મુંબઇ, October 19, 2015 /PRNewswire/ --
ભારતનો ટોચનો આંતરરાષ્ટ્રીય ઇન્ટિરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇન શો UBM ઇન્ડિયા દ્વારા યોજાયો
ઇન્ટિરિયર ડિઝાઇનિંગની તજજ્ઞ ઝરિન ખાને આજે મુંબઇ ખાતે ભારતનો ટોચનો ઇન્ટરનેશનલ ઇન્ટિરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇન શો ઇન્ડેક્સ, MMRDA એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે શરૂ કર્યો હતો, ઇન્ડેક્સ ફેર્સ શોના આયોજક UBM ઇન્ડેક્સ ફેર્સ ચાર દિવસના (15 થી 18 ઓક્ટોબર) કાર્યક્રમનુ આયોજન કરી રહ્યાં છે, જેમાં 500થી વધારે બ્રાન્ડનુ પ્રમોટિંગ કરી રહેલી 300થી વધારે કંપનીઓની હાજરી જોવા મળી હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151016/10132763 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151016/10132763-a )
તુર્કી, બ્રિટન, ચીન, ઇટાલી, મલેશિયા અને સ્પેન સહિત અનેક દેશોમાંથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોએ આ શોમાં હાજરી આપી હતી. સમગ્ર દેશમાંથી અગ્રણી આર્કિટેક્ટ અને ડિઝાઇનર, આંતરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદદાર પ્રતિનિધિઓ, બિલ્ડર્સ અને ડેવલપર્સે શોમાં હાજર રહ્યાં હતા.
આ વ્યાપારિક મેળામાં ફર્નિચર અને ફિટિંગ્સ, OEM વ્હાઇટ ગુડ્સ, એસેસરિઝ, આર્કિટેક, લાઇટિંગ સાથે જોડાયેલા પ્રોડક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ, કન્સલ્ટન્ટ, સમગ્ર હોસ્પિટાલિટી, કોર્પોરેટ અને ગવર્મેન્ટ ક્ષેત્ર, કિચન અને બાથ ઇક્વિપમેન્ટના પ્રોક્યુરમેન્ટ વડાઓ તથા ખરીદદારો અને વેચનારાઓને એક-બીજાની સાથે જોડશે.
આ શોની નોલેજ ફોરમ્સ, ઇનોવેશન કોર્નર્સ અને પ્રોડક્ટ લોન્ચ ઝોન દ્વારા નોંધ લેવાઇ હતી. આ ઇવેન્ટને ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), ઓલ ઇન્ડિયા હાર્ડવેર એસોશિએશન. હોસ્પિટાલિટી પર્ચેસિંગ મેનેજર્સ ફોરમ (HPMF), તાઇવાન ફર્નિચર મેન્યુફેક્ચરર એસોશિએશન (TFMA), ફર્નિચર એસોશિએશન ફ્રોમ તુર્કી (MARMOB),, ઇસ્તંબલ એક્સપોર્ટર એસોશિએશન (IEA) અને બ્રિટિશ કોન્ટ્રાક્ટ ફર્નિશિંગ એસોશિએશને (BCFA) સમર્થન કર્યું હતું.
B2B ટ્રેડ શોમાં જાણિતી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર ઝરિન ખાનની સાથે સાથે ખ્યાતનામ ઔદ્યોગિક હસ્તી બ્રિન્ડા મિલર, આર્કિટેક્ટ કરણ ગ્રોવર, IIIDના પ્રેસિડન્ટ પ્રતાપ જાદવ, હોસ્પિટાલિટી પર્ચેશિંગ મેનેજર્સના ચેરમેન મોહન દેશપાંડે અને ઔદ્યોગિક ક્ષેત્રમાંથી અન્ય ડિઝાઇનર અને અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.
લિવિંગ સ્પેસ, વૂડબોક્સ, સિટિંગવર્લ્ડ, હેટિચ, ઇબ્કો, લબાચા, કોલિન્સ, જ્યોતિ આર્કિટેક્ચર, ક્રોમ્પ્ટન, એશિયન પેઇન્ટ્સ, મકવાણા, કાફ, એક્રિસિલ, HSIL, સ્પેસવૂડ, વંદના ટ્રેડર્સ, ફ્યુચરિકસ્ટિક કોન્સેપ્ટ, વેન્ચ્યુરા, બોસ હાર્ડવેર, CNR, ઇવોલ્વ, એક્શન ટેસા, ટ્યુન્સ, ઇન્ડોક્સ, ગ્લિટોરિયમ, ઓસવાલ, જોલી એન્જિનિયરિંગ, ઇગલ સેલ્સ સહિતની કંપનીઓ તેમની પ્રોડક્ટ અને ઓફર્સ શોમાં દર્શાવશે.
