નવી દિલ્હી, October 1, 2015 /PRNewswire/ --
- 270થી વધુ પ્રદર્શક અને 10,000 વ્યાપાર મુલાકાતીઓ ચોથી આવૃત્તિની ઓળખ બની રહ્યા
- રીટેલ જ્વેલર ગીલ્ડ એવોર્ડ 2015 અને ભારતની રીટેલ જ્વેલરી કંપનીઓના પ્રકાશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું
- નવો ટ્રેન્ડ સેટ કરનારી પ્રોડક્ટ ડિઝાઇન્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન અને લોન્ચ
પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે UBM ઇન્ડિયા દ્વારા આયોજિત દિલ્હી જ્વેલરી અને જેમ ફેર 2015નું સફળતાપૂર્વક સમાપન થયું. આ કાર્યક્રમને મુખ્ય અતિથી શ્રી ક્રિષ્ણપાલ ગુર્જર - સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્ય મંત્રી સહિત શ્રી વિપુલ ગોયેલ, ધારાસભ્ય; યોગેશ સિઁઘલ, જનરલ સેક્રેટરી, દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન; શ્રી રામનિવાસ ગોયેલ, ધારાસભ્ય; શ્રી પ્રેમ શર્મા, પ્રમુખ, દિલ્હી બુલિયન એન્ડ જ્વેલરી વેલફેર એસોસિયેશન અને શ્રી રામાવતાર વર્મા, પ્રમુખ, દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151001/10131699 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151001/10131766 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151001/10131766-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20151001/10131766-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ કાર્યક્રમને જ્વેલરી ઉદ્યોગના અવિભાજ્ય અંગ તરીકે માન્યતા પ્રાપ્ત હતી અને તેણે મહત્વના એસોસિયેસન, પ્રદર્શકો અને ગ્રાહકોને એક છત નીચે એકઠા કર્યા હતા. દિલ્હી જ્વેલરી એન્ડ જેમ ફેર એ ઉત્તર ભારતનો સૌથી મોટો B2B જ્વેલરી ફેર છે અને UBM ઇન્ડિયા દ્વારા ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે દર વર્ષે આયોજિત કરવામાં આવતા મુખ્ય ચાર કાર્યક્રમોમાંનો એક છે.
ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમે 270થી વધુ પ્રદર્શક સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો અને ઉત્તર ભારતમાં ઘરેણાના ઉત્પાદનકર્તાઓ, રીટેલર્સ, જથ્થાબંધ વેપારીઓ, આયાતકારો અને નિકાસકારો સાથે વ્યાપાર સ્થાપિત કરી આપ્યો હતો. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા પડોશી રાજ્યો તરફથી પણ આ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો અને તેમણે આ કાર્યક્રમને ઉદ્યોગજગતના મંચ તરીકે પ્રમાણિત કર્યો હતો. તે જ રીતે, આ કાર્યક્રમમાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના પ્રદર્શકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દુબઈ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મલેશિયાથી આવેલા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ પણ દિલ્હીમાં આયોજીત જ્વેલરી એન્ડ જેમ ફેર 2015ની ચોથી આવૃત્તિનો હિસ્સો બન્યા હતા. આ વર્ષે અગાઉથી 22,500 જેટલી નોંધણીઓ થઈ હતી, જે આ પ્રદેશમાં ઉદ્યોગોના વિકાસની સૂચક છે. દહેરાદૂન, કાનપુર, મેરઠ અને શ્રી ગંગાનગરમાં યોજાયેલા રોડ શૉની પ્રસ્તૂતિએ પણ દિલ્હી માટે સહાયક ભાગ ભજવ્યો હતો.
આ કાર્યક્રમમાં દેશના ખ્યાતનામ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ જેવા કે, જિંદાલ જ્વેલર્સ, N.D ડાયમન્ડ્સ, P.C ટોટુકા, રોહતક ચેઇન્સ, રોયલ ચેઇન્સ, સ્વર્ણસરીતા, સ્વર્ણશિલ્પી, તાતીવાલાઝગહેના, યુનિક ચેઇન, મોહન જેમ્સ એન્ડ જ્વેલ્સ, બિંદી જ્વેલર્સ, ચેઇન-એન-ચેઇન્સ, દામારા, ધીરસન્સ ડાયમન્ડ્સ, ફાઇન જ્વેલ્સ, હરિયાણા જ્વેલર્સ, ઇટાન જ્વેલ્સ, જયપુર રત્ન, જ્વેલરી મશીનરી એસોસિયેશન, WBIDC વગેરેનો સમાવેશ થાય છે. દિલ્હી જ્વેલરી એન્ડ જેમ ફેર 2015માં કેટલાક નવા ઉત્પાદનોનું લોન્ચિંગ પણ થયું હતું, જૂનાગઢ (ગુજરાત) સ્થિત બિંદી જ્વેલર્સ જેવા પ્રદર્શકે આર્ટ જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું હતું, જેમાં પેઇન્ટિંગ ધરાવતી સિંગલ પીસ ઇન-હાઉસ એન્ટીક જ્વેલરીનો સમાવેશ થાય છે. કોલકાતાની બહાર સ્થિત G.M. જ્વેલર્સે તેમના કંગનના એક્સક્લુસિવ ડિઝાઇન કલેક્શન પર આધારિત ટેમ્પલ જ્વેલરી કલેક્શનને લોન્ચ કર્યું હતું. આ વર્ષે વધુ એક પ્રદર્શક સ્ટર્લિંગ ઓર્નામેન્ટ્સ પ્રા. લિ. દ્વારા એરઝૂ કિડ્ઝ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. બાળકો માટેના આ ઘરેણા ડિઝનીના કાર્ટૂન કેરેક્ટર્સ પર આધારિત છે અને તે સામાન્ય રીતે પ્રચલિત ડિઝની કલેક્શનથી ઘણું અલગ છે.
