દિલ્હી NCR, September 29, 2015 /PRNewswire/ --
- 550થી વધુ પ્રદર્શક, 20,000 મુલાકાતી, 35 દેશ અને 6 દેશના પેવેલિયન
- તમામને 24X7 વીજળી આપવાના સરકારના ધ્યેયને હાંસલ કરવા CEO કોન્કલેવ સેશને પહેલ આરંભી
- "હાર્નેસિંગ ટુમોરોઝ એનર્જી ટુડે - એ યુનિફાઇડ એપ્રોચ' વિષય પર ઔદ્યોગિકસભાનું આયોજન
- બિઝનેસ પ્લાન સ્પર્ધાના વિજેતાઓને ફન્ડિંગના વિકલ્પો આપવામાં આવ્યા
- વૈશ્વિક દિલચસ્પી, આંતરરાષ્ટ્રીય રોકાણો અને ટેકનોલોજી અંગેની સફળતાએ 9મી આવૃત્તિને અંકિત કરી
- ખ્યાતનામ ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોની હાજરી અને ટેકો
UBM ઇન્ડિયા દ્વારા આયોજિત રીન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો (REI)ની નવમી આવૃત્તિનું ધી ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા ખાતે સમાપન થયું. આ કાર્યક્રમને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય - ભારત સરકાર (MNRE), ઇન્ડિયન રીન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA), ન્યૂ એન્ડ રીન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઑફ આંધ્ર પ્રદેશ (NREDCAP), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી (NIWE), ઇન્ડો-જર્મન એનર્જી ફૉરમ સપોર્ટ ઑફિસ (IGEF), તામિલનાડુ સોલાર એનર્જી ડેવલપર્સ એસોસિયેશન (TNSEDA) અને સોલાર પાવર ડેવલપર્સ એસોસિયેશન અને ઇન્ડિયન બાયોગેસ એસોસિયેશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150929/10131473 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20141027/10109418 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
REI 2015માં ચીન, જાપાન, ઇટાલી, તાઇવાન, કેનેડા અને USA જેવા દેશોના પેવેલિયન પ્રદર્શિત થયા હતા. આ સાથે જ, ન્યૂઝીલેન્ડના કાયદા, કોર્ટ, સંદેશાવ્યવહાર અને પ્રસારણ મંત્રી માનનીય એમી એડમ્સના નેતૃત્વમાં ઉદ્યોગગૃહોના એક પ્રતિનિધિમંડળ દ્વારા ન્યૂઝીલેન્ડે ભારતીય માર્કેટમાં પગરણ માંડ્યા હતા.
REI ટ્રેડ એક્સપોમાં 35 દેશોમાંથી 550થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમે કંપનીઓ માટે તેમના નવા ઉત્પાદનો અને ટેકનોલોજીના પ્રદર્શન અને લોન્ચ તરીકે ફરજ બજાવી હતી.
- ડ્યુપોન્ટે તેના વિસ્તૃત ફિલ્ડ ટેસ્ટિંગ પ્રોગ્રામની પેનલો પ્રદર્શિત કરી હતી, જેમાં લાંબાગાળા સુધી ટકતી અને આધુનિક્તમ વિકસિત સામગ્રીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વની સામગ્રીમાં ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સોલાર સેલ્સ માટેના બે નવા DuPont™ Solamet® ફોટોવોલેટિક મેટલાઇઝેશન પેસ્ટ્સ, Tedlar® પોલિવિનાઇલ ફ્લુરોઇડ (PVF) ફિલ્મ આધારિત બેકશીટ સામગ્રી અને ફોટોવોલેટિક પેનલ્સ અને પાર્ટ્સ માટેના ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા પોલિમર રેઝિન્સનો સમાવેશ થાય છે.
- EMI ઇન્ફ્રાટેક પ્રા. લિ.એ તેમની સોલાર હોમ લાઇટિંગ અને પંખા (SHL108W) લોન્ચ કર્યા હતા. SHL108W રાત્રે આઠ કલાક ચાલતા 3X 1W LED લેમ્પ અને એક 10 વોટના ટેબલ ફેન સાથે આવે છે, જે પણ રાત્રે 8 કલાક ચાલે છે. તેમાં 1.5A ક્ષમતા ધરાવતા 2 મોબાઇલ ચાર્જિંગ પોર્ટ્સ આવતા હોવાથી તે પરવડે એવા હોય છે. આ પોર્ટ્સ આપણા મોબાઇલ ફોનને ચાર્જ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
- ડેલ્ટા પાવર દ્વારા ભારતીય વિન્ડ એપ્લિકેશન માટે A 1 MW ઇન્વર્ટર રજૂ કરાયું.
