દિલ્હી, September 14, 2015 /PRNewswire/ --
વૈશ્વિક હિતો, આંતરરાષ્ટ્રીય રોકાણો અને ટેકનોલોજીની સફળતાના ચિહ્નનું 9મું સંસ્કરણ
UBM ઈન્ડિયા દ્વારા ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન તેની મોખરાની ઈવેન્ટ રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા એક્સ્પો (REI)ના 9મા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. REI એક વૈશ્વિક મંચ છે જ્યાં વિદેશી સહભાગીઓ સહિત ભારતનો ગ્રીન ઈકોનોમી સમુદાય એકત્ર થઈને ઉદ્યોગજગતના ટ્રેન્ડ્ઝ, પડકારો અને ભારતીય નિયમન માળખા સહિત બજારની અંદરની બાબતોની ચર્ચા કરશે. આ કાર્યક્રમનો મૂળ હેતુ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને વધુ ઉન્નત કરવા અને તેને મુખ્ય પ્રવાહમાં અમલીકૃત કરવાનો, નવા સંશોધનો દર્શાવવાનો, ઉત્પાદો લોન્ચ કરવાનો અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન તેમજ પરિસંવાદ મંચ દ્વારા આ મુદ્દે ચર્ચા વિચારણાને વધુ આગળ ધપાવવાનો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20141027/10109418 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
REI ઈન્ડિયા 2015માં ચીન, જાપાન, ઈટાલી, તાઈવાન, કેનેડા અને USAના દેશવાર પેવેલિયન રાખવામાં આવ્યા છે, ઉપરાંત ન્યૂઝીલેન્ડના ન્યાય, કોર્ટ અને કમ્યુનિકેશન તેમજ પ્રસારણ મંત્રી માનનીય શ્રીમતિ એમી એડમ્સના નેતૃત્વ હેઠળ વ્યવસાયિક ગૃહોનું એક પ્રતિનિધીમંડળ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને નવી અને વૈકલ્પિક ઉર્જા- ભારત સરકાર (MNRE), ભારતીય વૈકલ્પિક ઉર્જા વિકાસ એજન્સી (IREDA), આંધ્રપ્રદેશ નવી અને વૈકલ્પિક ઉર્જા વિકાસ કોર્પોરેશન (NREDCAP), રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થાન (NIWE), ઈન્ડો-જર્મન ફોરમ સપોર્ટ ઓફિસ (IGEF), તામિલનાડુ સોલર એનર્જી ડેવલપર્સ એસોસિએશન (TNSEDA), સોલર પાવર ડેવલપર્સ એસોસિએશન અને ઈન્ડિયન બાયોગેસ એસોસિએશનની સ્વીકૃતિ અને સમર્થન છે, તેમજ અહીં નવી અને વૈકલ્પિક ઉર્જા મંત્રાલય, ભારત સરકારના સચિવ શ્રી ઉપેન્દ્ર ત્રિપાઠી, પ્રાઈઝવોટરહાઉસ કૂપર્સ પ્રાઈવેટ લિમિટેડના ઉર્જા, યુટિલિટી અને માઈનિંગ લીડર શ્રી કામેશ્વર રાવ, NEDO, જાપાનના કાર્યકારી નિદેશક શ્રી મુનેહીકો સુચિયા, નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસ ખાસે વ્યાપારિક બાબતોના સલાહકાર શ્રી ધિલ્લોન બેનરજી, ભારતમાં એમ્બેસી ઓફ ધ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન, ઈકોનોમિક અને વૈશ્વિક બાબતોના વડા ડૉ માર્ટિન હેન્ઝ, ભારત સરકારમાં રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થાનના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. ગોમથીનાયાગમ, આંધ્રપ્રદેશ સરકારમાં સરકારના સચિવ શ્રી અજય જૈન, તેલંગાણા સરકારમાં સચિવ (FAC), શ્રી અરવિંદ કુમાર, છત્તીસગઢ રાજ્ય વૈકલ્પિક ઉર્જા વિકાસ એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી એસ.કે શુકલા, બ્યૂરો ઓફ એનર્જી એફિસિઅન્સીમાં ડાયરેક્ટર જનરલ ડૉ. અજય માથુર, એમ્બેસી ઓફ ધ રિપબ્લિક ઓફ ઈન્ડોનેશિયામાં ચાર્જ્ડ અફેર્સ હિઝ એક્સેલન્સી શ્રી વિલમાર રેઝાલી ઈન્દ્રકેસુમા, રોમાનિયા દૂતાવાસના શ્રી રાડુ ઓક્ટાવિઅન ડોબ્રે, ઈઝરાયલ દૂતાવાસના હિઝ એક્સેલન્સી શ્રી ડેનિયલ કેમરોન, બલ્ગેરિયા દૂતાવાસના હિઝ એક્સેલન્સી શ્રી પેટ્કો ડોયકોવ, એમ્બેસી ઓફ રિપબ્લિક ઓફ પોલેન્ડના હિઝ એક્સેલન્સી શ્રી ટોમાસ્ઝ લુકાસ્ઝુક સહિતના મહત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
