નવી દિલ્હી, October 1, 2015 /PRNewswire/ --
વ્યાવસાયિક દુનિયામાં કૂકિંગ (રસોઈકળા)નો સંબંધ ફક્ત સ્વાદ અને સુગંધ સાથે જ નથી, જેનો અહેસાસ સાત યુવાન શેફને થયો છે, જેમણે 18 સપ્ટેમ્બર, 2015ના રોજ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં t2 ના જોડાણમાં આયોજિત IIHM-યંગ શેફ ઇન્ડિયા સ્કૂલ્સ 2015ની ફાઇનલમાં એકબીજાનો મુકાબલો કર્યો હતો અને યંગ શેફનો તાજ પહેરવા સ્પર્ધા કરી હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150930/10131635)
(Photo: http://photos.prnewswire.com/prnh/20150930/10131635-a)
(Photo: http://photos.prnewswire.com/prnh/20150911/763290)
ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટેની કૂકિંગ સ્પર્ધાની વિજેતા અમદાવાદની મહારાજા અગ્રસેન વિદ્યાલયમાંથી વેદિકા કારિવાલા હતી. તેણે સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો, કારણ કે તેની પ્લેટમાં ઘણી કૂકિંગ કળાઓ અને ટેકનિક હતી. સ્વાદ ઉપરાંત રાંધણકળા દબાણ હેઠળ ડિશની બનાવટ, તેના દેખાવ, સ્વાદની સાતત્યતા, તેમાં એકાકાર થવા અને ધૈર્ય સાથે તેને વળગી રહેવાની તેમજ રાંધવાની જગ્યાને સ્વચ્છ જાળવવાની કળા છે," તેવું 5 નિર્ણાયકોની પેનલે એકમતે જણાવ્યું હતું, જેમાંથી 3 નિર્ણાયકો લંડનના પ્રસિદ્ધ ભારતીય શેફ છે.
નિર્ણાયકોમાં એલ. એન.મિત્તલના ઘરની નજીકમાં નોટિંગ હિલમાં સ્થિત ચક્ર રેસ્ટોરાંના માલિક એન્ડી વર્મા, પોતાના પરિવાર સંચાલિત બ્રિલિયન્ટ રેસ્ટોરાંના શેફ દિપના આનંદ અને સાઉથ ગ્લોસેસ્ટશાયરમાં રોમીસ કિચનના શેફ રોમી ગિલ સામેલ હતા, ઉપરાંત માસ્ટર ઓફ વાઇન લિઆમ સ્ટિવન્સન અને યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનના લંડન સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર ડેવિડ ફોસ્કેટ્ટ સામેલ હતા.
તો 17 વર્ષની વેદિકાએ શું કર્યું હતું, જેના પગલે દિલ્હી, કલકત્તા, પૂણે, બેંગલોર, હૈદરબાદ અને જયપુરના અન્ય છ ફાઇનલિસ્ટ પાછળ રહી ગઈ હતી? વિકાસ ખન્નાની ફેન વેદિકા કારિવાલે કહ્યું હતું કે, "મેં ચીજવસ્તુઓને ઉપયોગ અલગ રીતે કર્યો હતો. મેં મારી પૂરણ કચોરી ભારતીય મરીમસાલા સાથે શેકી હતી, પછી એક નિર્ણાયકે કહ્યું હતું કે તેણે અગાઉ આવું જોયું નથી. ઉપરાંત શતાવરી ફરતે પફ પેસ્ટ્રી વીંટી હતી, જેથી તે ક્રન્ચી બની હતી."
IIHM (ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ)ના માર્ગદર્શક અને ક્યુલિનરી ડિરેક્ટર શોન કેનવર્થીએ કહ્યું હતું કે, "કેટલાંક વિદ્યાર્થીઓએ કેટલીક સરળ ચીજવસ્તુઓ બનાવી હતી, જે સ્વાદિષ્ટ હતી, પણ આ સ્તરની સ્પર્ધામાં તમારે કેટલીક કળાઓ કે કુશળતાઓ પ્રદર્શિત કરવી પડે છે. રચનાત્મકતા માટે 20 પોઇન્ટ હતા."