કલા ક્ષેત્રે બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને નેપાળમાંથી પ્રદર્શન કરાયુ હતું. ફાઇન આર્ટ, સ્થાપત્ય અને ફોટોગ્રાફી ડિઝાઇન બોલેવર્ડ કનિકા બાવા, લેખા વોશિંગ્ટન, રબલ નાગીની ડિઝાઇનિંગ રજૂ કરાઇ હતી, આર્કિટેક્ટ સુમેશ મેનન કુડોસ ગેલેરી ખાતે 12 ખ્યાતનામ સ્થાપત્યકારો આશીષ શાહ, રેઝા કાબુલ, અલન અબ્રાહમની કામગીરી દર્શાવાઇ હતી. જ્યારે કિચન કેટેલોગ શેફ રણવીર બ્રાર દ્વારા શરૂ કરાયું હતું.
UBM ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, "છેલ્લા બે દાયકામાં વેપાર અને મૂડીનો પ્રવાહ ખૂબ જ વધ્યો છે અને દેશની માથાદીઠ આવક આ સમયગાળામાં ત્રણ ગણી થઇ છે. કોર્પોરેટ વાતાવરણ અને મધ્યમ વર્ગ વસ્તીની વધી રહેલી માથાદીઠ આવક એમ બન્નેમાં શહેરી ભારતનો વર્તમાન વિકાસ, કુલ મળીને લક્ઝરી માર્કેટ, ખાસ કરીને ઇન્ટિરિયર્સ અને ઇન-ટર્ન ફર્નિચના સબ સેક્ટરમાં, વિશાળ માગનુ સર્જન કર્યુ છે. UBMના બજાર પ્રવેશની સાથે ઇન્ડેક્સે ખરીદદારો અને સમગ્ર વિશ્વમાં રહેલા આંતરરાષ્ટ્રીય મૂળભૂત પ્રતિનિધિઓનુ નોંધપાત્ર ધ્યાન પોતાના પ્રત્યે ખેંચ્યુ છે અને અમને ધારણા કે એક્સ્પોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓની હાજરીના કારણે ભારતીય ઉદ્યોગોને ફાયદો પહોચશે."
UBM ઇન્ડેક્સના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી એલ.એ.ખાને જણાવ્યું હતું કે, 26 વર્ષ જૂના ફ્લેગશિપ ટ્રેડ શો ધરાવતુ એક માત્ર ઇન્ડેક્સનો B2B પ્રકારનો શો ભારતીય ઉદ્યોગોને સવલત પુરી પાડી રહ્યો છે, અમે સમગ્ર ભારતના આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને બિલ્ડર્સ/ડેવલપર્સ અને મહત્ત્વપુર્ણ વેપાર અને ખરીદદાર પ્રતિનિધિમંડળોને એક-બીજા સાથે જોડીને ખુશ છીએ. વધુમાં, અમારા વ્યૂહાત્મક જોડાણ દ્વારા અમારા ઉદ્યોગના વ્યાપારિક સંસ્થાઓ સાથે ગાઢ સંબંધો સ્થપાયા છે. આ શોની 27મી આવૃતિ વેપારી સમુદાય માટે ઔદ્યોગિક મંચ પુરુ પાડીને વિશાળ ક્ષમતા પેદા કરવા અને તેના બદલામાં આ ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપુર્ણ પ્રદાન કરશે.
UBM ઇન્ડિયા અંગે
UBM ઇન્ડિયા ભારતનુ અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને પ્લેટફોર્મ પુરા પાડે છે, તે સમગ્ર વિશ્વના ખરીદદારો અને વેચનારાઓને એક્ઝિબિશનના પોર્ટફોલિયો, કોન્ફરન્સ અને સેમિનારની સામગ્રી થકી એક-બીજાની નજીક લાવે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયે પ્રદર્શનો અને 40 કોન્ફરન્સનુ આયોજન કરે છે, જેથી વિભિન્ન ઔદ્યોગિક ક્ષેત્રે વ્યાપારિક ક્ષમતો પુરી પાડે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઇ, નવી દિલ્હી, બેન્ગ્લોર અને ચેન્નાઇ ખાતે વિવિધ સ્થળોએ ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ધરાવે છે જેનુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટિંગ થયેલુ છે. UBM એશિયા એશિયામાં અગ્રણી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટુ કોમર્શિયલ ઓર્ગેનાઇઝર છે. વિસ્તૃત માહિતી માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
પ્રિયા બાદશાહ
[email protected]
+91 22 61727000
PR - હેડ
UBM ઇન્ડિયા પ્રા. લિ.
ધીરજ મિશ્રા
+91 9833643101
બ્લ્યૂ લોટસ કમ્યુનિકેશન્સ
Share this article