મુંબઈ, October 9, 2015 /PRNewswire/ --
યુબીએમ ઇંડેક્સ મેળાવળાઓ દ્વારા ભારતનો અગ્રણી આંતરરાષ્ટ્રીય ઇંટિરિયર્સ, આર્કિટેક્ચર અને
ડિઝાઇન પ્રસંગ
યુબીએમ ઇંડેક્સ ફેયર્સ, પ્રમુખ શૉ ઇંડેક્સ મેળાવળાઓના આયોજકો, ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય ઇંટિરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇન પ્રસંગની 27મી આવૃત્તિને એમએમઆરડીએ પ્રદર્શન કેન્દ્ર, મુંબઈ ખાતે તારીખ 15મી થી 18મી ઑક્ટોબર સુધી આયોજન કરી રહ્યાં છે. આ શૉમાં 500થી વધુ બ્રાંડ્સને પ્રોત્સાહન પુરું પાડી 300 કરતાં વધુ કંપનીઓ ઉપસ્થિત રહેશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151008/10132188)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
ઇંડેક્સ, આ વર્ષે તુર્કી, યુનાઇટેડ કિંગડમ, સ્પેન અને ચીન સાથે ઑસ્ટ્રેલિયા, મલેશિયા, નેપાલ, જાપાન સહિત અન્ય દેશાની આંતરરાષ્ટ્રીય સહભાગિતાનો સમાવેશ કરતાં ગર્વ અનુભવે છે.
ચાર દિવસીય ટ્રેડ ફેર ફર્નીચર અને ફિટિંગ્સ, ઓઈએમ વ્હાઇટ ગુડ્સ, એક્સેસરીઝ, લાઇટિંગ પ્રૉડક્ટ્સ સાથે આર્કિટેક્ટ્સ, ઇંટિરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, પ્રૉજેક્ટ મેનેજર્સ, કન્સલટંટ્સ, હોસ્પિટાલિટી, કૉર્પોરેટ અને સરકારી ક્ષેત્રોના પ્રાપ્તિકર્તા વડાઓ, કિચન અને બાથ ઉપકરણો સાથે વ્યવહાર કરતાં ખરીદદારો અને વેપારીઓને જોડશે. આ શૉને જ્ઞાનવર્ધક મંચો, નવિનીકરણ કૉર્નર્સ અને પ્રૉડક્ટ લૉન્ચ ઝોન્સ સાથે અંકિત કરવામાં આવશે. આ પ્રસંગને ઇંસ્ટિટ્યુટ ઑફ ઇંડિયન ઇંટિરિયર ડિઝાઇનર્સ (આઇઆઇઆઇડી), ઑલ ઇંડિયા હાર્ડવેર એસોશિએશન, હોસ્પિટાલિટી પર્ચેઝિંગ મેનેજર્સ ફોરમ (એચપીએમએફ), તાઇવાન ફર્નીચર મેન્યુફેક્ચર્સ એસોશિએશન (ટીએફએમએ), ફર્નીચર એસોશિએશન ફ્રોમ તુર્કી (એમએઆરએમઓબી), ઇસ્તાનબુલ એક્સપૉર્ટર્સ એસોશિએશન (આઇઈએ) અને બ્રિટિશ કૉન્ટ્રાક્ટ ફર્નીશિંગ એસોશિએશન (બીસીએફએ) દ્વારા સમર્થન પ્રાપ્ત છે.
