દિલ્હી, September 24, 2015 /PRNewswire/ --
- UBM ઇન્ડિયા દ્વારા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિકસભાનું આયોજન
- 550 થી વધુ પ્રદર્શક, 35 દેશ અને 6 દેશના પેવેલિયન
- ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સની હાજરી વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઉપસ્થિતિ
UBM ઇન્ડિયા દ્વારા આજે ઇન્ડિયા એક્સપો સેન્ટર, ગ્રેટર નોઇડા ખાતે રીન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એક્સપો (REI)ની નવમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું (23 થી 25 સપ્ટેમ્બર). REI એ એક એવો વૈશ્વિક મંચ છે જ્યાં વિદેશી સહભાગીઓ સહિત ભારતનો ગ્રીન ઇકોનોમી સમુદાય ભારતીય નિયંત્રકના માળખા સહિત ઉદ્યોગોના પ્રવાહો, પડકારો અને માર્કેટના આંતરિક નિરીક્ષણ જેવી બાબતોની ચર્ચા કરવા માટે એકઠા થાય છે. આ કાર્યક્રમનો હેતુ પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતોની એપ્લિકેશનને આગળ વધારી મુખ્ય પ્રવાહમાં લઈ આવવાનો, રચનાત્મક્તાનું પ્રદર્શન, ઉત્પાદનો લોન્ચ કરવા અને આંતરરાષ્ટ્રીય એક્સિબિશન અને કોન્ફરન્સ મંચ દ્વારા વિમર્શને સમૃદ્ધ કરવાનો છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150923/10131174-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150923/10131174-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20141027/10109418 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
રીન્યૂએબલ ઇન્ડિયા એક્સપો 2015ના ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ શ્રી માઇકલ ડક, એક્સિક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ, UBM એશિયા; શ્રી યોગેશ મુદ્રાસ, કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર, UBM ઇન્ડિયા પ્રા. લિ. અને રજનીશ ખટ્ટર, ગ્રૂપ ડિરેક્ટર, UBM ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા મુખ્ય અતિથિ શ્રી ઉપેન્દ્ર ત્રિપાઠી, સચિવ, નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય, ભારત સરકારની હાજરીમાં થયો હતો. પ્રાઇસવોટરહાઉસકૂપર્સ પ્રાઇવેટ લિમિટેડના ઊર્જા, ઉપયોગિતા અને ખાણ નેતા શ્રી કામેશ્વરા રાવ દ્વારા કાર્યક્રમના વિષયવસ્તુ વિશે જાણકારી આપવામાં આવી હતી, જે પછી, શ્રી મુનેહિકો સુચિયા, એક્સિક્યુટિવ ડિરેક્ટર, NEDO, જાપાન, શ્રી ડિલ્લોન બેનરજી, કૉમર્શિયલ બાબતોના કાઉન્સિલર, U.S. દૂતાવાસ, નવી દિલ્હી, ડૉ. માર્ટિન હેન્ઝ, ડેપ્યુટી ચીફ ઑફ મિશન, આર્થિક અને વૈશ્વિક બાબતોના વડા, ફેડરલ રીપબ્લિક ઑફ જર્મનીની ભારત ખાતેની દૂતાવાસ કચેરી અને માનનીય એમી એડમ્સ, ન્યૂઝીલેન્ડના કાયદા, કોર્ટ, સંદેશાવ્યવહાર અને પ્રસારણ મંત્રી દ્વારા ખાસ સંબોધન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને ભારત સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (MNRE), ઇન્ડિયન રીન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA), આંધ્ર પ્રદેશના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા વિકાસ કોર્પોરેશન (NREDCAP), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી (NIWE), ઇન્ડો-જર્મન એનર્જી ફૉરમ સપોર્ટ ઑફિસ (IGEF), તામિલનાડુ સોલાર એનર્જી ડેવલપર્સ એસોસિયેશન (TNSEDA) અને સોલાર પાવર ડેવલપર્સ એસોસિયેશન એન્ડ ઇન્ડિયન બાયોગસ એસોસિયેશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
REI 2015માં ચીન, જાપાન, ઇટાલી, તાઇવાન, કેનેડા અને USA જેવા દેશોના પેવેલિયન પ્રદર્શિત થયા હતા. આ સાથે જ, ન્યૂઝીલેન્ડના કાયદા, કોર્ટ, સંદેશાવ્યવહાર અને પ્રસારણ મંત્રી માનનીય એમી એડમ્સના નેતૃત્વમાં ઉદ્યોગગૃહોના એક પ્રતિનિધિમંડળ દ્વારા ન્યૂઝીલેન્ડે ભારતીય માર્કેટમાં પગરણ માંડ્યા હતા.
