મુંબઈ, October 14, 2015 /PRNewswire/ --
ફોર્ચ્યુન 500માં નોંધાયેલી ભારતની ટોચની બ્રોકર અને બહુવિધ નાણાકીય સેવાઓ ધરાવતી, IIFL જૂથની શાખા ઈન્ડિયા ઈન્ફોલાઈન લિમિટેડે IIFL Markets નું 2.0 વર્ઝન લોન્ચ કર્યુ હતું, ભારતમાં નાણાકીય બજાર ક્ષેત્રે લોન્ચ કરાયેલી આ સૌથી આધુનિક એપ્લિકેશન છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151009/768922)
સામાન્ય લોન્ચની સાથે જ 2,00,000 લાખ એપ ડાઉનલોડ થઈ હોવાનુ જોવા મળ્યું હતું, જે નાણાકીય બજારમાં એપ્લિકેશન ક્ષેત્રે સૌથી ઝડપી વર્ચસ્વ છે. આશરે 50,000 જેટલા IIFL ગ્રાહકો આ એપ્લિકેશનના સક્રીય યુઝર્સ છે અને પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક જોવા મળી રહ્યો છે.
IIFL Markets ભારતની સૌથી ઝડપી અને સૌથી વધારે વિશેષતા ધરાવતી એપ્લિકેશન છે અને તે સમગ્ર વિશ્વમાં નાણાકીય બજાર ક્ષેત્રમાં જોવા મળતી મોટાભાગની એપ કરતાં વધુ સારી છે. સ્વદેશી એપ્લિકેશન હોવાના કારણે IIFL Markets આ પ્રકારની અન્ય એપ્લિકેશન કરતા ઝડપી અને વધારે સ્થિર છે. IIFL Markets એક માત્ર એવી એપ્લિકેશન છે જેની ઉપરથી તમે વિજેટ (widget) કામગીરી, મૂળભૂત સંશોધન ક્ષમતા અને પ્રારંભિક પબ્લિક ઓફર્સ અને ત્યાર બાદની પબ્લિક ઓફર્સ માટે ઓડર્સની કામગીરી કરી શકો છો.
ભારતીય નાણાકીય બજાર ક્ષેત્રે સૌથી વધારે રેટ ધરાવતી એપ, IIFL Marketsને 80%થી વધારે વપરાશકારો દ્વારા 4 સ્ટાર અથવા 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ શ્રેષ્ઠતમ એપ્લિકેશનને IIFL જૂથની 50થી વધારે વ્યક્તિઓની બનેલી આંતરિક ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે.
આ એપ્લિકેશન અંગે IIFL જૂથના ચીફ સ્ટ્રેટજી ઓફિસર અનિરુદ્ધા ડાંગેએ જણાવ્યું હતું કે, "આ એપ વિજળી જેવી ઝડપી છે અને શેરની કિંમતોની રિયલ ટાઈમ જાણકારી પુરી પાડે છે અને ત્વરિત વ્યાપારિક કામગીરી પાર પાડે છે. આ એપ્લિકેશન સ્ટોક ટ્રેડિંગમાં ક્રાંતિકારી પુરવાર થશે. ટેક્નોલોજીના સંશોધક તરીકે અમે ગ્રાહકોને વેબ અને ટ્રેડર ટર્મિનલમાં થયેલા અમારા અગાઉના સંશોધનો થકી શ્રેષ્ઠ ટેક્નોલોજી પુરી પાડી રહ્યાં છે. શરૂઆતથી જ આ એપ્લિકેશન જબરજસ્ત
લોકપ્રિય છે અને અમે માનીએ છીએ કે તે વર્તમાન ગ્રાહકો અને ભવિષ્યના ગ્રાહકોને ખૂબ જ લાભકર્તા પુરવાર થશે."
IIFL Markets વિશ્વની એક માત્ર એવી માર્કેટ એપ છે જે 500 કંપનીઓ ઉપર થયેલા સંશોધનની મફત જાણકારી પુરી પાડે છે. અનિરુદ્ધા ડાંગેએ ઉમેર્યુ હતું કે, "અમારા વિજેટ, વપરાશકર્તાએ નક્કી કરેલી મેનુ આઈટમ્સ સાથે નેવિગેશનની સરળતા અને સ્થિર ઈન્ટરફેસ ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે અને વૈશ્વિક એપની સરખામણીમાં પણ વધારે સારી છે." તેમણે જણાવ્યું હતું કે, "અમારી એપ એક માત્ર એવી એપ છે જે અમારા ન્યૂઝ પોર્ટલ http://www.indiainfoline.com દ્વારા પુરા પડાતા સૌથી એક્સ્લુઝિવ અને વિસ્તૃત સમાચારો ધરાવે છે, જેનો એશિયામાં શ્રેષ્ઠ ફાઈનાન્શિયલ ન્યૂઝ પોર્ટલમાં સમાવેશ થાય છે.