- નવીતાસ ગ્રીન સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા તેમની સોલાર પીવી મોડ્યુલ્સની સેફાયર સીરિઝ લોન્ચ કરાઈ.
- PV પાવર ટેક દ્વારા 60 સેલમાં 260 વોટ મોડ્યુઅલ ધરાવતા ઉચ્ચ કાર્યક્ષમ 4 બસ બાર સેલ લોન્ચ કરાયા;
એક્સ્પોના મુખ્ય અંશોમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉદ્યોગના પરિદ્રશ્ય પર ત્રણ દિવસ માટે યોજાયેલી બહુસત્રીય કોન્ફરન્સનો સમાવેશ થાય છે, જેમાં સમગ્ર ઉદ્યોગજગતના 120 જેટલા ખ્યાતનામ વક્તાઓએ ભાગ લીધો હતો. આ સાથે, તેમાં જાપાન પેવેલિયન ખાતે હાઇડ્રોજન ફ્યૂએલ્ડ કૉન્સેપ્ટ કારના લાઇવ ડેમો, ગ્લોબલ સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ (GSES) દ્વારા વર્કશોપ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી (NIWE) દ્વારા ટેકનિકલ વર્કશોપ્સ, ધી ન્યૂ ઝીલેન્ડ ક્લિનટેક એન્ડ રીન્યૂએબલ એનર્જી રાઉન્ડટેબલ, વર્લ્ડ ઑફ ઇનોવેશન- ધી લોન્ચ-પેડ એરેના અને ધી બિઝનેસ પ્લાન કોમ્પિટિશનનો પણ સમાવેશ કરાયો હતો.
કોન્ફરન્સમાં યોજાયેલા CEO કોન્કલેવ સેશનમાં શ્રી આશિષ ખન્ના, એક્સિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્સિક્યુટિવ ઓફિસર, ટાટા પાવર સોલાર; શ્રી પશુપથી ગોપાલન, પ્રમુખ એશિયા પેસિફિક, સનએડિસન LLC; શ્રી જ્ઞાનેશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્સિક્યુટિવ ઓફિસર, વિક્રમ સોલાર; શ્રી હિતેશ દોશી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વારી એનર્જીઝ લિ. ; શ્રી સુનિલ જૈન, ચીફ એક્સિક્યુટિવ ઓફિસર અને એક્સિક્યુટિવ ડિરેક્ટર, હીરો ફ્યુચર એનર્જીઝ લિમિટેડ; શ્રી ઇન્દ્રપ્રીત વાધવા, સ્થાપક અને ચીફ એક્સિક્યુટિવ ઓફિસર, એઝોર પાવર; શ્રી વિકાસ દાવરા, મેનેજિંગ ડિરેક્ટર, સસ્ટેનેબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, યસ બેંક; શ્રી મધુસુદન ખેમકા, મેનેજિંગ ડિરેક્ટર, રીજેન પાવરટેક જેવા વક્તાઓએ ભાગ લીધો હતો, જેઓ તમામને 24x7 વીજળી આપવાના સરકારના ધ્યેયને હાંસલ કરવા માટેની સફળતાની રણનીતિ લાગૂ કરવા કટિબદ્ધ છે.
UBM ઇન્ડિયા પ્રા. લિ.ના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, 'UBM ઇન્ડિયાએ ઉદ્યોગો, સરકાર અને રોકાણકારો વચ્ચે સેતુ બની REI એક્સ્પો 2015 નો ધ્યેય સફળતાપૂર્વક હાંસલ કરી લીધો છે. 2022 સુધીમાં 1,75,000 મેગાવોટના ભારત સરકારના લક્ષ્યને સાકાર કરવા '‘મેક ઇન ઇન્ડિયા'’ અભિયાન અંતર્ગત ક્ષમતાવાન પ્રોજેક્ટ અને ઉત્પાદન યુનિટની સ્થાપના માટે રોકાણકારો સહિત ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતમાં લાવવા માટે REI એક્સ્પોએ એક ઔદ્યોગિક ઉત્પ્રેરક તરીકે ફરજ બજાવી છે. ગત આવૃત્તિ કરતા આ કાર્યક્રમના મુલાકાતીઓમાં બમણો વધારો જોવા મળ્યો છે, જેના પરિણામે તે વિશ્વનો બીજો સૌથી મોટો ઔદ્યોગિક કાર્યક્રમ બની ગયો છે, આ કાર્યક્રમની ઉદ્યોગજગત સહિત આંતરરાષ્ટ્રીય સહભાગીઓ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા ખૂબ જ સરાહના કરવામાં આવી છે.'
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયાના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM એશિયા એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM એશિયા એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે http://www.ubmindia.inની મુલાકાત લો
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-6172-7353
UBM ઇન્ડિયા પ્રા. લિ.
Share this article