ઉત્પાદકો, EPC અને સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવવા સાથે REI 2015 ટ્રેડ એક્સપોમાં 550થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો, જેમાં કંપનીઓ જેવી કે, બર્જન એસોસિયેટ્સ, BOSCH સોલાર એનર્જી, બોનફિગ્લિઓલિ રીન્યૂએબલ પાવર, કન્વર્ઝન ઇન્ડિયા પ્રા. લિ., કેનેડિયન સોલાર, ડેલ્ટા પાવર સોલ્યુશન (I) પ્રા. લિ., EMMVEE ફોટોવોલેટિક પાવર પ્રા. લિ., એનરપાર્ક એનર્જી પ્રા. લિ., GE, જીનસ ઇનોવેશન્સ લિમિટેડ, હાર્શા અબાકસ સોલાર, હીરો ફ્યુચર એનર્જીઝ, મહિન્દ્રા સસટેન, નૂએવોસોલ એનર્જી પ્રા. લિ., ફોકોસ ઇન્ડિયા સોલાર પ્રા. લિ., રીજેન પાવરટેક પ્રા. લિ., રોલ્ટા પાવર પ્રા. લિ., સીમેન્સ લિમિટેડ, સ્કાયપાવર ગ્લોબલ, સ્ટર્લિંગ વિલસન, સનએડિસન સોલાર પાવર ઇન્ડિયા પ્રા. લિ., સુઝલોન, વિક્રમ સોલાર પ્રા. લિ.નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમે કંપનીઓ માટે તેમના નવા ઉત્પાદનો અને ટેકનોલોજીના પ્રદર્શન અને લોન્ચ તરીકે ફરજ બજાવી હતી. ડેલ્ટા પાવર દ્વારા ભારતીય વિન્ડ એપ્લિકેશન A 1 MW ઇન્વર્ટર રજૂ કરાઈ હતી. નવીતાસ ગ્રીન સોલ્યુશન પ્રા. લિ. એ તેમના PV મોડ્યૂલ્સની સેફાયર સીરીઝ લોન્ચ કરી હતી, જ્યારે પીવી પાવર ટેક 60 સેલમાં 260 વોટ મોડ્યુઅલ ધરાવતા ઉચ્ચ કાર્યક્ષમ 4 બસ બાર સેલ રજૂ કરવા જઈ રહી છે.
જાપાન પેવેલિયનમાં ગ્લોબલ સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ (GSES) દ્વારા તૈયાર કરવામાં આવેલી હાઇડ્રોજન ફ્યૂઅલ્ડ કોન્સેપ્ટ કાર અને લોન્ચ પેડ એરેના ખાતે ન્યૂઝીલેન્ડ ક્લિનટેક એન્ડ રીન્યૂએબલ એનર્જી રાઉન્ડટેબલ, વર્લ્ડ ઑફ ઇનોવેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. આગામી બે દિવસો દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી (NIWE) દ્વારા ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવશે અને રોકાણકારો દ્વારા ક્ષમતાવાન ઉદ્યોગસાહસિકોને ફન્ડ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિ અંતર્ગત બિઝનેસ પ્લાન કોમ્પિટિશનના વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
UBM ઇન્ડિયા પ્રા. લિ.ના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, '‘UBM ઇન્ડિયાની REI એક્સપો 2015ની આવૃત્તિનો હેતુ ઉદ્યોગો, સરકાર અને રોકાણકારો વચ્ચે સેતુ બનાવવાનો છે. 2022 સુધીમાં 1,75,000 મેગાવોટના ભારત સરકારના લક્ષ્યને સાકાર કરવા REI એક્સપો '‘મેક ઇન ઇન્ડિયા'’ અભિયાન અંતર્ગત ક્ષમતાવાન પ્રોજેક્ટ અને ઉત્પાદન યુનિટની સ્થાપના માટે રોકાણકારો સહિત ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતમાં લાવવા માટે એક ઔદ્યોગિક ઉત્પ્રેરક તરીકે કામ કરશે. ટૂંકમાં, REI 2015 અનેકવિધ દેશો, શ્રેષ્ઠ ટેકનોલોજી, પરવડે તેવા નિરાકરણો, ટોચના ઉદ્યોગપતિઓની ભાગીદારી, વિવિધ દેશોના પ્રતિનિધિમંડળ, ટોચની વૈશ્વિક બ્રાન્ડ્સનું પ્રદર્શન અને તેમના ઉત્પાદનો તેમજ નિરાકરણોની રજૂઆત અને વિષયવસ્તુથી સમૃદ્ધ કોન્ફરન્સને સમાવતો આ ક્ષેત્રનો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો કાર્યક્રમ છે.'’
