WizIQએ વૈશ્વિક શિક્ષણ ટેકનોલોજી સંમેલન EdTech.Now માટે માઇક્રોસોફ્ટ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ સાથે ભાગીદારી કરી
નવી દિલ્હી, October 7, 2015 /PRNewswire/ --
ઇ-લર્નિંગ સ્પેસમાં પથપ્રદર્શક તરીકે અને વિશ્વના સૌથી મોટા ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મમાંના એક WizIQ તેના એક સામાન્ય પ્લેટફોર્મ EdTech.Now સંમેલનમાં વિશ્વના શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, સંશોધકો અને દીર્ઘદ્રષ્ટાઓને એકસાથે લાવશે. નવી દિલ્હીમાં લે મેરિડિયન હોટેલમાં 15 ઓક્ટોબરે આયોજિત આ સમારંભમાં 300થી વધારે શિક્ષકો, દીર્ઘદ્રષ્ટાઓ, રોકાણકારો, એડટેક સંશોધકો અને મીડિયા કર્મચારીઓ હાજર રહે તેવી અપેક્ષા છે. WizIQ દ્વારા આયોજિત EdTech.Now પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયા અને સોફ્ટવેરમાં પથપ્રદર્શક માઇક્રોસોફ્ટ, સાથે અનુક્રમે શિક્ષણ અને નવીન ટેકનોલોજીમાં વિશિષ્ટ જોડાણ ધરાવે છે.
ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રી મારફતે શિક્ષણ, વર્તમાન પ્રવાહો, ભવિષ્યના વિકાસ, પડકારો અને તકો પર ટેકનોલોજીની ક્રાંતિકારી અસરમાં ઊંડી સમજણ લાવવા EdTech.Now ભારતનું ટોચની વૈશ્વિક શિક્ષણ સંમલન બની રહેશે તેવી ખાતરી છે. આ સંમેલનમાં ચાવીરૂપ ભાષણ સાંભળવા મળશે અને વિનોદ ધામ (એકેડગિલ્ડના CEO અને સહ-સ્થાપક અને ઇન્ડોયુએસ વેન્ચર પાર્ટનર્સના સ્થાપક MD) જેવા ઉદ્યોગના વિવિધ અગ્રણીઓ પાસેથી સંપૂર્ણ સત્રો યોજશે, જેમાં આ નેતાઓ ડિજિટલ યુગમાં શિક્ષણના ભવિષ્યની ચર્ચા કરશે.
પેન્ટિયમ પ્રોસેસરના જનક અને હવે એજટેક ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા વિનોદ ધામે કહ્યું હતું કે, "જે રીતે સ્માર્ટ ફોન્સે કમ્પ્યુટર ઉદ્યોગની દિશા બદલી નાંખી છે અને વ્યક્તિગત કમ્પ્યુટર્સને નકામાં બનાવી દીધા છે. તે જ રીતે નજીકના ભવિષ્યમાં ઓન-લાઇન શિક્ષણ હજારો કોલેજ અને યુનિવર્સિટીઓને બિનઉપયોગી બનાવશે, જે અત્યાર અસ્તિત્વ ધરાવે છે."
કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના મેનેજિંગ ડિરેક્ટર રત્નેશ ઝાએ કહ્યું હતું કે, "ભવિષ્યમાં શિક્ષણમાં ડિજિટલ સ્વીકાર્યતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રકાશકો અને કન્ટેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર્સ માટે IT/ડિજિટલ પ્લેટફોર્મ સમર્થકાર તરીકે કામ કરશે. ટેકનોલોજી સક્ષમ શૈક્ષણિક હસ્તક્ષેપ 21મી સદીના ભારતને ઘડવા અધિકૃત બનશે. શૈક્ષણિક સમુદાય માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સારી રીતે સંશોધિત કન્ટેન્ટ, ડિજિટલ સોલ્યુશન્સ, આકારણી, વ્યક્તિગત અને સ્વીકાર્ય શિક્ષણ તેમજ શિક્ષક સમુદાય માટે સુયોજિત સપોર્ટ સિસ્ટમ/સંસાધનો મહત્ત્વપૂર્ણ પરિબળો છે અને WizIQ જેવી એજટેક કંપનીઓ લાખો લોકોને આ પ્રકારના સોલ્યુશન્સ પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ EDTech.Now જેવી થિંક ટેક સુલભ થવાથી ખુશ છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ અને સોલ્યુશન્સનો પ્રસાર કરવા વ્યાપક પહોંચ મારફતે મોટી અસર કરવાની સંભવિતતા ધરાવે છે."
