મુંબઈ, October 9, 2015 /PRNewswire/ --
175થી વધુ પ્રદર્શનકારો સાથે ભારતીય ફૂડ બજાર સુધી પહોંચ
Fi India & Hi ટ્રેડ શોની 10મી આવૃત્તિ આગામી 19 ઓક્ટોબર, સોમવારથી 21 ઓક્ટોબર, બુધવાર સુધી મુંબઈ, ભારતના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. ભારતીય ફૂડ અને આરોગ્ય ઉદ્યોગ માટેના એકમાત્ર B2B મંચ તરીકે, Fi India & Hi આ ઉદ્યોગને ઉચ્ચ ગુણવત્તાશીલ ઘટકોના સ્ત્રોત મેળવવા, ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે નેટવર્ક પ્રસ્થાપિત કરવા, નવીનતમ ઉદ્યોગ ટ્રેન્ડ્સ અને નવતર સંશોધનો શીખવા અને તેમના બજાર હિસ્સાને વિસ્તારવાની તક પૂરી પાડે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151008/10132190 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ ઉદ્યોગના 10 વર્ષના અનુભવની તાકાતથી સજ્જ, ફાઈ ઈન્ડિયા એ મુક્ત, ઓન-સાઈટ સેમિનાર્સની એક શ્રેણી પૂરી પાડે છે જેમાં વિશ્વભરના અગ્રણી વ્યાપાર સહયોગીઓમાંથી વક્તાઓ ઉપસ્થિત રહે છે. આ સ્પેશ્યલાઈઝ્ડ સેમિનાર્સમાં ન્યૂટ્રાસ્યુટિકલ્સ અને ફંક્શનલ ફૂડ્સની વૃદ્ધિથી માંડીને ભારતીય ફૂડ બજારમાં પરવાનાની પ્રક્રિયા સુધીના વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેવાશે. ન્યૂટ્રિશન અને સુખાકારી એ ઝડપથી વિકાસ પામતો ટ્રેન્ડ છે જેનો હાલ તો કોઈ અંત દેખાતો નથી, અને આ કારણે જ આરોગ્ય ઘટકો (હાઈ) દ્વારા એક શક્તિશાળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જે આરોગ્ય, ન્યૂટ્રિશનલ અને સુખાકારી ઉદ્યોગના સંપૂર્ણ 360 અંશના પરિપ્રેક્ષ્યને પ્રસ્તુત કરશે. 1લા દિવસે એસોસિયેશન ઓફ ફૂડ સાયેન્ટિસ્ટ્સ એન્ડ ટેકનોલોજિસ્ટ (ઈન્ડિયા), એટલે કે એએફએસટીઆઈ દ્વારા ટેકનિકલ સેમિનાર્સનું આયોજન કરવામાં આવશે. એએફએસટીઆઈ એ વિશ્વભરમાં 2,300થી વધુ સભ્યો ધરાવતું સૌથી મોટા વ્યાવસાયિક અને શૈક્ષણિક સંગઠનોમાંનું એક છે. તેમના સત્રની અંદર "ઘટક ઉદ્યોગ માટે અનુપાલન"ને આવરી લેવાશે અને સામાન્ય અનુપાલનો, વિશ્લેષણાત્મક અનુપાલનો અને એફએસએમએસ અનુપાલનો વિશે ચર્ચા કરવામાં આવશે.
પોતાની પ્રોડક્ટ્સનું નિદર્શન કરનારા ઉચ્ચ-સ્તરીય ઘટક પૂરવઠાકારો ઉપરાંત પણ, ફાઈ ઈન્ડિયા ફરી એક વાર અગાઉ અત્યંત સફળ રહેલા એક્સપો ફૂડટેક પેવિલિયનનું આયોજન કરશે. પ્રોસેસિંગ, પેકેજિંગ, ઈક્વિપમેન્ટ અને સર્વિસીસ ક્ષેત્રે ઉપાયોની વધતી જરૂરિયાતને પરિપૂર્ણ કરતા, ફાઈ ઈન્ડિયા ફરી એકવાર આ લોકપ્રિય મંચને સામેલ કરીને તેમાં ભાગ લેનારાઓને જરૂરિયાતોની વધુ સંપૂર્ણ શ્રેણી માટે ઉપાયો પ્રાપ્ત કરવાની ક્ષમતા પૂરી પાડશે.