IIFL Markets દ્વારા એપમાં વીડિયો સંગ્રહનો ભંડાર પણ રજૂ કરવામાં આવ્યો છે જેમાં, માર્કેટ, ઈકોનોમી અને કોર્પોરેટ જાણકારી આવરી લેવાઈ છે. IIFL Markets વિશ્વમાં એક માત્ર માર્કેટ એપ છે જે 500 કંપનીઓ ઉપરના મફત રિસર્ચની જાણકારી પુરી પાડે છે.
ડાંગેએ જણાવ્યું હતું કે, "અમે Android, Windows and iOS platform (એન્ડ્રોઈડ, વિન્ડો અને iOS પ્લેટફોર્મ) માટે અલગ અલગ રીતે એપની ડિઝાઈન તૈયાર કરી છે, જે સ્થાનિક એપને વપરાશકર્તા મોબાઈલ પ્લેટફોર્મ અનુસાર શ્રેષ્ઠ ઝડપી સેવા પુરી પાડે છે. અમને આશા છે કે જૂના ગ્રાહકોની સાથે સાથે નવા ગ્રાહકોને પણ આ અનુભવ ખૂબ જ પસંદ પડશે અને તેમના મોબાઈલ થકી વેપાર કરશે. અમને ચાલુ વર્ષના અંત સુધીમાં 10 લાખ એપ ડાઉનલોડ થવાની ધારણા છે.
તેમણે જણાવ્યું હતું કે,"IIFL Markets એન્ડ્રોઈડ અમારા બ્રોકિંગ ગ્રાહકોને ત્વરિત ટ્રેડિંગ કરવા સક્ષમ બનાવશે અને ગેસ્ટ યુઝર્સને પણ વ્યાપક ફિચર્સ પુરા પાડે છે."
IIFL Markets મારફતે યુઝર્સ ભારતીય શેર બજારમાંથી લાઈવ એપડેટ મફત પ્રાપ્ત કરી શકે છે.
ગ્રાહક તેમના બ્રોકરેજ એકાઉન્ટની માહિતી ઉપર દેખરેખ રાખી શકે છે અને પે ઈન/પે આઉટ ફિચર દ્વારા ફંડને અંદર અને બહાર ટ્રાન્સફર પણ કરી શકે છે. આ એપ્લિકેશન ગ્રાહકોને તેમના હોલ્ડિંગ્સ, નેટ પોઝિશન અને માર્જિનની વિસ્તૃત ઓર્ડર બૂક અને ટ્રેડ બૂક ઉપર દેખરેખ રાખવા પણ મદદ કરે છે.
IIFL Markets એપની અન્ય મહત્ત્વની વિશેષતા એ છે કે તે ઉચ્ચ માન્યતા ધરાવતી રિસર્ચ ટીમ, પોતાની રીતે ફેરફાર કરી શકાય તેવા 'મેનુ' અને 'વોચ લિસ્ટ'માં કોલમ હેડિંગ્સ, કંપનીઓ ઉપર IIFLનો વ્યાપક અભિપ્રાય અને આધુનિક ટેક્નિકલ ચાર્ટિંગ ધરાવે છે. આ તમામ વિશેષતાઓ શેર ખરીદવા/વેચવા માટે એક સ્વાઈપ કરવાની સરળતા સાથે મેળવી શકાય છે.
IIFL અંગે
IIFL હોલ્ડિંગ્સ લી. (NSE: IIFL, BSE: 532636) અને તેની પેટા શાખાઓનો સમાવેશ કરતી IIFL (ઈન્ડિયા ઈન્ફોલાઈન ગ્રૂપ) ભારતીય આર્થિક સેવા ક્ષેત્રની અગ્રણી ખેલાડી છે. IIFL શેર અને ડેરિટિવ્સ, કોમોડિટી, વેલ્થ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ, ઈન્સ્યોરન્સ, ફિક્સ ડિપોઝિટ, લોન, ઈનવેસ્ટમેન્ટ બેન્કિંગ, ગોલ્ડ બોન્ડ અને અન્ય નાના બચત સાધનોને આવરી લેતી આર્થિક સેવાઓના કાર્યક્ષેત્ર માટે સલાહ અને તેને લગતી કામગીરી માટે પ્લેટફોર્મ પુરુ પાડે છે.
મીડિયા સંપર્કઃ
સૌરવ મિશ્રા
[email protected]
+91-9920285887
મુખ્ય અધિકારી - કોર્પોરેટ કમ્યુનિકેશન, IIFL
Share this article