ઇલિંગ હોટેલમાં ફાઇનલ અગાઉની રાતે સ્પર્ધકોને એકત્ર કરવામાં આવ્યા હતા, અહીં વેદિકાએ એક સહસ્પર્ધક સાથે વિચારોની ચર્ચા કરી હતી અને તેને અહેસાસ થયો હતો કે બંને એક જ ડિશ બનાવવાની યોજના ધરાવતા હતા! વેદિકાએ કહ્યું હતું કે, "અમે બંને ઝુકિની બોર્ડ્સ અને એકસરખી ગ્રેવીનો ઉપયોગ કરતા હતા, એટલે અમે બંનેને કેટલીક બાબતો બદલી નાંખવાનો નિર્ણય કર્યો હતો. તેણે ઝુકિનીનો આકાર બદલીને તેની પ્લેટની શૈલી બદલી હતી અને મેં મારી ગ્રેવી." જો નિર્ણાયકો આ વાત જાણતા હોત તો તેઓ ચોક્કસ વેદિકાને બ્રાઉની પોઇન્ટ્સ આપ્યો હોત, જે શેફની સૌથી મોટી ખાસિયત છે - પૂર્વતૈયારી કર્યા વિના ઉત્કૃષ્ટ રસોઈ તૈયાર કરવી.
પોતાના 5માં વર્ષમાં યંગ શેફ કોમ્પિટિશનની ફોર્મેટ વધારે પડકારજનક હતી. દરેક ફાઇનાલિસટને 16 ઘટકોની યાદી આપવામાં આવી હતી, જેમાં બટાટા, લીલી શતાવરી, ફ્રેન્ચ વટાણા, બટરનટ સ્ક્વોશ અને અરબી સામેલ હતા, ઉપરાંત છેલ્લા દિવસે એક ગુપ્ત ઘટકનો ખુલાસો થયો હતો, જે પુરણપોળીની કઢાઈ હતી. દરેકે ડિઝર્ટ માટે ઇટાલિયન ડિઝર્ટ પન્નાકોટા બનાવવાનું હતું.
સતત ત્રણ વર્ષથી નિર્ણાયકની ભૂમિકા અદા કરનાર કોલકાતાના સેલિબ્રિટી જજ શેફ અને એન્ડી વર્માએ કહ્યું હતું કે, "રમતની રૂપરેખા બદલાઈ ગઈ છે. હવે અમે વધુ વ્યાવસાયિક પરિણામે મેળવવા રચનાત્મક પાસું ઉમેર્યું છે. તેમાંથી એક અપરિચિત શાકભાજીઓ સાથેનું બોક્સ હતું, જે તેમનામાં રચનાત્મકતા પ્રેરિત કરે છે. અન્ય એક બાબત ડિઝર્ટનો સેટ હતો, જે નિર્ણાયકોને દર્શાવે છે કે તેઓ નવી નવી વાનગીઓ વિશે જાણકારી મેળવી શકે છે અને તેમનું ચોક્કસ અર્થઘટન કરી શકે છે."
વિજેતા મારવાડી છોકરી પોતાને "કલકત્તા ફેન" તરીકે ઓળખાવે છે, કારણ કે તે ત્યાંના સ્ટ્રીટ ફૂડ અને મિલ્ક કેક્સને અતિ પસંદ કરે છે. તે તેના ઇનામના 5,000 પાઉન્ડ (રૂ. 5,00,000)નું શું કરશે? વેદિકાએ કહ્યું હતું કે, "હું લંડનના રસોડાઓથી અતિ પ્રભાવિત થઈ છું અને ઘરે પરત ફરીને મારા પોતાના રસોડા માટે સારાં ઉપકરણો ખરીદવા આ રૂપિયાનો ઉપયોગ કરીશ." વેદિકા ઘરના લોકો અને સગાસંબંધીઓ વચ્ચે ચીઝ પોટેટો રોએસ્ટી માટે જાણીતી છે.
આ કોર્મસની વિદ્યાર્થી માટે વિજય ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે. તે હવે શેફ બનવા પ્રતિબદ્ધ છે. શેફ દિપ્નાએ કહ્યું હતું કે, "બ્રિટનમાં વેદિકા જેવા લોકો માટે રોજગારી મેળવવાની પુષ્કળ તક છે, કારણ કે લંડનમાં રસોઈકળાથી પરિચિત લોકોની ખેંચ છે." જોકે અહીંથી વિદેશમાં સ્થાયી થવામાં મોટો અવરોધ ઇમિગ્રેશનના કડક નિયમો છે તે બાબતે તેમણે ધ્યાન દોર્યું હતું. દિપ્નાએ ઉમેર્યું હતું કે, "સરકાર કાયદો હળવો કરશે ત્યારે અમે તેમના જેવા શેફને બ્રિટનમાં લઈ જઈ શકીશું. અગાઉ હું મારા તમામ શેફ ભારતમાંથી લાવતી હતી, પણ હવે નિયમો કડક બની ગયા છે."