બીજા વર્ષ માટે, Fi India & Hi દ્વારા નિઃશુલ્ક બેકરી વર્કશોપનું આયોજન કરાઈ રહ્યું છે. આ વર્કશોપ હોલ નં. 6માં 19-20 ઓક્ટોબરે યોજાશે. આ વર્કશોપ બેકરી ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રો માટેના એક સર્વગ્રાહી શિક્ષણ, તાલીમ અને સંશોધન કેન્દ્ર, એસોકોમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેકરી ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ (એઆઈબીટીએમ) દ્વારા હાથ ધરાશે. આ વર્કશોપમાં બંને સેમિનાર અને પ્રદર્શનોનો સમાવેશ કરાશે. સામેલ કરવામાં આવનારા કેટલાક વિષયોમાં પોષણથી ભરપૂર બેકરી પ્રોડક્ટ્સ, ઓટ આધારિત કૂકીઝ અને ગ્લટન મુક્ત કૂકીઝ, ગ્લટન મુક્ત પડકારો અને બેક્ડ ગૂડ્સમાં ઈંડાની અવેજીઓને આવરી લેવાશે.
આ વર્ષે "ધ હેલ્ધી કૂકી બેકિંગ કોમ્પિટિશન" નામની એક બેકરી સ્પર્ધા પણ યોજાશે. આ સ્પર્ધામાં એવી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે કે જેઓ બેકિંગ, કેક, પેસ્ટ્રી અથવા ચોકોલેટ ઉદ્યોગમાં અથવા બેકર તરીકે વ્યાવસાયિક રીતે કામ કરે છે અથવા કામ કરી ચૂક્યા છે. આ સ્પર્ધા માટેની નોંધણી વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવે છે.
Fi India & Hi એ વૈશ્વિક ખાદ્ય ઘટક પોર્ટફોલિયોનો એક હિસ્સો છે જે 10 વૈશ્વિક ટ્રેડ શો ધરાવે છે, અને વિશ્વભરમાં આયોજિત અમારી ઈવેન્ટ્સમાં 142 દેશો ભાગ લઈ ચૂક્યા છે, જે સમગ્ર ખાદ્ય અને પીણા ઉદ્યોગ સુધી પ્રત્યક્ષ પહોંચ પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, મુલાકાત લો http://www.figlobal.com/india/home.
યુબીએમ ઈન્ડિયા વિશે
યુબીએમ ઈન્ડિયા એ અગ્રણી એક્ઝિબિશન આયોજક છે જે ઉદ્યોગોને એવો મંચ પૂરો પાડે છે જે એક્ઝિબિશન્સ, સામગ્રીના નેતૃત્વ હેઠળની પરિષદો અને પરિસંવાદોના પોર્ટફોલિયો દ્વારા વિશ્વભરના ખરીદનારા અને વેચનારાને સાથે લાવે છે. યુબીએમ ઈનિડયા દર વર્ષે દેશભરમાં 25થી વધુ મોટા સ્તરના એક્ઝિબિશન્સ તથા 40 પરિષદો આયોજિત કરે છે, જેના થકી તે બહુધા ઉદ્યોગ ક્ષિતિજોમાં વ્યાપારને ઉત્તેજન આપવામાં મદદરૂપ થાય છે. યુબીએમ એશિયાની કંપની, યુબીએમ ઈન્ડિયા હાલ મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસી ધરાવે છે જે લંડન શેરબજારની લિસ્ટેડ કંપની છે. યુબીએમ એશિયા એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક તથા ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કોમર્શિયલ આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરીને જુઓ વેબસાઈટ http://www.ubmindia.in
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
022-61727353
યુબીએમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article