષાને સમજવા માટે ગતિશીલ અભિગમ", 'મહિલાઓ અને OSH: કાર્યસ્થળ પર લૈંગિક સંવેદનશીલતા, એક સર્વગ્રાહી અભિગમ', ખનન અને પેટ્રોલિયમ ઉદ્યોગમાં અકસ્માત નિવારણ માટે સંકટની ઓળખ અને જોખમની આકારણી', અને 'નિર્માણ ઉદ્યોગ, સુરક્ષા સંસ્કૃતિ અને આબોહવા' થી લઈને 'સુરક્ષા પ્રબંધન અને કારોબારી વ્યૂહરચનાની પ્રક્રિયામાં વર્તમાન વલનો', અને કેવી રીતે કંપનીની આધાર રેખા પર સુરક્ષા અને ટકાઉક્ષમતાનો સકારાત્મક પ્રભાવ પડે છે જેવાં વિષયોની શ્રેણીબદ્ધ ચર્ચા કરવામાં આવશે. મુખ્ય વક્તાઓમાં Shri Jayendra M Motghare, Director - Directorate of Industrial Safety and Health Maharashtra; Dr Avneesh Singh, Director General, Directorate General Factory Advice Service and Labour Institutes (DGFASLI), Ministry of Labour & Employment, Government of India; Shri D C Chaudhary, Director, Office of the Director Industrial Safety and Health, Ministry of Labour and Employment, Gujarat Government; Dr R Elangovan, Deputy Director General, DGFASLI, Ministry of Labour & Employment, Government of India; Mr Suresh Tanwar, Chief - Group Safety and Health, Tata Group; Mr Stephen Philip Storey, Head -EHS -Heavy Civil Infra IC, Larsen and Toubro Limited; Mr R.A.Venkitachalam, Vice President - Public Safety, Underwriters Laboratories Inc સહિત અન્યોનો સમાવેશ થાય છે.
OSH India Safety Awards 2015 જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં આરોગ્ય અને સુરક્ષા પહેલો કે જે સેફ્ટી એવૉર્ડ્સ અથવા સેફ્ટી હિરોઝ એવૉર્ડ્સ શ્રેણીઓમાં કોઇ એક નાવીન્યતાઓનું પાલન કરતાં હોય તેવાં ભારતીય સંચાલન કારોબારો, સંગઠનો અને જોડાણો અથવા વ્યક્તિઓ માટે ખુલ્લાં છે. IOSH એ નવેમ્બર 26મી, 2015ની એવૉર્ડ્સ નાઇટના સહ ભાગીદાર છે જે ઉદ્યોગના વિદ્વાનો અને અગમચેતકોને એકસાથે લઈ આવવાની ઉજવણી છે, જેને સૌંદર્યની મહેક અને મનોરંજન દ્વારા ઉજવવામાં આવશે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટૉક એક્સચેંજ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Priya Badshah / Mili Lalwani
[email protected] / [email protected]
Share this article