મુંબઈ, October 8, 2015 /PRNewswire/ --
UBM ઈન્ડિયાએ આજે ભારતીય પરમાણુ ઊર્જાની 7મી આવૃત્તિની ઘોષણા કરી છે, જે નાગરિકી પરમાણુ ઊર્જા ઉદ્યોગની વૃદ્ધિ અને વિકાસને સમર્થન અને પ્રોત્સાહન આપવા એક્સક્લુઝિવપણે સમર્પિત એકમાત્ર પ્રદર્શન અને શિખર પરિષદ છે. તેનું સહ-આયોજન DAE (અણુ ઊર્જા વિભાગ) અને NPCILના (ભારતીય પરમાણુ વીજળી નિગમ લિમિટેડ) સહયોગથી કરાઈ રહ્યું છે, અને આ કાર્યક્રમની થીમ છેઃ પરમાણુ વીજળી અને મેક ઈન ઈન્ડિયા વિષય.
(Logo: http://photos.prnewswire.com/prnh/20151007/10132073 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ભારત પરમાણુ ઊર્જા 2015માં ડૉ. જિતેન્દ્ર સિંઘ, અણુ ઊર્જા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી, વડાપ્રધાન કાર્યાલય, ભારત સરકાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને અણુ ઊર્જા પંચના ચેરમેન, ડૉ. આર કે સિંહા પ્રાસંગિક ઉદબોધન કરશે. આ શિખર પરિષદમાં DAE, NPCIL તથા IAEAના (આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી) તેમજ નાગરિકી પરમાણુ ઉદ્યોગ ક્ષેત્રની અન્ય ખાનગી કંપનીઓના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભારત પરમાણુ ઊર્જા 2015ના અન્ય મુખ્ય અંશોમાં કેનેડા અને ભારત વચ્ચે સહયોગ પર આધારિત એક સેમિનાર સામેલ હશે.
ભારત પરમાણુ ઊર્જા 2015માં 70થી વધુ પ્રદર્શનકારો ભાગ લેશે અને તેમના તરફથી નવતર સંશોધનો, પ્રણાલિઓનો સર્વોત્તમ ઉપયોગ, જાળવણી, અને નાગરિકી પરમાણુ ઉદ્યોગ માટે ઉદ્યોગ પૂરવઠાકારો તરફથી પરિસ્થિતિ નિરીક્ષણ સાધનો સહિતની નવીનતમ ટેકનોલોજી અને પ્રસ્તુતિકરણનું નિદર્શન કરવામાં આવશે. આ બે-દિવસીય કાર્યક્રમ અંતર્ગત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને કેનેડા, રશિયા અને ફ્રાન્સ ઉપરાંત ભારત જેવા દેશોમાંથી આવેલા પ્રદર્શનકારો સાથે વાતચીત કરીને તેમનું નેટવર્ક પ્રસ્થાપિત કરવાની તકો પૂરી પાડશે, અને પરમાણુ ક્ષેત્રની વિશાળકાય તકોને ફળીભૂત કરી શકશે.
આ ઈવેન્ટના માર્કેટિંગ માટે આગામી 15મી ઓક્ટોબરના રોજ એક-દિવસિય પરિષદનું આયોજન કરાયું છે જેમાં પરમાણુ ઊર્જા - ભારતીય પરિદૃશ્ય, મેક ઈન ઈન્ડિયા - અણુ ઊર્જાઃ પ્રવર્તમાન દરજ્જો, વિદેશી ટેકનોલોજીનું સ્થાનિકીકરણ, જાહેર સ્વીકૃતતા અને પરમાણુ ઊર્જામાં CSR મુદ્દાઓ તેમજ નાગરિકી પરમાણુ કાર્યક્રમઃ ગત દાયકો અને નજીકના ભાવિ માટેનું પરિદૃશ્ય વિશે નિષ્ણાતોના પ્રવચન જેવા આ ઉદ્યોગના લગતા વિષયો પર ચર્ચા અને વિચારણા હાથ ધરાશે. આની સાથે-સાથે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC), ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM), સિસ્ટમ બિલ્ડર્સ અને એન્ડ-યુઝર કેટેગરી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સાથે સન્મુખ 'સ્પીડ મીટિંગ્સ' પણ હાથ ધરવામાં આવશે.
ભારત પરમાણુ ઊર્જા 2015 વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો http://www.ubmindia.in/indianuclearenergy/home
UBM ઈન્ડિયા વિશે:
UBM ઈન્ડિયા એ અગ્રણી એક્ઝિબિશન આયોજક છે જે ઉદ્યોગોને એવો મંચ પૂરો પાડે છે જે એક્ઝિબિશન્સ, સામગ્રીના નેતૃત્વ હેઠળની પરિષદો અને પરિસંવાદોના પોર્ટફોલિયો દ્વારા વિશ્વભરના ખરીદનારા અને વેચનારાને સાથે લાવે છે. UBM ઈનિડયા દર વર્ષે દેશભરમાં 25થી વધુ મોટા સ્તરના એક્ઝિબિશન્સ તથા 40 પરિષદો આયોજિત કરે છે, જેના થકી તે બહુધા ઉદ્યોગ ક્ષિતિજોમાં વ્યાપારને ઉત્તેજન આપવામાં મદદરૂપ થાય છે. UBM એશિયાની કંપની, UBM ઈન્ડિયા હાલ મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ધરાવે છે જે લંડન શેરબજારની લિસ્ટેડ કંપની છે. UBM એશિયા એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક તથા ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કોમર્શિયલ આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરીને જુઓ વેબસાઈટ www.ubmindia.in
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22- 61727353
UBM ઈન્ડિયા પ્રા. લિ.
<end_indent>
Share this article