દિલ્હી, September 4, 2015 /PRNewswire/ --
યુબીએમ ઇન્ડિયા દ્વારા દક્ષિણ એશિયાનો અગ્રણી રિન્યૂએબલ એનર્જી ટ્રેડ એક્સ્પો
યુબીએમ ઇન્ડિયા ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે 23થી 25 સપ્ટેમ્બર સુધી તેના મુખ્ય પ્રદર્શન રિન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો (આરઇઆઈ)ની 9મી એડિશનનું આયોજન કરશે. આરઇઆઈ વૈશ્વિક મંચ છે, જ્યાં વિદેશી સહભાગીઓ સહિત ભારતમાં પર્યાવરણનું સંરક્ષણ કરતી ટેકનોલોજીનો ઉપયોગ કરતો વ્યાવસાયિક સમુદાય ઉદ્યોગના વર્તમાન પ્રવાહો, પડકારો અને ભારતીય નિયમન માળખાની અંદર બજારની આંતરિક કામગીરીની સમજણ પર ચર્ચાવિચારણા કરવા એકત્ર થશે. આ પ્રદર્શનનો ઉદ્દેશ અક્ષય ઊર્જાના સ્ત્રોતોની એપ્લિકેશનને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને તેને વધારવાનો, નવીનતાઓ પ્રદર્શિત કરવાનો, ઉત્પાદનો લોંચ કરવાનો અને આંતરિક પ્રદર્શન અને કોન્ફરન્સ મંચ મારફતે કાળજીપૂર્વકન વિચારણાને સમૃદ્ધ કરવાનો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150903/10129539)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
આરઇઆઇ ઇન્ડિયા 2015માં ચીન, જાપાન, ઇટાલી, તાઇવાન, કેનેડા અને અમેરિકામાંથી કન્ટ્રી પેવેલિયનો હશે અને તેને નવીન અને અક્ષય ઊર્જા મંત્રાલય - ભારત સરકાર (એમએનઆરઇ), ઇન્ડિયાન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઇઆરઇડીએ), ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ આંધ્રપ્રદેશ (એનઆરઇડીસીએપી), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી (એનઆઇડબલ્યુઇ), ઇન્ડો-જર્મન એનર્જી ફોરમ સપોર્ટ ઓફિસ (આઇજીઇએફ), તમિલનાડુ સોલર એનર્જી ડેવલપર્સ એસોસિએશન (ટીએનએસઇડીએ), સોલર પાવર ડેવલપર્સ એસોસિએશન અને ઇન્ડિયન બાયોગેસ એસોસિએશનનું સમર્થન પ્રાપ્ત છે.
ઉત્પાદકતો, ઇપીસી અને સેવા પ્રદાતાઓને એકસાથે લાવવા આરઇઆઈ 2015 ટ્રેડ એક્સ્પો 500થી વધારે સહભાગી પ્રદર્શકો ધરાવે છે, જેમાં બોશ સોલર એનર્જી, બોનફિગ્લીઓલી રિન્યૂએબલ પાવર, કન્વર્ઝન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કેનેડિયન સોલર, ડેલ્ટા પાવર સોલ્યુશન (ઇન્ડિયા) પાવર લિમિટેડ, ઇએમએમવીઇઇ ફોટોવોલ્ટેઇક પાવર પ્રાઇવેટ લિમિટેડ, એનરપાર્ક એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, જીઈ, જીનસ ઇન્નોવેશન લિમિટેડ, હર્ષા એબાકસ સોલર, મહિન્દ્રા સુસ્ટેન, નુવોસોલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, ફોકસ ઇન્ડિયા સોલર પ્રાઇવેટ લિમિટેડ, રિગન પાવરટેક પ્રાઇવેટ લિમિટેડ, રોલ્ટા પાવર પ્રાઇવેટ લિમિટેડ, સિમેન્સ લિમિટેડ, સ્કાયપાવર ગ્લોબલ, સ્ટર્લિંગ વિલ્સન, સનએડિસન સોલર પાવર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સુઝલોન, વિક્રમ સોલર પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓ સામેલ છે.
આ પ્રદર્શનના મુખ્ય આયોજનોમાં ત્રણ દિવસની પાવર પેક કોન્ફરન્સ "ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી લેન્ડસ્કેપ - ઇવોલ્વિંગ ધ સક્સેસ પેરામીટર્સ", સોલર કારનો જીવંત અનુભવ, ગ્લોબલ સસ્ટેઇનેબલ એનર્જી સોલ્યુશન્સ (જીએસઇએસ) દ્વારા કાર્યશાળાઓ અને માસ્ટર ક્લાસીસ, સંભવિત ઉદ્યોગસાહસિકોને રોકાણકારો પાસેથી ભંડોળ જીતવાની તક ઓફર કરશે તે બિઝનેસ પ્લાન કોમ્પિટિશન, વર્લ્ડ ઓફ ઇન્નોવેશન - ધ લોંચ-પેડ એરેના, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી (એનઆઇડબલ્યુઈ) દ્વારા કૌશલ્ય સંવર્ધન પર ટેકનિકલ સીમ્પોઝિયમ સામેલ છે.
આ વેપારી પ્રદર્શન અગાઉ રિન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એવોર્ડ્સ 2015 પણ યોજાશે, જેનો ઉદ્દેશ અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં ભારતીય કંપનીઓની ઉત્કૃષ્ટતાને પ્રદર્શિત કરવાનો અને તેમના પ્રદાનને સન્માનિત કરવાનો છે.
યુબીએમ ઇન્ડિયા વિશે
યુબીએમ ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
અંજલિના પ્રધાન
[email protected]
011-66517646
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article