સંદેશાવ્યવહાર મંત્રી માનનીય એમી એડમ્સે જણાવ્યું હતું કે, '‘રચનાત્મક્તાની ન્યૂઝીલેન્ડની મજબૂત પરંપરા ધરાવતી ન્યૂઝીલેન્ડની કંપનીઓના ગ્રૂપ અને પુનઃપ્રાપ્ય ઊર્જા માટેના અમારા વિશિષ્ટ રાજદૂત ડૉ. માઇક એલન સાથે અહીં ઉપસ્થિત રહીને હું ખૂબ ગર્વની લાગણી અનુભવી રહી છું. ભારતીય માર્કેટમાં પ્રવેશવા માટે ઉત્સુક એવા સુસ્થાપિત ટેકનોલોજી નિકાસકર્તાઓથી માંડીને ભારતના ઝડપથી વિકસી રહેલા પુનઃપ્રાપ્ય ઊર્જા અને ક્લિનટેક સેક્ટર્સમાં રહેલી વિપુલ તકોને ઝડપી લેવા આતુર એવી પ્રારંભિક તબક્કામાં રહેલી ટેકનોલોજી કંપનીઓ પણ અહીં ઉપસ્થિત છે. આ કંપનીઓ ભારતીય માર્કેટમાં તેમના સોલ્યુશન્સ અને ઉત્પાદનો લાવવા માટે પોતાની કટિબદ્ધતાનું પ્રતિનિધત્વ કરી રહી છે.'’
આ વર્ષના એક્સપોમાં '‘હાર્નેસિંગ ટુમોરોઝ એનર્જી ટુડે- એ યુનિફાઇડ એપ્રોચ' નામની દમદાર વિષયવસ્તુ ધરાવતી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી ઉપસ્થિત રહેલા ઉદ્યોગજગતના ખ્યાતનામ વક્તાઓ દ્વારા સમાતંર સત્રોની શ્રેણીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને સંલગ્ન મહત્વના મુદ્દાઓ અને પ્રવાહો વિશે અને ભારતમાં સોલાર તેમજ વિન્ડ પાવરની સ્થિતિ અંગે વિષદ ચર્ચા યોજવામાં આવી હતી. પ્રથમ દિવસની ચર્ચામાં ચર્ચાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છેઃ
રીન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એક્સપો (REI)ની પૂર્વે એક પુરસ્કારરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અદભૂત દેખાવ કરી ખ્યાતી પ્રાપ્ત કરનારી ભારતીય કંપનીઓની સિદ્ધીને ઉજવવામાં આવી હતી. આમ, રીન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એવોર્ડે આ ક્ષેત્રની કંપનીઓને તેમની રચનાત્મક્તા અને સિદ્ધીઓને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી હતી.
પ્રોસેસ એડવાઇઝર તરીકે અર્નેસ્ટ એન્ડ યંગ અને નૉલેજ પાર્ટનર તરીકે એવલોન ગ્લોબલ રીસર્ચ સાથે આ પુરસ્કારોના નોમિનેશન્સમાં સમાવિષ્ટ અગ્રગણ્ય RE મેન્યુફેક્ચરર્સ, SLDC, અગ્રગણ્ય RE ડેવલપર્સ અને EPCની જ્યુરી પેનલ દ્વારા છણાવટ કરવામાં આવી હતી. આ જ્યુરી પેનલમાં ઉદ્યોગજગતના દિગ્ગજ શ્રી અમિતકુમાર, ડીન (ડીસ્ટન્સ એન્ડ શોર્ટ-ટર્મ એજ્યુકેશન), TERI યુનિવર્સિટી; શ્રી ચિરાગ મહેતા, ડિરેક્ટર, ક્લિપ ફાઇનાન્શિયલ અને ડૉ. બિબેક બંધોપાદ્યાય, વરિષ્ટ સલાહકાર, PACE D ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોગ્રામ, પૂર્વ સલાહકાર, નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ ડૉ. ચમનલાલ ગુપ્તાને એનાયત કરવામાં આવ્યો હતો અને ઇન્ડિવિજ્યુઅલ એક્સિલેન્સ એવોર્ડ નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના IT સચિવ શ્રી તરુણ કપૂરને એનાયત કરાયો હતો.
આ વર્ષે REI એવોર્ડના ઉભરી રહેલા વિજેતાઓમાં વિક્રમ સોલાર પ્રાઇવેટ લિમિટેડ, ગામેસા રીન્યૂએબલ પ્રા. લિ., એબેલોન ક્લિન એનર્જી, સ્ટેટ લૉડ ડિસ્પેચ સેન્ટર-ગુજરાત, એકમે ક્લિનટેક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, રીન્યૂ પાવર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટર્લિંગ એન્ડ વિલસન પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થયો હતો.
REI એવોર્ડની સાથે UBM ઇન્ડિયાએ 'ઇન્ડિયાઝ લીડિંગ રીન્યૂએબલ એનર્જી કંપનીઝ' નામનું કલેક્ટર્સ એડિશન લોન્ચ કર્યું હતું. ભારતમાં નાણાકિય વર્ષ 2014-15માં પુનઃપ્રાપ્ય ઊર્જાના બિઝનેસના વિકાસ અંગેના આ પ્રકાશનમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની ટોચની કંપનીઓની પ્રોફાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો એને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયાના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM એશિયા એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM એશિયા એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-022-6172-7353
UBM ઇન્ડિયા
Share this article