જ્યારે સપ્ટેમ્બર 18, શુક્રવારે મુખ્ય અતિથિ અને રાજકારણી બોબ બ્લેકમેન અને યંગ શેફ પહેલના સ્થાપક IIHM ના સ્થાપક ડો. સુવર્ણ બોઝની હાજરીમાં ડિનર અગાઉ વિજેતાની જાહેરાત થઈ હતી ત્યારે વેદિકાને વિશ્વાસ જ આવ્યો નહોતો અને ઉત્સાહમાં પોતાનો આવેશ રોકી શકી નહોતી.
રણવીર સિંહની ફેન વેદિકાએ વિજેતા તરીકે બ્લેક રિબન સાથે બ્રાઉન હેડ ધારણ કરીને તાજ ધારણ કરીને પિક્ચર્સ આપતા અગાઉ કહ્યું હતું કે, "હું બહુ જ ખુશ છું. મારી પાસે કહેવા શબ્દો નથી. સ્પર્ધા અતિ મુશ્કેલ હોવાથી મને જીતવાની અપેક્ષા જ નહોતી. હું ભારતના 6 શ્રેષ્ઠ શેફ સાથે સ્પર્ધા કરતી હતી."
આ તાજ શા માટે? વેદિકાએ કહ્યું હતું કે, "મને તાજ ધારણ કરવા પસંદ છે. મને વિજેતા બનવું ગમે છે. મારા ઘરે ઘણા ઇનામો છે. મેં વિચાર્યું છે કે હું બધાથી અલગ કરીશ" ચોક્કસ વેદિકા પ્રતિભાશાળી છે, અને તે તેનું સ્વપ્ન સાકાર કરશે.
તેમનું શું કહેવું હતું:-
IIHM ના ચેરમેન ડો. સુવર્ણ બોઝે કહ્યું હતું કે, "આ સ્પર્ધાનો ઉદ્દેશ આગામી યંગ શેફ ચેમ્પિયન શોધવાથી વિશેષ હતો. તેનો હેતુ રસોઈકળાને જીવનની એક મહત્ત્વપૂર્ણ કળા તરીકે પ્રોત્સાહિત કરવાનો છે." "રસોઈકળા જીવનની એક મૂળભૂત કળા છે. કેવી રીતે ટકવું અને સ્વસ્થ રહેવું તેની જાણકારી મેળવવી બહુ મહત્ત્વપૂર્ણ છે!"
"આ સ્પર્ધાએ અમારા બધાના જીવનને એક નવા સ્તરે પહોંચાડી દીધું છે. પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કરવું રોમાંચક હતું. અતિ થોડા લોકોને આ તક મળે છે. અહીં મારી યાદો અવિસ્મરણીય છે. મારા નવા માર્ગદર્શકો, અમે જે નવું શીખ્યાં છીએ, જે મોટા શેફને મળ્યાં છીએ, શેફ હેસ્ટન બ્લૂમેન્થલ દ્વારા ઓટોગ્રાફ કરેલી પુસ્તક મળી છે, અમે જે વિજેતાની મુદ્રા બનાવી હતી, અમે જે ગીતો ગાયા હતા, જે જે જૂથ બનાવ્યું હતું, જે પ્રસંગો પર હસ્યા હતા અને રડ્યાં હતાં વગેરે અનેક યાદો મારા મનમાં તાજી થઈ જાય છે. અમારી વચ્ચે આજીવન સંબંધનું નિર્માણ થયું છે." - વેદિકા કારિવાલા - વિજેતા "યંગ શેફ ઇન્ડિયા, ઇન્ડિયા સ્કૂલ્સ 2015", મહારાજા અગ્રસેન વિદ્યાલય, અમદાવાદ.
"YC15 રસોઈકળાની દુનિયામાં નામના મેળવવા ઇચ્છતાં મહત્ત્વાકાંક્ષી યંગ શેફ માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ અને તક છે. આ સ્પર્ધાએ ઘણો આનંદ આપ્યો છે અને આ પ્રકારના મોટા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર હું મારી શાળા, વિસ્તાર અને મારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો તેનું મને ગર્વ છે. આ સ્પર્ધામાં ભાગ લેવાનું શક્ય બનાવનાર તમામ વ્યક્તિઓનો ધન્યવાદ." - પ્રિયંકા નાથ - ગ્લેન્ડેલ એકેડમી, હૈદરાબાદ.
