મુંબઈ, September 11, 2015 /PRNewswire/ --
નવા ઝેનફોન સેલ્ફી, ઝેનફોન 2 લેસર કે ઝેનફોન 2 ડિલક્સની ખરીદી પર ગ્રાહકો Goibiboનું
રૂ. 3,000ના મૂલ્યનું વાઉચર્સ મેળવશે
તહેવારની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને ભારત તેની ઉજવણી કરવા માટે તૈયાર થઈ ગયું છે, ASUS આજે તેની મર્યાદિત સમયગાળાની ઓફરની જાહેરાત કરી હતી. આ ઓફર અંતર્ગત ગ્રાહકો તાજેતરમાં લોંચ થયેલ ASUSના કોઈ પણ ઉત્પાદન - ઝેનફોન સેલ્ફી, ઝેનફોન 2 લેસર, ઝેનફોન 2 ડિલક્સ અને ઝેનફોન 2 (ZE551/ ZE550), અથવા 1લી પેઢીના ઝેનફોન મોડેલ્સમાંથી - કોઈ પણ ઉત્પાદનની ખરીદી કરી શકે છે અને Goibiboનું રૂ. 3,000ના મૂલ્યનું વાઉચર્સ મેળવશે. આ ઉપરાંત લકી ડ્રો મારફતે પસંદગી પામનાર 1,000 ગ્રાહકોને પણ ઝેનપાવર મળશે. આ ઓફર 10મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર, 2015 સુધી અથવા સ્ટોક રહેશે, બેમાંથી જે વહેલા થાય તેમાં માન્ય રહેશે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150831/10129353 )
ASUS ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર અને દક્ષિણ એશિયાના રિજનલ હેડ પીટર ચાંગે કહ્યું હતું કે, "અમારા નવા ઉત્પાદનોને ભારતમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમે અમારા 'મોર વિથ મોરયા' સાથે તહેવારના મૂડનો લાભ લેવા આ પ્રતિસાદને વધારવા ઇચ્છીએ છીએ. અમે સતત વાજબી અને રોમાંચક કિંમતે હાઇ-એન્ડ ઉત્પાદનો રજૂ કરીને અમારા ગ્રાહકોને લક્ઝરી સાથે સશક્ત કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમારી ઓફર તહેવારની આ સિઝનમાં અતિ સંતોષ અને ખુશીઓ વહેંચવાનો વધુ એક પ્રયાસ છે.!"
http://www.flipkart.com/asus/zenfone-2/new-ranges?otracker=hp_nmenu_sub_electronics_0_Asus
Goibibo વાઉચર્સ માટે યુઝર્સે તેમના ઉત્પાદનની ખરીદીની વિગતો જેમ કે ઇનવોઇસ નંબર, ખરીદીની તારીખ, ડિલરનું નામ, ખરીદીનું સ્થળ, ઉત્પાદનનો સીરિયલ નંબર અને સંપર્ક વિગતો વગેરે http://asusindiapromo.com/more-with-morya પર રજિસ્ટર કરાવવી પડશે. સંપૂર્ણ માન્ય એન્ટ્રીઓને ઓફર માટે લાયક ગણવામાં આવશે, જેની ASUS ઇન્ડિયા દ્વારા ખરાઈ કરવામાં આવશે. ગ્રાહકની નોંધણી માટે અંતિમ તારીખ સપ્ટેમ્બર 30, 2015 છે. ગ્રાહકો 30 ઓક્ટોબર, 2015 સુધી GoIbibo વાઉચર્સ રિડીમ કરાવી શકશે. યુઝર્સ Goibibo ગિફ્ટ વાઉચર્સ અને રીડેમ્પ્શન માટે વિસ્તૃત શરતો અને નિયમોનો અભ્યાસ અહીં કરી શકે છેઃ http://www.goibibo.com/gocash.
ASUS વિશે
ASUS દુનિયાની ટોચની ત્રણ કન્ઝ્યુમર નોટબુક વિક્રેતા છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધારે એવોર્ડ-વિજેતા મધરબોર્ડ્સની ઉત્પાદક છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી કંપની ASUS હાલના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા ઉત્પાદનોને ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે, કંપની મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ (PC), નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ જેવા ઉત્પાદનોનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. નવીનીકરણ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ASUSને 2014માં 4,326 એવોર્ડ મળ્યા હતા અને તેની Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ કરવાનો શ્રેય તેને જાય છે. વૈશ્વિક કક્ષાના સંશોધન અને વિકાસ માટે 5,200 ઇજનેરોની R&D ટીમ સાથે ASUS સમગ્ર વિશ્વમાં 16,000થી વધારે કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014માં કંપનીની કુલ આવક અંદાજે 14.5 અબજ ડોલર થઈ હતી.
વધુ વિગત માટે, મુલાકાત લો: http://asusindiapromo.com/more-with-morya/#_blank
મીડિયા સંપર્ક
મનોજ કુમાર
[email protected]
+91-9818520082
Share this article