UBM ઇન્ડિયા પ્રા. લિ.ના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, 'ભારતમાં રીટેલ જ્વેલરીનું સંગઠિત માર્કેટ હજુ પણ વિકાસશીલ હોવાથી વિકાસ માટેને અગણિત તકો રહેલી છે. આ ક્ષેત્ર ગ્રાહકોની પ્રાથમિક્તામાં પરિવર્તન સહિત જ્વેલરીની રચનાત્મક ડિઝાઇન અને વેરાઇટીમાં સતત વધતી જઈ રહેલી માગનો અનુભવ કરી રહ્યું છે. દિલ્હી જ્વેલરી એન્ડ જેમ ફેરની ચોથી આવૃત્તિમાં મુલાકાતીઓની સંખ્યામાં આકર્ષક વધારો થયેલો જોવા મળ્યો છે, જે ઉત્તર ભારતમાં ઉદ્યોગજગત દ્વારા પૂરી પાડવામાં આવતી તકો અને માર્કેટની ખપતમાં થઈ રહેલા વધારા વચ્ચે સેતુ સાધવાના અમારા ઉદ્યમના સાક્ષીરૂપ છે.'
આ કાર્યક્રમે NIFTના ઉભરી રહેલા ડિઝાઇનરોની પ્રતિભાને સન્માનિત કરી સ્વીકૃતિ આપી હતી. કાર્તિક ધુરિઆ, NIFT દિલ્હી, સૂર્યા રસ્તોગી, NIFT દિલ્હી, મેઘનાસિંહ, NIFT અમદાવાદ અને મનીષા મોહાપાત્રા, NIFT દિલ્હી ડિઝાઇન ઇન એક્સિલેન્સ પુરસ્કારના વિજેતા બન્યા હતા. ફેશન શૉ પણ આ કાર્યક્રમની એક વિશિષ્ટતા બની રહી હતી, જેમાં નિયોનિતા લોધ, મિસ ઇન્ડિયા યુનિવર્સ, 2014; દિક્ષા કૌશલ, મિસ ઇન્ડિયા 2015ની ફાઇનાલિસ્ટ; વર્તિકા સિંહ, મિસ ઇન્ડિયા ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2015 અને આફ્રિન રેચલ વાઝ, મિસ ઇન્ડિયા સુપર નેશનલ જેવી શૉ સ્ટોપર્સે બેનમૂન જ્વેલરી ડિઝાઇન્સ સાથે રેમ્પ વૉક કર્યું હતું.
UBM ઇન્ડિયાની સર્વપ્રથમ પહેલ રીટેલ જ્વેલર ગિલ્ડ એવોર્ડ્સ, 2015ના ભાગરૂપે લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ શ્રી રામચંદ પોપલેને; યુવા તુર્ક એવોર્ડ શ્રી મિથુન સાચેતીને; વુમન ઑફ ધી ઇન્ડસ્ટ્રી એવોર્ડ વૈશાલી બેનરજીને; ઇન્ડસ્ટ્રી ક્રુસેડર એવોર્ડ શ્રી સંજય કોઠારીને; નેશનલ બ્રાન્ડ પ્રેઝન્સ એવોર્ડ તનિષ્કને; બેસ્ટ શૉરૂમ એવોર્ડ શ્રી રમેશ નારંગને હઝૂરીલાલ લેગસી, દિલ્હી માટે અને ઇમર્જિંગ રીટેલર એવોર્ડ B. G. ગોટેવાલા જ્વેલર્સને એનાયત થયો હતો.
આ વર્ષના રીટેલ જ્વેલર્સ ગિલ્ડ એવોર્ડના ઉભરી રહેલા વિજેતાઓમાં P.N. ગાડગિલ જ્વેલર્સ પ્રા. લિ., અનમોલ જ્વેલર્સ, અબરાન ટાઇમલેસ જ્વેલરી પ્રા. લિ., ખુરાના જ્વેલરી હાઉસ, વુમિદી બંગારુ જ્વેલર્સ, મહેંદી ડાયમન્ડ્સ પ્રા. લિ., કાશી જ્વેલર્સ, કિર્તીલાલ કાલીદાસ જ્વેલર્સ પ્રા. લિ., મહેંદી ડાયમન્ડ્સ પ્રા. લિ., H.K. ડિઝાઇન્સ, રિલાયન્સ જ્વેલ્સ, કાશી જ્વેલર્સ, કિર્તીલાલ કાલીદાસ જ્વેલર્સ પ્રા. લિ., સ્વનસુખ જ્વેલર્સ પ્રા. લિ., વામન હરિ પેઠે સન્સ અને ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી લિ.નો સમાવેશ થાય છે.
આ સાથે જ, મહત્વના નિરીક્ષણો અને ટ્રેન્ડ્ઝ સાથે ઇન્ડસ્ટ્રીનો 10 વર્ષનો અંદાજ ધરાવતું ભારતની રીટેલ જ્વેલરી કંપનીઓનું પ્રકાશન પણ UBM ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
UBM ઇન્ડિયા વિશે:
UBM ઇન્ડિયા એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકારો વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયાના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM એશિયા એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM એશિયા એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-6172 7353
UBM ઇન્ડિયા પ્રા. લિ.
Share this article