"સ્પર્ધાએ સેલિબ્રિટી શેફ સામે રાંધવા આપણને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ આપ્યું છે. તે આપણને આપણી પસંદગીના ક્ષેત્રના કારકિર્દીમાં આગળ વધવા જરૂરી પ્રોત્સાહન આપે છે. લંડન જવું હંમેશા મારું સ્વપ્ન હતું, જે સાકાર થયું છે. તે અતિ સુંદર શહેર છે અને તેમાં યાદગાર સમય પસાર કર્યો હતો." - તનય - દિલ્હી પબ્લિક સ્કૂલ, બેંગ્લોર.
"યંગ શેફ ઇન્ડિયા સ્કૂલ્સ 2015 મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. હવે હું મારી સફળ કારકિર્દીનું સ્પષ્ટ વિઝન ધરાવું છું. જીત અને હાર આપણા જીવનનો એક ભાગ છે અને હા મારી જીત થઈ છે!! મેં અન્ય છ સ્પર્ધકો, પ્રતિષ્ઠિત નિર્ણાયકો, વિશ્વ કક્ષાના શેફ અને કુશળ આયોજકોના હૃદય જીતી લીધા છે. મારી વિશેષ સિદ્ધિ મારા મિત્રો છે, જે મેં લંડનમાં બનાવ્યા છે. " - સાર્થક કાલરા - રુકમણી બિરલા મોડર્ન સ્કૂલ, જયપુર.
"આ પ્રકારની સ્પર્ધાનો ભાગ બનવું તે ખરેખર સારો અનુભવ હતો. વ્યાવસાયિક રેન્જમાં કામ કરવું મારું હંમેશનું સ્વપ્ન હતું અને આ અનુભવ ખરેખર યાદગાર હતો. હું ફક્ત એટલું જ કહીશ કે તે મારા જીવનમાં મળેલી એકમાત્ર તક હતી, જેમાં મેં મારું સ્વપ્ન સાકાર કરવા 100 ટકા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મારી પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મને હંમેશા યાદ રહેશે કે આપણે 7 એકબીજા સાથે કેટલી ગાઢ રીતે જોડાઈ ગયા છીએ. " - ઇસ્તુતિ - સેલ્વાન પબ્લિક સ્કૂલ, ગુડગાંવ.
"યંગ શેફે મને ઘણી લોકપ્રિયતા મેળવવામાં મદદ કરી છે. હું આ હારને દિલ પર નહીં લઉં, કારણ કે ઇસ્તુતિની માતાએ સરસ વાત કહી છે કે જો હું વિજેતા બનીશ તો પછી મારા વિચારો એ વિચાર પૂરતા મર્યાદિત થઈ જશે કે હું IIHM યંગ શેફ 15માં વિજતો બન્યો હતો. જોકે હવે હું વ્યાપક રીતે વિચારું છું અને જીવનના દરેક તબક્કે સારું થશે તેવી આશા મને છે. " - તેજસ સિંધાનિયા - હેરિટેજ સ્કૂલ, કોલકાતા.
"લંડનનો અનુભવ સંપૂર્ણપણે અલગ હતો. તેની યાદો હંમેશા યાદ રહેશે. યંગ શેફ અમારી ઉંમરના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ મંચ છે અને રસોઈકળાના ક્ષેત્રમાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ ઉત્તમ સ્પર્ધાનો ભાગ બનવાની મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. મિસ યુ લંડન." - રોશની અય્યુબ - એસ એમ ચોક્સી હાઈ સ્કૂલ, પૂણે
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ (IIHM) વિશે
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ (IIHM) એશિયામાં સૌથી મોટી હોટેલ સ્કૂલ ચેઇનમાંની એક છે. તે દક્ષિણ પૂર્વ એશિયામાં 11 કોલેજ ધરાવે છે, કોલકાતા અને ગોવામાં 4 સ્ટાર કેટગરીની બે બિઝનેસ હોટેલ્સનું સંચાલન કરે છે તેમજ બ્રિટન અને થાઇલેન્ડમાં પોતાની ઓફિસ સાથે બે આંતરરાષ્ટ્રીય તાલીમ કંપનીઓ ધરાવે છે.
વધુ માહિતી મેળવવા http://www.iihm.ac.in; હેલ્પલાઇન - +91-9831259416/18
મીડિયા સંપર્ક:
અબ્દુલ્લા અહમદ
[email protected]
+91-11-43204700
ડિરેક્ટર
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિસ્ટટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ
દિલ્હી
Share this article