મુંબઈ, October 21, 2015 /PRNewswire/ --
- વધેલી આતંરરાષ્ટ્રીય સહભાગીતા
- 300 વધુ કંપનીઓ, 500 બ્રાન્ડ્સ અને 20,000 મુલાકાતીઓ
ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય ઈન્ટિરિયર, આર્કિટેક્ચર અને ડિઝાઇન કાર્યક્રમ INDEXની 27મી આવૃત્તિનું UBM ઈન્ડેક્સ ફેર્સ (15- 18 ઓક્ટોબર) દ્વારા મુંબઈમાં સફળતાપૂર્વક સમાનપન કરવામાં આવ્યું હતું. ઇન્ટિરિયર ડિઝાઇનિંગના નિષ્ણાત ઝરિન ખાન દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા આ કાર્યક્રમમાં તુર્કી, યુકે, ચીન, ઇટાલી, મલેશિયા અને સ્પેન સહિતના અન્ય દેશોની સહભાગીતા જોવા મળી હતી. અગ્રણી આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સ, આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક ખરીદદારો, દેશભરના બિલ્ડર્સ અને ડેવલપર્સ આ શોમાં ઉપસ્થિત રહ્યા હતા.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151008/10132188)
આ કાર્યક્રમમાં જ્ઞાન ફોરમ, નવીનીકરણ અને પ્રોડક્ટ લોન્ચ ઝોન્સ નજરે પડતા હતા. આ કાર્યક્રમને ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), ઓલ ઈન્ડિયા હાર્ડવેર એસોસિએશન, હોસ્પિટાલિટિ પર્ચેસિંગ મેનેજર્સ ફોરમ (HPMF), તાઇવાન ફર્નિચર મેન્યુફેક્ટરર્સ એસોસિએશન (TFMA), ટર્કિનું ફર્નિચર એસોસિએશન (MARMOB), ઇસ્તન્બુલ એક્સપોર્ટ્સ એસોસિએશન (IEA) અને બ્રિટિશ કોન્ટ્રેક્ટ ફર્નિશિંગ એસોસિએશન (BCFA) દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.
B2B વેપાર કાર્યક્રમમાં પીઢ આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ઉદ્યોગના માંઢાતાઓ જેવા કે બ્રિન્દા મિલર, કરણ ગ્રોવર, IIIDના પ્રમુખ પ્રતાપ જાધવ અને હોસ્પિટાલિટિ પર્ચેસિંગ મેનેજર્સ ફોરમના ચેરમેન મોહન ડેશપાંડે ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ એન્ક્લેવમાં યુકે, ઓસ્ટ્રેલિયાઅને નેપાળની કળાકૃત્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડિઝાઇનર્સ કનિકા બાવા, લેખા વોશિંગ્ટન, રબલ નેગી, સુમેશ મેનન કુડોસ ગેલેરી દ્વારા અશેશ શાહ, રેઝા કાબુલ, અલાન અબ્રાહમ જેવા 12 જાણિતા આર્ટિટેક્ટના ફાઇન આર્ટ શિલ્પો અને ફોટોગ્રાફી ડિઝાઇનની કલાકૃત્તિને પ્રદર્શિત કરવામાં આવી હતી. કિચન કેટલોગ શેફ રણવીર બ્રાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
UBM ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે "UBMના બજાર પ્રસરણની સાથે અપેક્ષા મુજબ INDEX દેશના પોતાના પ્રદર્શનો માટે અને ખરીદદરો તથા વિશ્વભરના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ત્રોત પૂરા પાડતા પ્રતનિધિઓનું નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું. અમે અમારા પ્રદશનકર્તાઓ પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવ્યો હતો અને તેઓ સમાન અભિપ્રાય ધરાવે છે. 27મી આવૃત્તિએ આ ક્ષેત્રમાં રહેલી પ્રબળ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સમુદાયને ઉદ્યોગનું મંચ પૂરું પાડવાનું યથાવત રાખ્યું હતું."
UBM ઈન્ડિયા અંગેઃ
UBM ઈન્ડિયા પ્રદર્શનનું આયોજન કરતી ભારતની અગ્રણી કંપની છે, જે ઊદ્યોગને પ્રદર્શનના પોર્ટફોલિયો, કન્ટેન્ટ આધારિત સભા અને પરિષદ મારફતે વિશ્વભરના ખરીદદાર અને વેચાણકર્તાઓને એક સાથે લાવવા માટે મંચ પૂરું પાડે છે. UBM ઈન્ડિયા દર વર્ષે દેશભરમાં મોટા પાયે 25થી વધુ પ્રદર્શન અને 40 સભાઓનું આયોજન કરે છે, જે બહુવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વેપારને સક્ષમ બનાવે છે. UBM એશિયા કંપની UBM ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસો ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ધરાવે છે, જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયેલી છે. UBM એશિયા એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને ચીન, ભારત અને મલેશિયામાં અગ્રણી વાણિજ્ય આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને ubmindia.in ની મુલાકાત લો.
મિડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-61727000
UBM ઈન્ડિયા
Share this article