ઉત્પાદકો, EPCઓ અને સેવા પ્રદાતાઓને સાથે લાવવા સાથે, REI 2015 એક્સ્પોમાં 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે જેમાં બેર્જન એસોસિએટ્સ, BOSCH સોલર એનર્જી, બોનફિગ્લીઓલી રિન્યુએબલ પાવર, કન્વર્ઝન ઈન્ડિયા પ્રા.લિ, કેનેડિયન સોલર, ડેલ્ટા પાવર સોલ્યુશન (ઈ) પ્રા.લિ., EMMVEE ફોટોવોલ્ટિક પાવર પ્રા.લિ., એનેરપાર્ક એનર્જી પ્રા.લિ., GE, જીનસ ઈનોવેશન લિમિટેડ, હર્ષા એબેકસ સોલર, હીરો ફ્યુચર એનર્જીસ, મહિન્દ્રા સસ્ટેન, નુવેસોલ એનર્જી પ્રા.લિ., ફોકોસ ઈન્ડિયા સોલર પ્રા.લિ., રેગેન પાવરટેક પ્રા.લિ., રોલ્ટા પાવર પ્રા.લિ., સીમેન્સ લિમિટેડ, સ્કાયપાવર ગ્લોબલ, સ્ટર્લિંગ વિલ્સન, સનએડિસન સોલર પાવર ઈન્ડિયા પ્રા.લિ., સુઝલોન, વિક્રમ સોલર પ્રા.લિ. સહિત અન્ય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ શો કંપનીઓને નવી પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી રજૂ કરવા માટે લોન્ચ પ્લેટફોર્મ પુરુ પાડશે. નવીતાસ ગ્રીન સોલ્યુશન્સ પ્રા.લિ., તેમના સોલર PV મોડ્યુલ્સની સુંદર શ્રેણી રજૂ કરશે જેના દ્વારા ક્લાયન્ટ્સ કુદરતી દિવસના પ્રકાશ અને ઉર્જા ઉત્પાદનનો લાભ લઈ શકશે; PV પાવર ટેક 60 સેલ્સમાં 260 વોટ સાથેના ઉચ્ચ ક્ષમતા વાળા 4 બસ બાર સેલ લોન્ચ કરશે, જ્યારે સ્ટૌબ્લી ટેક સિસ્ટમ્સ ઈન્ડિયા પ્રા.લિ. MC4 EVO 2, રજૂ કરશે, જે બજારમાં પ્રથમ એવું PV કનેક્ટર છે જે UV, એમોનિયા, સોલ્ટ-મિસ્ટ સ્પ્રે અને હાઈ IP ક્લાસ (IP68) તેમજ 69 A સુધીના હાઈ કરન્ટ રેટિંગ પ્રતિરોધક હોવાથી તમામ પ્રકારના આબોહવાકીય પર્યાવરણ માટે અનુકૂળ છે. MC4 EVO2 બહોળી કેબલ રેન્જ માટે અનુકૂળ છે અને તમામ મૂળ MC4 ઉત્પાદો સંપૂર્ણ આંતરસુસંગત છે.
એક્સ્પોના મુખ્યઅંશોમાં સૌર કારનો જીવંત અનુભવ, ગ્લોબલ સસ્ટેઈનેબલ એનર્જી સોલ્યુશન્સ (GSES) દ્વારા વર્કશોપ અને માસ્ટર વર્ગો, સામર્થ્ય ધરાવતા ઉદ્યોગ સાહસિકોને રોકાણકારો પાસેથી ભંડાળ મેળવવાની તક માટે બિઝનેસ પ્લાન સ્પર્ધાનું આયોજન, વર્લ્ડ ઓફ ઈનોવેશન - લોન્ચપેડ અરેના, રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થાન (NIWE) દ્વારા કૌશલ્ય વિકાસ પર ટેકનિકલ પરિસંવાદનો સમાવેશ થાય છે.
UBM ઈન્ડિયા પ્રા. લિમિટેડના કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, "UBM ઈન્ડિયાનો REI એક્સ્પોના 2015 સંસ્કરણનો હેતુ ઉદ્યોગજગત, સરકાર અને રોકાણકારો વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક સેતુરૂપ બનવાનો છે. વર્ષ 2022 સુધીમાં ભારત સરકારના 1,75,000 મેગાવોટના લક્ષ્યાંકની દૂરંદેશીને સમર્થન આપવા માટે, REI એક્સ્પો ભારતના રોકાણકારો સહિત આતંરરાષ્ટ્રીય સહયોગીઓ અને ટેકનોલોજીને એક સાથે લાવવામાં ઉદ્યોગજગતના ઉત્પ્રેરકની ભુમિકા ભજવશે જેથી સામર્થ્ય ધરાવતા પ્રોજેક્ટ્સને સક્રીય કરીને "મેક ઈન ઈન્ડિયા" ઝુંબેશ અંતર્ગત ઉત્પાદન એકમો સ્થાપી શકાય. તેની ફળશ્રુતિ રૂપે, REI 2015 દુનિયાનો આ ક્ષેત્રનો બીજા ક્રમનો કાર્યક્રમ બની જશે જેમાં સંખ્યાબંધ દેશોની સહભાગીતા, શ્રેષ્ઠત્તમ ટેકનોલોજી, પરવડે તેવા ઉકેલો, ઉદ્યોગજગતના અગ્રણીઓની સહભાગીતા, વિવિધ દેશોના પ્રતિનિધી મંડળ, ટોચની અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા તેમના ઉત્પાદોનું પ્રદર્શન અને વિવિધ ઉકેલોની રજૂઆત હશે અને ખૂબ જ સંતોષકારક પરિસંવાદનું પણ તેમાં આયોજન થશે.
