મુંબઈ, September 9, 2015 /PRNewswire/ --
-ક્રાંતિકારી ઝેનફોન 2 લેસર 5.5ની કિંમત રૂ. 9,999 છે અને ગ્રાહકો માટે શ્રેષ્ઠ ખરીદી છે
- કંપનીએ વેચાણ તારીખ આગળ લાવી
ASUS તેના નવા ઝેનફોન 2 લેસર 5.5 પર પ્રી-ઓર્ડર્સને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા પછી આજે જાહેરાત કરી હતી કે કંપનીને વેચાણની તારીખ અગાઉની નિયત તારીખ 19મી સપ્ટેમ્બર, 2015થી બદલીને 8મી સપ્ટેમ્બર, 2015 કરવાની ફરજ પડી છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150908/10129828 )
ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં ASUS પુષ્ટિ કરી હતી કે તેને ઝેનફોનના મોડલ માટે 30,000 પ્રી-ઓર્ડર્સ મળ્યા હતા, જેન સાથે ઝેનફોન 2 લેસર 5.5 ગ્રાહકની સ્પષ્ટ પસંદગી તરીકે બહાર આવ્યો હતો. ઝેનફોન 2 લેસર 5.5ના 10,000 યુનિટનો ઓર્ડર ત્રીજા દિવસે મળ્યો હતો અને કંપની ડિવાઇઝનું સંપૂર્ણ વેચાણ જોયું હતું. ક્રાંતિકારી ઝેનફોન 2 લેસર 5.5ની કિંમત રૂ. 9,999 છે અને હાઇ-એન્ડ સ્માર્ટફોનની વિશેષતાઓ અને ડિઝાઇન ઇચ્છતાં ગ્રાહકો માટે શ્રેષ્ઠ ખરીદી છે.
ASUS ઇન્ડિયાના સાઉથ એશિયાના રિજનલ હેડ અને કન્ટ્રી મેનેજર, સિસ્ટમ બિઝનેસ ગ્રૂપ પીટર ચાંગે કહ્યું હતું કે, "અમને ભારતમાં ગ્રાહકો તરફથી જે પ્રતિસાદ મળ્યો છે તે જોઈને અમે અભિભૂત થઈ ગયા છીએ. બજારમાં નવી કંપની તરીકે ગ્રાહકોએ એવા ઉત્સાહ સાથે બ્રાન્ડને આવકારી છે કે અમારી અમારી નવી ઓફરિંગની વેચાણ તારીખને ફરી સેટ કરવી પડી છે. અમારો પ્રયાસ હંમેશા 'દરેકને લક્ઝરી આપવાનો' છે અને ઝેનફોન 2 લેસર 5.5 હાઈ-એન્ડ ખાસિયતો સાથે મોટા જનસમુદાયને લક્ષ્યાંક બનાવે તેવી કિંમત ધરાવે છે. અત્યારે અમે ફ્લિપકાર્ટ મારફતે 660 શહેરોમાં પહોંચ્યા છીએ અને અમારો હેતુ આગામી વર્ષ સુધીમાં દેશના બજારમાં 5 ટકા હિસ્સો કબજે કરવાનો છે," તેમ વધુમાં પીટર ચાંગે જણાવ્યું હતું.
ઝેનફોન 2 લેસર 5.5:
ASUS ઝેનફોન 2 લેસર 5.5 શ્રેષ્ઠ હાઈ-ડેફિનિશન (HD) 1280 x 720-પિક્સેલ રિઝોલ્યુશન ઓફર કરે છે. તે લેસર-આસિસ્ટેડ ઓટો ફોકસ સાથે 5 MP ફ્રન્ટ કેમેરા અને 13 MP રિઅર કેમેરા ઓફર કરે છે, જે ગ્રાહકોને 0.3 સેકન્ડ જેટલા ઓછા સમયમાં ચીજવસ્તુ પર ફોકસ કરવાની સુવિધા ગ્રાહકોને આપે છે. 3000 mAh લી-પોલીમર રિમૂવેબલ બેટરી સાથે ફોન ફોનની શ્રેષ્ઠ કોલ ગુણવત્તા માટે નોઇસ કેન્સલેશન સાથે ડ્યુઅલ માઇક્રોફોનથી અને વીડિયો સ્ટેબિલાઇઝેશન અને વન-ટચ સ્ટિલ-કેપ્ચ્યોર સુવિધા સાથે 1080p@30fps કેપ્ચ્યોર ફૂલ HD વીડિયો રેકોર્ડિંગથી સજ્જ છે.
ASUS ઝેનફોન 2 લેસર 5.5 એન્ડ્રોઇડ 5.0 લોલિપોપથી સમર્થ છે અને લાઇફટાઇમ 5GB Asus વેબ સ્ટોરેજના એડિશન સાથે 16GB એક્સપાન્ડેબલ સ્ટોરેજ ઓફર કરે છે. ફોન એન્ટિ-સ્ક્રેચ કોર્નિંગ ગોરિલા ગ્લાસ 4 સાથે આવે છે, જે બજારમાં સ્માર્ટફોન્સ માટે કોઈ પણ પ્રોટેક્શન ફિલ્મથી વધારે સ્ક્રેચ રેસિસટન્સ ધરાવે છે. ડ્યુઅલ-SIM, 4G LTE અને ક્વાલકોમ 64-બિટ ક્વેડ કોર પ્રોસેસર સ્નેપડ્રેગન 410 અન્ય કેટલીક વિશેષતા ધરાવે છે.
ઝેનફોન 2 લેસર 5.5 ચાર સ્ટેટમેન્ટ રંગ ધરાવે છે - પ્યોર બ્લેક, સિરામિક વ્હાઇટ, ગ્લેમર રેડ અને શીયર ગોલ્ડ.
http://www.flipkart.com/asus/zenfone-2/new-ranges?otracker=hp_nmenu_sub_electronics_0_Asus
ASUS વિશે:
ASUS દુનિયાની ટોચની ત્રણ કન્ઝ્યુમર નોટબુક વિક્રેતા છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધારે એવોર્ડ-વિજેતા મધરબોર્ડ્સની ઉત્પાદક છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી કંપની ASUS હાલના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા ઉત્પાદનોને ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે, કંપની મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ (PC), નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ જેવા ઉત્પાદનોનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. નવીનીકરણ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ASUSને 2014માં 4,326 એવોર્ડ મળ્યા હતા અને તેની Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ કરવાનો શ્રેય તેને જાય છે. વૈશ્વિક કક્ષાના 5,200 ઇજનેરોની R&D ટીમ સાથે ASUS સમગ્ર વિશ્વમાં 16,000થી વધારે કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014માં કંપનીની કુલ આવક અંદાજે 14.5 અબજ ડોલર થઈ હતી.
વેબસાઇટ: http://www.asus.com/in
મીડિયા સંપર્ક:
મનોજ કુમાર
[email protected]
+91-9818520082
ASUS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article