આ શૉમાં આઇઆઇઆઇડી દ્વારા એક સેમિનાર, "ઇમેજીન નેટકૉન", શૅફ રણવીર બ્રાર દ્વારા એક કિચન કેટલૉગના પ્રારંભનો, એક આર્ટ એન્ક્લેવ, ડિઝાઇન બૌલવાર્ડ અને અનુક્રમે વિખ્યાત કલાકારો, ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ્સના કાર્યોને પ્રદર્શિત કરતી કુડોસ ગેલેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
B2B ટ્રેડ શૉમાં ઝરીન ખાન, એક સુવિખ્યાત આર્કિટેક્ટ અને ઇંટિરિયર ડિઝાઇનર જેવી ખ્યાતનામ હસ્તિઓ સહિત ઉદ્યોગ ક્ષેત્રના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમ કે બ્રિંદા મિલર, આર્કિટેક્ટ કરણ ગ્રોવર, પ્રતાપ જાધવ, પ્રમુખ, આઇઆઇઆઇડી, મોહન દેશપાંડે, અધ્યક્ષ, હોસ્પિટાલિટી પર્ચેઝિંગ મેનેજર્સ ફોરમ અને અન્ય ડિઝાઇનર્સ અને ઉદ્યોગના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની સાક્ષી પૂરશે. સુવિખ્યાત કંપનીઓ જેવી કે લિવિંગ સ્પેસિસ, વુડબૉક્સ, સીટીંગવર્લ્ડ, હેટ્ટિચ, એબકો, લબાચા, કૉલિન્સ, જ્યોતિ આર્કિટેક્ચરલ, ક્રોમ્પટન, એશિયન પેન્ટ્સ, મકવાણા, કાફ, એક્રીસિલ, એચએસઆઇએલ, સ્પેસવુડ, વંદના ટ્રેડર્સ, ફ્યુચિરિસ્ટિક કંસેપ્ટ્સ, વેંચુરા, બોસ હાર્ડવેર, સીએનઆર, ઈવૉલ્વ, ઍક્શન ટેસા, ટ્યુન્સ, ઇંડૌક્સ, ગ્લિટોરિયમ, ઓસવાલ, જૉલી એંજી., ઈગલ સેલ્સ સહિત અન્યો તેમનાં ઉત્પાદનો અને ઑફરિંગ્સનું પ્રદર્શન કરશે.
યોગેશ મુદરાસ, એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર, યુબીએમ ઇંડિયાએ જણાવ્યું હતું કે, "છેલ્લાં બે દાયકાઓમાં વેપાર અને મૂડીના પ્રવાહોએ વેગ પકડ્યો છે અને દેશની માથાદીઠ આવક આ સમયગાળામાં ત્રણ ગણી જેટલી વધી છે. કૉર્પોરેટ વાતાવરણ અને નવાં ઉદભવતાં મધ્યમ-વર્ગની વસતિની માથાદીઠ આવક એમ બન્નેમાં શહેરી ભારતના હાલના વિકાસને જોતાં, સમગ્રતામાં લક્ઝરી માર્કેટમાં એક મોટી માંગની રચના થઈ છે ખાસ કરીને ઇંટિરિયર્સ અને ઇન-ટર્ન ફર્નીચરના પેટા ક્ષેત્રોમાં આ સવિશેષ જોવા મળ્યું છે. યુબીએમના માર્કેટમાં આવવાથી, ઇંડેક્સ દ્વારા ખરીદદારો અને વિશ્વભરમાંથી આંતરરાષ્ટ્રીય સ્ત્રોતરૂપ મહાનુભાવો તરફથી નોંધપાત્ર ધ્યાન ખેંચવામાં આવ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે એક્સ્પો ખાતે આ વૃદ્ધિ પામેલી આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિથી ભારતીય ઉદ્યોગને લાભ થશે."
શ્રી એલ. એ. ખાન, મેનેજીંગ ડિરેક્ટર, યુબીએમ ઇંડેક્સ, વધુમાં વિસ્તારપૂર્વક જણાવે છે, "અમારાં 26 વર્ષ જુનાં પ્રમુખ ટ્રેડ શૉને કારણે, ઇંડેક્સ, તેનાં પ્રકારનો એકમાત્ર બી2બી શૉ ભારતમાં ઉદ્યોગની જરૂરિયાતને સંતોષે છે, અમે આર્કિટેક્ટ્સ, ઇંટિરિયર ડિઝાઇનર્સ અને બિલ્ડર્સ/ડેવલપર્સ સમુદાયની સાથે ભારતભરમાં પ્રમુખ વેપાર અને ખરીદદાર મહાનુભાવો સાથે ઘનિષ્ઠ જોડાણને માણીએ છીએ. તદુપરાંત, અમારા વ્યૂહાત્મક જોડાણો મારફત, અમે ઉદ્યોગના વ્યાવસાયિક મંડળો સાથે સ્થાયી સંબંધો ધરાવીએ છીએ. આ શૉની 27મી આવૃત્તિ વિશાળ સંભાવનાઓ અને આ ક્ષેત્રના વિકાસ માટે ઇન-ટર્ન યોગદાન માટે વેપારી સમુદાયને ઉદ્યોગ મંચ તરીકે સેવા આપવાનું જારી રાખશે."
વધુ માહિતી માટે, મુલાકાત લો www.ubmindexfairs.com
યુબીએમ ઇંડિયા વિશે:
યુબીએમ ઇંડિયા ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રાદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. યુબીએમ ઇંડિયા દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. યુબીએમ એશિયાની એક કંપની, યુબીએમ ઇંડિયા મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટૉક એક્સચેંજ ખાતે લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22 61727353
યુબીએમ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article