મુંબઈ, October 9, 2015 /PRNewswire/ --
સ્માર્ટફોનના ક્ષેત્રમાં અગ્રણી કંપની ASUSએ વંચિત બાળકો સાથે ભાગીદારી કરવા પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે, જે તેમને તેમની રચનાત્મક કૌશલ્ય દર્શાવવા સક્ષમ બનાવશે. આ જાહેરાત દેશને સાથસહકાર આપવાની કામગીરીમાં ASUSની વિવિધ પહેલને અનુરૂપ છે. તાજેતરમાં કંપનીએ શ્રી સિટીમાં તેની ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151008/10132181 )
આ ભાગીદારી હેઠળ મુંબઈમાં ફાઉન્ડેશનનના 10 કેન્દ્રમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં 200થી વધારે બાળકોએ ભાગ લીધો હતો, જેમને રંગો સાથે પેપર પર તેમની રચનાત્મકતા પ્રસ્તુત કરવા પોતાની કલ્પનાઓને ઉપયોગ કરવાનું કહેવાયું હતું. આ ચિત્રોના કોલાજને 'મેક ઇન ઇન્ડિયા' એસસ ઝેનફોન 2ના 2000 ગ્રાહકો માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવેલી બેગમાં અંકિત કરવામાં આવશે, જે ASUSના એક્સક્લૂઝિવ સ્ટોરમાં અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે. આ વિશિષ્ટ બેગ ઉપરાંત ગ્રાહકોને ASUS ફેમિલી પાસેથી દિવાળીની સરપ્રાઇઝ પણ મળશે.
http://www.flipkart.com/asus/zenfone-2/new-ranges?otracker=hp_nmenu_sub_electronics_0_Asus
ASUS ઇન્ડિયાના સિસ્ટમ બિઝનેસ ગ્રૂપના કન્ટ્રી મેનેજર અને દક્ષિણ એશિયાના રિજનલ હેડ પીટર ચાંગે કહ્યું હતું કે, "અમે ભારત પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને અમારી હાજરીને વધુ અર્થસભર બનાવવા વિવિધ માર્ગો સક્રિયપણે શોધી રહ્યાં છીએ. અમારી ભારતીય ઉત્પાદન સુવિધાની શરૂઆતની જેમ પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે અમારું જોડાણ આ દિશામાં એક કદમ છે. અમે કળાનો શોખ ધરાવતા બાળકોને મદદ કરે તેવી પ્રવૃત્તિનો ભાગ બનીને આનંદની લાગણી અનુભવીએ છીએ, જેમાં તેમણે તેમની પ્રતિભા પ્રદર્શિત કરી છે." પીટરે ઉમેર્યું હતું કે, "પ્રથમ જાણકારી સાથે બાળકોને શિક્ષિત કરવા અને સશક્ત બનાવવાનું માધ્યમ છે. અમને ખાતરી છે કે આ પહેલ બાળકો કળા મારફતે પોતાની પ્રતિભાને અભિવ્યક્ત કરવા મંચ પ્રદાન કરે છે અને સાથે સાથે અભ્યાસક્રમથી વિશેષ મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ કરવામાં સહભાગી બનાવે છે."
ભારતમાં શિક્ષણની ગુણવત્તાને સુધારવાના ઉદ્દેશ સાથે 1995માં સ્થાપિત પ્રથમ વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની કામગીરી ભારતના 21 રાજ્યોમાં ફેલાયેલી છે અને વિવિધ કાર્યક્રમો મારફતે 77 લાખ બાળકો સુધી પહોંચ્યું છે.
ASUS વિશે
ASUS દુનિયાની ટોચની ત્રણ કન્ઝ્યુમર નોટબુક વિક્રેતા છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધારે એવોર્ડ-વિજેતા મધરબોર્ડ્સની ઉત્પાદક છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી કંપની ASUS હાલના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા ઉત્પાદનોને ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. કંપની મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ (PC), નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ જેવા ઉત્પાદનોનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. નવીનીકરણ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ASUSને 2014માં 4,326 એવોર્ડ મળ્યા હતા અને તેની Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ કરવાનો શ્રેય તેને જાય છે. વૈશ્વિક કક્ષાના સંશોધન અને વિકાસ માટે 5,200 ઇજનેરોની R&D ટીમ સાથે ASUS સમગ્ર વિશ્વમાં 16,000થી વધારે કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014માં કંપનીની કુલ આવક અંદાજે 14.5 અબજ ડોલર થઈ હતી.
વધુ માહિતી મેળવવા મુલાકાત લો: http://www.asus.com/in/
મીડિયા સંપર્ક:
મનોજ કુમાર
[email protected]
+91-9818520082
ASUS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article