આ જાહેરાત પર બોલતા WizIQના સ્થાપક અને CEO હરમન સિંઘે ટિપ્પણી કરી હતી કે, "અત્યારે ટેકનોલોજીએ શિક્ષણ ઉદ્યોગમાં મોટા પાયે ક્રાંતિ કરી છે, દિશા જ બદલી નાંખી છે, જેને શિક્ષણ અપનાવી છે. અમારા EdTech.Now સંમેલન સાથે અમે વૈચારિક અગ્રણીઓ, નિષ્ણાતો અને ઓનલાઇન શિક્ષણમાં પથપ્રદર્શકો પાસેથી આ ક્ષેત્રનું ભવિષ્ય જાણવા એકસાથે લાવવા આતુર છીએ. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયા જેવા ઉદ્યોગ અગ્રણી અને માઇક્રોસોફ્ટ જેવા સંમેલનમાં સક્રિય ભાગીદારો આ સંમેલનને ભારતમાં ઓનલાઇન શિક્ષણના ક્ષેત્રમાં માપદંડ બનાવશે."
WizIQનું EdTech.Nowમાં ઓનલાઇન શિક્ષણ અને ટેકનોલોજીના ઉપયોગ સાથે સંબંધિત વિવિધ બાબતો પર ચર્ચાવિચારણા થશે અને અગ્રણીઓ તેમના સૂચનો રજૂ કરશે. "રાઇડિંગ ધ ચેન્જ - ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઓનલાઇન એજ્યુકેશન સર્વિસ પ્રોવાઇડર્સ", "વર્કફોર્સ 2020 - ઇમર્જિંગ ટ્રેન્ડ્સ એન્ડ ચેલેન્જીસ ઇન કોર્પોરેટ લર્નિંગ" અને "એંગેજિંગ ધ લર્નર ઇન ધ ઓનલાઇન વર્લ્ડ - પર્સપેક્ટિવ્સ ફ્રોમ એજ્યુકેટર્સ એન્ડ લર્નર્સ" જેવા વિષયો સાથે EdTech.Now ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્ર, ઇ-લર્નિંગ સેવા પ્રદાતા, ટેક નવીન સંશોધકો અને કન્ટેન્ટ પ્રોવાઇડર્સના શિક્ષકો અને વહીવટકર્તાઓ માટે યોગ્ય પ્લેટફોર્મ બનશે અને મુલાકાત લેવા યોગ્ય સંમેલન બનશે.
WizIQ વિશે:
વર્ષ 2007માં સ્થાપિત WizIQ વિશ્વના સૌથી મોટા ક્લાઉડ આધારિત એજ્યુકેશન પ્લેટફોર્મ્સમાંનું એક છે. 200થી વધારે દેશના 40 લાખથી વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સેવાઓ પ્રદાન કરવા 4,00,000થી વધારે શિક્ષકો WizIQને સક્ષમ બનાવે છે. WizIQનું એવોર્ડવિજેતા વર્ચ્યુઅલ ક્લાસરૂમ સોલ્યુશન શિક્ષક સંચાલિત જીવંત શિક્ષણની ઓનલાઇન ડિલીવરી સક્ષમ બનાવે છે, જેને સમગ્ર વિશ્વના શિક્ષણ સેવા પ્રદાતા પાસેથી પ્રશંસા મળી છે. WizIQ ઓનલાઇન એકેડમી બિલ્ડરે ગણતરીની મિનિટમાં કસ્ટમાઇઝ એકેડેમિક્સ સ્થાપિત કરીને શિક્ષણ સેવા પ્રદાતાઓને સશક્ત કરીને શિક્ષણ ટેકનોલોજીમાં ક્રાંતિકારી હરણફાળ ભરી છે.
ઓનલાઇન એકેડમી બિલ્ડર મોબાઇલ લર્નિંગ, વીડિયો સ્ટ્રીમિંગ, લાઇવ ઓનલાઇન ક્લાસરૂમ, ડિસકશન બોર્ડ, આકારણી, સૂઝ અને વિશ્લેષણ જેવી અત્યાધુનિક વિશેષતાઓ મારફતે વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા ડિઝાઇન કરાયેલ છે. વિકાસની જટિલતાઓ દૂર કરી અને સેટઅપ ખર્ચ અને સર્વરના માળખાનું ભારણ દૂર કરી આ સોલ્યુશન મહત્ત્વપૂર્ણ રીતે માલિકીના કુલ ખર્ચને ઘટાડે છે. ઉપરાંત ઇન-બિલ્ટ ઇ-કોમર્સ ક્ષમતા તેમને તેમની સેવાઓમાંથી કમાણી કરવા અને નવા બજારો સુધી પહોંચવા ઝડપથી વિસ્તરણ કરવા સક્ષમ બનાવે છે. http://www.wiziq.com
મીડિયા સંપર્ક:
રિચા સિંઘ
[email protected]
+91-8427-263388
હેડ ઓફ કમ્યુનિકેશન્સ
Share this article