હૈદરાબાદ, September 4, 2015 /PRNewswire/ --
યુબીએમ ઇન્ડિયા દ્વારા આયોજિત ફાર્માલીટિકા 2015 ની બીજી એડિશન આજે હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં ગયા વર્ષની સરખામણીમાં પ્રદર્શકો, પ્રતિનિધિમંડળો અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150904/10129598-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150904/10129598-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150831/10129340 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
બે દિવસીય પ્રદર્શન ફાર્માલીટિકા 2015 ભારતનું સૌથી વિસ્તૃત એનાલીટિકલ અને કોન્ટ્રાક્ટ સર્વિસ પ્રદર્શન છે, અને ચાલુ વર્ષે પ્રદર્શનમાં 100થી વધારે એનાલીટિકલ, કોન્ટ્રાક્ટિંગ, બાયોટેકનોલોજી અને ક્વોલિટી કન્ટ્રોલ ક્ષેત્રોએ ભાગ લીધો હતો.
ધ ઇન્નોવેશન ગેલેરી પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ હતું. ગાંધી ઓટોમેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, સિગ્મા સાયન્ટિફિક ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ, મેક ફાર્માટેક, કેલિબર ટેકનોલોજીસ, બાયોલિન્ક્સ લેબ સિસ્ટમ્સ અને જોફરાક્સ પ્રાઇવેટ લિમિટેડે આ ગેલેરીના ભાગરૂપે તેમના નવીન ઉત્પાદનો પ્રદર્શિત કર્યા હતા.
આ ઉત્પાદનોનું મૂલ્યાંકન નિર્ણાયકમંડળની પ્રતિષ્ઠિત પેનલ તેમજ મુલાકાત લેનાર સહભાગીઓ દ્વારા મતદાન કરીને લોકપ્રિય પસંદગી એમ બંને રીતે થયું હતું. તેમાં પસંદ થયેલી કંપનીઓનું આ પ્રદર્શનના ભાગરૂપે યુબીએમ ઇન્ડિયાએ સન્માન કર્યું હતું.
યુબીએમ ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે આ કાર્યક્રમના ઉપક્રમે કહ્યું હતું કે, "ફાર્માલીટિકા 2015માં સહભાગી ફાર્મા કંપનીઓ દ્વારા ઓફર થયેલા નવીન ઉત્પાદનોના અનાવરણ અને પ્રદર્શનથી ભારતીય અને વૈશ્વિક બજાર એમ બંનેની ટેકનોલોજીકલ નવીનતા રજૂ કરવા અને પ્રદર્શિત કરવા આ પ્રકારના મંચની જરૂરિયાતને ફાર્મા ઉદ્યોગે માન્યતા આપી હતી."
યુબીએમ ઇન્ડિયા વિશે
યુબીએમ ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
પ્રિયા બાદશાહ
[email protected]
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
હરિ પ્રસાદ
[email protected],
+91-9618883774,
એમએસએલ ગ્રૂપ
Share this article