નવી દિલ્હી, September 25, 2015 /PRNewswire/ --
ઉત્તર ભારતનો સૌથી મોટો જ્વેલરી ટ્રેડ શો
યુબીએમ ઇન્ડિયા દ્વારા આયોજિત ધ દિલ્હી જેમ એન્ડ જેમ ફેર 2015 (ડીજેજીએફ) 26થી 28 સપ્ટેમ્બર, 2015 વચ્ચે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાશે. આ શો જ્વેલરી એસોસિએશન્સ અને ઉદ્યોગ દ્વારા જ્વેલરી ઉદ્યોગનો અભિન્ન ભાગ ગણાય છે, જેને ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન, કારોલ બાગ જ્વેલર્સ એસોસિએશન, દિલ્હી જ્વેલર્સ એસોસિએશન અને માલિવારા જ્વેલર્સ એસોસિએશન જેવા પ્રસિદ્ધ સંગઠનોનો વ્યાપક સાથસહકાર પ્રાપ્ત છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
270થી વધારે સહભાગી પ્રદર્શકો સાથે આ શો ખરા અર્થમાં જ્વેલર્સ માટે સૌથી મોટા જ્વેલરી અને કિંમતી રત્નોના સોર્સિંગ સ્થળ બન્યો છે, જેમાં દુબઈ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મલેશિયામાંથી આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થાય છે. ચાલુ વર્ષે પ્રદર્શકોમાં ભિંડી જ્વેલર્સ, ચેઇન - એન - ચેઇન્સ, દમરા, ધિરસન્સ ડાયમન્ડ્સ, ફાઇન જ્વેલ્સ, હરિયાળા જ્વેલર્સ, ઇટાન જ્વેલ્સ, જયપુર રત્ન, જ્વેલરી મશીનરી એસોસિએશન, જિંદાલ જ્વેલર્સ, કિશોર મોતિવાલ, એન.ડી. ડાયમન્ડ્સ, નૌલખા જ્વેલર્સ, પી.સી. ટોટુકા, રોહતાક ચેઇન્સ, રોયલ ચેઇન્સ, સ્વર્ણસરિતા, સ્વર્ણશિલ્પી, ટાટિવાલાસ ગેહના, યુનિક જ્વેલ્સ, ડબલ્યુબીઆઇડીસી વગેરે સામેલ છે.
શોની શરૂઆત તરીકે યુબીએમ ઇન્ડિયાએ લુધિયાણા, ચંદીગઢ, દેહરાદૂન, યમુનાનગર, મેરઠ, કાનપુર, અમ્બાલા અને ગંગાનગર જેવા વિવિધ શહેરોમાં સફળતાપૂર્વક શ્રેણીબદ્ધ રોડ શોનું આયોજન કર્યું હતું.
ઉત્તર ભારતમાં સતત વૃદ્ધિ પામી રહેલા જ્વેલરી ઉદ્યોગ પર બોલતા યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "જ્યારે ભારત વિશ્વનું સૌથી મોટું અને ઝડપથી વૃદ્ધિ પામતું જેમ્સ અને જ્વેલરી બજારોમાં એક છે, ત્યારે ઉત્તર ભારતમાં રંગીન રત્નો, ચાંદી, કુંદન, મીના, સોનું અને ડાયમન્ડ સહિત એકથી વધારે પ્રકારના જ્વેલરીનું બજાર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. ડી અને બી સાથે અમારો અભ્યાસ દિલ્હી અને તેની આસપાસના બજારોને ચાંદીના આભૂષણો માટે લોકપ્રિય સ્થળ તરીકે માન્ય કરે છે. દિલ્હી ફેર આ સેગમેન્ટના ઉત્પાદકો અને રિટેલર્સને પ્લેટફોર્મ પ્રદાન કરવાના, વ્યવસાય સાથે જોડાવાના અને ઊભો કરવાના અમારા સતત પ્રયાસનો ભાગ છે, જેથી ઉદ્યોગની મોટી જરૂરિયાત પૂર્ણ કરી શકાય. યુબીએમની બજારમાં પહોંચ સાથે એક્સ્પો સમગ્ર દુનિયાના ગ્રાહકો અને આંતરરાષ્ટ્રીય સોર્સિંગ પ્રતિનિધિમંડળોનું નોંધપાત્ર રીતે ધ્યાન ખેંચે છે."
ત્રણ દિવસીય ટ્રેડ ફેરમાં રિટેલ જ્વેલર્સ ગિલ્ડ એવોર્ડ્સ પણ જોવા મળશે, જે રિટેલ જ્વેલરી બિઝનેસમાં ઉત્કૃષ્ટતાને બિરદાવવાની વિશિષ્ટ પહેલ છે. એવોર્ડનો ઉદ્દેશ સમગ્ર દેશમાંથી રિટેલર્સની પ્રતિભા અને પ્રદાનને ઓળખીને પ્રોત્સાહન આપવાનો છે. એવોર્ડ્સની રાતમાં ઇન્ડિયાસ રિટેલ જ્વેલરી કંપનીઝ પબ્લિકેશન પણ સામેલ થશે, જે મહત્ત્વપૂર્ણ આંતરિક બાબતો અને પ્રવાહો પર 10 વર્ષની સંભવિતતા પ્રદાન કરશે.
આ ફેરની અન્ય વિશેષતાઓમાં ફેશન શો, વિશિષ્ટ જ્વેલરી ડિઝાઇનનું પ્રદર્શન અને જ્વેલરી ડિઝાઇન એવોર્ડ્સ વગેરે બાબતો સામેલ છે, જે શોમાં યુવા જ્વેલરી ડિઝાઇનર્સને સામેલ થવા અને તેમની પ્રતિભા દર્શાવવાની તક પ્રદાન કરે છે. ફેશન શોની સાંજના ભાગરૂપે જ્વેલરી ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ વિજેતાઓને રોકડ ઇનામ સાથે માન્યતા અને પ્રમાણપત્રો એનાયત કરશે.
યુબીએમ ઇન્ડિયા વિશે
યુબીએમ ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-6172 7353
યુબીએમ ઇન્ડિયા
Share this article