આ એક્સ્પોમાં "ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપ - ઈવોલ્વિંગ ધ સક્સેસ પેરામીટર્સ" થીમ અંતર્ગત એક મજબૂત પરિષદનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દુનિયામાંથી આવેલા ઉદ્યોગજગતના અગ્રણી વક્તાઓ તેમાં મહત્વના પ્રશ્નો અને રિન્યુએબલ ઉર્જા, ભારતમાં સૌર અને પવન ઉર્જાની સ્થિતિ, 100 GW અને વર્ષ 2020 સુધીમાં 70 GW હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓ, નીતિગત હસ્તક્ષેપ, ઉત્પાદનની પહોંચ, જોખમો ઘટાડતી વખતે પ્રોજેક્ટ્સની આર્થિક ઉપલબ્ધતા, સ્માર્ટ ગ્રીડ પાઈલોટ પ્રોજેક્ટ્સ, જીઓથર્મલ ઉર્જા સ્થિતિ અને બાયો એનર્જી વગેરે પર વિગતે ચર્ચા કરશે. ત્રણ દિવસ માટે યોજાનારી પરિષદમાં સમાવી લેવાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ અહીં દર્શાવ્યા અનુસાર છેઃ
આ ટ્રેડ શોના સમાપનમાં રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા એવોર્ડ્સ 2015 એનાયત કરવામાં આવશે જેનો હેતુ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે ભારતીય કંપનીઓની શ્રેષ્ઠતા અને તેમના યોગદાનને બિરદાવવાનો છે. આ કાર્યક્રમ સંગઠનોને સંશોધનો અને શ્રેષ્ઠતાની દિશામાં તેમની અસામાન્ય સિદ્ધિઓ અને સામર્થ્ય દર્શાવવા માટે તક પુરી પાડે છે. પ્રક્રિયા સલાહકાર તરીકે અર્ન્સ્ટ એન્ડ યંગ, સહાયક ભાગીદાર અને નોલેજ ભાગીદાર તરીકે એવલોન ગ્લોબલ રિસર્ચ સાથે, ભારતના શ્રેષ્ઠ કૌશલ્યને સામે લાવવા માટે વ્યવસાયિક દૃશ્ટિએ અને પદ્ધતિસર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે.
REI એવોર્ડ્સની સાથે, UBM ઈન્ડિયા સંગ્રાહકોની આવૃત્તિનું પ્રકાશન, "ઈન્ડિયાઝ લિડિંગ રિન્યુએબલ એનર્જી કંપનીઝ"નું વિમોચન કરશે, જે એક વિશેષ પ્રકાશન છે અને તેમાં નાણાકીય વર્ષ 14-15માં ભારતમાં વૈકલ્પિક ઉર્જાના વ્યવસાય અને વિકાસ અંગેની વિગતો તેમજ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે અગ્રણી કંપનીઓની પ્રોફાઈલ આવરી લેવામાં આવ્યા છે.
UBM ઈન્ડિયા વિશે
UBM ઈન્ડિયાએ ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક કંપની છે જે વિવિધ ઉદ્યોગોને એવો મંચ પુરો પાડે છે જ્યાં દુનિયાભરના ગ્રાહકો અને ખરીદદારો પ્રદર્શનના પોર્ટફોલિયો, માહિતીસભર પરિષદો અને સેમીનારોની મદદથી સાથે આવે છે. UBM ઈન્ડિયા આખા વર્ષમાં દેશભરમાં 25થી વધુ મોટાકદના પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી બહુસ્તરીય ઔદ્યોગિક વ્યાપાર વિકસે છે. UBM એશિયા કંપનીની, UBM ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. UBM એશિયાએ UBM plc ની માલિકી હેઠળની કંપની છે જે લંડન સ્ટોક એક્સેચેન્જમાં લિસ્ટેડ છે. UBM એશિયા કંપની એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મુખ્યત્વે ચીન, ભારત તેમજ મલેશિયામાં સૌથી મોટી વ્યાપારિક આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
+91-022 61727353,
UBM ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
Share this article